Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
Catalog link: https://jainqq.org/explore/023295/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બ000 ક એવંભૂત નયન નૈગમ નયા સમભિરૂઢ નય શબ્દ નયા 8 જુસૂત્ર નય વ્યવહાર સંગ્રહ નય નય સમાધાનમ જૈન દર્શનની દષ્ટિએ સંભવિત વૈચારિક સંઘર્ષ અને સમાધાનની ભૂમિકાઓ... પ્રેરક રોડ, પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. સકલસંઘહિતચિંતક તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ-૧ // જયઉ સવષ્ણુસાસણ-શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | ક, / શ્રી પ્રેમ-ભુવનભાનુ-પા-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ | સમાધાતમ્ [જૈન દર્શનની દષ્ટિએ સંભવિત વૈચારિક સંઘર્ષ અને સમાધાનની ભૂમિકાઓ] -: પ્રેરક :2 પ.પૂ. સકલસંઘહિતચિંતક તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા -: લેખક :પ.પૂ. સૂક્ષ્મતત્ત્વચિંતક સાધ્વીજીગણનાયક આચાર્યદેવ કે શ્રીમદ્ વિજયઅભયશેખરસૂરીશ્વરજી મ.સા. - ૨. -: સંયોજક :પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ | વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા. -: પ્રકાશક :જૈનમર્પરિવાર Page #4 -------------------------------------------------------------------------- ________________ વીર સં. ૨૫૪૦૦ વિ. સં. ૨૦૭૦ • ઇ.સ. ૨૦૧૪ 'In < > 2 સમાધાનમ્ Samadhanam પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅભયશેખરસૂરીશ્વરજી મ.સા. Author's P.P. Acharyadev Shrimad Name Vijay Abhayshekharsuriswarji M.S. સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન...@ પ્રથમ આવૃત્તિ • ૩૦૦૦ નકલ મૂલ્ય રૂા. ૬૦.૦૦ -: સંશોધક :પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરિજી મ.સા. પ.પૂ. પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. -: પ્રાપ્તિ સ્થાન :a જૈનમ્ પરિવાર, અમદાવાદ. મો. ૮૯૮૦૧૨૧૭૧૨ 2 દિવ્યદર્શન, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. a મયંકભાઇ પી. શાહ, મો. ૯૮૨૧૦ ૯૪૬૬૫ a દેવાંગ અરવિંદભાઇ શાહ, મો. ૯૩૨૨૨૭૭૩૧૭ 3 અમિતભાઇ કે. શાહ, વડોદરા મો. ૯૮૯૮૫૮૬૨૨૪ 3 હસિત દિપકભાઇ બંગડીવાલા, સુરત મો. ૯૪૨૭૧ ૫૮૪૦૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વસંપત્તિના સર્વ્યય દ્વારા જેમણે શાસનને સમૃદ્ધ અને પોતાના પરલોકને સદ્ધર બનાવ્યા શાસનપ્રેમી એક સદગૃહસ્થ પરિવાર થી ભૂલવીભાવી પાણી પ્રતિક્ષા શ્રીનિવા પ્રદૂષી હવા છતા • શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ-ઘાટકોપર (ઇ.) • શ્રી રાંદેર રોડ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ સુરત श्री भुवनभानु-पदार्थ-परिचय श्रेणि तत्त्वज्ञानश्रेणि के प्रस्तुत प्रकाशन में श्री वीरमगाम श्वेतांबर मूर्तिपूजक जैन संघ सागर गच्छ तपगच्छ जैन पेढी ने अपने ज्ञाननिधिसे सुंदर लाभ लिया है । मूल्य चुकाये बिना जैन गृहस्थ इस की मालकियत न करे । Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીનો અનુજ્ઞાપત્ર 10/29.Mसर५-30AWAREMAINED 42. स . 220-hianavara7-491 नाम dalina avhanntarieta-awIRAIL Garam mamisa2५ 22nnel 412 ५२ Prariana ta21414garline सng Moditya Rani Rang A ngarhatani2 3 viril2082 dna Song 41HIIT 23 Randynारीला H alkar2, 120101282 DAMO Ranver सchimnst arcanelyn 'Ananta Onerate A lsi naikutty anal anna SALMun42 newsn 20sal Maitre1५19 mromran Pari4.2ndi siarterNM १९३ 2074-YEAmnmaratha 20800 42 m a nmrat Rinchitical HTRA P rina Gaym41414141 Pin aman Pat n anatafsar Hin4402024.५०.५४ ५tmen५iarati amin 520NGarilankyoND 2072A000 10 hide.prmanantarwayri monasini mar Municारे 40 hi ติ ด ท6 247 ต +5 ในปี 2in136 37% แ4 262122 ने समोर enatomona.n Page #8 -------------------------------------------------------------------------- ________________ 25 226 หt9% ส+ นวเศ: 33:14 (30x4 6i4) ทน3xt, nze หtyle girl ไวรม” หด ตาก ) “นดา ห3 - ท า 241 guyn 10 2030 30 % 24, 2016 (55 19 219 20 999 () 34 g304-23 เซน ห8 g4043 5 v23 : : 29% #gs) 48 1, 2, 3 of 355 59669” 4-5% 60%25bg9n24, เห 2451ค ๆ ๆ 7} +48 449 4 8 หด นน(424 254'p1 21(431 นฯ - 9) 53 am ดศร ( 2014 936 * ๑นเที่ đ 64c 6 Tok 22 21 4 3 25 (+2a 22 re2 ใก! (( คนTo (๒๓igingเยเqq+ สกหd (29 64 Gau syโ9514, 5, 27x44489 Cou hs1qศนา 19 สเตเห81) หยก หยก 23 59 AM * รรเch. *ห ๒990 ส่2ดๆ ทฯ หif 99% ดห our 2}(4224 yev $nk 9ม) 744 649 หi n8 - Myews 099212 21312 413 4 ศพ 44744a2gq212 23เทศ 49 99 ดผ4. 244เซoost 350 Gen9: kษขต1 x yui 4aC84 09 วิวดี ใกเน13 2199 & # 21 ห Page #9 -------------------------------------------------------------------------- ________________ OMBIDIOD8202012912204m hiamB214217M 246५२ २८/2xTAKAIRendianarm nangi 201215472nd 203241320120 17 न. 2kya 42050 2nganana Or24tvan 24Ns oxay 01301 PASTA कार 207 2169 . 21 Bur Men 21. 4 nt and timents Shrum 02-15ds useni ५९.२८/22 hainsa. xeyg 200,ni niayog GRADE M22 ५. १५ 200 Puna tdn En ५ ६ ५Entrier Tumnews rang44113111m 344. saugr 42020nmantalgiaNA MR) 21104204 m oni202117 nint पynonia021 minicatrina.irn herioni Amraat 2011242 daun2281062104 पुर- FR45-12 2 -SAID 821128242nxringo 4seen Attarietar MAAI nangan 204 Rani sex m4175-441. 20038/5YSargun 2 yeatmidifts &A4ne, Rang a that yorg on 21RA2158 Zid oor meioz २.5684.8Tuti-2014it. TAICOTO Page #10 -------------------------------------------------------------------------- ________________ (नाणं पयासगं પ્રકાશકીય ગાનું જ અનંતજ્ઞાનગુણસંપન્ન તીર્થકર ભગવંતો મોહના અંધકારમાં અથડાતા જીવોને સુખની ઓળખ અને સાચા સુખનો માર્ગ મળે તે માટે જ્ઞાનના પ્રકાશનું છૂટે હાથે દાન કરવા કેવલજ્ઞાની બન્યા પછી રોજ બે દેશના=૭ કલાક જિનવાણી પ્રકાશે છે. શાસનની સ્થાપના બાદ તુર્ત જ ગણધર ભગવંતોએ વ્યક્ત કરેલી તત્ત્વ-જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુએ સમગ્ર સંસાર સ્વરૂપને ઓળખવાની ચાવી રૂપ ત્રિપદી પ્રકાશી. ‘ઉપ્પષે ઇ વા, વિગમે ઇ વા, ધુવે ઇ વા', અને એ ત્રિપદીના નાના દ્વારમાં છુપાયેલો મહાતત્ત્વખજાનો ગણધર ભગવંતોએ પોતાની વિશિષ્ટ પ્રજ્ઞાથી દ્વાદશાગીરૂપે પ્રગટ કર્યો... - જિનશાસનના સારસર્વસ્વસમો એ દ્વાદશાંગીનો પ્રવાહ કાળબળે વિલુપ્ત થતો રોકવા પૂર્વાચાર્યોએ લેખન-વિવેચનસર્જન અને પ્રકરણ-ભાષ્ય આદિ ઉદ્ધરણરૂપે સતત પુરૂષાર્થ કરી ટકાવ્યો...પરંતુ કાળનું વિષમ આક્રમણ નિતનવા રૂપો ધારણ કરે છે. સંસ્કૃત-પ્રાકૃત ગિરાનો પ્રવાહ રુંધાયો અને પુણ્યપુરૂષોએ લોકબોલીમાં પ્રભુવાણીની ધારા વહાવી... - પ.પૂ. સકલસ ઘહિતચિંતક યુવાનો દ્વા૨ક આચાર્ય દેવેશ શ્રીમ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ કોઇ પુણ્યવંતી ધન્યપળે જિનશાસનના તત્ત્વજ્ઞાનને વિષયવાર વિભાજિત કરી સરળ ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર વહેતો મૂક્યો..વર્ષો બાદ પ.પૂ. પરમાત્મભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.એ ગુરૂભક્તિથી એ વિચારને સાકાર કરવા કમર કસી, જબરદસ્ત જહેમત ઉઠાવી. અનેક મહાત્માઓને વિનંતી કરતા તે મહાત્માઓએ પણ શ્રુતભક્તિ, ગુરૂભક્તિ અને સંઘભક્તિના આ અવસરને વધાવી લીધો, જેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. - પ.પૂ. શાસ્ત્ર-શાસનમર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. બહુશ્રુત પ્રવચનપટુ પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. એ આવેલ તમામ લખાણને પોતાની શાસ્ત્ર-પરિકર્મિત મતિથી સંશોધિત કરી આપ્યું છે તે બદલ પૂજ્યશ્રીઓના અત્યંત ઋણી છીએ. " નિશ્ચિત કરેલા ૪૦ થી અધિક વિષયોમાંથી પ્રથમ ચરણ રૂપે ૧૧ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમાં સમાધાનમ્ (જૈન દર્શનની દૃષ્ટિએ સંભવિત વૈચારિક સંઘર્ષ અને સમાધાનની ભૂમિકાઓ) પુસ્તક ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અભયશેખરસૂરીશ્વરજી મ.સા.શ્રીએ આગવી શૈલીમાં અને તમામ તત્ત્વોનો સમાવેશ કરીને લખી આપેલ છે. પૂજ્યશ્રીની ઋતભક્તિની અંતરથી અનુમોદના...અમારી હાર્દિક વિનંતિને સરળતાથી સ્વીકારી ટૂંકી છતાં માર્મિક પ્રસ્તાવના લખી આપવા બદલ ૫.પૂ. તર્કસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયસુંદરસૂરીશ્વરજી મ.સા.ના ચરણે વંદના...પ્રિન્ટીંગનું કાર્ય દિલ દઇને કરી આપનાર શુભાય આસવાળા દિનેશભાઇ મુડકર્ણીને પણ હજારો સલામ. પ્રાન્ત, શાસનની, સંઘની, શ્રતની સર્વતોમુખી સેવા સાતત્યપૂર્વક, સમર્પણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકીએ એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.. જૈનમ્ પરિવાર Page #11 -------------------------------------------------------------------------- ________________ ભવોદધિનારક પ.પૂ. ગુરૂદેવશ્રીનો આશિર્વાદ પત્ર नमो नमः श्र मराये। P4M 101) ' . सियोHOLE 240) a ME Aarयमन) 420 Hem. त्यो नमन (412 समि यु संवत १९०७ Cascars) ATHA HR) स्व-गुस्सा पार Anand 13-02411 हयात 24JA COMon) Kid Hula मन शान 2012.20 AA, ON या on) (42010 समुदाय नीजन्य). damom ५८५२, mu+२ सुधा 22 लात गोपाल मा ने २५. न्या. सहचायलायन न्य मुलानु२t2m 10m, अ संख,87.५ ला PAQNHIन. मामा CENSAL. सन २स पने संघ सेवामा काम समर्थित थु. Hiruryaपाथर्यो. can tel A1 NA साधना सारा ct- समाथि साथ ५)* Hity, 2240 की , ते yeatin ना . लय माटेसन जसरी यो तमना मनमा म . जल 114 सधन) NC480 भाजयी साधुना 4200 सहाय २५. (२) gRMAAN QUID AICCen २०+२८.62 BHI CH+20 230 २८०, (3) २५-Altern CG सेयमन म 420m ke+ Aam Hun. (Ji+MHDमकानता पार EHCHA नया Page #12 -------------------------------------------------------------------------- ________________ (4) MH-1 वायु#SHI 2160 न0 पडनसलासनना निघालोमा ५५स्थित १२. 3) मत) MYR AMD + सयाजी वा. माय सुE ma din viheore. नीम) Hyp संयमलनु HILOSO4 प्रल21111014 AyanGY६५ भारतमा न्या . animयामना avan(40424 20AI AADHOn 8. साध्या भु यह सबको २० शाम 47 पारेमना सन् 2010 to RAपाना) भयो (40), सारे प्रतिमा स्थ ) मज सुट व्य160 20 सला Holy and 2 मी 2Tony मा ५२ आमा स्थामा थाम) या या 4 299 या 11 गोर) Cror) CAN Cutयो नानी नुस20 लाम 22 लाल 20mu) +0 CAME ) HINilk 4402+ROYoया A20) ५२40ल मा Cav441 संयम Mrim 2 1 HR साय .समाधora सारास 48. AUH40 40 12 2029 MHM Moun ) 8226321151201 को हर N o w +2 2 ना ५ 400 B4dR5 ६) साये मम २. ल्युE40 यी जन्य con3 ५। ५ २4) M२01 अमे सले पर ला-मH 12 घन 24, २०५९ साना Page #13 -------------------------------------------------------------------------- ________________ प्रमाणनयैरधिगमः શ્રી પ્રેમભુવનભાનુસૂરિ સમુદાયના તેજસ્વી તારલાઓમાંના એક એવા પંન્યાસ શ્રી સંયમબોચિવિજયજી ગણિવરે શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિનો પ્રારંભ કર્યો. તેમાં આચાર્ય શ્રી અભયશેખરસૂરિજીએ જે જૈન પ્રમાણવાદ અને નયવાદ વિષય ઉપર પુસ્તકાલેખન કર્યું છે અને તે પુસ્તકની પ્રસ્તાવના લખવા મને જણાવ્યું તે માટે તેમનો આભાર સહ આનન્દ. શ્રી તીર્થંકર પ્રભુએ કેવલજ્ઞાની (સર્વજ્ઞ) બનીને જે નવ કે સાત તત્ત્વો પ્રકાશ્યા-અર્થસભર તે તત્ત્વો ઉપર પૂર્ણ શ્રદ્ધાને, વાચકવર શ્રી ઉમાસ્વાતિ ભગવંતે સમ્યગ્ગદર્શન હોવાનું ભાખ્યું છે. સમ્યગુદર્શન વગર મોક્ષ નથી. આ સમ્યગ્દર્શનપ્રાપ્તિ નિસર્ગતઃ (સહજ રીતે) અથવા અધિગમ (નવતત્ત્વોના બોધ) દ્વારા થાય છે. શ્રી તત્ત્વાર્થસૂત્રકાર જણાવે છે કે પ્રમાણ અને નય દ્વારા તત્ત્વાર્થનો સમ્યગુ અધિગમ (બોધ) પ્રાપ્ત થાય છે. જો કે અલ્પાચુ હોવાથી “નય-પ્રમાણ” એક રીતે નય' પદનો પૂર્વનિપાત થવો જોઇએ. પરન્તુ નય કરતાં પ્રમાણ ચઢીયાતું હોવાથી (અચ્યું હોવાથી) “પ્રમાણ' પદનો પૂર્વનિપાત કર્યો છે. જૈન દર્શનમાં કોઇપણ જડ પદાર્થ (ઇન્દ્રિય વગેરેને) પ્રમાણ તરીકે | સ્વીકારાયું નથી પરંતુ સમ્યગુ જ્ઞાનને જ પ્રમાણ તરીકે સ્વીકારાયું છે. મનુષ્યાદિના મૃત ફ્લેવરમાં ઇન્દ્રિય અને વિષયનો સંનિકર્ષ તેમજ ઇન્દ્રિય અને આત્મા કે મનનો સંનિકર્ષ હોવા છતાં ત્યાં જ્ઞાનનો ઉદય ન થવાથી પ્રમાણને અવકાશ નથી. જૈન દર્શનમાં જે તે જ્ઞાનને પ્રમાણ માનવામાં આવ્યું નથી. પ્રમાણનયતત્ત્વાલક ગ્રન્થમાં વાદીદેવસૂરિ મહારાજે સ્વ-પર વ્યવસાયિ જ્ઞાનને ‘પ્રમાણ’ હોવાનું જણાવ્યું છે-કલિકાલ સર્વજ્ઞ આ. હેમચન્દ્રસૂરિજીએ સમ્યમ્ અર્થનિર્ણયને પ્રમાણ ગણાવ્યો છે. વ્યવસાય શબ્દનો અર્થ પણ નિર્ણય જ છે. શ્રી હેમચન્દ્રસૂરિજીએ સ્વ એટલે કે “જ્ઞાન”ના નિર્ણયને વાસ્તવિકતા હોવા છતાં પ્રમાણના લક્ષણમાં જરૂરી ન હોવાથી ‘સ્વ'પદનો અન્તર્ભાવ કર્યો નથી. બાકી બંનેનું તાત્પર્ય એક જ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અન્ય કોઇપણ દર્શનમાં પ્રાયઃ જેનું નામ-નિશાન પણ નથી તેવા ‘નય' નામના સંવેદનને પણ તત્ત્વાર્થ અધિગમ માટે સાધનરૂપે જણાવ્યું છે-જૈન દર્શનની આ ખુબી છે-વિશેષતા છે. અન્ય દર્શનોમાં પ્રાયઃ ક્યાંય એવી ચર્ચા જોવા મળતી નથી કે વસ્તુનું આંશિક જ્ઞાન એ પ્રમાણ છે કે સર્વીશે થનારું જ્ઞાન પ્રમાણ છે ? ઘણા અન્ય દર્શનો એવા છે કે જે વસ્તુના સર્વીશે થનારા જ્ઞાનને સ્વીકારતા જ નથી. (દા.ત. મીમાંસાદર્શન વગેરે.) જૈન દર્શનમાં કેવલજ્ઞાનને સકલ વસ્તુના તે તે રૂપે તે તે સર્વ ધર્મ કે અંશોના પૂર્ણ જ્ઞાનરૂપે સ્વીકારવામાં આવ્યું હોવાથી કેવલજ્ઞાન નયાત્મક નથી પરંતુ પ્રમાણાત્મક જ માનવામાં આવ્યું છે. અન્ય દર્શનોમાં જે ઇન્દ્રિયાદિ દ્વારા તે તે પદાર્થના (દા.