Book Title: Aatmbodh Author(s): Dhurandharsuri, Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 4
________________ ઉત્થાન ૩ આ ગ્રન્થનું ‘આત્મબોધરસાયન' એ નામ સાંભળતાં કે વાંચતાં સહેજે સમજાય કે આ ઉપદેશનો ગ્રન્થ છે. આમાં આત્માને બોધક એવું લખાણ છે. આ ગ્રન્થ રસસિદ્ધ વ્યાખ્યાતા પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયપુરન્ધસૂરીશ્વરજી મહારાજે સંસ્કૃત ભાષામાં પદ્યમય રચ્યો છે. તેનું વાચન વિદ્વાનો સહેલાઈથી કરી શકે, પરંતુ સંસ્કૃતના અજ્ઞો તો તેના વાચન ને બોધથી વંચિત રહે. એટલે સંસ્કૃત ભાષા નહિ જાણનાર પણ આ રસાયનનું પાન સુખે કરી શકે એ ઉદ્દેશથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ મને વિશદ વિવેચન લખવા પ્રેરણા કરી. આ પૂર્વે મેં કાંઈ પણ ગુજરાતી લખ્યું જ નો'તું તેથી તે ક્ષેત્રમાં સહસા પગલું ભરતાં સંકોચ થતો હતો. સાથે અશક્તિ પણ જણાતી હતી, છતાં પણ પૂજ્યશ્રીના આશીર્વાદ ને પ્રેરણાથી કામ શરૂ કર્યું અને પર્વત-ચઢાણની જેમ વિસામા ને ટેકા લેતાં લેતાં પૂર્ણ પણ કર્યું ને આજે તે આપની સમક્ષ છે. 3Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 162