Book Title: Aatmbodh Author(s): Dhurandharsuri, Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 5
________________ આત્મબોધ આમાં જે કાંઈ સારું ને ગ્રાહ્ય લાગે તે પૂજ્ય મૂલકર્તાને જ આભારી છે. બાકી સર્વ પ્રથમ પ્રયત્ન હોઈ ત્રુટિઓ, ક્ષતિઓ તો ઘણી હશે જ પણ ઉદાર પ્રકૃતિવાળા, વિવેકી સજજનો તે સુધારશે ને સૂચવશે એવો તેમના ઉપરનો વિશ્વાસ વધુ પડતો નહીં લેખાય. આવા પ્રસંગે પરમોપકારી પૂજ્યોના ઉપકારનું સ્મરણ કરવાની તક મળી છે તો વધાવી કાં ન લઉં? આમ તો અમારા આખા ઘરમાં ધાર્મિક સંસ્કારો સિંચવાનો મુખ્ય ફાળો (મારા સંસારીપણાનાં પૂજ્ય માતુશ્રી) સાધ્વીજી શ્રી પઘલતાશ્રીજીનો છે. જેઓ ખૂબ તપસ્વી શાન્ત ને વત્સલ છે. જેઓના આન્તરિક ગુણો ગંભીરતા, સહનશીલતા, તપસ્વિતા, શાત્તવૃત્તિતા વગેરે યાદ કરતાં પણ મસ્તક સહજભાવે ઝૂકી જાય છે. જેઓની વારંવારની લાગણીભરી પ્રેરણા, ને પ્રબળ ભાવના મહામૂલી સંયમયાત્રાના પથિક બનવામાં મને ખૂબ જ ઉત્સાહપૂરક બની છે. બીજું (મારા સંસારીપણાના પૂજ્ય પિતાશ્રી) મુનિશ્રી હીરવિજયજી મહારાજ જેઓની અનુમતિથી આ માર્ગે આવ્યો ને આટલી હદે પહોંચ્યો. તેમનો ઉપકાર પણ ભુલાય તેવો નથી. (મારા સંસારી વડીલ બન્યું ને વર્તમાનમાં) પૂજ્ય ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ કે જેઓએ અમારા બધા માટે સંયમનો રાજમાર્ગ ખુલ્લો કર્યો ને મને સંસારમાંથી ઉદ્ધર્યો, ને અભ્યાસ ને જીવનઘડતરમાં પૂરતું લક્ષ્ય આપ્યું. તેઓનો ઉપકાર તો ક્યા શબ્દમાં વર્ણવું? સર્વ પ્રથમ તેઓએ દીક્ષા લીધી ત્યારબાદ (મારાં સંસારી મોટાં બહેન ને હાલમાં) સાધ્વીશ્રી હેમલતાશ્રીજી જેઓ સારી ને સ્થિર બુદ્ધિવાળાં ને ગંભીર છે. ત્યારબાદ સાધ્વીજીશ્રી પઘલતાશ્રીજી ને ત્યારબાદ હું, એમ બધાને આ માર્ગે ચઢાવીને મુનિશ્રી હીરવિજયજી મહારાજ એમ પાંચ જણા સંયમના શ્રેયસ્કરPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 162