ત. જલ-ફલ વગેરેના) એકેક રૂપ-ગબ્ધ વગેરે ધર્મ કે અંશોનું જ્ઞાન થાય છે તેને “પ્રમાણ” માનવામાં આવે છે પરંતુ આંશિક એટલે કે અધૂરું હોવાથી જૈન દર્શનમાં તેવા જ્ઞાનને “નય” રૂપે માનવામાં આવ્યું છે, તાત્વિક પ્રમાણરૂપે સ્વીકાર્યું નથી. જો કે વ્યવહારથી તેવા તેવા નયાત્મક બોધને પણ ઔપચારિક રીતે “પ્રમાણ” તરીકે સ્વીકાર્યું છે. પ્રશ્ન થાય કે શું જૈન દર્શનમાં સર્વાશે વસ્તુને જાણનારા કેવલજ્ઞાન સિવાય બીજુ કોઇ પ્રમાણ જ્ઞાન છે જ નહીં ? સ્વાદુવાદ કે અનેકાન્તના મતે એનો ઉત્તર એ છે કે મતિ-શ્રુત વગેરે જ્ઞાનો સર્વથા અપ્રમાણ છે એવું નથી. મતિશ્રુતાદિ ચાર જ્ઞાનોથી જ્યારે સપ્તભંગથી ઉપલક્ષિતપણે કથંચિત્ ઘટ નિત્ય છે અથવા અનિત્ય છે.” આવું જે મતિ આદિ જ્ઞાન છે તે નિત્યત્વ કે અનિત્યત્વ ધર્મને (અંશને) મુખ્ય રાખીને ઘટાન્તર્ગત અન્ય સર્વ ધર્મો (સર્વ અંશો) ને પણ કથંવિદ્ સ્પર્શતું હોવાથી (ભલે તે તે ધર્મોને તે તે પ્રાતિસ્વિકરૂપે સ્પર્શનારું નથી, છતાં તે તે વસ્તુના અન્ય સર્વ ધર્મો (અંશો)ને સામાન્ય સ્વરૂપે ગૌણભાવે સ્પર્શતું હોવાથી પ્રમાણભૂત માનવામાં આવ્યું છે. આ ગહન વિષયને સમજવા માટે સ્યાદ્વાદ મંજરી કે પ્રમાણનય-તત્તાલોક વગેરે ગ્રન્થોનું તલસ્પર્શી અવગાહન ન કરી શકનારા તત્ત્વજિજ્ઞાસુઓ માટે આ પુસ્તિકા એક નાનકડા દીપકની ગરજ સારશે એવી આશા રાખવી અસ્થાને નથી. . શિવમસ્તુ સર્વજગતઃ | -આચાર્ય જયસુંદરસૂરિ Page #15 -------------------------------------------------------------------------- ________________ ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।। || માતંગ-સિદ્ધાયિકા-પરિપૂજિતાય શ્રી વર્ધમાનસ્વામિને નમઃ ।। ।। શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિ-જયશેખરસૂરીશેભ્યો એ નમઃ નમઃ ।। જૈનદર્શનનો પ્રમાણવા તથા બયવાહ મીયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી ? જો નિત્યત્વ (શાશ્વતતા) અનિત્યત્વની (ક્ષણભંગુરતા) સાથે રહેવા તૈયાર છે તો આપણે શું કરી શકીએ ? આશય એ છે કે નિત્યપણું અને અનિત્યપણું પ્રથમ નજરે પરસ્પર વિરોધી ભાસે છે. જે નિત્ય છે એ અનિત્ય શી રીતે હોઇ શકે ? આ જ રીતે જે દ્રવ્યાત્મક છે એ પર્યાયાત્મક શી રીતે ? જે સામાન્યાત્મક છે એ વિશેષાત્મક શી રીતે ? જે એક છે એ અનેક શી રીતે ? જે ભિન્ન (અલગ) છે તે અભિન્ન (સંયુક્ત) શી રીતે ? આમ નિત્યત્વ અને અનિત્યત્વ પરસ્પર વિરોધી ભાસતા હોવા છતાં, હકીકત એ છે કે એ બે પરસ્પર વિરોધી નથી. કારણ કે વિશ્વની તમામ વસ્તુઓ નિત્ય પણ છે ને અનિત્ય પણ છે જ. આકાશ નિત્ય છે અને દીવો અનિત્ય છે, એવું નથી, પણ આકાશ પણ નિત્યાનિત્ય છે ને દીવો પણ નિત્યાનિત્ય છે. આ જ રીતે બાકીના જોડકાંઓ અંગે પણ જાણવું. (દીર્ઘદ્રષ્ટિ) વ્યાપકદ્રષ્ટિ દ્વારા વસ્તુના નિત્યાંશ અને અનિત્યાંશ બન્ને અંશોને આવરીને જે બોધ થાય છે, એ પ્રમાણ છે. જ્યારે બેમાંથી કોઇપણ એક જ અંશનો (વિભાગનો) જે બોધ (જ્ઞાન) ઇતરાંશને (=અન્ય અંશનો) નિષેધ કરતો નથી એ નય છે. આપણે અહીં પ્રમાણ અને નય અંગે થોડો વિચાર કરીશું. સમાધાનમ્ Page #16 -------------------------------------------------------------------------- ________________ Iઈ પ્રમાણી દીવો ઘટ (=ઘટો), પટ (કપડું) વગેરે વસ્તુઓને પ્રકાશિત કરવા સાથે પોતાને પણ પ્રકાશિત કરે જ છે, દીવાને જોવા માટે કાંઇ બીજા દીવાની જરૂર પડતી નથી. આ જ રીતે જ્ઞાન ઘટ-પટાદિ વિષયનો (પદાર્થનો) નિશ્ચયાત્મક (સ્પષ્ટ) બોધ કરાવવા સાથે વનો (પોતાનો) પણ નિશ્ચયાત્મક બોધ કરાવી જ દે છે, એ માટે બીજા જ્ઞાનની જરૂર પડતી નથી. આ સ્વનો અને ઘટ-પટાદિ પરનો નિશ્ચયાત્મક બોધ કરાવતું જ્ઞાન “પ્રમાણ છે. 'યપુરવ્યવસાયિ જ્ઞાન પ્રમા’ | આ પ્રમાણના બે પ્રકાર છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. જે પદાર્થનું - જ્ઞાન કરવાનું છે તે વિષયનો સ્પષ્ટ બોધ એ પ્રત્યક્ષ અને અસ્પષ્ટ બોધ એ પરોક્ષ. નજર સામે રહેલા વહિનની (=અગ્નિની) જ્વાલાઓ, એ જ્વાલાઓનો વર્ણ, ઊંચાઇ, ઘેરાવો વગેરે બધું જ જણાય છે, માટે આ સ્પષ્ટ બોધ હોવાથી પ્રત્યક્ષ છે. પર્વત પરથી ઊઠેલી ધૂમ્રસેરને જોઇને થતાં વહ્નિના અનુમાનમાં જ્વાલાઓ વગેરે કશું ભાસતું (જણાતું) નથી માટે આ અસ્પષ્ટબોધ છે ને તેથી પરોક્ષ છે. (૧) પ્રત્યક્ષ બે પ્રકારે છે-(i) સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (ii) પારમાર્થિક પ્રત્યક્ષ. બોધ કર્યા પછી જીવને વિષય જો ઇષ્ટ હોય તો એનું ગ્રહણ કરવું વગેરે રૂપ પ્રવૃત્તિ કરે છે. વિષય જો અનિષ્ટ હોય તો એનો પરિહાર (ત્યાગ) કરવો વગેરે રૂપ નિવૃત્તિ કરે છે, તથા બીજાને બોધ આપવાનો હોય તો યોગ્ય શબ્દોનો ઉચ્ચાર કરવારૂપ અભિલાપ કરે છે. આ પ્રવૃત્તિ અને અભિલાષ એ વ્યવહાર કહેવાય છે. એમાં જો કોઇ બાધક ન હોય તો એ સંવ્યવહાર કહેવાય છે. જે પ્રત્યક્ષનું આવો સંવ્યવહાર પ્રયોજન છે એ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. જેમ વનિનું અનુમાન ધૂમ દ્વારા થતું હોવાથી “પરોક્ષ' છે. એમ આ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ ઇન્દ્રિય અને મન દ્વારા થતું હોવાથી વાસ્તવિક રીતે પરોક્ષ જ છે. તેમ છતાં, અનુમાનાદિથી થતા વનિના બોધ કરતાં આ બોધ ઘણો સ્પષ્ટ હોવાથી એ પ્રત્યક્ષ કહેવાય છે. વળી પરમાર્થથી તો એ પ્રત્યક્ષ નથી, માટે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. (પ્રત્યક્ષ=પ્રતિઆક્ષ અને પરોક્ષ=પરસુઅક્ષ) અને જ્યારે સીધું જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ કહેવાય, અને જ્યારે બીજા કોઈ સાધનના મારફતે થાય તેને પરોક્ષ કહેવાય. હવે આમાં અક્ષ શબ્દના પણ બે અર્થ છે. =-નય અને પ્રમાણ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય અને જીવ. આમાંથી જ્યારે ઇન્દ્રિય અર્થ લઇએ ત્યારે ‘આ તો આગ લાગી છે.’ આ બોધ પ્રત્યક્ષ છે, કારણકે ધૂમ વગેરે કોઇ હેતુનો વ્યાપાર ન હોવાથી એ બોધ સાક્ષાત્ ઇન્દ્રિયનો થયો તેમ કહી શકાય છે. પણ ‘અક્ષ એટલે આત્મા' આવો અર્થ લઇએ તો આ બોધ પરોક્ષ છે, કારણ કે અક્ષને=આત્માને સાક્ષાત્ નથી, પણ ઇન્દ્રિય દ્વારા છે. અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન...આ ત્રણ જ્ઞાનો ઇન્દ્રિયના સહકારની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માને થાય છે. માટે પરમાર્થથી પ્રત્યક્ષ છે. આ બે પ્રત્યક્ષમાંના પ્રથમ સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર છે(a) ઇન્દ્રિયજન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (b) અનિન્દ્રિય(મનો)જન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ. ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા જે સાંવ્યવહારિક પ્રત્યક્ષ થાય છે તે ઇન્દ્રિયજન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. અલબત્ આમાં પણ સહકારી કારણ તરીકે મન ભાગ ભજવે છે છતાં એ સાધારણ કારણ છે જ્યારે ઇન્દ્રિય અસાધારણ કારણ છે, એટલે જ મન સમાન રીતે સહકારી હોવા છતાં ઇન્દ્રિય બદલાવાથી જ્ઞાન અને તેનો વિષય બદલાઇ જાય છે. તેથી આને ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ કહેવાય છે પણ અનિન્દ્રિયજન્ય પ્રત્યક્ષ કહેવાતું નથી. જેમાં મન જ મુખ્ય-અસાધારણ કારણ હોય છે, કોઇ ઇન્દ્રિયોના સાથ-સહકારની જરૂર નથી એવું ‘હું’ સુખી છું વગેરે પ્રત્યક્ષજ્ઞાન મનોજન્ય પ્રત્યક્ષ છે. આ બન્ને જ્ઞાનના બીજી રીતે બબ્બે ભેદ છે-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ઇન્દ્રિય અને મન દ્વારા શ્રુતને અનુસર્યા વગર થતું જ્ઞાન એ મતિજ્ઞાન. આનું બીજું નામ આભિનિબોધિક જ્ઞાન છે. ઇન્દ્રિય અને મન દ્વારા શ્રુતને અનુસરીને થતું જ્ઞાન એ શ્રુતજ્ઞાન છે. આમાં શ્રુત એટલે શાસ્ત્ર અથવા આપ્ત પુરૂષનું વચન. મતિજ્ઞાન આમાંના પ્રથમ મતિજ્ઞાનના મુખ્ય ચાર ભેદ ને પેટા ભેદ ૨૮ છે. અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા આ ચાર મુખ્ય ભેદોને દૃષ્ટાંત દ્વારા સમજીએ. મહેશ સૂતેલા રમેશને જગાડી રહ્યો છે. રમેશ ! ઊઠ...રમેશ ! ઊઠરમેશ...પ્રથમ-દ્વિતીય વગેરે સમયોએ શબ્દ પુદ્ગલો રમેશના કાનમાં પહોંચે સમાધાનમ્ Page #18 -------------------------------------------------------------------------- ________________ છે, પણ કશો બોધ એ વખતે પેદા થતો નથી. અસંખ્ય સમય વીત્યા બાદ એક સમય માટે એક અસ્પષ્ટબોધ થાય છે ને પ્રતિભાવરૂપે રમેશ ઊહું કરે છે. અસ્પષ્ટ બોધ એ અર્થાવગ્રહ છે. એમાં નામ-આકૃતિ વગેરે કશાનો ઉલ્લેખ હોતો નથી. માત્ર એક પ્રકાશ..એક બોધ. ઘી કે તેલના દીવાની દિવેટને દિવાસલીની જ્યોત અડાડવામાં આવે તો પણ તરત પ્રજ્વલિત થતી નથી. પંદર-વીસ-પચ્ચીસ સેકંડ સુધી થયેલ જ્યોતનો સંપર્ક દિવેટની એવી ભૂમિકા પેદા કરે છે કે જેથી પછી એ પ્રજ્વલિત થઇ શકે. કન્દ્રિય પણ આવી જ છે. પોતાના વિષયભૂત શબ્દ પુદ્ગલોનો સંપર્ક થવા માત્રથી એ ચાર્જડ થઇ જતી નથી ને જ્ઞાનપ્રકાશ ફેલાવતી નથી. એ માટે એક ચોક્કસ ભૂમિકા સુધી એણે પહોંચવું પડે છે. પર્યાપ્ત માત્રામાં શબ્દ પુદ્ગલોનો સંપર્ક થવા પર એની એ ભૂમિકા આવે છે. આટલો સંપર્ક થવામાં અસંખ્ય સમય લાગી જાય છે. એટલે આ અસંખ્ય સમયોમાં અતિઅલ્પ અસ્પષ્ટ બોધ પણ હોતો નથી. માત્ર વિષય અને ઇન્દ્રિયનો સંપર્ક હોય છે. આ વ્યંજનાવગ્રહ છે. એના અંતે થતો એક સમયનો અસ્પષ્ટ બોધ એ અર્થાવગ્રહ છે. આમ મતિજ્ઞાનના પ્રથમ ભેદ અવગ્રહના બે પેટાભેદ થયા-વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. શંકા વ્યંજનાવગ્રહમાં અંશમાત્ર પણ જ્ઞાન નથી, તો એને મતિજ્ઞાનના ભેદમાં કેમ કહેલ છે ? સમાધાન : વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વરૂપ ન હોવા છતાં અર્થાવગ્રહાત્મક જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી જ્ઞાનસ્વરૂપ છે ને તેથી મતિજ્ઞાનના ભેદમાં કહેવાયેલ છે. ' અર્થાવગ્રહ થયા પછી ઇહા થાય છે. જંગલમાં ઠુંઠું અને પુરૂષના અમુક ઊંચાઇ, અમુક પહોળાઇ વગેરરૂપ સમાન ધર્મોના દર્શન પછી જિજ્ઞાસા પ્રવર્તે છે કે આ ઠુંઠું હશે કે પુરૂષ ? આ જિજ્ઞાસા પ્રવર્તવા પર એક ચોક્કસ પ્રકારની વિચારણા ચાલે છે. એમાં યથાયોગ્ય ત્રણ અંશો સંભવે છે. નિર્જન જંગલ છે, સૂર્ય અસ્તાચળે પહોંચી ગયો છે. અહીં માણસની સંભાવના નથી, હૂંઠાની જ સંભાવના છે. આવી વિચારણા એ સંભાવનાની વિચારણા છે. પક્ષીના માળા પરથી પક્ષી ઊડતું જણાય છે, માટે આ ઠુંઠું હોવું જોઇએ. આવી વિચારણા એ સભૂત અર્થના (વિદ્યમાન વસ્તુના) અસ્તિત્વના હેતુની વિચારણા છે. કપડાં ફરફર થતા જણાતા નથી, હાથ-પગનું હલનચલન જણાતું -નય અને પ્રમાણ Page #19 -------------------------------------------------------------------------- ________________ નથી, માટે આ પુરૂષ ન હોઇ શકે. આવી વિચારણા એ અસદ્ભૂત અર્થના (અવિદ્યમાન વસ્તુના) નાસ્તિત્વના હેતુની વિચારણા છે. ‘આ ઠુંઠું' જ છે' વગેરેરૂપ નિશ્ચય થવા પૂર્વે આ ત્રણે અંશોની કે યથાયોગ્ય એક બે અંશોની ચાલતી વિચારણા એ ઇહા છે. ઇહાના અંતે ‘આ ઠૂંઠું જ છે', એવો, અથવા ‘આ પુરૂષ નથી જ’ એવો, અથવા ‘આ ઠુંઠું છે, પુરૂષ નથી' એવો જે નિશ્ચય (નિર્ણય) થાય છે એ અપાય છે. ‘આ ઠુંઠું જ છે' વગેરે રૂપે થયેલા નિશ્ચયની દૃઢતા માટે એ જ વખતે એ નિશ્ચય ફરી ફરી દોહરાવાય તો એ ધારણા છે. આશય એ છે કે ધારણાના ત્રણ પેટા ભેદ છે. અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. અપાય થયા પછી નિશ્ચયનું ફરી ફરી દોહરાવું એ અવિચ્યુતિ છે. એના પ્રભાવે આત્મામાં એના દઢસંસ્કાર પડે છે, અર્થાત્ એક ચોક્કસ પ્રકારનો ક્ષયોપશમ થાય છે. આ વાસના છે. કાળાન્તરે આ સંસ્કારને જાગ્રત કરી આપે એવો ઉદ્બોધક (નિમિત્ત) મળવા ૫૨ પૂર્વાનુભૂતનું સ્મરણ થવું એ ધારણાનો ત્રીજો ભેદ સ્મૃતિ છે. શંકા : વાસના તો ક્ષયોપશમરૂપ છે, જ્ઞાનરૂપ નથી. પછી મતિજ્ઞાનના ભેદમાં કેમ ? સમાધાન ઃ તમારી વાત બરાબર છે છતાં, એ જ્ઞાનાત્મક અવિચ્યુતિના કાર્યરૂપ છે ને જ્ઞાનાત્મક સ્મૃતિના કારણરૂપ છે. તેથી ઉપચારથી ‘જ્ઞાન’ હોવાથી મતિજ્ઞાનના ભેદમાં ગણાય છે. હવે આપણે પાછા અર્થાવગ્રહ ૫૨ આવીએ. અસંખ્ય સમયના વ્યંજનાવગ્રહ પછી એક સમયનો જે અર્થાવગ્રહ થાય છે એમાં કોઇ જ વિશેષનો બોધ હોતો નથી. કારણકે ‘આ શબ્દ છે' આટલો બોધ પણ નિશ્ચયાત્મક હોવાથી ‘અપાય’ છે. આ એક સમયનો થયેલો પ્રથમ અર્થાવગ્રહ ‘નૈયિક અર્થાવગ્રહ' કહેવાય છે. પછી ઇહા ચાલે છે ને એના અંતે ‘આ શબ્દ છે'. એવો અપાય થાય છે. આ અપાય થયા પછી જો આગળ જિજ્ઞાસા પ્રવર્તે કે આ શબ્દ શંખનો હશે કે શિંગડાનો ? (શંખ ફૂંકવાથી પેદા થયેલો શબ્દ છે કે શિંગડું ફુંકવાથી પેદા થયેલો ?) ને પછી સંભાવના વગેરે ત્રણ વિચારણાઓ ચાલે તો એ ઇહા બને. પૂર્વે ‘આ શબ્દ છે' એવો જે અપાય થયેલો છે એ અપાય જ આ ઇહા માટે અર્થાવગ્રહની ગરજ સારે છે માટે એ અર્થાવગ્રહ સમાધાનમ્ ૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. પણ એ એક સમયનો નથી હોતો, અસંખ્ય સમયનો હોય છે. તથા સાવ અસ્પષ્ટ હોતો નથી. એટલે આને વ્યાવહારિક અર્થાવગ્રહ કહે છે. આવું જ આગળ-આગળ પણ જાણવું. એટલે કે ઉત્તરોત્તર વિશેષ ધર્મોની જિજ્ઞાસા પ્રવર્તે તો પૂર્વ પૂર્વનો અપાય પછી-પછીની ઇહા માટે વ્યાવહારિક અર્થાવગ્રહનું કામ કરે છે. આમ કર્શેન્દ્રિયના વ્યંજનાગ્રહ, અર્થાવગ્રહ, ઇહા, અપાય અને ધારણા થાય છે. એ જ રીતે ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય માટે જાણવું. પણ ચક્ષુ અને મન માટે એવું નથી. કારણકે આ બે ઇન્દ્રિયો ઘી-તેલના દીવા જેવી નથી પણ વીજળીના દીવા જેવી છે. વીજળીનો દીવો તો કરંટ પસાર થયો નથી ને પ્રજ્વલિત થઇ ઊઠ્યો નથી. એમ આ બે ઇન્દ્રિયો વિષય ઉપસ્થિત થવા પર તરત જ બોધ કરાવી દે છે, ભૂમિકા ઊભી કરવા અસંખ્ય સમયની રાહ જોવી પડતી નથી. એટલે આ બે ઇન્દ્રિયોના વ્યંજનાવગ્રહ હોતા નથી, માત્ર અર્થાવગ્રહ ઇહા, અપાય અને ધારણા જ હોય છે. આમ, અર્થાવગ્રહ, ઇહા, અપાય અને ધારણા પાંચ ઇન્દ્રિય તથા મન, આ ૬ના હોવાથી ૨૪ ભેદ થાય છે. અને વ્યંજનાવગ્રહ ચાર ઇન્દ્રિયનો હોવાથી ચાર ભેદ છે. તેથી મતિજ્ઞાનના ૨૪ + ૪ = ૨૮ ભેદ થાય છે. અથવા, વ્યંજનાવગ્રહ પણ છેવટે અવગ્રહનો જ પેટાભેદ છે. એટલે ધારણાના પેટાભેદ જેમ સ્વતંત્ર ગણતા નથી એમ વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર પણ સ્વતંત્ર ન ગણીએ તો છ ઇન્દ્રિયના અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા...એમ કુલ ૨૪ ભેદ થાય છે. એમાં ચાર પ્રકારની બુદ્ધિ ઉમે૨વાથી મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદ થાય છે. (૧) ઔત્પાતિકી બુદ્ધિ – જે પૂર્વે જોયું નથી, સાંભળ્યું નથી, વિચાર્યું નથી કે અનુભવ્યું નથી એવું પણ, તેવી તેવી પરિસ્થિતિ કે સમસ્યા નિર્માણ થવા ૫૨ સ્ફુરણ થાય ને એના દ્વારા પ્રયોજન સરી જાય એ ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. જેમકે અભયકુમાર, રોહક, બીરબલ વગેરેની બુદ્ધિ. (૨) વેનયિકી બુદ્ધિ - ગુરૂનો વિનય કરવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વૈનયિકી બુદ્ધિ કહેવાય છે. આમાં ગુરૂએ ન ભણાવેલું હોય એવું પણ ઘણું ઘણું જાણવાની ક્ષમતા પ્રગટતી હોય છે. જેમકે પગલા વગેરેના દર્શનથી એક આંખે કાણી, હાર્થિણી પર સવાર થયેલી સગર્ભા રાણી પુત્રને જન્મ આપશે વગેરે જાણી લેનાર શિષ્યની બુદ્ધિ. ૬ નય અને પ્રમાણ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૩) કાર્મિકી બુદ્ધિઃ વારંવાર કરવામાં આવતી ક્રિયાથી ઉત્પન્ન થતી એક ક્રિયા અંગેની વિશિષ્ટ બુદ્ધિ..જેમકે સુથાર-લુહાર વગેરેને કામ કરતા કરતા ઘણી સ્કુરણાઓ થાય. (૪) પારિણામિકી બુદ્ધિ : ઉંમર વધતા વધતા અનુભવોનો સરવાળો થવાથી કઇ બાબતનું શું પરિણામ આવશે ? એ પહેલેથી જાણી લેતી બુદ્ધિ એ પરિણામિકી બુદ્ધિ છે. - આ ચારે પ્રકારની બુદ્ધિ અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે. આશય એ છે કે એક અન્ય વિવક્ષાથી (પ્રકારથી) મતિજ્ઞાનના બે પ્રકાર છે. શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન અને અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. જે પૂર્વે શ્રુતના સંસ્કાર પામેલું હોય તે ધૃતનિશ્ચિતમતિજ્ઞાન..અને જે એવા સંસ્કાર ન પામેલું હોય તે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન. શંકા જે શ્રુતના સંસ્કાર પામેલું છે એ તો શ્રુતજ્ઞાન જ નથી? સમાધાનઃ ભૂતકાળમાં શ્રુતને અનુસરીને જ્ઞાન થયેલું હોય તે શ્રુતના સંસ્કાર પામેલું કહેવાય. પણ વર્તમાનમાં જ્યારે એ જ્ઞાન થઇ રહ્યું છે ત્યારે શ્રતને અનુસરવાનું નથી માટે મતિજ્ઞાન છે. જેમકે જીવવિચાર પ્રકરણની બાવીસા પુઢવીએ.