Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ માર્ગે આવ્યા. મારા સંયમજીવનના પ્રાથમિક ઘડતરમાં ને અભ્યાસમાં ખૂબ કાળજી ને ચીવટ રાખનારા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ જેઓનો બહુમૂલ્ય ઉપકાર જીવનભર ભુલાય એવો નથી. તથા અભ્યાસની ખબર રાખનાર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની લાગણીભરી મમતા તો કેમ વિસરાય! અને મારા પરમહિતસ્વી ઉદારાશથી પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિદ્યામૃતસૂરીશ્વરજી મહારાજના ઉપકાર તો સદા સ્મરણીય છે. ને અત્તે વીતેલાં બે વર્ષ દરમિયાન મને પૂર્ણ મમત્વથી ભણાવનાર ને વચ્ચે વચ્ચે નિરુત્સાહ થતા મને ઉત્સાહ આપનાર પરમોપકારી પૂજ્યશ્રી વિજયધુરધરસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર આ જીવનભર સ્મૃતિપટ પર તાજો રહેશે. આ લેખનમાં કથાઓ મુખ્યત્વે ઉપદેશપ્રાસાદને સામે રાખીને લખી છે. એમાં થોડો ઘણો ફેરફાર લાગે તો યે અત્તે તો પરિણામ ને બોધ સમાન રહેવાના. નદીઓનું વહેણ વાંકુંચૂકું ગમે તેમ હોય તો યે બધીએ નદીઓ અન્ને સાગરમાં જ ભળે છે તેમ. પ્રાન્ત આ ગ્રન્થને રાજહંસની દૃષ્ટિએ ક્ષીર-નીરના ન્યાયે કરી સારને ગ્રહણ કરવાની સજ્જનોને પ્રાર્થના કરી વિરમું છું. શત્રુંજયવિહાર, પાલીતાણા(સૌરાષ્ટ્ર) તા. ૨૨-૩-૧૯૬૮ -લેખક મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી (હાલ) આ.શ્રી.પ્રદ્યુમ્નસૂરિ. |

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162