________________
પ્રહાર કર ! :
હું હૃદયેશ્વર ! જો તારે મળવું જ ન હાય તે તું આજે જ મને કહી દે કે હુ તને નહિ મળી શકું......
કારણ કે તુ નહિ મળે એની શંકા સદૈવ મને સતાવ્યા કરે છે. જગત મારી શંકાને દઢ કરે છે. “ વર્ષાથી અમે એની પાછળ ભમીએ છીએ. એ નથી મળ્યે તે તને કયાંથી મળશે ?”
પણ છતાં ય “કદાચ તું મળી જાય તે ?” એવી સભાવનાને હૃદયમાં સંઘરીને હું તને શેાધી રહ્યો છું. શેાધવામાં મને આનંદ આવે છે. પરંતુ તુ એમ કહી દે “ હું તને નહિં મળું” તારા એ પ્રહારની વેદનાને સહુવામાં મને અતિ આનંદૅ થશે. તારા પ્રહાર પણ તું મળ્યા જેટલેા જ હર્ષ આપશે. પ્રેમ ન આપે તો ભલે પ્રહાર કર....મારા નાથ! કહી દે.... “ હું તને નહિ મળું. ”
પરિશેાધ :
મારા મનેાનાથ!
મેં તને અન ંત આકાશના કૈડી વિનાના પ્રદેશમાં શેાધ્યા... ગાઢ તિમિરથી આવૃત્ત ગિરિગુફાઓમાં તારી શેાધ કરી.... ગગનચુંખી મ ંદિરાના ધૂપથી મઘમઘાયમાન વાતાવર્ણમાં તને જોવા પ્રયત્ન કર્યાં.... ગિરીનદી સાગર...કયાંય ન મળ્યેા. હું પાછા વળ્યેા, અંધારું થઇ ગયું હતું.
ગાવાળાની વાંસળીના સૂરો સભળાતા ખંધ થઇ ગયા હતા. વિહંગમાનું આકાશઉડ્ડયન પણ થંભી ગયું હતું. મે' મારી નાનકડી કાટડીનાં દ્વારા ખાલ્યાં. દિવાસળીથી મે નાનડા.... આંખા દ્વીપક પેટાજ્યેા.
મારી દૃષ્ટિ કાટડીના ખૂણામાં પડી, એહ.....
મારા નાથ તમે અહીં ? તમને જોઇ હું ખેાલી ન શકયા.... મે તમને એળખ્યા! તમારી સાથે ખેલવાના શબ્દો ન જડયા” હું સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યો...
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainellbrary.org