ગાથા પરથી જાણ્યું કે પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું ? એ જાણવા આ પંક્તિનું આલંબન લેવું પડે અને બોધ થાય તો એ શ્રુતજ્ઞાન જ છે, કારણકે શાસ્ત્રસ્વરૂપ શ્રતને અનુસરીને થઈ રહ્યું છે. વારંવાર આવો બોધ કરવાથી પછી એવો અભ્યાસ પડી જાય છે કે જેથી હવે ગ્રન્થની પંક્તિને યાદ કરવાની જરૂર રહેતી નથી. ફટ્ દઇને બાવીશ હજાર વર્ષ જવાબ દઇ દેવાય છે. આ મતિજ્ઞાન છે કારણ કે શ્રુતને અનુસર્યા વગર થયું છે. તેમ છતાં, એ પૂર્વે શ્રુતથી આ જાણકારી મેળવી ન હોય, એના સંસ્કાર પડ્યા ન હોય, તો માત્ર મતિજ્ઞાનથી આ જાણવું ક્યારેય શક્ય નહોતું માટે આ શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે. ઓત્પાતિકી બુદ્ધિ વગેરેમાં જે બોધ થાય છે એ પૂર્વે ક્યારેય થયો જ નથી, એટલે ભૂતકાળમાં પણ શ્રુતને અનુસરવાનું હતું જ નહીં. માટે એ અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ વગેરે ઋતનિશ્રિત મતિજ્ઞાન છે. વળી એ દરેકના પણ બહુ, બહુવિધ વગેરે ૧૨-૧૨ ભેદો છે. વરઘોડામાં દરેક વાજિંત્રના જુદા જુદા અવાજને પકડી શકે એવો બોધ એ બહુગ્રાહી મતિજ્ઞાન, અને એ ન પકડી શકે, માત્ર વરઘોડાનો અવાજ સમાધાનમ્ - Page #22 -------------------------------------------------------------------------- ________________ છે, એટલું જ પકડી શકે એ અબહુગ્રાહી મતિજ્ઞાન. એમ ચેવડો ખાતી વખતે પૌંઆ-શીંગ વગેરે દરેક ઘટકોનો સ્વાદ અલગ-અલગ પકડી શકે એ બહુગ્રાહી અને ન પકડી શકે એ અબહુગ્રાહી. એક જ પ્રકારના બે વાજિંત્રના અવાજમાં રહેલા ફરકને પકડી શકે, બે વસ્ત્રોના અત્યન્ત સામાન્ય ફરકવાળા રંગના ફરકને પકડી શકે.આ બહુવિધગ્રાહી મતિજ્ઞાન છે, અને એ ન પકડી શકનાર અબહુવિધગ્રાહી મતિજ્ઞાન છે. સ્વવિષયમાં શીધ્ર નિશ્ચયાત્મક બોધ કરાવનાર મતિજ્ઞાન ક્ષિપ્રગ્રાહી છે. બે લગભગ સરખા ઠંડા એવા પાણીમાં ક્યું વધારે ઠંડું છે તેનો એક જ વાર તપાસીને નિર્ણય કરી આપે એ શિખગ્રાહી, બે-ચારવાર તપાસવું પડે તો અક્ષિપ્રગ્રાહી. ધ્વજા વગેરે રૂપ નિશાની પરથી બોધ થાય કે “અહીં મંદિર છે' એ નિશ્રિતગ્રાહી મતિજ્ઞાન છે, અને એ વગર જ એવો બોધ થાય એ અનિશ્રિતગ્રાહી મતિજ્ઞાન છે. અમુક નિશ્ચય કર્યા પછી મનમાં ઊંડે ઊંડે સંદેહ પડ્યા કરે એ સંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન અને કોઇ જ સંદેહ ન રહે એ અસંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન. એક વાર મળેલી જાણકારી દીર્ઘકાળ ટકે એ ધ્રુવગ્રાહી મતિજ્ઞાન. જેમકે એકવાર જોયેલો રસ્તો પાંચ વરસ પછી પણ યાદ હોય. જેને એ રીતે યાદ ન રહે એ અધૂવગ્રાહી મતિજ્ઞાન. બહુગ્રાહી, અબહુગ્રાહી વગેરે આ બારે પ્રકાર અપાય અને ધારણામાં વ્યક્તપણે હોય છે. વ્યંજનાવગ્રહ વગેરે ત્રણમાં યોગ્યતારૂપે હોય છે. બહુગ્રાહી અપાય તરફ દોરી જનાર વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ અને ઇહામાં જેવી યોગ્યતા હોય છે એવી યોગ્યતા અબદુગ્રાહી અપાયને પેદા કરનાર વ્યંજનાવગ્રહ વગેરેમાં હોતી નથી. આવી જ રીતે બહુવિધગ્રાહી વગેરે બધા માટે જાણવું. આમ સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ વગેરે ૨૮ ભેદના (દરેકના) બહુગ્રાહી વગેરે ૧૨૧૨ ભેદ થવાથી કુલ ૨૮ x ૧૨ = ૩૩૬ ભેદ થાય છે. એમાં અશ્રુતનિશ્રિતમતિજ્ઞાનના ઓત્પાતિકી બુદ્ધિ વગેરે ચાર ભેદ ઉમેરવાથી મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદ પણ થાય છે. મતિજ્ઞાન જેમ પરોક્ષપ્રમાણ છે એમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષપ્રમાણ છે. માટે એનો પણ થોડો વિચાર કરી લઇએ. - ૮ =-નય અને પ્રમાણ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાના ઇન્દ્રિય અને મન દ્વારા શ્રુતને અનુસરીને થતો બોધ એ શ્રુતજ્ઞાન છે. એના ૧૪ પ્રકાર છે. અક્ષરદ્યુતઃ અક્ષરો પરથી થતું શ્રુતજ્ઞાન એ અક્ષર શ્રુત છે. અક્ષર ત્રણ પ્રકારે છે. લખાતા શબ્દો (હંસલિપિ વગેરે લિપિઓ) સંજ્ઞાક્ષર છે. ઉચ્ચારાતા શબ્દો વ્યંજનાક્ષર છે. શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ એ લબ્ધિઅક્ષર છે. અનBરહ્યુતઃ ખોંખારો, ચપટી વગેરે પરથી થતો બોધ અનરશ્રુત છે. સંક્ષિશ્રુતઃ મનવાળા જીવો સંજ્ઞી છે એમનું શ્રત એ સંશિશ્રુત. અસંશી શ્રુતઃ મનવગરના જીવો સંજ્ઞી છે, એમનું શ્રુત અસંશિશુત. સમ્યકશ્રુત ઃ સર્વજ્ઞવચનને અનુસરીને રચાયેલાં આચારાંગ વગેરે ગ્રન્યો એ સમ્યક્રશ્ચત. અથવા જેન-અજૈન કોઇપણ ગ્રથ પરથી સમ્યકત્વને થતો બોધ એ સમ્યકુશ્રુત. મિથ્યાશ્રુત : મિથ્યાત્વીએ રચેલાં ગ્રન્થો એ મિથ્યાશ્રુત અથવા જૈન અજેને કોઇપણ ગ્રન્થપરથી મિથ્યાત્વીને થતો બોધ એ મિથ્યાશ્રુત. સાહિશ્રુતઃ જેનો આરંભ થયો હોય તે. જેમકે એક જીવનું શ્રુતજ્ઞાન. અનાદિષ્ણુતઃ જેનો આરંભ ન હોય તે. જેમને અનેક જીવોની અપેક્ષાએ શ્રુતજ્ઞાન. સપર્યવસિત (સાત્ત) શ્રુતઃ જેનો અંત હોય છે, જેમકે ભરતક્ષેત્રમાં શ્રુતજ્ઞાન. અપર્યવસિતશ્રુતઃ અંત વિનાનું શ્રુત. જેમકે મહાવિદેહક્ષેત્રમાં શ્રુતજ્ઞાન. ગમિકહ્યુત : જે શાસ્ત્રમાં એકસરખા આલાવા-પાઠ હોય તે ગમિક શ્રત, જેમકે દૃષ્ટિવાદ. અગમિકહ્યુતઃ જેમાં એકસરખા આલાવા ન હોય તેવા શાસ્ત્રો. જેમકે કાલિક શ્રુત. અંગપ્રવિષ્ટ : ગણધર ભગવંતોએ રચેલી દ્વાદશાંગી. અંગબાહ્યશ્રુતઃ દ્વાદશાંગી સિવાયના શાસ્ત્રો. શ્રુતજ્ઞાનના આ ૧૪ ભેદો સિવાય બીજી વિવલાથી પર્યાય શ્રુત વગેરે ૨૦ ભેદો પણ છે. જિજ્ઞાસુએ પહેલો કર્મગ્રન્થ વગેરેમાંથી એ જાણી લેવા. સમાધાનમ્ Page #24 -------------------------------------------------------------------------- ________________ સાંવ્યવહારિક પ્રત્યક્ષ જોઇ ગયા. હવે પરોક્ષપ્રમાણનો વિચાર કરીએ. એના પાંચ પ્રકાર છે. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. ૧) સ્મરણ પહેલાં જે પ્રત્યક્ષ-અનુમાનાદિ થાય એ અનુભવ કહેવાય છે. આ અનુભવથી આત્મામાં સંસ્કાર પડે છે. એટલે કે જ્ઞાનાવરણીય કર્મનો અમુક ચોક્કસ પ્રકારનો ક્ષયોપશમ થાય છે. કાળાન્તરે ઉદ્ધોધક મળતાં એ સંસ્કાર જાગ્રત થાય છે ને તેથી સ્મરણ થાય છે. ૨) પ્રત્યભિજ્ઞાન : અનુભવ અને સ્મરણ, આ બે મળીને સંકલન સ્વરૂપ ઉત્પન્ન થતું એક જ્ઞાન એ પ્રત્યભિજ્ઞાન. જેમકે “આ તે જ જિનદત્ત છે.” આમાં “તે જ આટલો જ અંશ છે એ સ્મરણ છે, શેષ અંશ પ્રત્યક્ષ (અનુભવ) છે. આ બન્ને ભેગા થઇને થયેલું “આ તે જ જિનદત્ત છે” જ્ઞાન એ પ્રત્યભિજ્ઞાન છે. ૩) તર્કઃ સકળ દેશ અને કાળને વ્યાપીને થતો સાધ્યસાધનભાવાદિ વિષયક ઊહ (વિચારણા-ચિંતન) એ તર્ક છે. જેમકે જે કોઇ ધૂમાડો હોય છે તે બધો અગ્નિની હાજરીમાં જ હોય છે, અગ્નિની ગેરહાજરીમાં નહીં. આ તર્ક છે. ૪) અનુમાનઃ સાધન (હનુ) પરથી થતું સાધ્યનું જ્ઞાન એ અનુમાન છે. એના બે પ્રકાર છે-સ્વાર્થ અનુમાન અને પરાર્થ અનુમાન. સ્વાર્થઅનુમાનઃ ધૂમને જોયો, વ્યાપ્તિ યાદ આવી ને તેથી પર્વત પર આગ છે' એવું પોતાને જ્ઞાન થયું. આ સ્વાર્થ અનુમાન છે. પરાર્થઅનુમાન : પક્ષ, હેતુ વગેરેનું વચન ઉપચારથી અનુમાન કહેવાય છે, કારણકે એ વચન પરથી શ્રોતા અનુમાન દ્વારા અર્થબોધ કરે છે. તેથી આ વચન એ પરાર્થ અનુમાન છે. ૫) આગમ પ્રમાણ ઃ આપ્ત પુરૂષના વચન પરથી થતો અર્થબોધ એ આગમ છે. શાસ્ત્ર સાંભળવા કે વાંચવા એ તો શ્રાવણ કે ચાક્ષુષ પ્રત્યક્ષ છે. પણ એના પરથી થતું બધું શ્રુતજ્ઞાન એ આગમ પ્રમાણ છે. તેથી શ્રુતજ્ઞાન પરોક્ષમાં આવે છે. મતિજ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં આવે કે પરોક્ષમાં પણ આવે. આમ, સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ જોયા. હવે પારમાર્થિક પ્રત્યક્ષ. એના ત્રણ પ્રકાર છે-અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. (અવધિજ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાય વિના રૂપી પદાર્થોનો અમુક મર્યાદાથી આત્માને થતો સાક્ષાત્ બોધ એ અવધિજ્ઞાન છે. - ૧૦ - =-નય અને પ્રમાણ Page #25 -------------------------------------------------------------------------- ________________ દેવ-નારકીને એ ભવ મળવા માત્રથી આ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે માટે એમનું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. મનુષ્ય તિર્યંચને તેવી કોઇ તપશ્ચર્યા વગેરે સાધનારૂપ ગુણથી આ જ્ઞાન પ્રગટતું હોય છે તેથી એ ગુણ-પ્રત્યાયિક અવધિજ્ઞાન છે. સમ્યકત્વી જીવનું અવધિજ્ઞાન કહેવાય છે, મિથ્યાત્વીનું વિર્ભાગજ્ઞાન કહેવાય છે. એ ભેદની વિવક્ષા ન હોય ત્યારે બન્નેનું સમાનપણે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનના ૬ પ્રકારો છે. (૧) આનુગામિક - અવધિજ્ઞાની જીવ જ્યાં જાય ત્યાં એની સાથે ને સાથે આવતું અવધિજ્ઞાન આનુગામિક અવધિજ્ઞાન છે. એ બેટરીના પ્રકાશ જેવું છે. (૨) અનાનુગામિક - અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય એ ક્ષેત્રમાં જ જીવ જ્યાં સુધી રહે ત્યાં સુધી અવધિજ્ઞાન હોય. પણ એ ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય તો અવધિજ્ઞાન ન હોય. જીવ પાછો ઉત્પત્તિ ક્ષેત્રમાં આવી જાય તો અવધિજ્ઞાન હોય. આવું અવધિજ્ઞાન અનાનુગામિક (=પાછળ પાછળ નહીં આવનાર) છે. આ ટેબલલેમ્પના પ્રકાશ જેવું છે. (૩) વર્ધમાન - જેમ જેમ અધ્યવસાયો વિશુદ્ધ થતા જાય તેમ તેમ વધતું જતું અવધિજ્ઞાન વર્ધમાન છે. વધતાં વધતાં સંપૂર્ણ લોકને જોઇ શકે એવું અવધિજ્ઞાન લોકાવધિ કહેવાય છે. પછી પણ વિશુદ્ધિ વધતી જાય તો અલોકમાં પણ જોવાનું સામર્થ્ય પ્રગટતું જાય છે. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનને પરમાવધિ કહે છે. અસંખ્ય લોકને જોવાનું એનું સામર્થ્ય હોય છે. એ પ્રગટ્યા પછી અંતર્મુહૂર્તમાં અવશ્ય કેવલજ્ઞાન થાય છે. (૪) હાયમાન - અધ્યવસાયોની મલિનતા વગેરે કારણે ઘટતું જતું અવધિજ્ઞાન હીયમાન છે. (૫) પ્રતિપાતી - જે અવધિજ્ઞાન ચાલ્યા જવાની યોગ્યતા ધરાવે છે તે પ્રતિપાતી. (૬) અપ્રતિપાતી - કેવલજ્ઞાનની પ્રાપ્તિ કે જીવનના અંત પૂર્વે જે ચાલ્યું ન જ જાય તે અપ્રતિપાતી અવધિજ્ઞાન. સમાધાનમ્ = Page #26 -------------------------------------------------------------------------- ________________ (મન:પર્યવજ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાય વિના અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી જીવના મનમાં ઉઠતા વિચારોનું જ્ઞાન એ મન:પર્યવજ્ઞાન. જ્યારે જીવ કોઇપણ વિચાર કરે છે ત્યારે એ વિચારને અનુરૂપ મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને એ પુદ્ગલોને દ્રવ્યમનરૂપે પરિણમાવે (રૂપાંતરિત કરે) છે. દ્રવ્યમનરૂપે પરિણમેલા એ પુદ્ગલોને મન:પર્યવજ્ઞાન સાક્ષાત્ જુએ છે. તે પછી એના પરથી અનુમાન કરીને વિવક્ષિત વ્યક્તિએ ક્યાં વિચાર કર્યો છે એ જાણે છે. જો એને સામાન્ય રૂપે જાણે તો ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે, અને વિશેષ રૂપે જાણે તો એ વિપુલમતિમન:પર્યવજ્ઞાન કહેવાય છે. મન:પર્યવજ્ઞાનને મન:પર્યયજ્ઞાન કે મન:પર્યાયજ્ઞાન પણ કહે છે. આ જ્ઞાન અપ્રમત્ત સંયમીઓને જ હોય છે. શ્રી તીર્થકર ભગવાન જ્યારે સંયમ લે છે ત્યારે મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. (કેવલજ્ઞાન ચેતન અને જડ સમસ્ત પદાર્થોના ત્રણેકાળના સમસ્ત પર્યાયોનું સંપૂર્ણ જ્ઞાન. વિશ્વની કોઇ જ વસ્તુ કે વાત આનાથી અજ્ઞાત હોતી નથી. જ્ઞાનાવરણ કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલું હોવાથી નિરાવરણ હોય છે, એક હોય છે, સાદિ અનંત હોય છે. આમ પ્રમાણની વિચારણા પૂર્ણ થઇ. હવે નયોની વિચારણા કરીએ. =-નય અને પ્રમાણ Page #27 -------------------------------------------------------------------------- ________________ Iઈ સતતય થી અનેક અંશાત્મક (પાસાઓ ધરાવનાર) વસ્તુના એક અંશનો નિશ્ચય કરાવનાર અને અન્ય અંશનો પ્રધાનપણે નિષેધ કરનાર, ગૌણપણે અનિષેધ કરનાર અભિપ્રાય એ નય છે. એનો વાચક (બતાવનાર) વચનપ્રયોગ પણ ઉપચારથી નય કહેવાય છે. અને ગૌણપણે અનિષેધ ન હોય તો એ નય” ન રહેતાં “દુર્નય' બની જાય છે, એ મિથ્યા હોય છે, અને જો પ્રધાનપણે નિષેધ ન હોય, અર્થાત્ સ્વીકાર હોય તો એ પ્રમાણ' બની જાય છે કારણકે બન્ને અંશોનો પ્રધાનપણે સ્વીકાર છે ‘પ્રમાણ” છે. શંકા : નયના લક્ષણમાં તો છેતરાંશનો અપ્રતિક્ષેપ અનિષેધ કહ્યો છે. તો તમે એનો પ્રધાનપણે નિષેધ કેમ કહો છો ? સમાધાન : તમારી આ શંકા બરાબર નથી, કારણ કે અમારા અભિપ્રાયને નહી જાણવાથી ઉદ્ભવેલી છે. નયના લક્ષણમાં “નય ઇતરાંશનો પ્રતિક્ષેપ (નિષેધ) નથી કરતો” એમ ઇતરાંશ અપ્રતિક્ષેપિત્વ (સ્વીકાર) જે જણાવ્યું છે તે ગૌણરૂપે જ, પ્રધાનરૂપે તો નય ઇતરાંશપ્રતિક્ષેપી જ હોય છે. એટલે જ ગ્રન્થોમાં દ્રવ્યાર્થિકનય દ્વારા કરાતો પર્યાયનો પ્રતિક્ષેપ અને પર્યાયાર્થિકનય દ્વારા કરાતો દ્રવ્યનો પ્રતિક્ષેપ અનેકવાર જોવા મળે છે. જેમકે નયરહસ્યમાં કહ્યું છે કે-“તેમાં, દ્રવ્યમાત્રનું ગ્રહણ કરનાર નય એ દ્રવ્યાર્થિકનય. આ નય દ્રવ્યને જ તાત્ત્વિક માને છે, ઉત્પાદ-વિનાશને તો અતાત્ત્વિક જ માને છે, કારણ કે એ બે કેવળ આવિર્ભાવ-તિરોભાવરૂપ જ છે. પર્યાયમાત્રનું ગ્રહણ કરનાર નય એ પર્યાયાર્થિકનય. આ નય માત્ર ઉત્પાદ-વિનાશ (પર્યાય)ને જ ગ્રહણ કરવામાં તત્પર છે. દ્રવ્યને તો સજાતીયક્ષણોની પરમ્પરામાત્રરૂપ માને છે, એનાથી અતિરિક્ત કોઇ દ્રવ્ય હોય એવું એ માનતો નથી. “આ એ જ ઘડો છે' વગેરે જે પ્રત્યભિજ્ઞાદિ થાય છે, એ આ પરંપરાના કારણે જ થાય છે, નહીં કે કોઇ એક દ્રવ્યના કારણે. શંકા-નય આ રીતે જો ઇતરાંશનો પ્રતિક્ષેપ કરનાર હશે તો એ દુર્નય જ બની જશે. સમાધાન-ના, એ દુર્નય નહીં બની જાય, કારણ કે આ પ્રતિક્ષેપ કેવળ પ્રાધાન્યમાં ઉપયોગી છે. આશય એ છે કે વસ્તુનું પ્રધાનસ્વરૂપ શું છે ? આ સમાધાનમ્ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિચારણામાં દ્રવ્યાર્થિક નય એમ કહે છે-દ્રવ્ય (=ધ્રૌવ્ય) એ જ વસ્તુનું પ્રધાનસ્વરૂપ છે, ઉત્પાદ-વિનાશ નહીં. આમ પ્રધાન સ્વરૂપ તરીકે જ દ્રવ્યાર્થિકનય ઉત્પાદવિનાશનો નિષેધ કરે છે...ગૌણ રૂપે તો એનો નિષેધ કરતો નથી. માટે એ દુર્નય બની જતો નથી. આ જ રીતે પર્યાયાર્થિકનય ધ્રૌવ્યનો જે નિષેધ કરે છે તે પ્રધાનસ્વરૂપ તરીકે જ, ગૌણસ્વરૂપ તરીકે નહી, માટે એ પણ દુર્નય નથી. પ્રશ્ન - આનો અર્થ એ થયો કે નય પ્રધાનરૂપે ઇતરાંશનો પ્રતિક્ષેપ કરે છે, ને ગૌણરૂપે પ્રતિક્ષેપ કરતો નથી. તો આમાં પ્રધાનરૂપે પ્રતિક્ષેપ શું છે ? અને ગોણરૂપે અપ્રતિક્ષેપ શું છે ? ઉત્તર - સાંભળો, જે અપેક્ષાએ વિવક્ષિત નય પ્રવર્તે છે તે અપેક્ષાને છોડ્યા વિના કરાતી વિચારણામાં ઇતરાંશનો કરાતો પ્રતિક્ષેપ એ પ્રધાનરૂપે છે અને અપેક્ષાને છોડી દઇને કરાતી વિચારણામાં ઇતરાંશનો જે કરાતો સ્વીકાર એ ગૌણરૂપે અપ્રતિક્ષેપ છે. તે આ રીતે-દ્રવ્યાર્થિકનય દ્રવ્યની અપેક્ષાએ જીવમાં નિત્યત્વને જુએ છે અને કહે છે. આ દ્રવ્યની અપેક્ષાને જ ઊભી રાખીને એ જીવમાં અનિત્યત્વને જે નકારે છે તે ઇતરાંશરૂપ અનિત્યત્વનો પ્રધાનરૂપે પ્રતિક્ષેપ છે, અને દ્રવ્યની અપેક્ષા છોડીને પર્યાયની અપેક્ષાએ જીવમાં અનિત્યત્વનો જે સ્વીકાર છે તે ઇતરાંશરૂપ અનિત્યત્વનો ગૌણરૂપે અપ્રતિક્ષેપ છે. અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે પોતાની અપેક્ષાને છોડવી અને ઇતરાંશનો સ્વીકા૨ ક૨વો...