Book Title: Adhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Author(s): Durlabhji Gulabchand Mehta
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩] આત્મામાં વિરતિનું બળ પ્રકટે છે. એ બળ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવે છે, જે વડે આત્માનાં અશુભ સંસ્કાર કે જે અનાદિકાળના પડેલા હતા તે દૂર થઈ શુભ સંસ્કારોનું સિંચન થતાં એ પુણ્યાનુબંધી પુણ્ય આત્માને ભવિષ્યકાળમાં અધ્યાત્મદષ્ટિનો વિશેષ વિકાસ કરી મુક્તિ તરફ શીઘ્ર લઈ જવામાં સહાયક નીવડે છે; આ સ્થિતિને પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પોતાની અંદર વર્તમાન સૂક્ષ્મ અને સહજ એવા શુદ્ધ પરમાત્મભાવને દેખાવા લાગે છે અર્થાત અંતરાત્મસ્વભાવ એ આત્મમંદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચયદેવનું દર્શન કરી શકે છે.
આ સ્થિતિ વિકાસક્રમની થી ભૂમિકા છે, અથવા એથે ગુણસ્થાન છે; જે પામીને આત્મા પ્રથમવાર જ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિકદષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપનુખ) હેવાના કારણે વિપર્યાસ રહિત હોય છે જેને જૈન દર્શનમાં સમ્યગદર્શન કહેવામાં આવે છે. આ ભૂમિકા પ્રાપ્ત થયા પછી જ આત્મસ્વરૂપની પ્રાપ્તિની શરૂઆતની ગણત્રી લેખાય છે; બીજના ચંદ્રનું દર્શન અહિં ગણાય છે, અને તે તેરમે ગુણસ્થાનકે પૂર્ણ ચંદ્રરૂપે બની જાય છે. ઉત્ક્રાંતિક્રમ(Theory of evolution)માં પ્રગતિ કરતાં પંચમ આદિ ગુણસ્થાનની પ્રાપ્તિ થતાં–દેશવિરતિ અને સર્વવિરતિપણાનું–વિરતિ બળ પ્રાપ્ત થતાં ઉત્તરોત્તર અધ્યાત્મદષ્ટિની શુદ્ધતા અધિકાધિક થતી જાય છે, અને વિકાસક્રમમાં આગળ વધતાં આધ્યાત્મિક શાંતિનો અનુભવથી ચારિત્રહને નષ્ટ કરી છેવટે અઘાતિ કર્મનો નાશ કરી પૂર્ણ–સ્થિરતારૂપ છેલ્લી ચરમ અવસ્થા અર્થાત ચૌદમાં ગુણસ્થાનને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી કૃતકૃત્ય બને છે.
અધ્યાત્મયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે; નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, તેમજ ધર્મધ્યાન અને શુકલધ્યાનનું કારણ છે; ઉપાદાન કારણ આત્મામાં અધ્યાત્મભાવ પ્રકટ થાય તે મુક્તિની નજીક લઈ જવાનાં નિમિત્તે સ્વયમેવ આવી મળે છે. મુખ્ય અને ગૌણુ દષ્ટિમય અનેકાંતવાદનો
For Private and Personal Use Only