આ બન્ને ગર્ભિતરૂપે જ હોય છે, નહીં કે વ્યક્તરૂપે. (માટે જ એ અપ્રતિક્ષેપ ગૌણરૂપે કહેવાય છે.) આ વાતને વૃક્ષના દૃષ્ટાન્તથી સમજીએ. એક વૃક્ષ છે. એની શાખા (ડાળી) ૫૨ કપિસંયોગ (=વાંદરાનો સંયોગ) છે. એના મૂળમાં કપિસંયોગાભાવ (=વાંદરાના સંયોગનો અભાવ) છે. બે પુરૂષો છે. બન્ને માત્ર શાખાને જોઇ રહ્યા છે. એમાં પ્રથમ (પુરૂષ) (A) શાખા એ વૃક્ષનો એક અવયવ છે' એવું માને છે. (B) બીજો ‘શાખા એ જ સંપૂર્ણ વૃક્ષ છે’ એમ માને છે. જો કે પ્રથમ પણ શાખાને જ જોઇ રહ્યો છે, નહીં કે મૂળને...અને એટલે ૧) એ શબ્દથી વ્યક્તરૂપે ક્યારેય પણ વૃક્ષ: પિસંયોગમાવવાન્, અથવા વૃક્ષ: પિસંયોગમાવવાનપિ આવું સ્વીકારતો નથી કે બોલતો નથી, ઉલટું, વૃક્ષ: પિસંયોગ્યેવ (વૃક્ષ વાંદરાના સંયોગવાળું જ છે) એમ કપિસંયોગનું સાવધારણ વિધાન, અને વૃક્ષો નૈવ જ નય અને પ્રમાણ Page #29 -------------------------------------------------------------------------- ________________ વપસંયો|માવવાન (વૃક્ષ વાંદરાના સંયોગના અભાવવાળું નથી જ) એમ કપિસંયોગાભાવનો સાવધારણ નિષેધ પણ કરે જ છે, કારણ કે શાખાની અપેક્ષાએ ત્યારે કપિસંયોગ જ સંભવે છે, કપિસંયોગાભાવ સંભવતો નથી જ. ૨) તેમ છતાં તે ગર્ભિતરૂપે મૂળને પણ વૃક્ષના અવયવરૂપે સ્વીકારે છે માટે કપિસંયોગાભાવરૂપ ઇતરાંશને પણ વૃક્ષમાં સ્વીકારે જ છે, નકારતો નથી. “વૃક્ષ પર કપિસંયોગ છે કે નહીં ? એ વિચારણામાં જેમ શાખાની અર્પણા (મુખ્યતા) અને મૂળની અનર્પણા (ગૌણતા) છે એમ અન્ય અપેક્ષાએ મૂળની અર્પણા-શાખાની અનર્પણા પણ કરાતી જ હોય છે, હું નથી કરતો એ એક અલગ વાત છે. “એ વખતે વૃક્ષ પર કપિસંયોગાભાવ જ છે, નહીં કે કપિસંયોગ. કારણ કે મૂલની અપેક્ષાએ એ વખતે વૃક્ષ પર કપિસંયોગ સંભવતો નથી.” ૩. વૃક્ષના સ્વરૂપનું જેમ હું ગ્રહણ કરું છું એમ અન્ય મૂળને જોનાર પુરૂષ પણ (વૃક્ષના સ્વરૂપનું ગ્રહણ કરે છે), કારણ કે તે પણ વૃક્ષના અંશનું જ ગ્રહણ કરે છે. “હું સંપૂર્ણ વૃક્ષને જોનારો નથી, પણ એના અંશને જ જોનારો છું, કારણ કે માત્ર શાખાને જ જોઉં છું” “મને કપિસંયોગ જે ભાસે છે તે કોઇક અપેક્ષાએ જ, નહીં કે નિરપેક્ષપણે, બીજાને બીજી અપેક્ષાએ કપિસંયોગાભાવ પણ ભાસે જ છે.” આવા બધા વિકલ્પો પ્રથમ પુરૂષને ગર્ભિતરૂપે હોય જ છે, પણ બીજા પુરૂષને એ ગર્ભિતરૂપે પણ સંભવતા નથી જ, તે તો એમ જ સમજે છે કે ૧. મને ભાસતો કપિસંયોગ એ આખા વૃક્ષનું સ્વરૂપ છે, કપિસંયોગાભાવ વૃક્ષ પર છે જ નહીં' “મને કપિસંયોગ જે ભાસે છે તે નિરપેક્ષપણે જ, નહીં કે શાખાની અપેક્ષાએ. માટે અર્પણા-અર્પણા જેવું કાંઇ છે નહીં. ૨. “હું આખા વૃક્ષનું જ્ઞાન કરનારો છું, નહીં કે વૃક્ષના અંશમાત્રનું, કારણ કે વૃક્ષ શાખામાત્રરૂપ જ છે.” “આ વૃક્ષ પર એવો કોઇ અંશ છે નહીં જેને આગળ કરીને હાલ કપિસંયોગાભાવ પણ ભાસે.” બીજા પુરૂષને ગર્ભિતરૂપે આવા બધા વિકલ્પો હોય, છે, માટે એનું દર્શન મિથ્યા જ છે. | દુર્નય તેવી રીતે નવો નિત્ય: વગેરે રૂપે જે નિત્યસ્વાદિને જુએ છે તેને જ વસ્તુના સંપૂર્ણ સ્વરૂપ તરીકે માની લે છે અને પ્રરૂપે છે, માટે એ મિથ્યા છે. પરંતુ નય સ્વવિષયભૂત નિત્યવાદિને (૧) વસ્તુસ્વરૂપના અંશરૂપે જ માને છે, નહીં કે સંપૂર્ણ વસ્તુસ્વરૂપ રૂપે. કારણકે વસ્તુસ્વરૂપનો જે અનિત્યવાદિસ્વરૂપ સમાધાનમ્ન Page #30 -------------------------------------------------------------------------- ________________ ઇતરાંશ છે તે પણ પ્રમાણથી નિશ્ચિત છે. ૨) જો કે દ્રવ્યાર્થિકનય દ્રવ્યને મનમાં રાખીને=અર્પણ કરીને જ વસ્તુને જુએ છે. એટલે વ્યક્તરૂપે તો ક્યારેય નીવોનિત્ય:, નીવોડનિત્યોઽપિ(જીવ અનિત્ય છે-જીવ અનિત્ય પણ છે.) વગેરે બોલતો નથી કે સ્વીકારતો નથી. ઉલટું ‘જીવ નિત્ય જ છે’ એવું અનિત્યત્વનું સાવધારણ નિરાકરણ પણ કરે જ છે, કારણકે દ્રવ્યની અપેક્ષાએ જીવમાં નિત્યત્વ જ સંભવે છે, અનિત્યત્વ તો સ્વપ્નમાં પણ સંભવતું નથી. (૩) તેમ છતાં એ પ્રમાણને સાપેક્ષ હોવાથી અવ્યક્તરૂપે=ગર્ભિતરૂપે પ્રમાણથી નિશ્ચિત થયેલ અનિત્યત્વાત્મક ઇતરાંશને સ્વીકારે છે, નિષેધતો નથી. (૪) વસ્તુના સ્વરૂપની વિચારણામાં જેમ દ્રવ્યની અર્પણા (પ્રધાનતા) અને પર્યાયની અનર્પણા (ગૌણતા) હોય છે એમ અન્ય અપેક્ષાએ દ્રવ્યની અનર્પણા અને પર્યાયની અર્પણા પણ કરાતી જ હોય છે, હું નથી કરતો એ એક અલગ વાત છે. (૫) ‘પણ પર્યાયની અર્પણા(મુખ્યતા) વખતે જીવ અનિત્ય જ છે, નહીં કે નિત્ય, પર્યાયની અપેક્ષાએ જીવ નિત્ય હોવો સ્વપ્નમાં પણ સંભવતો નથી. (૬) વસ્તુસ્વરૂપનું જેમ હું ગ્રહણ કરૂં છું એમ બીજો પર્યાયાર્થિક પણ ગ્રહણ કરે જ છે, કારણ કે પ્રમાણથી નિશ્ચિત થયેલ અનિત્યત્વનું જ એ પણ ગ્રહણ કરનારો છે.’’ (૭) ‘હું પ્રમાણ નથી, પણ નય જ છું, કારણ કે અંશમાત્રગ્રાહી છું.’' ‘મને જીવ નિત્ય જે ભાસે છે તે કોઇક અપેક્ષાએ જ, નહીં કે અપેક્ષા વિના, કારણ કે અન્યને બીજી અપેક્ષાએ એ અનિત્ય પણ ભાસે જ છે.'' આવા બધા વિકલ્પો નયને ગર્ભિતરૂપે હોય જ છે. દુર્નયો તો એમ જ માનતા હોય છે કે-(૧) ‘હું જે નિત્યત્વાદિને જોઉં છું એ વસ્તુનું પૂર્ણસ્વરૂપ જ છે, એનાથી ભિન્ન અનિત્યત્વ વગેરે વસ્તુમાં સંભવતું નથી જ.’’ (૨) “મને જે નિત્યત્વાદિ ભાસે છે નિરપેક્ષપણે જ, નહીં કે કોઇક અપેક્ષાએ, માટે જ અર્પણા-અનર્પણા જેવું કાંઇ જ નહીં... (૩) ‘હું પ્રમાણ જ છું, નહીં કે નય, કારણ કે સંપૂર્ણ વસ્તુગ્રાહી છું...’’ (૪) ‘‘આ જગતમાં એવી કોઇ અપેક્ષા છે નહીં, જે વસ્તુને અનિત્યાદિરૂપે જણાવે.'' દુર્નયોને આવા વિકલ્પો હોય છે, માટે એ મિથ્યા જ છે. આમ ઇતરાંશનો પ્રધાનપણે નિષેધ કરનાર અને ગૌણપણે અનિષેધ ક૨ના૨ અભિપ્રાય નય છે એ નિશ્ચિત થયું. હવે એના પ્રકારો પર વિચાર કરીએ. ૧૬ નય અને પ્રમાણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ (તત્ત્વાર્થસૂત્ર ૫-૨૯), દુનિયામાં જે કોઇ વસ્તુ છે એ બધી ઉત્પાદ-વ્યયન=નાશ) અને ધ્રોવ્યથી યુક્ત હોય છે. આમાં ધ્રોવ્ય એટલે ધ્રુવતા=સ્થિરતા ન ઉત્પત્તિ-ન વિનાશ સ્વરૂપ સ્થિર રહેવું. ધ્રૌવ્ય દ્રવ્યનું હોય છે, ઉત્પાદ-વિનાશ પર્યાયના હોય છે એટલે નિશ્ચિત થાય છે કે દુનિયાની કોઇપણ વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક હોય છે. દ્રવ્ય વિનાના પર્યાય સંભવતા નથી, પર્યાય રહિત દ્રવ્ય ક્યાંય હોતું નથી. જે કાંઇ છે તે દ્રવ્ય-પર્યાય ઉભયાત્મા છે. આમાંથી દ્રવ્યને જોનારો નય દ્રવ્યાર્થિકનય છે, પર્યાયોને જોનારો નય પર્યાયાર્થિક છે. દ્રવ્યના ત્રણ અંશ છે. ઊર્ધ્વતાસામાન્ય, તિર્યસામાન્ય અને આધારાંશ. ' (૧) ઊર્ધ્વતાસામાન્ય : માટીના પિંડમાંથી ઘડો બને એમાં વચ્ચેની જુદી જુદી અવસ્થાઓને ક્રમશઃ શિવક, સ્થાસ, કોશ, કુશુલ કહે છે. એટલે કે પિંડ, શિવક, સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ અને (ધ્વસ થયા પછી) કપાલ (ઠીકરું) આ ઉત્તરોત્તર અવસ્થાઓ છે. આ દરેક અવસ્થાઓમાં મૃત્મયત્વ (માટીપણું) સંકળાયેલું છે. આ પિંડ-શિવક વગેરે અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પણ મૃન્મયત્વ એ દરેકમાં સ્થિર રહે છે તેથી એ દ્રવ્યાંશ છે. (૨) તિર્યસામાન્ય વસ્તુઓમાં રહેલું સમાનપણું એ તિર્યસામાન્ય છે. જેમકે બધા ઘડાઓમાં રહેલું ઘટત્વ તિર્યસામાન્ય છે. એ દરેક ઘડાઓને ઘટવરૂપે સમાન ઠેરવે છે, માટે દ્રવ્યાંશ છે. (૩) આધારશઃ ગુપચવ દ્રવ્ય (તત્ત્વાર્થસૂત્ર ૫-૩૭) આમ, ગુણ-પર્યાયવાળું જે હોય તે આધારાંશ છે. ગુણ અને પર્યાયનો આધાર હોવાથી આ આધારાંશ પણ દ્રવ્ય છે. આમ દ્રવ્યના ત્રણ અંશો છે, માટે એના ગ્રાહક દ્રવ્યાર્થિક નયો પણ ત્રણ છે. નગમ, સંગ્રહ અને વ્યવહાર. (૧) નૈગમનયઃ આ નય ઊર્ધ્વતાસામાન્યનું ગ્રહણ કરે છે. શંકા : આ નય તો પરસ્પર સ્વતંત્ર એવા સામાન્ય-વિશેષનું ગ્રહણ કરનાર છે ને ? સમાધાન : હા, શ્રી વિશેષાવશ્યક ભાષ્ય વગેરે ગ્રન્થોમાં આ પ્રમાણે કહ્યું છે. તેમ છતાં શાસ્ત્રોના અન્ય વિધાનો વગેરે પરથી આ માનવું જરૂરી બને છે કે નૈગમનય ઊર્ધ્વતા સામાન્યને જોનાર છે. જેમકે આવશ્યક નિર્યુક્તિ સમાધાનમ્ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૮૦૬) માં કહ્યું છે કે આઘનગમ=સર્વવિશુદ્ધ નેગમન સર્વસંગ્રાહી નૈગમનય નમસ્કારને અનુત્પન્ન માને છે. આના પર વિચાર કરીએ. દ્રવ્યાર્થિકનય નમસ્કારને જીવદ્રવ્યસ્વરૂપ માને છે. વળી અનુત્પન્ન એટલે ક્યારેય ઉત્પન્ન ન થયેલો અર્થાત્ અનાદિકાળથી વિદ્યમાન. મિથ્યાત્વી અવસ્થામાં, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય ભવોમાં કે અવ્યવહારરાશિમાં પણ એ જીવને આ નય નમસ્કાર' તરીકે જુએ છે. શાસ્ત્રોમાં પ્રસ્થક દ્રષ્ટાન્ત આવે છે. પ્રસ્થક એટલે અનાજને માપવાનું એક કાષ્ઠનિર્મિત સાધન, પ્રસ્થક બનાવવા માટે સુથાર કાષ્ઠ લેવા જંગલમાં જઇ રહ્યો છે. કોઇએ એને પૂછવા પર જવાબ આપ્યો કે પ્રસ્થક લેવા જઉં છું.” લાકડું છેદતી વખતે પણ “પ્રસ્થક છેદું છું” એવો જવાબ...એમ લાકડાને છોલવાની-કોરવાની વગેરે દરેક અવસ્થામાં પ્રસ્થક છોલું છું' વગેરે જવાબ આપે છે. આ દરેક અવસ્થામાં એને પ્રસ્થકરૂપે જોવું એ નેગનયની દ્રષ્ટિ છે. જેમ જેમ પૂર્વોત્તરકાળભાવી વધુ ને વધુ અવસ્થાઓને તે તે રૂપે જોવાનું થાય એમ એમ નેગમનય વિશુદ્ધ થતો જાય છે. એમ કરતાં કરતાં ત્રણે કાળભાવી સર્વ અવસ્થાઓને વિવક્ષિત ઘટ-પ્રસ્થક કે નમસ્કારરૂપે જોનાર ગેંગમ સર્વવિશુદ્ધ નિગમ છે જેનો આવશ્યક નિર્યુક્તિમાં ઉલ્લેખ છે. વળી ત્યાં એમ પણ કહ્યું છે કે નિગમનય સામાન્યને જુએ છે. પૂર્વોત્તરકાળભાવી અવસ્થામાં રહેતું સામાન્ય ઊર્ધ્વતાસામાન્ય છે, તિર્ય સામાન્ય નહીં. માટે નગમનયનો વિષય ઊર્ધ્વતા સામાન્ય છે. વળી ઊર્ધ્વતાસામાન્યને જો નગમનયનો વિષય ન માનવો હોય તો કોનો માનવો ? શંકાઃ એને કોઇપણ નયનો વિષય નહીં માનવાનો.. સમાધાન ઃ તો શું ઊર્ધ્વતાસામાન્ય વસ્તુના અંશરૂપ નથી ? કે જેથી એને ગ્રહણ કરનાર નયનો સંભવ નથી. એટલે જેમ તિર્યસામાન્ય વસ્તુના અંશરૂપ હોવાથી તેને ગ્રહણ કરનાર સંગ્રહનય દષ્ટિ પ્રસિદ્ધ છે તેમ ઊર્ધ્વતા સામાન્ય પણ વસ્તુના અંશરૂપ હોવાથી તેને ગ્રહણ કરનાર કોઇ નયદષ્ટિ હોવી જ જોઇએ. આ ઊર્ધ્વતાસામાન્યરૂપ વસ્તુઅંશને ગ્રહણ કરવાને કોઇ ઇચ્છે ને એ મુજબ પ્રયત્ન કરે તો કોણ એને અટકાવી શકે ? તેથી એનું ગ્રહણ કરનાર કોઇક નય હોવો જ જોઇએ એ વાત નિશ્ચિત થઈ. —-નય અને પ્રમાણ Page #33 -------------------------------------------------------------------------- ________________ હવે, નગમનાય વગેરે સાતમાંથી એ ક્યો નય હોઇ શકે ? એ વિચારીએશબ્દાદિનયો તો સંભવતા નથી, કારણકે પર્યાયાર્થિક છે, જ્યારે ઊર્ધ્વતાસામાન્ય તો દ્રવ્યાંશ છે. ઋજુસૂત્ર પણ એનું ગ્રહણ કરતો નથી, કારણકે વર્તમાન ક્ષણમાત્રનો ગ્રાહક એ ક્ષણિકગ્રાહી છે જ્યારે ઊર્ધ્વતાસામાન્ય અક્ષણિક હોય છે. વ્યવહારનય પણ એનો ગ્રાહક નથી, કારણકે એ વિશેષગ્રાહી છે. સંગ્રહનયા પણ એનો બોધ કરતો નથી કારણકે એ તો તિર્યસામાન્યગ્રાહી છે. એટલે પારિશેષ ન્યાયથી નૈગમનય જ તેના ગ્રાહક તરીકે સિદ્ધ થાય છે. ઠેઠ અવ્યવહારરાશિથી સિદ્ધાવસ્થા સુધીની દરેક અવસ્થામાં જીવને “નમસ્કાર' માનનાર દ્રષ્ટિ સર્વવિશુદ્ધ નગમનાય છે. જે વ્યવહારરાશિથી માને એ કંઇક અશુદ્ધ નૈગમનાય છે. જે ચુરમાવર્તમાં જીવને નમસ્કાર તરીકે સ્વીકારે એ ઓર અશુદ્ધ નેગમ છે એમ ક્રમશઃ સંજ્ઞીપણામાં, સમ્યકત્વીપણામાં જીવને નમસ્કાર માનનાર અશુદ્ધતર નગમનાયો છે અને સમ્યકત્વી જીવ પણ ભાવથી મન-વચન-કાયા દ્વારા નમસ્કારરૂપે પરિણત થાય ત્યારે જ “નમસ્કાર' છે એવું માનનાર સર્વઅશુદ્ધ નગમનાય છે. (એ વખતનો જીવનો પરિણામ એ નમસ્કાર છે એવું સર્વવિશુદ્ધ એવંભૂતનય માને છે. એટલે જણાય છે કે નૈગમનય અને એવંભૂતનય સામસામે છેડે છે.) મિથ્યાત્વી-સમ્યકત્વી વગેરે કોઇપણ અવસ્થામાં રહેલો જીવ નૈગમનયે નમસ્કારના પ્રસ્તાવમાં “નમસ્કાર' છે, સમ્યકત્વના પ્રસ્તાવ વખતે “સમ્યકત્વ' છે, દેશવિરતિના પ્રસ્તાવમાં “દેશવિરતિ' છે, એમ સર્વવિરતિ વગેરેનો પ્રસ્તાવ હોય ત્યારે “સર્વવિરતિ વગેરે છે. આમ, એના એ જીવને આ નગમનય અનેક દૃષ્ટિથી અનેકરૂપે જોનારો છે. આમાં કારણ એ છે કે સમ્યકત્વ વગેરે જે જે રૂપે જીવ પરિણમવાનો હોય તે તે પરિણામની યોગ્યતા એમાં અનાદિકાળથી રહેલી જ હોય છે. આ યોગ્યતાઓને જ નેગમનય “સમ્યકત્વ' વગેરે રૂપે જુએ છે. તેથી અનાદિકાળથી તે જીવ એની દૃષ્ટિએ સમ્યકત્વ છે, દેશવિરતિ છે, સર્વવિરતિ છે, વીતરાગ છે. બીજી રીતે કહીએ તો દ્રવ્યાર્થિક નય અભેદ માનનારો છે. એટલે નમસ્કાર વગેરે કોઇપણ પરિણામ એના આશ્રયભૂત જીવ દ્રવ્યથી અભિન્ન હોય છે, અને જીવ તો અનાદિકાળથી છે. માટે એ નમસ્કારાદિ બધું અનાદિકાળથી છે. નકકન એક, ગમ=વસ્તુઓ જોવાના માર્ગદષ્ટિ. જેની વસ્તુને જોવાની સમાધાનમ્ – =-. ૧૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ એક દૃષ્ટિ નથી, પણ અનેક દૃષ્ટિ છે તે નૈકગમ. પછી નિરુકિતના નિયમોને અનુસરીને ‘ક’ નો લોપ થવાથી નૈગમ શબ્દ બન્યો છે. આ નય, એના એ જીવને સમ્યક્ત્વ, દેશવિરતિ વગેરે અનેક દૃષ્ટિથી જોનારો છે, માટે નેગમનય છે. સંગ્રહનય : દ્રવ્યનો બીજો અંશ છે તિર્યક્ સામાન્ય. દરેક ઘડામાં ઘટત્વ એક છે. એ તિર્યક્ સામાન્ય છે. દરેક પટમાં પટત્વ એક છે, એ તિર્યક્ સામાન્ય છે. દરેક આત્મામાં આત્મત્વ એક છે, એ તિર્યક્ સામાન્ય છે. ો આયા...આ સંગ્રહનયદૃષ્ટિ છે. વ્યવહારનયે જે અનંત આત્માઓ છે તે સંગ્રહનય દૃષ્ટિથી એક જ છે. વ્યવહારનયે આત્માઓ અનંત છે, પણ એ દરેકમાં રહેલ આત્મત્વ એક છે. આત્મત્વમાં રહેલ આ એકત્વનો આત્મામાં ઉપચાર કરીને ો આયા સૂત્રની સંગતિ વ્યવહારનય કરે છે, પણ સંગ્રહનયની દૃષ્ટિએ તો આત્મા એક જ છે. માટે વિના ઉપચાર આ સૂત્ર સંગત થાય છે. એમ, વ્યવહારનયે જે હજારો ઘડા છે એ સંગ્રહનયે એક જ ઘડો છે. એમ, વ્યવહારનયે જે હજારો મૃત્કિંડ છે એ સંગ્રહનયે એક જ મૃત્કિંડ છે, પણ એ ઘટ નથી. એટલે, એક પરંપરામાં થયેલ માટીનો પિંડ, શિવક, સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ આ બધું નૈગમનયે એક જ છે, ઊર્ધતાસામાન્ય રૂપ છે, ‘ઘટ’ છે. પણ સંગ્રહનયે એ બધું અલગ અલગ છે, કારણકે પિંડત્વ, શિવકત્વ...ઘટત્વ વગેરે તિર્યક્ષામાન્ય ભિન્ન ભિન્ન છે. જ પણ, હજારો ઘડા નૈગમનયે એક નથી કારણકે પૂર્વોત્તરકાળભાવી દરેકની પરંપરા અલગ-અલગ છે, તેથી બધાના ઊર્ધ્વતાસામાન્ય અલગ-અલગ છે. પરંતુ સંગ્રહનયે એ હજારો ઘડા એક જ છે, કારણકે તિર્યક્ સામાન્ય એક જ છે. વળી સમજવા જેવું એ છે કે વ્યવહારનય આત્મત્વને, ઘટત્વને તિર્યક્ સામાન્ય કહે છે જ્યારે સંગ્રહનય આત્માને, ઘટને જ તિર્યક્સામાન્ય કહે છે, કારણકે સંગ્રહનયે આત્મા, ઘટ વગેરે એક-એક જ છે, ને એને જ એ જુએ છે. શંકા : ઘટ જો એક જ છે, તો તિર્યક્ સામાન્ય જેવી વસ્તુ જ નહીં રહે કારણ કે અનેકમાં જે સમાનપણું તે સામાન્ય કહેવાય છે. સમાધાન : વ્યવહારનયે જે અનેક ઘટ છે તે બધામાં સાધારણપણે એક ઘટ સંગ્રહનયે છે. એ જ તિર્યક્ સામાન્ય છે. શંકા : અનેકત્વ વ્યવહારનયે અને એકત્વ સંગ્રહનયે...આ કેવું ? ૨૦ નય અને પ્રમાણ Page #35 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : આમાં કશું અજુગતું નથી, કારણકે એ સિવાય સંગતિ શક્ય નથી. વળી ઊર્ધ્વતાસામાન્ય અંગે પણ આવું જ છે. અનેક અવસ્થાઓમાં અન્વયિ હોય તે ઊર્ધ્વતાસામાન્ય..પણ નેગમનયે પિંડ-શિવક-સ્થાસ વગેરે બધું “ઘટ' જ છે. તેથી અનેક અવસ્થા જેવું છે જ નહીં, તો એમાં અવયિ શું ? ત્યાં એમ જ સંગતિ કરવી પડે છે કે વ્યવહારનયે જે પિંડ વગેરે અનેક અવસ્થાઓ એ બધામાં નેગમનયે “ઘટ' છે, માટે એ ઊર્ધ્વતાસામાન્ય છે, ને નૈગમનયનો વિષય છે. એટલે, નક્કી થાય છે કે, સામે રહેલા કંબૂઝીવાદિમાનું પદાર્થને નગમનય “ઘટ'ઊર્ધ્વતાસામાન્યરૂપે જુએ છે', સંગ્રહનય “ઘટ' તિર્યક્ષામાન્ય રૂપે જુએ છે અને વ્યવહારનય રક્તવર્ણાદિ ગુણોના આધારરૂપે જુએ છે. સંગ્રહનયની જે દૃષ્ટિ વિશ્વના તમામ પદાર્થોનો “આ સત્' “આ સત્” એમ સંગ્રહ કરે છે, એટલે કે બધાને માત્ર “સ” રૂપે માને છે તે સર્વવિશુદ્ધ સંગ્રહનય છે. એટલે કે આ નયે એક માત્ર “સતું' છે, એ સિવાય કશું નથી. હવે, સંગ્રહાયની જે દૃષ્ટિ અનંતા આત્માઓનો “આત્મા' તરીકે સંગ્રહ કરે છે, તેમાં જડ પદાર્થો છૂટી જાય છે, એનો સંગ્રહ થતો નથી. એટલે આ કંઇક અશુદ્ધ સંગ્રહનય છે. એમ ઘટને સંગ્રહનયની જે દૃષ્ટિઓ ક્રમશઃ “જડ' તરીકે, પાર્થિવ' તરીકે અને “ઘટ' તરીકે જુએ છે તે ક્રમશઃ વધુ ને વધુ જડ પદાર્થો પણ છૂટી જતા હોવાથી ઉત્તરોત્તર વધુ ને વધુ અશુદ્ધ, અશુદ્ધતર સંગ્રહનયા દૃષ્ટિઓ છે. આવું દરેક બાબતમાં જાણવું. વ્યવહારનય ઃ આ નય લોકવ્યવહારને અનુસરનારો છે એટલે લોકમાં જે વ્યવહાર પ્રધાનપણે ચાલતા હોય એવી આની દૃષ્ટિ હોય છે. લોકો પિંડશિવક-Dાસ વગેરે અવસ્થાઓને એક તરીકે સ્વીકારતા નથી, અલગ-અલગ માને છે, એટલે નેગમનય ઊર્ધ્વતાસામાન્ય દ્વારા જે અવસ્થાઓને એક માને છે તે બધીને આ નય અલગ-અલગ માને છે. એ જ રીતે લોક હજારો ઘડાને બધાને અલગ-અલગ જ માને છે, તેથી સંગ્રહનય “ઘટ' તરીકે જે ઘડાઓને એક માને છે તે બધાને આ નય અલગ-અલગ માને છે. હવે, વ્યવહારનયની વ્યાખ્યા જોઇએ-જે વિશેષને જાણે છે, ઉપચાર બહુલ છે, વિસ્તૃત અર્થવાળો છે અને લૌકિક વ્યવહારને અનુસરે છે તે વ્યવહારનય છે. સંગ્રહનય એમ કહે છે કે “વનસ્પતિ' બોલતાં આંબો-લીમડો વગેરે જેવા જ જણાય છે, માટે બો-લીંબડો વગેરે વનસ્પતિ સામાન્ય રૂપ જ છે જે સમાધાનમ્ = Page #36 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ સામાન્યરૂપ ન હોય એવા કોઇ આંબો-લીંબડો વગેરે દુનિયામાં અસ્તિત્વ ધરાવતા નથી માટે વનસ્પતિવિશેષ ( ચોક્કસ પ્રકારની વનસ્પતિ) જેવું કાંઇ છે નહીં. વ્યવહારનય એમ કહે છે કે જે અર્થક્રિયાકારી (પ્રયોજનને કરી આપનાર હોય) એ જ સત્ (=વિદ્યમાન) છે. અર્થક્રિયાકારી વિશેષ (ભેદ, અવસ્થા) હોય છે, સામાન્ય નહીં. જલાહરણ (પાણી ભરી લાવવું) કરવામાં ઘટવિશેષ ઉપયોગી બને છે, ઘટ-સામાન્ય નહીં. “ગાયને બાંધ' એમ કહેવા પર સેવક અમુક ચોક્કસ વિવક્ષિત ગાયને ( ગોવિશેષને) બાંધે છે, ગોત્વસામાન્યને નહીં. ઘા વાગ્યો હોય ત્યાં રૂઝ લાવવા માટે અમુક ચોક્કસ વનસ્પતિનો જ લેપ કરાય છે, વનસ્પતિ સામાન્યનો નહીં, નહીંતર તો કોઇપણ વનસ્પતિનો લેપ કરાવવો જોઇએ, કારણ કે દરેક વનસ્પતિ વનસ્પતિસામાન્ય' તો છે જ. એટલે આંબોલીમડો વગેરેને વનસ્પતિ-વિશેષરૂપ તો માનવા જ પડે છે. તમે જે સામાન્ય કહો છો તે આ વનસ્પતિવિશેષોથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન હોય તો વનસ્પતિવિશેષ જ છે, વનસ્પતિસામાન્ય નહીં. અને જો ભિન્ન છે તો એ નથી જ, કારણ કે વિશેષથી ભિન્ન છે, જેમકે ખપુષ્પ=(આકાશનું ફૂલ), એટલે જ આંબો-લીમડો-જાંબુ વગેરરૂપ વનસ્પતિ વિશેષોથી ભિન્ન કોઇપણ વનસ્પતિ છે જ નહીં જેને વનસ્પતિસામાન્ય કહી શકાય. જે આંબો-લીમડો વગેરે વિશેષોથી ભિન્ન હોય તે અવનસ્પતિ જ હોય, જેમકે ઘડો. લોકમાં ઉપચરિત વાક્યપ્રયોગો ઘણા થતા હોવાથી એને અનુસરનારો આ નય ઉપચારબહુલ (=ઘણા ઉપચારો કરનારો) છે. જેમકે “આ પર્વત બળે છે” (વસ્તુતઃ પર્વત પરનું ઘાસ બળે છે). “આ માર્ગ અયોધ્યા જાય છે' (માર્ગ ક્યાંય જતો નથી, એના દ્વારા મુસાફરો જાય છે.)' આ ઘડો ઝરે છે' (ઘડો નહીં, ઘડામાંનું પાણી ઝરે છે.) વગેરે વગેરે. આમ ઉપચારબહુલ હોવાથી અને વિશેષનો ગ્રાહક હોવાથી આ નય વિસ્તૃત અર્થવાળો છે. સિંહ જેવા પરાક્રમી માણવક વગેરે નામના પુરૂષો પણ લોકમાં “માણાવક' સિંહ છે વગેરે રૂપે સિંહ કહેવાય છે. એટલે સિંહો તો સિંહ છે જ, પણ માણવક વગેરે પણ આ નયે સિંહ છે. માટે આ નય વિસ્તૃતાર્થ છે તથા વિશેષો હજારો હોય છે માટે પણ આ નય વિસ્તૃતાર્થ છે. - ૨૨ = =-નય અને પ્રમાણ Page #37 -------------------------------------------------------------------------- ________________ આગમમાં જણાવ્યું છે કે બધા જ બાદર સ્કંધો વર્ણાદિ (૨૦)વાળા હોય છે. અર્થાત્ એમાં પાંચે વર્ણ, પાંચે સ્વાદ, બન્ને ગંધ અને આઠે સ્પર્શ હોય છે. પણ લોકમાં ભમરો કાળો, ખાંડ મીઠી, અત્તર સુગંધી અને અગ્નિ ઉષ્ણ આવો જ વ્યવહાર થતો હોવાથી આ વ્યવહાર નય પણ ભમરાને પાંચ વર્ણવાળો ન કહેતાં કાળાવર્ણવાળો જ કહે છે. માટે આ નય લોકવ્યવહારને અનુસરનારો છે. વળી આ નય ઘડાને રૂપ-૨સાદિગુણોવાળો, આત્માને જ્ઞાનસુખાદિગુણોવાળો માને છે, એટલે કે ગુણના આધારરૂપે માને છે તેથી આધારાંશગ્રાહી હોવાથી એ દ્રવ્યાર્થિકનય છે. આમ દ્રવ્યના ત્રણ અંશ હોવાથી એક એક અંશનો ગ્રાહક એક-એક નય...એ ન્યાયે આ પ્રથમ ત્રણ નયો દ્રવ્યાર્થિક છે. પણ પર્યાયના કોઇ અંશ નથી, એટલે એનો ગ્રાહક એક જ શબ્દનય પર્યાયાર્થિક છે. એટલે ત્રણ દ્રવ્યાર્થિક, એક ઋજુસૂત્ર અને એક પર્યાયાર્થિક નય...એમ પાંચ નય છે. તત્ત્વાર્થસૂત્રમાં નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ૠજુસૂત્ર અને શબ્દ...એમ પાંચ નયો કહેલા જ છે. અનુયોગદ્વારમાં પણ તિě સાયાળ (સૂ. ૧૪૮) દ્વારા શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણે નયનો ‘શબ્દનય’ તરીકે ઉલ્લેખ કરેલો જ છે. આમ નયો પાંચ હોવા છતાં, દ્રવ્યાર્થિક નયો તો ત્રણ છે, તો પર્યાયાર્થિક નયો પણ ત્રણ હોવા જોઇએ, એમ સમાનતા ક૨વા માટે પર્યાયાર્થિકનયોના પણ શબ્દ (સાંપ્રત), સમભિરૂઢ અને એવંભૂત એમ ત્રણ પ્રકારો કહેવાય છે. જેમ નૈગમ-સંગ્રહ વગેરેનો વિષય જ જુદો છે એમ આ ત્રણનો વિષય જુદો નથી, માત્ર શબ્દનય કરતાં સમભિરૂઢ સૂક્ષ્મતર દષ્ટિએ જુએ છે ને એવંભૂતનય સૂક્ષ્મતમ દૃષ્ટિએ જુએ છે. આમ સૂક્ષ્માદિદ્રષ્ટિભેદે આ ત્રણ ભેદ જાણવા. એટલે દ્રવ્યાર્થિક ત્રણ નયો, એક ઋજુસૂત્ર અને પર્યાયાર્થિક ત્રણ નયો...એમ કુલ સાત નય કહેવાય છે. દરેકના ૧૦૦-૧૦૦ ભેદ કરીને નયોના ૭૦૦ ભેદ પણ કહેવાય છે. બાકી તો ખાવડ્યા વયળપા તાવા જેવ કુંત્તિ ચવાયા (અર્થ : જેટલા વચનથો છે એટલા જ નયવાદ છે.) વચનાનુસાર નયોના પાર વિનાના ભેદ પણ કહી શકાય છે. શંકા : ૠજુસુત્ર નય ક્યો છે ? દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક ? સમાધાનમ્ · ૨૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ? એ દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ છે. આ વાત આગળ સ્પષ્ટ કરીશું. ઋજુસૂત્રનય : જે ઋજુ=અકુટિલ સૂત્રણ કરે તે ઋજુસૂત્ર નય. આ રીતે શબ્દ બન્યો છે. જે સ્વકીય વર્તમાન વસ્તુને જ સ્વીકારે છે તે ઋજુસૂત્રનય છે. આ નય કહે છે કે જે અતીત (ભૂતકાલીન) છે તે નથી જ, કારણકે વિનષ્ટ (નાશ પામેલું) છે. જે અનાગત (ભાવી) છે તે પણ નથી જ, કારણકે અનુત્પન્ન છે, જે પરકીય છે તે પણ નથી જ, કારણકે સ્વિકાર્યનો અસાધક છે (પરધન પત્થર માનીએ...વગેરેમાં ઋજુસૂત્રનયની છાંટ છે.) અથવા, અતીતઅનાગત કે પરકીય વસ્તુ નથી, કારણકે અર્થક્રિયાકારી નથી, જેમકે ખપુષ્પો એટલે આ નયના મતે પરકીય મંગળ વગેરે અવસ્તુ છે. માત્ર એક સ્વકીય વર્તમાનકાલીન મંગળ જ મંગળ છે. અર્થાત્ મંગળ વગેરે તરીકે એ એક જ વસ્તુ સ્વીકારે છે. એટલે જ અનુયોગ દ્વારમાં કહ્યું છે કે ઋજુસૂત્રનય પૃથકત્વને=બહુત્વને સ્વીકારતો નથી. હવે ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક છે કે પર્યાયાર્થિક એ વિચારીએ. આ અંગે મારું પરિશીલન આવું છે. ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક પણ છે, કારણકે શ્રી જિનભદ્ર ગણિક્ષમાશ્રમણે એને દ્રવ્યાર્થિક કહ્યો છે. વળી એ પર્યાયાર્થિક પણ છે, કારણકે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ એને એવો કહ્યો છે. શંકાઃ એક ના એક નયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને માનવામાં વિરોધ ન થાય ? સમાધાનઃ ના, નથી. તે આ રીતે-ઋજુસૂત્રનય માત્ર વર્તમાન ક્ષણને જુએ છે, એટલે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાંથી એ ઉત્પાદ-વ્યયનું જ ગ્રહણ કરે છે, અને એ તો પર્યાય છે, કારણ કે દ્રવ્યનું તો ધ્રૌવ્ય એ લક્ષણ છે. માટે જુસૂત્ર પર્યાયાર્થિક' છે એ સિદ્ધ થયું. વળી, ધ્રૌવ્યાંશરૂપ દ્રવ્યનું એ ગ્રહણ કરતો ન હોવા છતાં આધારાંશદ્રવ્યનું તો એ ગ્રહણ કરે જ છે. માટે એ દ્રવ્યાર્થિક હોવો પણ સિદ્ધ થાય છે. શંકા પણ જો એ દ્રવ્ય-પર્યાય બન્નેને જુએ છે તો “પ્રમાણ જ બની જશે, “નય સ્વરૂપ નહીં રહે. સમાધાનઃ આ વાત બરાબર નથી, કારણ કે જે બોધ ઉત્પાદ-વ્યયાંશને - ૨૪ =નય અને પ્રમાણ Page #39 -------------------------------------------------------------------------- ________________ સાત નયની સમજૂતી-૧ . GRAPHER प्रस्तक लेने जा रहा हूँ। कहाँ जा रहे हो? प्रस्तक काट रहा हूँ। क्या कर रहे हो? ये बर्तन हैं। यह थाली है। व्यवहार नय संग्रह नय या Page #40 -------------------------------------------------------------------------- ________________ સાત નયની સમજૂતી-૨ जुसूत्र जय पूर्व में सेठ वर्तमान में भिखारी शब्द नय भिखारी भिक्षा लेने जा रहा है। यह हमारे मामा 284 विजपाणी समभिरूढ़निया IA WONNN एवंभूत नया ह गो है इन्द-:-अपने-ऐश्वर्य आदि गुणों के साथ Page #41 -------------------------------------------------------------------------- ________________ मतिज्ञान प्रमाण પાંચ પ્રમાણની સમજૂતી-૧ इन्द्रिय प्रत्यक्ष प्रमाण || अवधि ज्ञान प्रमाण श्रुतज्ञान प्रमाण नोइन्द्रिय प्रत्यक्ष प्रमाण मनः पर्यव ज्ञान प्रमाण Page #42 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રમાણની સમજૂતી-૨ केवल ज्ञान प्रमाण अनुमान प्रमाण सूत्र धागे आदि को देखकर कपड़े का अनुमान लगाना द्ध माता बचपन में बिछुड़े पुत्र को आया देखकर उसके सिर पर तिल का चिन्ह देखकर अनुमान से पहचान लेती है। D YEAR आगम प्रमाण उपमान प्रमाण तीर्थंकर की देशना गाय को देखकर से प्राप्त ज्ञान गवय का ज्ञान Page #43 -------------------------------------------------------------------------- ________________ (=અનિત્યત્વને) વિષય કરતો હોય એ જ બોધ જો બ્રોવ્યાંશને (નિત્યત્વને) વિષય કરતો હોય તો જ “પ્રમાણ રૂપ બને છે. ઋજુસૂત્ર નય કાંઇ ધ્રોવ્યાંશ દ્રવ્યને જોતો નથી કે જેથી એ પ્રમાણ બની જાય. આમ ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ. એમાંથી એ આધારાંશદ્રવ્યને જે ગ્રહણ કરે છે એ વાતને મુખ્ય કરીને શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ એને દ્રવ્યાર્થિક કહે છે. એ ક્ષણિકત્વને જે ગ્રહણ કરે છે એ વાતને મુખ્ય કરીને શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ એને પર્યાયાર્થિક કહે છે એ જાણવું. પણ ક્ષણિકદ્રવ્યની જેમ નિત્યપર્યાય કહી શકાતો નથી, માટે એનો ગ્રાહક કોઇ સ્વતંત્ર નય નથી. શબ્દનય : શબ્દને જ જે મુખ્ય કરે છે તે શબ્દનય. આને સાંપ્રતનય પણ કહે છે. આ પણ જુસૂત્રનયની જેમ સ્વકીય વર્તમાન વસ્તુને જ સ્વીકારે છે, છતાં તે વસ્તુને ઋજુસૂત્રે માનેલી વસ્તુ કરતાં કંઇક વિશેષ રીતે માને છે. એ આ રીતે કે ઋજુસૂત્ર કાળાદિભેદ વસ્તુભેદ માનતો નથી, જ્યારે શબ્દનય એ માને છે. આશય એ છે કે સુમેરૂ હતો, સુમેરુ છે, સુમેરે હશે..આમાં શબ્દનયે અતીત સુમેરૂ કરતાં વર્તમાન સુમેરુ ભિન્ન છે, વર્તમાન સુમેરુ કરતાં ભાવી સુમેરુ ભિન્ન છે. “ઘડો (જલાહરણાદિ) કરે છે. (કર્તાકારક)'. “ઘડો કરાય છે. (કર્મકારક)'. આ બન્નેમાં કારકભેદ હોવાથી ઉલ્લેખાયેલ ઘડા ભિન્ન છે. આમ કારકભેદે વસ્તૃભેદ માને છે. આ જ રીતે લિંગભેદે વસ્તુભેદ માને છે. સંસ્કૃતમાં કિનારાને જણાવનાર તટ શબ્દ ત્રણે લિંગમાં આવે છે. તદઃ, તરી, ત૮...શબ્દનય કહે છે, કે જે પુલિંગ હોય તે સ્ત્રીલિંગ ન હોઇ શકે, જે સ્ત્રીલિંગ હોય તે નપુંસક ન હોઇ શકે. માટે આ ત્રણેનો અર્થ જુદો જુદો છે. એમ શબ્દનય વચનભેદે વસ્તુભેદ માને છે. સંસ્કૃતમાં જળને જણાવનાર માપ: શબ્દ બહુવચનાત્ત છે, મમ: શબ્દ એકવચનાત્ત છે. શબ્દનય કહે છે કે આ બન્નેના વાચ્યાર્થ જુદા-જુદા છે, કારણ કે વચનભેદ છે. સંસ્કૃતભાષામાં “તું” ને જણાવવા માટે – અને મહાન બે શબ્દો વપરાય છે. આમાં ત્વે ને દ્વિતીય પુરૂષ અને મહાન ત્રીજો પુરૂષ મનાય છે, એટલે પુરૂષભેદ છે. આમ પુરૂષભેદ હોવાથી બન્નેના વાચ્યાર્થ અલગ-અલગ છે એમ શબ્દનય કહે છે. એમ ધાતુને લાગતા ઉપસર્ગના ભેદે પણ શબ્દનય વાચ્યાર્થભેદ માને સમાધાનમ્ = Page #44 -------------------------------------------------------------------------- ________________ છે. જેમકે સ્થા ધાતુને સં અને નવ ઉપસર્ગ લાગતાં ક્રમશઃ સંતિકતે અને મતિને રૂપ બને છે. આ બન્નેના વાર્થ જુદા છે. એમ શબ્દનય કહે છે. આમ, શબ્દનય કાળ-કારક-લિંગ-વચન-પુરૂષ અને ઉપસર્ગના ભેદે અર્થભેદ માને છે. સમભિરૂઢનયઃ આ નય, બોલાતી ઘટ' વગેરે સંજ્ઞા પર સમભિરોહણ કરે છે, માટે સમભિરૂઢનય કહેવાય છે. આશય એ છે કે ઘટાદિ શબ્દરૂપ સંજ્ઞાનો ઘટ વગેરે રૂપ જે વાચ્યાર્થ હોય છે તે “ઘટ' પદવાઓ જ હોય છે, નહીં કે કુંભકુટ વગેરે પદવાઓ પણ. એટલે, આ નય તે તે વાચ્યાર્થીના વાચક તરીકે ઘટ' વગેરે શબ્દરૂપ સંજ્ઞા પર જ સમભિરોહણ કરે છે એટલે કે વાચક તરીકે તે તે શબ્દને જ પ્રમાણભૂત માને છે. તેથી આ નયે શબ્દભેદે અર્થભેદ છે. “ઘટ' પદનો વાચ્યાર્થ જુદો, “કુંભ' પદનો વાર્થ જુદો, “કળશ' પદનો વાચ્યાર્થ જુદો. પર્યાયવાચી શબ્દોને જુદા માનતો આ નય ઘડો, કુંભ, કળશ વગેરે દરેક શબ્દથી જણાવાતી વસ્તુ જુદી જુદી છે તેવું માને છે. એવંભૂતનયઃ આ નય એમ માને છે કે દરેક શબ્દો ક્રિયાવાચક શબ્દો પરથી બન્યા છે. એટલે વાચ્યાર્થ જ્યારે તે તે ક્રિયાથી યુક્ત હોય ત્યારે જ તે તે શબ્દના વાચ્યાર્થ તરીકે આ નયને માન્ય છે. જેમકે “ઘટ' શબ્દ ઘટન ક્રિયા પરથી બન્યો છે. ઘટનક્રિયા એટલે સ્ત્રીના માથે આરૂઢ થઇને થઇ રહેલી જળાહરણ ક્રિયા, તેથી એવંભૂતનય, સ્ત્રીના મસ્તકે આરૂઢ થઇને જળાહરણ કરી રહેલા ઘડાને જ “ઘટ' માને છે, એ પૂર્વે કે એ પછી નહીં, કારણકે ત્યારે એમાં જળાહરણરૂપ ઘટન હોતું નથી એટલે કે ઓરડાના ખૂણામાં અધોમુખ રહેલો ઘડો આ નયને “ઘટ' તરીકે માન્ય નથી. નગમાદિ આ સાત નયોમાં પૂર્વ-પૂર્વનો નય વિશાળ અર્થવાળો છે, અને એની અપેક્ષાએ પછી પછીનો નય અલ્પવિષયવાળો છે. નગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર..આ ચાર નયો અર્થને પ્રધાન કરનારા હોવાથી અર્થનય છે અને શબ્દ, સમભિરૂઢ તથા એવંભૂતનય શબ્દને મુખ્ય કરનારા હોવાથી શબ્દનાય છે. =-નય અને પ્રમાણ Page #45 -------------------------------------------------------------------------- ________________ 'છે તયોની પેક્ષિક સત્યતા છે નગમનય પિંડ-શિવકાદિ દરેક અવસ્થાને “ઘટ' માને છે. એટલે સંગ્રહનય એને કહે છે કે જેમાં ઘડાનો આકાર જોવા મળતો નથી એવા પિંડ વગેરેને તું એક ઘટ તરીકે સ્વીકારે છે તો જેમાં ઘડાનો સ્પષ્ટ આકાર જોવા મળે છે એ હજારો ઘડાને એક ઘટ તરીકે કેમ જોતો નથી ? - વ્યવહારનય આ બન્નેને કહે છે કે જળાહરણ પિંડ વગેરેથી પણ નથી થતું કે ઘટ સામાન્યથી પણ નથી થતું. એટલે ઘટ ઊર્ધ્વતાસામાન્ય કે ઘટતિર્યકસામાન્ય અર્થક્રિયાકારી ન હોવાથી અસત છે. જુસૂત્ર વ્યવહારનયને કહે છે કે સામાન્ય અર્થક્રિયાકારી ન હોવાથી જો અસત્ છે તો અતીત-અનાગત અને પરકીય વસ્તુ પણ સમાન રીતે અર્થક્રિયાકારી નથી, પછી એને પણ શા માટે માનવાની ? તેથી માત્ર સ્વકીય વર્તમાન વસ્તુ જ માનવી જોઇએ. શબ્દનય ઋજુસૂત્રને કહે છે કે જો અતીત-અનાગત ઘટથી પ્રયોજન સરતું ન હોવાથી તું માનતો નથી, તો નામ-સ્થાપના-દ્રવ્ય ઘટથી પણ પ્રયોજન સરતું નથી જ, માટે એ પણ ન જ માનવા જોઇએ. (શબ્દાદિનો માત્ર ભાવનિક્ષેપ સ્વીકારે છે.) વળી તૃષાશમન શાનાથી થાય છે ? જળથી કે જળમાં રહેલા માધુર્યથી ? જળથી કદી તૃષા શમતી નથી, કારણકે સમુદ્રજળથી એ થઇ શકતું નથી. તેથી માધુર્યથી તુષાશમન થાય છે, એમ માનવું પડે છે. તેથી પર્યાય જ અર્થરિયાકારી હોવાથી એ જ સ્વીકારવા જોઇએ, દ્રવ્ય નહીં. ' શબ્દનયને સમભિરૂઢનય કહે છે કે જો કાળ-કારક વગેરે ભેદે અર્થભેદ તું માને છે તો શબ્દભેદે અર્થભેદ કેમ નથી માનતો ? કુંભમાં ઘટના નથી તો કુંભને તું “ઘટ' માનતો નથી, તો ખૂણામાં પડેલા ઊંધા ઘડામાં પણ ઘટન (જળાહરણાદિ) ન હોવાથી એને પણ ઘટ’ શી રીતે મનાય ? એટલે જ્યારે જળાહરણાદિ ક્રિયા કરી રહ્યો હોય ત્યારે જ ઘડાને “ઘટ' માનવો જોઈએ એમ એભૂતનય સમભિરૂઢનયને કહે છે. એવંભૂતનયને સમભિરૂઢ કહે છે- તું જળાહરણાર્થી હોય ત્યારે શું કરે છે ? એવંભૂત-ઘડો લઇને જલાહરણ કરું છું. સમભિરૂઢ-પણ જળાહરણ પૂર્વે તો એ તારા મતે “ઘટ’ છે જ નહીં. એ તો પટ સમાન જ છે છતાં તું પટને ન લેતા “ઘટને જ લે છે એ સૂચવે છે કે તારે પણ ઘટનકાળ પૂર્વે એને “ઘટ’ માનવો જરૂરી છે. શબ્દનય સમભિરૂઢને કહે છે કે જળાહરણાદિ ન હોય ત્યારે પણ એની સમાધાન.... Page #46 -------------------------------------------------------------------------- ________________ (ઘટનની) યોગ્યતા હોવાથી જેમ તું એને ‘ઘટ' માને છે, તો એમાં કુંભન વગરેની પણ યોગ્યતા છે જ, તો એને કુંભ કેમ નથી માનતો ? શબ્દનયને ઋજુસૂત્રનય કહે છે કે ‘ઘટ’ ‘ફુટ’ ‘કુંભ’ વગેરે સાવ જુદા શબ્દોના વાચ્યાર્થને પણ જો તું એક માને છે તો તદઃ તટી: તદં વગેરે માત્ર લિંગભેદ વગેરે ધરાવનારા શબ્દોના વાચ્યાર્થને એક કેમ નથી માનતો ? વળી તૃષાશમનનો અર્થી મધુરતાને નહીં, જળને જ શોધે છે. એટલે માધુર્યયુક્ત જળને અર્થક્રિયાકારી કેમ ન માનવું ? અને માધુર્ય જ જો તૃષાશમન કરતું હોય તો સાકરમાં રહેલ માધુર્યથી પણ તૃષાશમન થવું જોઇએ, જે થતું નથી. હવે વ્યવહારનય સ્વમાન્યવાતનો સ્વીકાર કરાવવા ૠજુસૂત્રનયને કહે છે કે હે ૠજુસૂત્ર ! જળાહરણાદિ પ્રયોજન અસંભવિત હોવા છતાં તું નામઘટ વગેરે નિક્ષેપા જો માને છે તો અતીત ઘટ વગેરેને પણ કેમ સ્વીકારતો નથી ?, વળી એ ઘટ પણ ‘ઘટ’ પદવાચ્ય તો છે જ. [જુસૂત્રનયની એક માન્યતા એવી પણ છે કે બીજપ્રથમક્ષણ (પ્રથમક્ષણીય બીજ) અંકુરોત્પાદનું કારણ નથી, પણ બીજચરમક્ષણ (ચરમક્ષણીયબીજ) જ કારણ છે, કારણ કે દ્વિતીય ક્ષણે કાંઇ અંકુરોત્પાદ થતો નથી. આના પર વ્યવહારનય કહે છે કે] અંકુરાર્થી બીજ પ્રથમક્ષણમાં જ પ્રવૃત્તિ કરે છે, માટે બીજ પ્રથમક્ષણને પણ કારણ માનવી જ જોઇએ. જો એ કારણ ન હોય તો અંકુરાર્થી જેમ રેતીનું ગ્રહણ કરતો નથી એમ બીજ પ્રથમક્ષણનું પણ ગ્રહણ શા માટે કરે ? વ્યવહારનયની આ વાત સાંભળી સંગ્રહનય એને કહે છે-અંકુરવિશેષ (=અમુક ચોક્કસ અંકુર) પ્રત્યે બીજવિશેષ (=અમુક ચોક્કસ બીજ) કારણ છે એવો નિશ્ચય તો તે બીજવિશેષથી તે અંકુરવિશેષ ઉત્પન્ન થાય પછી જ થઇ શકે છે. એ પહેલા નહીં. એટલે અંકુરવિશેષાર્થી બીજવિશેષમાં પ્રવૃત્તિ કરે એ શક્ય જ નથી. પણ અંકુર તરીકે કોઇપણ અંકુર પ્રત્યે બીજ તરીકે કોઇપણ બીજ કારણ છે, એટલે કે અંકુરસામાન્ય પ્રત્યે બીજસામાન્ય કારણ છે, એમ સામાન્ય કાર્યકારણભાવ માનીને જ અંકુરાર્થી બીજમાં પ્રવૃત્તિ કરે છે. તેથી સામાન્યનો કાર્યકારણભાવ તો માનવો જ પડે છે, પછી વિશેષનો પણ તે માનવાનું ગૌરવ શા માટે ? વળી સામાન્ય કારણ છે, તેથી અર્થક્રિયાકારી બનવાથી એ જ ‘સત્’ તરીકે પણ સિદ્ધ થશે. હવે નૈગમનય સંગ્રહનયને કહે છે-હે સંગ્રહનયવાદી ! જેઓમાં પરસ્પર બિલકુલ તાદાત્મ્ય નથી એવા પણ બધા ઘડાઓનો એકડારૂપે સંગ્રહ કરતો તું જેઓનું કંઇક પણ તાદાત્મય સંગત છે તે પિંડ-શિવક વગેરેનો ઘડા તરીકે કેમ સંગ્રહ કરતો નથી ? -નય અને પ્રમાણ ૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારનય નેગમને પૂછે છે-પિંડાદિ જળાહરણાદિરૂપ અર્થક્રિયા કરતા નથી તો એને “ઘડો' શી રીતે કહેવાય ? નગમનય ઃ ખૂણામાં ઉંધો રહેલો ઘડો પણ એ કરતો નથી, છતાં એને ઘડો કહો જ છે ને ! શંકા : કાળાન્તરે તો એ ઘટ પણ એ કરે જ છે ને ! સમાધાન : કાળાન્તરે તો પિંડ પણ એ કરે જ છે. શંકા : પિંડને પૃથુબુબ્બોદરાદિ આકારૂપ રૂપાન્તરને પામવું પડે છે, ઘડાને કોઇ રૂપાન્તર પામવું પડતું નથી, માટે ઘણો ફરક છે. સમાધાન ઃ ના, એ ફરક નથી. પિંડમાં પણ એ ઘટાકાર રહ્યો જ હોય છે, માત્ર એને જોવા માટે નેગમનયની દૃષ્ટિ જોઇએ. જેની તરત પછીની ક્ષણે અંકુર ઉત્પન્ન થાય છે એ બીજચરમક્ષણમાં, બીજપ્રથમક્ષણ કરતાં કંઇક પણ વિલક્ષણતા ઊભી થઇ હોય છે. એટલે જ જુસૂત્રના અંકુરા પ્રત્યે માત્ર બીજચરમક્ષણને જ કારણ કહે છે. તેમ છતાં પણ તે વ્યવહારનયવાદી ! પ્રથમ ક્ષણથી ચરમક્ષણ સુધી બીજ એ જ છે, એમાં કોઇ જ વિલક્ષણતા હોતી નથી. અને તેથી બીજચરમક્ષણની જેમ બીજપ્રથમક્ષણ પણ સમાન રીતે અંકુરતું કારણ છે વગેરે તું જે કહે છે તેનાથી આ વાત સ્પષ્ટ જ છે કે બીજ પ્રથમક્ષણમાં વ્યક્તરૂપે નહીં દેખાતું અને અંકુરનું કારણ એવું બીજનું ચમક્ષણીય ચોક્કસ સ્વરૂપ તું ચરમણની જેમ પ્રથમક્ષણમાં પણ સમાન રીતે જૂએ જ છે અને કહે પણ છે. નહીંતર તો તારે પણ ઋજુસૂત્રની જેમ બીજપ્રથમાદિક્ષણને અંકુરનું અકારણ કહેવું પડે. બસ એ જ રીતે પિંડમાં (તેને) વ્યક્તરૂપે ન દેખાનાર, જળાહરણાદિમાં કારણભૂત અને પૃથુબુદ્ધોદરાદિ આકારથી ઉપસ્થિત એવું જ ચોક્કસ સ્વરૂપ છે એને ઘડાની જેમ પિંડમાં પણ રહેલું સ્વીકારવું જ જોઇએ ને તેથી પિંડ પણ ઘડો છે જ. આમ દરેક નયની વાત અમુક અપેક્ષાએ સાચી હોવાથી તર્કસંગત છે એ જાણવું. આ સાતમાંના પ્રથમ ચાર નગમ-સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્રનય નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચારે નિક્ષેપા માને છે, જ્યારે શબ્દાદિ ત્રણ નયો માત્ર ભાવનિક્ષેપાને જ સ્વીકારે છે. સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખીને બોલાતું હોય ત્યારે “ઘડો નિત્ય જ છે' આ દુર્નય છે, “ઘડો નિત્ય છે' આ નય છે, “ઘડો સ્યાદ્ નિત્ય છે' આ પ્રમાણ છે. “ઘડો નિત્ય જ છે' આ વાક્ય અનિત્યત્વઅંશનો ગર્ભિત રીતે પણ સ્વીકાર ન હોય તો દુર્નય છે, અને ગર્ભિત રીતે તેનો સ્વીકાર હોય તો નય છે. “ઘડો સ્યાદ્ નિત્ય છે “ઘડો નિત્યાનિત્ય છે' આ પ્રમાણ છે. સમાધાનમું : Page #48 -------------------------------------------------------------------------- ________________ 'ઈ જ્ઞાનતય-કિયાલય , શાસ્ત્રોમાં જ્ઞાનનય અને ક્રિયાનની વાતો પણ આવતી હોય છે. એમાં જ્ઞાનનય કહે છે-ફળાર્થીએ અર્થને સારી રીતે જાણ્યા બાદ જ પ્રવૃત્તિ કરવી જોઇએ, નહીંતર સફળતા મળતી નથી. કહ્યું પણ છે કે-જ્ઞાન એ જ પુરૂષોને ફળ આપનાર છે, નહીં કે ક્રિયા, કારણકે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થનારને ફળ મળતું નથી. આગમમાં પણ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા..વગેરે કહ્યું જ છે તથા શ્રી તીર્થકર દેવોએ અને ગણધર દેવોએ માત્ર અગીતાર્થોના વિહારનો નિષેધ કર્યો છે એ પણ જ્ઞાન પ્રધાન છે એમ જણાવે છે. કારણ સ્પષ્ટ છે, આંધળા વડે દોરાતો આંધળો સભ્ય રસ્તો શી રીતે પામી શકે ? તથા ઉત્કૃષ્ટ તપચારિત્રવાળા એવા શ્રી અરિહંત દેવોને પણ કેવલજ્ઞાન વિના મોક્ષ મળતો નથી, માટે જ્ઞાન જ કારણ છે. આ રીતે જ્ઞાનનયે પોતાની વાત કરવા પર હવે કિયાનય કહે છેઅર્થને સારી રીતે જાણ્યા પછી પણ ફળાર્થીએ પ્રવૃત્તિ વગેરે રૂપે ક્રિયા કરવાની જ હોય છે. તેથી બધા જ પુરૂષાર્થમાં ક્રિયા જ મુખ્ય કારણ છે. આવો ઉપદેશ એ ક્રિયાનય છે. કહ્યું છે કે-જીવોને ક્રિયા જ ફળપ્રદ બને છે, નહીં કે જ્ઞાન, કારણકે સ્ત્રી, ભોજન વગેરેને ભોગવવાનું જ્ઞાન ધરાવનાર પણ એ જ્ઞાનમાત્રથી સુખી બની જતો નથી. આગમમાં પણ નિષ્ક્રિય જીવોના જ્ઞાનને નિષ્ફળ જ કહ્યું છે. જ્ઞાનમાત્રથી કાંઇ કાર્ય થતું નથી. માર્ગનો જાણકાર પણ ચાલે નહીં તો ગન્તવ્ય સ્થાને પહોંચતો નથી. કુશળ તરવૈયો પણ હાથ-પગ ન હલાવે તો ડૂબી જાય છે. એમ જ્ઞાની પણ યોગ્ય ક્રિયા ન કરે તો સંસારસાગરમાં ડુબે છે. શ્રી તીર્થકરો કેવલજ્ઞાન પામી ગયા પછી પણ જ્યાં સુધી શૈલેશી અવસ્થા-સર્વ સંવરરૂપ ચારિત્રક્રિયા કરતા નથી ત્યાં સુધી મોક્ષ પામી શકતા નથી. માટે ક્રિયા જ મુખ્ય છે. સિદ્ધાન્તપક્ષ આ છે કે જ્ઞાન અને ક્રિયા બન્નેમાં સ્થિત સાધુ મોક્ષ પામે છે, બેમાંથી માત્ર એક દ્વારા નહીં. ક્રિયા વગરનું જ્ઞાન હણાયેલું છે, જ્ઞાન વગરની ક્રિયા હણાયેલી છે. જોવા છતાં પાંગળો અને દોડવા છતાં આંધળો બન્ને આગમાં બળી ગયા. બન્નેના (જ્ઞાન-ક્રિયાના) સંયોગથી ફળ મળે છે. એક =-નય અને પ્રમાણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ચક્રથી રથ ચાલતો નથી. આંધળા પર બેસીને પાંગળો માર્ગદર્શન કરે છે અને એમ બન્ને ભેગા થઇને ઇષ્ટ નગરે પહોંચી જાય છે. આમ, પ્રમાણ અને નયની સંક્ષેપમાં વાત કરી. એના દ્વારા હેયઉપાદેયનો સમ્યગૂ વિવેક કરી હેયનો ત્યાગ અને ઉપાદેયના ઉપાદાન દ્વારા સહુ કોઇ શીધ્ર આત્મકલ્યાણ સાધો એવી મંગળ કામના. પરમપવિત્ર ત્રિકાળ અબાધિત શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઇ પણ નિરૂપણ આમાં થયું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડં. સંવિગ્ન ગીતાર્થ બહુશ્રુત મહાત્માઓને એનું સંશોધન કરવા હાર્દિક વિનંતી. શુભ ભવતુ શ્રીશ્રમણ સંઘસ્ય... સમાધાન - ૩૧ ) = Page #50 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧) નિત્યઃ શાશ્વત, કાયમી, જે સ્વરૂપે છે તે સ્વરૂપે કાયમી રહેવું, ઉદા. આકાશ. ૨) અનિત્ય : ક્ષણિક, જે સ્વરૂપે છે તે સ્વરૂપને છોડી અન્ય સ્વરૂપે થવું, ઉદા. ઘડો, માટી વગેરે. ૩) દ્રવ્યઃ મૂળભૂત પદાર્થ / વસ્તુ. ઉદા. ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલ, ઘડો, સોનું, વિ. ૪) પર્યાયઃ મૂળભૂત પદાર્થની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને થતી ભિન્નભિન્ન અવસ્થાઓ. ઉદા. લાલ ઘડી, અમદાવાદી ઘડો, નવો ઘડો વગેરે / બંગડી, ચેન, વિંટી વગેરે... ૫) સામાન્ય જાતિવાચકનામ, એક-સરખી પણ ભિન્ન ભિન્ન વસ્તુઓમાં રહેલું સમાન તત્ત્વ. ઉદા. અલગ-અલગ ગાયોમાં રહેતું સમાન ગાયપણું (ગોત્ર) અલગ-અલગ દેવોમાં રહેતું સમાન દેવપણું (દેવત્વ) ૬) વિશેષ વ્યક્તિવાચકનામ, સમાન જાતિવાચક વસ્તુથી યુક્ત ભિન્ન ભિન્ન વસ્તુઓ. ઉદા. દેવત્વજાતિથી યુક્ત માણિભદ્ર, નાકોડાભેરવ, ભોમિયાજી, વગેરે ગોત્વજાતિથી યુક્ત ગીરની ગાય, જાફરાબાદી ગાય વગેરે ૭) સમય : કેવલીની દ્રષ્ટિએ કાળનો (Time નો) અવિભાજ્ય અંશ, જે અતિ સૂક્ષ્મ છે, આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થાય છે. =-નય અને પ્રમાણ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચંદુલાલ શકરચંદ શાહ (શ્રી ચંદ્ર) દ્વારા લિખિત પુસ્તક “અનેકાંતસ્યાદ્વાદ’’માંથી સાભાર ઉદ્ધરણ કરેલ છે. પરિશિષ્ટ-૨ નયવિચાર-પ્રમાણ અને નિક્ષેપ નય સંબંધી વાત શરૂ કરતાં પહેલાં, ‘નય’ શબ્દનો અર્થ આપણે બરાબર સમજી લઇએ. આ શબ્દ, જૈન તત્ત્વજ્ઞાનનો એક પારિભાષિક શબ્દ છે. એનો સામાન્ય અર્થ, ‘જ્ઞાન' એવો થાય છે. પરંતુ આ ‘જ્ઞાન’ શબ્દ અહીં એના વિશાળ અર્થમાં વપરાયો નથી, મર્યાદિત અર્થમાં વપરાયો છે. જૈન તત્ત્વવેત્તાઓએ આ નય શબ્દની એક વ્યાખ્યા આપેલી છે. તેઓ કહે છેઃ‘કોઇપણ વસ્તુના એક ગુણ, ધર્મ યા સ્વરૂપને જે સમજાવે તે નય’’. અગાઉ આપણે જોઇ ગયા કે વસ્તુના ગુણધર્મો અનેક હોય છે. વસ્તુના આ બધા જુદા જુદા ગુણોને જુદી જુદી રીતે સમજવા માટે જૈન શાસ્ત્રકારોએ સાત જુદા જુદા નય બતાવ્યા છે. એટલે, જ્યારે આપણે નયની વાત અહીં કરીએ છીએ ત્યારે સાત નયનો ઉલ્લેખ કરીએ છીએ તેમ સમજવું. આનો વિશેષ અર્થ એ થયો કે એક જ વસ્તુના સાત જુદા જુદા સ્વરૂપોને, ગુણોને કે ધર્મોને જાણવા માટે અને ઓળખવા માટે સાત જુદા જુદા નયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નયના બે ઉપયોગ છે. એક તો પોતાને સમજવા માટે એને ‘જ્ઞાનાત્મક’ કહે છે, બીજો અન્યને સમજાવા માટે, એને ‘વચનાત્મક' કહે છે. આ જે સાત નય છે, તે સાત નય, પ્રત્યેક વસ્તુ માટે, પોતપોતાના અભિપ્રાયો ધરાવે છે. એ સાતે નયના અભિપ્રાયો પરસ્પરથી ભિન્ન હોવા છતાં, આ બધા જ નયો એક સાથે મળીને સ્યાદ્વાદશ્રુત રૂપી આગમની સેવા કરે છે. આ વાત બરાબર સમજવા માટે કોઇ રાજ્યના આવક અને ખર્ચ એવા બે ખાતાઓને આપણે લક્ષમાં લઇએ. આવક-ખાતું માત્ર આવક કરે છે. ખર્ચ ખાતું માત્ર ખર્ચ જ કરે છે. આ બન્ને ખાતા પરસ્પરવિરોધી ગુણધર્મવાળા હોવા છતાં, બન્ને સાથે મળીને તે રાજ્યની સેવા જ કરે છે. કોઇ એક બેંકમાં જાઓ. નાણા સ્વીકારનાર કોષાધ્યક્ષ (Receiving cashier) અને નાણા ચુકવનાર કોષાધ્યક્ષ (Paying cashier) બન્ને જણ તદ્દન વિરૂદ્ધ પ્રકારના કામો કરતા હોવા છતાં એ બન્ને ગૃહસ્થો બેંકની જ સેવા કરતા હોય છે. સમાધાનમ્ - ૩૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ એવા જ અર્થમાં, આ સાતે નયો પરસ્પર વિરોધી અભિપ્રાય ધરાવનાર હોવા છતાં, સાથે મળીને સાદુવાદ તત્ત્વવિજ્ઞાનની સેવા જ કરતા હોય છે. હવે, આ જે નય છે તે વસ્તુના અમુક સ્વરૂપ યા ગુણધર્મોનું જ્ઞાન આપનાર છે, એમ આપણે ઉપર કહ્યું. તો પછી જ્ઞાન મેળવવાની પદ્ધતિનો પણ આપણે વિચાર કરી લઇએ. આ માટે, જેનતત્ત્વજ્ઞાનીઓએ ટાંકેલું એક વાક્ય આપણે અહીંટાંકીએ:માનરથ : | આ વાક્યનો અર્થ એ થાય છે કે કોઇ પણ વસ્તુનું જ્ઞાન બે રીત થાય છે, એક પ્રમાણથી અને બીજું “નય થી. આ વાક્યમાં પ્રમાણ અને નયને અલગ બતાવવામાં આવ્યા છે; પરંતુ, નયનો વિષય એ જ “પ્રમાણ નો વિષય છે. શાસ્ત્રકારોએ, નયને પ્રમાણનો એક અંશ માન્યો છે. પ્રમાણમાં પણ આગમ અથવા શ્રુત (શાસ્ત્ર) પ્રમાણનો એ અંશ છે. અહીં આપણે પ્રમાણની . વાતને વચ્ચે લાવ્યા છીએ, તો ચાલો, પ્રમાણને પણ બરાબર સમજી લઇએ. પ્રમાણ એટલે “સાબિતી-Proof' જેના વડે વસ્તુ નિઃસંદેહ અને બરાબર જણાય તથા સમજાય, એ પ્રમાણ'. મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવ અને કેવળ' એવાં જે પાંચ જ્ઞાન જૈન તત્ત્વવેત્તાઓએ બતાવ્યા છે, જ્ઞાન સ્વયં એક પ્રમાણ હોઇ, પ્રમાણ તરીકે પણ બતાવ્યા છે. ન્યાયદર્શનમાં ચાર પ્રમાણો બતાવવામાં આવ્યા છે. આમાં, પ્રત્યક્ષ' અને “પરોક્ષ' એ નામના બે મુખ્ય પ્રમાણો છે. પરોક્ષ પ્રમાણના ત્રણ વિભાગો બતાવ્યા છે, (૧) અનુમાન (૨) ઉપમાન અને (૩) આગમ એવા ત્રણ વિભાગ છે. આ બધાને ક્રમસર નીચે મુજબ રજુ કરવામાં આવે છે - (૧) પ્રત્યક્ષ પ્રમાણ (૨) અનુમાન પ્રમાણ (૩) ઉપમાન પ્રમાણ (૪) આગમ (શાસ્ત્ર) પ્રમાણ. આ ચારે પ્રમાણોને હવે આપણે ક્રમશઃ સમજીએ. પ્રત્યક્ષ પ્રમાણ ઃ આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ આપણી પાંચ ઇંદ્રિયો છે. આ પાંચ ઇંદ્રિયો તથા મન દ્વારા જે વસ્તુનો આપણને બોધ થાય, જે વસ્તુ આપણી સમજણમાં આવે તેને પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. દાખલા તરીકે એક ફુલ આપણા હાથમાં આવે, ત્યારે એના ગંધ, રંગ, આકાર વિગેરેનું જે જ્ઞાન આપણને થાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. આ ફુલ આપણા હાથમાં ન હોય અને આપણે જોઇ ન શકીએ એવી રીતે ક્યાંક નજીકમાં મુકેલું હોય, ત્યારે =-નય અને પ્રમાણ Page #53 -------------------------------------------------------------------------- ________________ પણ એની ગંધનો અનુભવ આપણે કરી શકીએ છીએ. આ રીતે, નાક દ્વારા થતું ગંધનું જ્ઞાન પણ પ્રત્યક્ષ પ્રમાણ છે. આમાં, આપણી ઇન્દ્રિયો સાથે વસ્તુનો જે સંયોગ થાય છે તે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. જીભ સાથે સ્વાદનો, નાક સાથે ગંધનો અને કાન સાથે અવાજનો જે સંબંધ જોડાય છે તેથી દરેક વખતે આપણને તે તે વસ્તુનું જ્ઞાન થાય છે. આ ઇંદ્રિયો તથા મન દ્વારા જે જ્ઞાન થાય છે તેને જૈન દાર્શનિકોએ ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ એવું નામ આપ્યું છે. આના પણ ચાર ભેદ છે. એ ચાર ભેદ માટે જૈન દર્શનમાં ‘અવગ્રહ, હા, અપાય અને ધારણા' એવા ચાર પારિભાષિક શબ્દો છે. આપણે એને ‘અસ્પષ્ટ ભાસ, આછું દર્શન, નિર્ણય અને સ્મરણાંકન, એવા ચાર નામની ઓળખીશું તો ચાલશે.’ દૂરથી કોઇ વસ્તુ દેખાય અને કશુંક છે એવું લાગે તે (અવગ્રહ) અસ્પષ્ટ ભાસ, નજીક આવતાં તે શું છે એની સમજ પડવા માંડે તે (ઇહા) આછું દર્શન, સમજ પડ્યા પચી તે ‘અમુક જ’ છે અવું નક્કી થાય તે (અપાય) નિર્ણય, અને પછી ગમે ત્યારે તે આપણને યાદ આવી શકે તેવી રીતે મનઃપ્રદેશમાં અંકિત થઇ જાય તે (ધારણા) સ્મરણાંકન. દાખલા તરીકે દૂરથી કોઇ મનુષ્ય જેવી આકૃતિ દેખાય તે અસ્પષ્ટ ભાસ અથવા ‘અવગ્રહ’ છે. નજીક આવતાં તે પુરૂષ છે કે સ્ત્રી એવું શંકાપૂર્વક લાગવા માંડે તે આછું દર્શન અથવા ‘ઇહા’ છે. પછી તે પુરૂષ જ છે અને સ્ત્રી નથી એવો નિશ્ચય થાય તે ‘નિર્ણય’ અથવા ‘અપાય’ છે; અને પછી, એ પુરૂષ ફરીવાર આપણને ક્યારેક મળે, ત્યારે આપણે તેને ઓળખી શકીએ એવી રીતે આપણા મનઃપ્રદેશમાં તે અંકિત થઇ જાય, તે ‘સ્મરણ’ અથવા ‘ધારણા’. અહીં એક વાત યાદ રાખવાની છે કે સાંવ્યવહારિક પ્રત્યક્ષના ધારણા-ભેદ અનુસાર વર્તમાનમાં જોયેલા પુરૂષનું મનમાં ચિત્ર અંકિત થઇ જાય ત્યારે, ત્યાં સુધી એ પ્રત્યક્ષ પ્રમાણનો ભેદ છે. પરંતુ ભવિષ્યમાં જ્યારે આપણે એને જોઇએ અને સ્મરણથી ઓળખીએ ત્યારે, તે વખતે, તે રીતે ઓળખવાનું પરોક્ષ પ્રમાણમાં આવશે. અનુમાન પ્રમાણ : લિંગથી થતું લિંગીનું જ્ઞાન, એટલે, કોઇ પણ એક વસ્તુ દ્વારા બીજી વસ્તુનું જે જ્ઞાન થાય તે ‘અનુમાન પ્રમાણ’ છે. દાખલા તરીકે ચોક્કસ પ્રકારની વાસ આવતાં કશુંક બળે છે એવો જ નિર્ણય આપણે કરીએ છીએ તે અનુમાન પ્રમાણ છે. આપણી આંખોથી દૂર, આસપાસમાં જો કપડું સમાધાનમ્ ૩૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ બળતું હોય ત્યારે આપણને ચોક્કસ પ્રકારની વાસ આવે છે, તેવું અનુમાન તો સૌને છે. આ વાસ દ્વારા કશુંક બળે છે તેવો જે નિર્ણય કર્યો તેમાં “અનુમાન' કામ કરે છે. આપણી બાજુના ઘરમાંથી અથવા દૂરથી ધુમાડો નીકળતો આપણે જોઇએ, તો તે વડે, ત્યાં અગ્નિ હોવો જોઇએ એવો જે નિર્ણય આપણે કરીએ છીએ તે અનુમાન પ્રમાણ દ્વારા જ થાય છે. દૂર દૂર ક્યાંક અગ્નિના ભડકા દેખાય ત્યારે ત્યાં આગ લાગી હોવી જોઇએ એવું આપણે સમજી જઇએ છીએ. આગ હોલવનાર બંબાને, ઘંટ વગાડતો વગાડતો, ઝડપભેર જતો આપણે જોઇએ ત્યારે પણ કોઇક સ્થળે આગ લાગી છે એવું આપણે માનીએ છીએ. દૂરથી શરણાઇ અગર બેન્ડવાજાનો અવાજ સાંભળીએ છીએ ત્યારે કિશોક ઉત્સવ હોવાનું આપણે ધારી લઈએ છીએ. આ બધું અનુમાન પ્રમાણ ગણાય છે. દૂરની કોઈ પણ વસ્તુ યા બાબત વિષે નિર્ણય કરવામાં આ “અનુમાન પ્રમાણ” આપણને સહાયભૂત થાય છે. આ દૂર ના બે પ્રકાર છે. એક “કાળથી દૂર' એટલે ભૂતકાળ અથવા ભવિષ્યકાળ સાથે સંબંધ ધરાવતું અને બીજું ક્ષેત્રથી દૂર' એટલે આપણા રહેવાના સ્થળથી દૂર આ જ રીતે, સૂક્ષ્મ વસ્તુનું જ્ઞાન પણ અનુમાન પ્રમાણથી થઇ શકે છે. ઉપધાન પ્રમાણ : સાદશ્યના જ્ઞાન વડે થતું જ્ઞાન તે “ઉપમાન પ્રમાણ” ગણાય છે. દાખલા તરીકે, આપણે ત્યાં એક મહેમાન આવે છે. આપણા આંગણામાં એક ગાય બાંધેલી તે જુએ છે. ગાયને જોઇને તે ભાઇ આપણને એમ કહે છે કે તેમના પ્રદેશમાં બરાબર ગાયના જેવું જ એક પ્રાણી થાય છે અને તે રોઝ નામથી ઓળખાય છે. પછી આપણે ક્યારેક તે ભાઇના પ્રદેશમાં જવાનું બને છે અને ત્યાં એક એવું પ્રાણી જોઇએ છીએ કે જે ગાય નથી પણ ગાયના જેવું જ છે. પેલા ભાઇની કહેલી વાત તે વખતે આપણને યાદ આવે છે કે “ગાયના જેવું રોઝ હોય છે. આથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ પ્રાણી રોઝ છે.' આ ઉપમાન પ્રમાણ થયું. આગમ પ્રમાણ : આખ (એટલે જેમનામાં શ્રદ્ધા રાખી શકાય તેવા શ્રદ્ધેય અને પ્રામાણિક) પુરૂષોના વચન, કથન કે લેખનથી જે બોધ (જ્ઞાન) આપણને થાય છે તે આગમ પ્રમાણ કહેવાય છે. સામાન્ય રીતે શબ્દોના આધારે જે જ્ઞાન થાય છે અને શ્રુત પ્રમાણ કહે છે, આગમને શ્રુતનો એક અંશ ગણવામાં આવ્યું છે. આ આગમ પ્રમાણમાં આપણે શ્રદ્ધાનો ઉપયોગ પણ કરવો પડે છે. શાસ્ત્રોમાં જે જે બાબતો દર્શાવવામાં આવી હોય તેનો જે સ્વીકાર આપણે કરીએ છીએ, તે શાસ્ત્ર પ્રમાણ દ્વારા જ આપણે કરીએ છીએ. આગમો (શાસ્ત્રો)ની -=-નય અને પ્રમાણે Page #55 -------------------------------------------------------------------------- ________________ બાબતમાં એક મહત્વની વાત એ હોય છે કે પ્રત્યક્ષ તથા અનુમાન વિગેરે પ્રમાણોથી વિરૂદ્ધ તેમાં કશું હોતું નથી અને તેમાં આલેખાયેલા વચનો, આત્મવિકાસ તથા તેના માર્ગ પર સાચો પ્રકાશ નાંખનારા અને શુદ્ધ તત્ત્વના પ્રરૂપક હોય છે. જેને તત્ત્વજ્ઞાનીઓએ આગમ પ્રમાણને સિદ્ધ પ્રમાણ માન્યું છે. કેમકે, એ જ્ઞાન જેમણે આપ્યું છે તેઓ વીતરાગ સર્વજ્ઞ ભગવંતો હતા. પૂર્ણજ્ઞાનકેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે એમણે તે જ્ઞાન આપ્યું છે અને એમણે આપેલું છે એજ એક મોટું પ્રમાણ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ અસત્યના સંભવિત કારણો છે, એ દૂર થયા પછી અસત્ય બોલવા માટે અવકાશ રહેતો નથી. એટલે, જેઓ વીતરાગ અને સર્વજ્ઞ હતા તેમણે જે કહ્યું છે, તે એક માત્ર જગતના ભલા માટે જ કહ્યું છે. કોઇ એવો પ્રશ્ન કરશે કે તેઓ સર્વજ્ઞ હતા તેની શું ખાત્રી ? એમણે જે કંઇ કહ્યું છે તે બધું સાચું જ છે, તેની પણ શું ખાત્રી ?' જેમની બુદ્ધિ ઠીક ઠીક ખીલી હોય તે લોકોને માટે, બુદ્ધિના ઉપયોગથી, વીતરાગ ભગવંતોના કથનની યથાર્થતા સમજવાનું કંઇ કઠીન નથી. આમ છતાં મુખ્યત્વે તો આ શ્રદ્ધાનો વિષય છે, જીવનના નાના મોટા તમામ કાર્યોમાં મહદંશે આપણે શ્રદ્ધા ઉપર જ ચાલીએ છીએ. આપણા માતાપિતા પાસેથી એમના માતાપિતા કે દાદાદાદી વિષે જે જ્ઞાન આપણને મળ્યું હોય છે, તે જ્ઞાન કે હકીકતો ઉપર આપણે અવિશ્વાસ નથી કરતા. એ વાતને શ્રદ્ધાપૂર્વક આપણે સાચી માનીએ જ છીએ. એ રીતે શ્રદ્ધા રાખવામાં આપણે ઠગાતા નથી. તો પછી, જેમણે અનેકાંતવાદ જેવા અદ્ભુત અને અપ્રતિમ તત્ત્વજ્ઞાનનો આપણને બોધ આપ્યો છે અને જેમણે ભાખેલા ઘણા ઘણા વિધાનોને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓએ પ્રયોગશાળાઓમાં ચકાસીને સિદ્ધ કરી બતાવ્યા છે, તેવા સર્વજ્ઞ ભગવંતોએ દર્શાવેલા આગમો-શાસ્ત્રો ઉપર અશ્રદ્ધા રાખવાનું કોઈ પણ વ્યાજબી કારણ આપણી પાસે નથી. આ ચારે પ્રમાણો અંગેની સાધારણ માહિતી આપવાનું પુરું કરીને આપણે આગળ વધીએ તે પહેલા આટલી વાત યાદ રાખવાની છે કે એ ચારેમાનું પહેલુ પ્રમાણ જે પ્રત્યક્ષ પ્રમાણ છે તે આપણને ઇંદ્રિયો અને મન દ્વારા બોધ કરાવે છે, જ્યારે બીજાં ત્રણ-બીજું, ત્રીજું અને ચોથું એ પરોક્ષ પ્રમાણો માત્ર મન અને અન્ય માધ્યમ દ્વારા જ આપણને યથાર્થ સમજણ આપે છે. પરોક્ષ પ્રમાણ ઉપર ત્રણ જાતના બતાવ્યા છે. એ ત્રણને બદલે એના પાંચ ભેદ પણ પાડવામાં આવેલા છે, અને “સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન સમાધાનમ્ – Page #56 -------------------------------------------------------------------------- ________________ અને આગમ” એવાં નામો અપાયા છે. આની વિગતમાં આપણે અહીં ઉતરતા નથી; પરંતુ જેમને આ વિષયમાં ખાસ રસ હોય તેમ તે માટે તજજ્ઞ પુરૂષોનો સંપર્ક સાધવો. નય અંગેની વિચારણા પર પાછા આવતાં, આ વાત હવે આપણને યાદ રહેશે કે ઉપર જે પ્રમાણો દર્શાવ્યા છે તે પ્રમાણના વિષયના અંશને નય ગ્રહણ કરે છે. અહીં, આ નય સંબંધી જે થોડું વિવેચન થયું છે, તે જોઇને, કોઇના મનમાં એવી શંકા ઉભી થવાનો સંભવ છે કે દરેક નય વસ્તુના એક જ સ્વરૂપની વાત કરે છે, તો પછી, એને એકાંત કે મિથ્યાજ્ઞાન કેમ ન કહેવાય ? આ પ્રશ્નો સાધારણ ખુલાસો તો અગાઉ કરેલો જ છે, આમ છતાં, એ પ્રશ્નનો બરાબર જવાબ મેળવીને અને વિષયને સમજીને પછી આપણે આગળ ચાલીએ તો પાછળથી કોઇ શંકા કે કુતર્ક માટે સ્થાન નહિ રહે. એકાંત ક્યારે કહેવાય ? કોઇ એક અંતથી નિર્ણય કરીને, વસ્તુના બીજા સ્વરૂપોનો સ્વીકાર કરવાનો જો ઇન્કાર કરીએ છીએ તો જ એકાંત અથવા મિથ્યાજ્ઞાન બને. નય વિષયમાં એવું નથી. એક નય વસ્તુના એક જ સ્વરૂપને ગ્રહણ કરે છે, ત્યારે બીજ નય અનુસાર જણાવવામાં આવતા વસ્તુના બીજા સ્વરૂપનો તે ઇનકાર નથી કરતો. બીજા નયો દ્વારા રજુ કરવામાં આવતી બાબત, વસ્તુનું બીજું સ્વરૂપ, તેના પ્રથમ સ્વરૂપ કરતાં વિરોધી હોવા છતાં, એ બીજા સ્વરૂપને પણ, બીજા નય અનુસારે હકીકત તરીકે સ્વીકારવાનો તે વિરોધ કરતો નથી. જેમકે, “સંગ્રહ’ નયની સમજણ મુજબ વસ્તુનું સ્વરૂપ “અમુક’ છે એમ કહેવામાં આવે છે, તેથી “નૈગમ” નય અનુસારના વસ્તુના બીજા ગુણધર્મનો વિરોધ કે અસ્વીકાર કરવામાં આવતો નથી. એથી ઉલટું સાતે સાત નય, વસ્તુના જે જુદા જુદા સ્વરૂપો બતાવે છે તે દરેક નયમાં, તે તે સ્વરૂપે, ગૌણપણે સ્વીકૃત જ છે. એટલે, નયજ્ઞાન મિથ્યા કરતું નથી. બીજી એક વાક ખાસ યાદ રાખવાની છે. તે એ કે, આ બધા નયો, સ્યાદ્વાદના એક અંગ અથવા અવયવ સમા હોઇ, સ્યાદ્વાદમાં જે “ચાત્' શબ્દ છે, તેની છત્રછાયામાં જ કામ કરે છે. આ “સ્યાત્’ શબ્દનું પ્રયોજન નયોની સાપેક્ષતા સૂચવવા માટે પણ છે. પરસ્પર વિરોધી એવા ગુણધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવા માટે અને એ સ્વીકારને વ્યાજબી તેમજ સત્ય ઠરાવવા માટે જ “સ્યાત્'પદનો પ્રયોગ છે. સ્યાદ્વાદ સિદ્ધાંતની આવશ્યકતા અને વિશિષ્ટતા તેથી જ છે, એ આપણે પૂર્વ સમજી લીધેલું છે. -=-નય અને પ્રમાણ Page #57 -------------------------------------------------------------------------- ________________ નયની ચર્ચા કરતાં કરતાં ‘પ્રમાણ’ વિષેની સામાન્ય સમજુતી આપણે મેળવી લીધી. એ જ રીતે, આ વિચારણાને આગળ ચલાવતા પહેલા એક બીજી વાત સમજી લઇશું તો ઠીક રહેશે. આગળ આપણે જોઇ ગયા છીએ કે વસ્તુ માત્ર સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપે હોય છે. આનો અરર્થ એ થયો કે આપણે જ્યારે કોઇપણ એક વસ્તુની વાત કરીએ, ત્યારે, એ વસ્તુની એના સામાન્ય અર્થમાં વાત કરીએ છીએ કે વિશેષ (ખાસ) અર્થમાં વાત કરીએ છીએ આ બાબતને ધ્યાનમાં લેવાનું અને લેવડાવવાનું આવશ્યક બને છે. વસ્તુના સામાન્ય અથવા વિશેષ અર્થનો ખ્યાલ રાખ્યા વિના જો વાત કરવામાં આવે તો અનર્થ બની જવાનું તદ્દન સંભવિત છે. દાખલા તરીકે, કોઇ માર્ગ પર ચાલતાં, આપણને એક ઓળખીતા ભાઇ મળીને એવા ખબર આપે કે ‘આગળ જમણી તરફનો જે રસ્તો છે તે બંધ છે’. આ એક સામાન્યઅર્થ થયો. ‘મહામત થઇ રહી છે અને વાહનોની અવરજવર માટે રસ્તો બંધ છે' એવો વિશેષઅર્થ કરતા વાક્યનો પ્રયોગ જો ન કરવામાં આવે તો સંભવતઃ આપણે પાછા ફરીશું અને આપણું કામ વિલંબમાં પડશે અથવા બગડશે. બીજો એક દાખલો લઇએ. એલોપેથિક ઔષધોની ઘણી બાટલીઓના લેબલ ઉ૫૨ ‘Poison’-ઝે૨-એવો શબ્દ છપાયેલો આપણે જોઇએ છીએ. સામાન્ય અર્થમાં ‘ઝે૨’ શબ્દનો અર્થ ‘પ્રાણઘાતક પદાર્થ’ એવો થાય છે. ડૉક્ટરે આપણને ‘સીઝબોલ’ નામની ઔષધી લાવીને અમુક રીતે વાપરવાની સૂચના આપ્યા પછી, એ ઔષધ લેવા ‘કેમીસ્ટ'ને ત્યાં આપણે જઇએ અને એની ઉપરના ‘પોઇઝન’ શબ્દને વાંચીને જો પાછા આવીએ તો અર્થનો અનર્થ થશે કે નહિ ? આને લગતો એક રમુજી પ્રસંગ આ લેખકને યાદ છેઃ સંતાન વિનાના એક ધનવાન ગૃહસ્થનો એક ભત્રીજો ડૉક્ટર થયો હતો. એના પેલા કાકાને હૃદયની અમુક બિમારી હતી. કાકાને પૈસા ન ખર્ચવા પડે એવા હેતુથી, એની પાસે નમુના-Sample-તરીકે મફત આવેલી ‘Neocor' નીઓકોર નામની એક દવાની ગોળીઓની બાટલી એણે પોતાના કાકાને આપી અને ‘છાતીમાં દુખાવો ઉપડે ત્યારે આમાંની એક ટીકડી પાણી સાથે લઇ લેજો’ એમ તેણે કહ્યું. કાકા અંગેજી બે ચોપડી ભણેલા અને આયુર્વેદિક ઔષધોમાં વધારે શ્રદ્ધા ધરાવતા હોઇ વિલાયતી દવા વાપરવાનો આ પહેલો જ પ્રસંગ તેમને હતો. બાટલીના લેબલ ઉપર છપાયેલો ‘પોઇઝન’ શબ્દ વાંચીને તેઓ રડવા લાગ્યા. કોઇ રીતે છાના રહે નહિ. પછી એમના એક વિશ્વાસુ મિત્ર પાસે ખાનગીમાં તેમણે નીચે મુજબ ખુલાસો કર્યો : સમાધાનમ્ ૩૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ ‘જગજીવનભાઇ, જોયું ? આ બાબુને મારા ખર્ચે ભણાવીને મેં ડૉક્ટર બનાવ્યો. હવે મારી મિલ્કત ઝટ એના હાથમાં આવે એવું પાપ એના મનમાં ઉગ્યું છે. એ મને ઝેર આપીને મારી નાખવા માગે છે.’ જગજીવનભાઇ પ્રથમ તો ચમક્યા. પણ પછી વિશેષ વિગત તેમને જ્યારે જાણવા મળી ત્યારે તેઓ હસી પડ્યા. કાકાએ વગ૨ સમજે અર્થનો કેવો અનર્થ કર્યો હતો એ વાત તેમણે એમને સમજાવી ત્યારે કાકાનો જીવ હેઠો બેઠો ! આ રીતે, વસ્તુ અને શબ્દના જે સામાન્ય તથા વિશેષ અર્થ હોય છે તેની બરાબર સમજણ ન હોય તો ઘણી બાબતોમાં અને ખાસ કરીને તત્ત્વજ્ઞાનને લગતી ઊંચી ભૂમિકાની બાબતમાં અર્થનો અનર્થ થવાનો સંભવ હોય જ છે. મૂળ વિષય પર પાછા ફરતાં હવે એ વાત તરફ ધ્યાન ખેંચીએ કે અગાઉ પરિચયના પ્રકરણમાં દર્શાવાયું છે તે મુજબ, આ સાત નયને શાસ્ત્રકારોએ બે ભાગમાં વહેંચ્યા છે. (૧) દ્રવ્યાર્થિક : અહીં ‘દ્રવ્ય' શબ્દનો અર્થ ‘સામાન્ય' (General) એવો કરવાનો છે, આપણે, ‘માણસ’ અથવા ‘જનાવર’ એવો શબ્દ જ્યારે વાપરીએ ત્યારે, ‘બધા જનાવરો જેવું કોઇ એક જનાવર’ એવો સામાન્ય અર્થ તેમાંથી નીકળશે. આવી જ રીતે પ્રત્યેક વસ્તુમાં ‘સામાન્ય અર્થ’ પણ હોય છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર' એ ત્રણ નયો વસ્તુના આ સામાન્ય અર્થને અનુસરે છે અને સામાન્ય અર્થની સમજણ આપે છે, ખાસ સાદ રાખવાનું પાસું એ છે કે, ‘આ સામાન્ય અર્થ પણ જુદો જુદો અને પરસ્પર વિરોધી લાગતો હોઇ શકે છે.’ (૨) પર્યાયાર્થિક : અહીં, ‘પર્યાય’ શબ્દનો અર્થ. ‘વિશેષ’ એવો કરવામાં આવ્યો છે. દ્રવ્યને આપણે કોઇક વસ્તુ (Substance) તરીકે ઓળખીએ છીએ અને ‘પર્યાય’ ને તે વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થા (Different forms or appearances of the substance) તરીકે ઓળખીએ છીએ. જ્યારે મૂળ દ્રવ્યમાં કોઇ અવસ્થાભેદની કલ્પના કરીએ. ત્યારે, તેમાંથી વિશેષ (ખાસ) અર્થ નીકળે છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ચા૨ નયો આ રીતે પર્યાયાર્થિક એટલે વસ્તુને વિશેષરૂપે ઓળખાવનારા છે. આ વિશેષ સ્વરૂપો પણ પાછા ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરોધી હોઇ શકે છે, એ યાદ રાખવાનું છે. આ દૃષ્ટિથી પ્રથમ ત્રણ નયઃ ‘નૈગમ, સંગ્રહ અને વ્યવહાર' સામાન્યાર્થિક નય તરીકે ઓળખાય છે. છેલ્લા ચાર નયઃ ‘ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત', વિશેષાર્થિક નય તરીકે ઓળખાય છે. એમને માટેના પારિભાષિક શબ્દો ઉ૫૨ જણાવ્યા છે ત દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક અનુક્રમે છે. ૪૦ -નય અને પ્રમાણ Page #59 -------------------------------------------------------------------------- ________________ સાત નય થી જેને તત્ત્વજ્ઞાન અંગે ભિન્ન બિન્ને વિદ્વાનોને આપણે મળીએ, ત્યારે તેમાંના દરેક જણ જે ખાસ શાખામાં પ્રભુત્વ મેળવ્યું હશે, તેને લગતી વાત આપણને કરશે. એક જણે આપણને એ તત્ત્વજ્ઞાનની ઐતિહાસિક બાબત જણાવશે, બીજા પાસેથી એની સાંસ્કૃતિક બાબત જાણવા મળશે, ત્રીજા વિદ્વાન્ ગૃહસ્થ આપણને એની સાહિત્યસભરતા સમજાવશે. આમ આપણને જુદા જુદા સ્થળેથી ભિન્ન ભિન્ન પ્રકારની વાતો જાણવા મળશે. એ બધાની વાતો ભેગી કરીશું તો સરવાળે તો એ બધી એક જ વિષયને લગતી, જૈન તત્ત્વજ્ઞાનને લગતી વાતો હશે. એ બધા વિદ્વાનો પાસેથી આપણને “અભિપ્રાયો પણ સાંભળવા મળશે. તત્ત્વજ્ઞાનની જે શાખાના તેઓ અધિકૃત જાણકાર હશે, તેને વિષે તેઓ પોતાનો અભિપ્રાય આપશે. એ બધાના અભિપ્રાયો આપણે ભેગા કરીશું, તો જણાશે કે તે બધામાં પિતૃવિષય સમા તત્ત્વજ્ઞાનના જ અંશો હશે. એ દૃષ્ટિથી “નય' વિષે આપણે વિચાર કરીશું તો જણાશે કે પ્રત્યક્ષ તથા પરોક્ષ પ્રમાણો દ્વારા જેમ વસ્તુનું સમગ્ર તરીકે યથાર્થ જ્ઞાન આપણને મળે છે, તેમ વસ્તુના આંશિક સ્વરૂપનો પરિચય આપણને નય દ્વારા મળશે. પદાર્થના ભિન્ન ભિન્ન અંગોનો, ભિન્ન ભિન્ન દૃષ્ટિથી અભિપ્રાય રજૂ કરીને તેનો યથાર્થ પરિચય “નય” આપણને આપે છે. એટલે આ “નય’ શબ્દોનો અર્થ “અભિપ્રાય' એવો પણ આપણે કરી શકીશું. પ્રમાણ એ જેમ શુદ્ધ જ્ઞાન છે, તેમ નય પણ એક શુદ્ધ જ્ઞાન છે. તેમાં તફાવત એટલો છે કે પ્રમાણ દ્વારા વસ્તુના અખંડ સ્વરૂપનું આપણને જ્ઞાન થાય છે. ત્યારે નય દ્વારા આપણને વસ્તુના અંશભૂત જુદા જુદા સ્વરૂપોનું જ્ઞાન થાય છે. કોઇ એક પ્રયોગશાળા (Laboratory) માં આપણે કોઇ એક વસ્તુ તેના વિશ્લેષણ માટે આપી આવીએ, ત્યારે એ વસ્તુનું પૃથક્કરણ કરીને, તે પ્રયોગશાળાનો વૈજ્ઞાનિક, આપણા હાથમાં એક લિસ્ટ મૂકશે. તે લિસ્ટમાં આપણે નજર નાખીશું તો જે વસ્તુનું એણે પૃથક્કરણ કર્યું તેમાં કઇ કઇ વસ્તુઓ કેટલા કેટલા પ્રમાણમાં છે તે આપણને સમજાશે. મનુષ્યના શરીરમાં જે રક્ત ફરે છે તેમાં કેટલી કેટલી બાબતો હોય છે, તેનો ખ્યાલ કોઇ પણ પેથોલોજીસ્ટ આપણને આપી શકશે. કેટલાક રોગો અંગે લોહીની તપાસ કરાવ્યા પછી તેનું ચોક્કસ નિદાન થઇ શકે છે અને ચોક્કસ સમાધાનમ્- =-C૪૧ - Page #60 -------------------------------------------------------------------------- ________________ નિદાન થયા પછી એનો સફળ ઉપચાર થઇ શકે છે, આ વાત તો આપણે સૌ જાણીએ છીએ. એ જ રીતે “નય' દ્વારા વસ્તુના ભિન્ન ભિન્ન અંગોને જાણવાની જે પદ્ધતિ છે, તે પણ આવી જ એક પૃથક્કરણ વિધી-Analytical process છે. જૈન તત્ત્વજ્ઞાનીઓએ વસ્તુના જુદા જુદા સ્વરૂપોનું વર્ગીકરણ (Analysis) કરવા માટે સાત પ્રકારની પ્રયોગશાળાઓ આપણી સમક્ષ રજુ કરી છે અને તેમણે એને “નય, સાત નય” એવું નામ આપ્યું છે. આ સાત નયને હવે આપણે ક્રમશઃ તપાસીએ. એ સાતેના નામથી તો આપણે પરિચિત થઇ ગયા છીએ. તેનો ફરીથી ઉલ્લેખ કરીએ : ૧. નેગમ નય. ૨. સંગ્રહ નય. ૩. વ્યવહાર નય. ૪. ઋજુસૂત્ર નય. ૫. શબ્દ નય. ૬. સમભિરૂઢ નય. ૭. એવંભૂત નય. અહીં એટલું ધ્યાનમાં રહે, કે “નય” એ, એક દષ્ટિ છે. વસ્તુને જોવાની દૃષ્ટિ છે. એમાં ઉત્તરોત્તર નય, પૂર્વ પૂર્વ નય કરતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર દષ્ટિવાળો છે. ૧. નેગમ નય એની સંક્ષિપ્તમાં વ્યાખ્યા કરવી હોય તો આપણે એમ કહી શકીશું કેઃ “વસ્તુના સામાન્ય તથા વિશેષ એમ ઉભય સ્વરૂપને માને, પરંતુ અલગ અલગ માને તે નેગમ.' અંગ્રેજીમાં આને આપણે “Figurative knowledge' એમ કહી શકીશું. આ નયમાં બે ખાસ વાત આવે છે. આમાં રહેલી પહેલી વાત એ છે, કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન”, એ ત્રણેને આ નય વર્તમાનવત્' બતાવે છે આ કેવી રીતે આપણે જોઇએ. . એમરિકા પ્રવાસે જવાનું નક્કી કર્યા પછી પરમાણંદ નામના આપણા એક મિત્ર આપણને મળે છે, ત્યારે કહે છે, કે “હું અમેરિકા જઉં છું.” હવે પરમાણંદભાઇ જ્યારે આ વાત આપણને કરે છે ત્યારે, તે વખતે તેઓ ખરેખર તો આપણી સામે ભારતમાં જ ઊભા છે. આમ છતાં તેમણે જવાનો સંકલ્પ કર્યો છે, એટલે વ્યવહા૨ દૃષ્ટિથી આપણને એમ કહે છે, કે “હું જાઉં છું.” એ વાતનો આપણે વિરોધ નથી કરતા. જવાની ક્રિયા તો ભવિષ્યમાં થવાની છે પરંતુ એમણે સંકલ્પ કર્યો છે, એટલે આપણે એમના પ્રવાસે જવાની વાતને વર્તમાનવ” માની લઇએ છીએ. મેડીકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે “ડૉક્ટર' શબ્દનું સંબોધન સર્વસામાન્ય છે. વિદ્યાર્થી હજુ તો ભણે છે, પાસ થઇને ડૉક્ટર તરીકેનું કામ તો =-નય અને પ્રમાણ Page #61 -------------------------------------------------------------------------- ________________ તે ભવિષ્યમાં ક૨ના૨ છે. આમ છતાં એમણે ડૉક્ટર બનવાનો સંકલ્પ કરીને, એ માટે અભ્યાસ ચાલુ કરી દીધો હોવાથી, એમને ‘ડૉક્ટર’ નામથી બોલાવવામાં પણ આપણે ભવિષ્યકાળનો ‘વર્તમાનવત્ ઉપયોગ કરીએ છીએ.’ આ રીતે વ્યવહારમાં વપરાતા શબ્દપ્રયોગો નૈગમ નય અનુસાર છે. અહી સંકલ્પની વાત આવે છે એટલે એને ‘સંકલ્પ નૈગમ’ કહેવામાં આવે છે. વ. એક માણસ ઝાડ પરથી પડી જાય છે. અથવા એને સાયકલનો ધક્કો લાગવાથી ઇજા થાય છે, ત્યારે તે, ‘મરી ગયો...ઓ બાપ રે...મરી ગયો’ એવું તે કહેશે કે ‘મરી ગયો.' વ્યાપારમાં કોઇને મોટી ખોટ આવતાં તેને માટે ‘સાફ થઇ ગયો, ખતમ થઇ ગયો, મરી ગયો' એવા શબ્દનો પ્રયોગ પણ થાય છે. ખરેખર રીતે તો ખોટના પૈસા જ્યારે તે ચૂકવશે, ત્યારે જ ‘સાફ કે ખતમ’ થઇ ગયો તેમ કહેવાશે. અને જ્યારે ચૂકવશે ત્યારે પણ તે શબ્દના યથાર્થ અર્થમાં તો તે સાફ પૂરેપૂરો સાફ-ભાગ્યે જ થશે. એ જ રીતે કોઇ મકાનની દિવાલ અથવા છાપરૂં પડી જતાં એને માટે ‘મકાન પડી ગયું’ એમ કહેવામાં આવે છે. આમાં, ભવિષ્યમાં બનનારી, અથવા બનવા સંભવિત વાતોને, વર્તમાનમાં આંશિક રૂપ કહેવામાં આવી છે. આવી બાબતોના વ્યાવહારિક સ્વીકારને ‘અંશ નૈગમ' કહેવામાં આવે છે. આમાં, ભવિષ્યમાં બનનારી, અથવા બનવા સંભવિત વાતોને, વર્તમાનમાં આંશિક રૂપે કહેવામાં આવી છે. આવી બાબતોના વ્યાવહારિક સ્વીકારને ‘અંશ નેગમ' કહેવામાં આવે છે. એવી જ રીતે, જ્યારે આપણે એમ કહીએ છીએ કે ‘અરિહંત, વિદેહમુક્ત અથવા સિદ્ધ છે.’ ત્યારે એ વાત વર્તમાનવત્ કહેવામાં આવી હોવા છતાં, તેમાં ભૂતકાળ તથા ભવિષ્યકાળ બંને આવી જાય છે. . કોઇ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય, છતાં પૂરું ન થયું હોય ત્યારે પણ ‘એ કામ પૂરૂં થઇ ગયું' એવા મતલબનું આપણે બોલીએ છીએ. આવું ઘણીવાર બનતું હોય છે. દાખલા તરીકે રસોઇ કરવાની શરૂઆત કરતી વખતે જ ‘આજે દુધીનું શાક બનાવ્યું છે' એવું જ્યારે આપણે કહીએ છીએ, શાક હજુ તૈયાર થયું નથી, હજુ તો સગડી ઉપર જ છે, છતાં ‘શાક બનાવ્યું છે’ એવી વર્તમાનસૂચક વાત આપણે કરીએ છીએ. આમાં જે વસ્તુ હજી બની નથી, તે વસ્તુ બની ગઇ, એમ કહેવામાં ભૂતકાળ ઉપર ભવિષ્યકાળનું આરોપણ કરીને સમાધાનમ્ ૪૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ તેની વર્તમાનવત્ રજુઆત કરવામાં આવે છે. આવી જાતની રજુઆતને આરોપનેગમ' કહે છે. આ “આરોપને ગમ'માં અંતર્ભત એવા કેટલાક શબ્દ પ્રયોગોને ઉપચારનેગમ' કહે છે. “આ મારો જમણા હાથ છે, આ મારા શિરછત્ર છે, આ મારા હૈયાના હાર છે, આ મારૂં સર્વસ્વ છે.' વિગેરે જે બાબતો અન્યને ઉદ્દેશીને જુદા જુદા કારણોસર કહેવામાં આવે છે, તે ઉપચારનેગમ દષ્ટાંતો છે. ૩. કોઇ મહાપુરૂષની પુણ્યતિથીના દિવસે આપણે કહીએ છીએ કે આજ તેઓ નિર્વાણ પામ્યા.” આમાં “આજે' શબ્દ વર્તમાનસૂચક છે, જ્યારે નિર્વાણ પામવાનું કાર્ય તો ઘણા વર્ષો પહેલાં બનેલું, એટલે ભૂતકાલીન ઘટના છે. આમ છતાં એ ઘટનાનો આપણે વર્તમાનવત્ ઉલ્લેખ કરીએ છીએ. ભૂતકાળની આ વાતને વર્તમાનમાં જ્યારે આ રીતે આપણે રજુ કરીએ છીએ ત્યારે આપણે વર્તમાન ઉપર ભૂતકાળનો આક્ષેપ કરીએ છીએ. આ પણ આરોપનગમમાં આવે છે. આમાં આપણે જોયું, કે ભૂતકાળની, ભવિષ્યકાળની અને ભૂત તથા ભવિષ્ય એ બે ની વચ્ચેના વર્તમાનની અપૂર્ણ ઘટનાઓને આપણે વર્તમાનકાળમાં વર્તમાનવત્ બનાનીએ છીએ. આ નૈગમ નયની એક સમજવા જેવી વાત છે. બીજી વાત વસ્તુ સામાન્ય અને વિશેષ સ્વરૂપની છે. આપણે ઉપર જણાવ્યું છે કે નેગમ નય વસ્તુના સામાન્ય તથા વિશેષ ઉભય સ્વરૂપને જુદા જુદા માને છે. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઇએ. “લગ્ન અથવા એવા જ કોઇ અવસરે આપણે એક ફોટોગ્રાફ પડાવીએ છીએ. એ ફોટામાં આપણા કુટુંબ પરિવાર ઉપરાંત મિત્રમંડળને પણ સામેલ કરીને એક ગ્રુપ ફોટો” આપણે તૈયાર કરાવ્યો છે. આ ફોટોગ્રાફ વિષે “આ અમારા મિત્રમંડળ પરિવારનો ફોટો છે' એમ જ્યારે આપણે કહીશું, ત્યારે આપણે “સામાન્ય અર્થમાં તેનું વર્ણન કરીએ છીએ. પરંતુ ત્યાર પછી એ ફોટોમાંના પુત્ર, પત્ની, ભાઇ, બહેન વિગેરેના નામ આપીને એમને જ્યારે જુદા જુદા આપણે ઓળખાવીશું ત્યારે આપણે વિશેષ અર્થમાં તેનું વર્ણન કરતા હોઇશું.” આવી રીતે પ્રત્યેક વસ્તુનું પણ સામાન્ય અને વિશેષ-વરૂપાત્મક અને લક્ષણાત્મક વર્ણન જ્યારે આપણે કરીશું, ત્યારે તે બંને સ્વરૂપને નગમ નય સ્વીકાર કરશે, પરંતુ અલગ રીતે તેનો પરિચય તે આપણને આપશે. આ થઇ નૈગમ નયની વાત. G-નય અને પ્રમાણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨. સંગ્રહ નય : આ નય વસ્તુના સામાન્ય સ્વરૂપનો પરિચય આપે છે. નૈગમ નયમાં વસ્તુના સામાન્ય અને વિશેષ એ બંને સ્વરૂપ બતાવ્યા છે, તેમાંથી વસ્તુના સામાન્ય સ્વરૂપને લઇને જ આ નય આપણને બોધ આપે છે. અંગ્રેજીમાં આ સંગ્રહ નયને Collective અથવા Synthetic approach. કહી શકાય. Synthetic શબ્દ અહીં Synthesis અર્થમાં છે. Synthesis એટલે “એકીકરણ.' આ નય, પ્રત્યેક વસ્તુને કેવળ સામાન્ય ધર્મવાળી જ માનીને એ રીતે તેનો પરિચય આપણને આપે છે. એનો અભિપ્રાય એવો છે, કે “સામાન્યથી જુદું એવું વિશેષ આકાશકુસુમવત્ છે, અર્થાત્ “અસત્' છે.” વનસ્પતિને છોડીને લીમડો, આંબો ઇત્યાદિ કંઇ જુદા જોવામાં આવતા નથી. આંગળીઓ કંઇ હાથથી જુદી નથી અને હાથ કંઇ શરીરથી ભિન્ન નથી. નય, દુર્નય ન બને અને સુનય રહે એટલા માટે અહીં આપણે પેલા સ્યાત્’ શબ્દને ધ્યાનમાં રાખીને જ ચાલવાનું છે. આ નયનું નામ જ સંગ્રહ” છે, એટલે, વસ્તુઓના સંગ્રાહક (સમગ્ર) સ્વરૂપનું જ તે આપણને દર્શન કરાવે છે. જીવ, માણસ, જનાવર, ખનીજ વિગેરે શબ્દોનો આપણે જ્યારે પ્રયોગ કરીએ છીએ, ત્યારે, તે દરેક શબ્દમાં ઘણા પ્રકારોનો સમાવેશ થતો હોય છે. આ રીતની વસ્તુની રજુઆત, તેના સામાન્ય અથવા સંગ્રાહક અર્થમાં કરીને એનો પરિચય આ સંગ્રહ નય આપણને કરાવે છે. આ સંગ્રહ નયમાં “પર સંગ્રહ” અને “અપર સંગ્રહ’ એવા બે ભેદ બતાવ્યા છે. એ બંને શબ્દો “સામાન્ય અર્થના જ સૂચક હોવા છતાં એકમાં મહાસામાન્ય” અને બીજામાં “અવાંતર સામાન્યનો નિર્દેશ કરાયો છે. વસ્તુના કોઇપણ વિશેષ ભાવને આ નય સ્વીકારતો નથી. દાખલા તરીકે એક કબાટમાં કોટ, પાટલુન, ખમીસ, ધોતી, સાડી વિગેરે અનેક પ્રકારના કપડા પડ્યા હશે, ત્યારે આ નય એનો આ રીતે પરિચય આપવાને બદલે ફક્ત એટલું જ કહેશે કે કબાટમાં કપડા' છે. અનાજની વખારમાં પડેલા ઘઉં, ચોખા, દાળ, કઠોળ ઇત્યાદિનો અલગ અલગ ઉલ્લેખ કરવાને બદલે, આ સંગ્રહ નય કહેશે, કે વખારમાં અનાજ ભર્યું છે.” આપણે જોઇશું તો વ્યવહારમાં પણ આ રીતે આપણે માત્ર સામાન્ય અર્થની ઘણી વાતો કરતા હોઇએ છીએ. આ સંગ્રહ નય અનુસારનો અભિપ્રાય થયો. અહીં આપણે પેલા “ચા” શબ્દને પાછો યાદ કરીએ. નગમ નવમાં સમાધાનમું – Page #64 -------------------------------------------------------------------------- ________________ વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપો આપણે જોયા, તેમાંના એક સામાન્ય” સ્વરૂપને સ્વીકારીને જ આ “સંગ્રહ નય” બેસી ગયો છે. પરંતુ સ્યાત્’ શબ્દને આપણે વચ્ચે લાવીશું તો તરત જ સમજાઇ જશે, કે આ સંગ્રહ નય, વસ્તુના સામાન્ય સ્વરૂપને જ માત્ર ઓળખાવે છે, છતાં બીજા નયોનો એ વિરોધ કરતો નથી. ૩. વ્યવહાર નય હવે આ વ્યવહારનય શું કહે છે તે આપણે જોઇએ. આ નય, વસ્તુના માત્ર વિશેષ સ્વરૂપને જ માને છે. સંગ્રહ નયે વસ્તુનું સામાન્ય રૂપથી જ સંગ્રહીકરણ કર્યું છે, તેના વિભાગ કરીને, વસ્તુમાં રહેલા વિશેષ અર્થને છૂટો પાડીને, આ વ્યવહાર નય આપણને તે વિશેષ” નો પરિચય કરાવે છે, વિશેષથી ભિન્ન એવા કોઇ સામાન્ય તરફ આ નય દૃષ્ટિ જ કરતો નથી. અંગ્રેજી ભાષામાં આ નયને Practical, Individual, Distribute or Analytical approach કહે છે. આ વ્યવહાર નય, વસ્તુને વિશેષ ધર્મવાળી જ માને છે. તેના અભિપ્રાય મુજબ, ‘વિશેષ” વિનાનું સામાન્ય સસલાના શિંગડા જેવું છે, ફક્ત “જનાવર' એટલો શબ્દ બોલીએ, તો તેમાં પૂંછડાવાળા ને પુંછડા વગરના, શિંગડાવાળા ને શિંગડા વગરના વિગેરે ઘણી જાતના જનાવરો તેમાં આવી જાય. એનો સ્પષ્ટ અર્થ તેથી સમજાય નહિ. “વનસ્પતિ લ્યો' એમ કોઇ બોલે તો તેમાં આંબો, લીમડો, જામફળ વિગેરે વિશેષ ભાવ વિના બીજું શું છે ? જો વિશેષ અર્થમાં બોલવામાં ન આવે, તો કોણ શું ખરીદે ? “સામાન્ય'થી કશી અર્થક્રિયા થતી નથી, વિશેષ પર્યાયો (અર્થ યા સ્વરૂપ) વડે જ કામ ચાલે છે. સંગ્રહ ન કરતાં વ્યવહાર નય તદન ઊલ્ટી જ વાત કરે છે. પરંતુ રોજ બરોજના જીવનમાં આપણને આવું ઘણું મળે છે. જે વખતે જે અર્થમાં વસ્તુનો ઉલ્લેખ કરવાથી કામ સરે, તે અર્થમાં તેવા શબ્દપ્રયોગો થાય જ છે. મિઠાઇ વેચનારની દુકાનમાં “મિઠાઇ મળે છે એવું આપણે સામાન્ય અર્થમાં બોલીએ જ છીએ. જ્યારે ડાં કે બરફી યા હલવો આપણે ખરીદવો હોય, ત્યારે એ જ દુકાનને આપણે પેંડાની કે હલવાની દુકાન' એમ કહીએ છીએ. એટલે આ બંને નયના અભિપ્રાયો એક બીજાથી વિરૂદ્ધ હોવા છતાં જીવન કાર્યમાં એક બીજાના પૂરક અને ઉપયોગી છે. અહીં પણ પાછો પેલા “સ્યાત્’ શબ્દને ધ્યાનમાં રાખવાનો છે. આ વ્યવહારનયથી જ્યારે સ્યાદ્વાદી વાત કરશે, ત્યારે વસ્તુના વિશેષ સ્વરૂપની વાત =-નય અને પ્રમાણ Page #65 -------------------------------------------------------------------------- ________________ જ તે કરશે; છતાં, બીજા નયોના અભિપ્રાયોનો સ્યાદ્વાદ સમભાવે સ્વીકાર કરે છે તે યાદ રાખવાનું છે. આ ‘અનેકાંત’ની વિશિષ્ટતા છે. આ પ્રથમ ત્રણ નયની એકબીજા ઉપરની ઉત્તરોત્તર ભિન્નતા આપણે જોઇ. પ્રથમ વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપોને અલગ અલગ બતાવે છે. બીજા એમાંના સામાન્ય સ્વરૂપનું વિવરણ કરે છે અને ત્રીજો એના વિશેષ સ્વરૂપનો પરિચય આપે છે. અગાઉ આપણે કહ્યું છે કે આ ત્રણ નયો ‘દ્રવ્યાર્થિક' એટલે વસ્તુના સામાન્ય અર્થને અનુસરનારા છે. આમ છતાં અહીં આપણે જોયું, કે વ્યવહાર નય વસ્તુના વિશેષ સ્વરૂપને બતાવે છે. કોઇ એવો પ્રશ્ન સ્વાભાવિક જ કરશે, કે ‘આમ કેમ ?' અહીં એટલું આપણે યાદ રાખવાનું છે કે આમાં જે ‘વિશેષ’ બતાવવામાં આવે છે, તે ‘સામાન્યગામી વિશેષ' છે, એટલે વ્યવહાર નયનો સમાવેશ દ્રવ્યાર્થિકમાં ક૨વામાં આવ્યો છે. છેલ્લા ચાર નય ‘પર્યાયાર્થિક’ નયો છે. આ નયની દૃષ્ટિ પ્રથમના ત્રણ કરતાં સૂક્ષ્મ છે અને તે નયોમાં આપણને ‘વિશેષગામી વિશેષ' જોવા મળે છે. હવે આપણે ચોથો નય જોઇએ. ૪. ૠજુસૂત્ર નય : આ નય, સ્થૂલ અને સૂક્ષ્મ પ્રકારે વસ્તુની વર્તમાન અવસ્થાને બતાવે છે-ગ્રહણ કરે છે. એ વર્તમાન કાળવર્તી અને પોતાની જ વસ્તુને માને છે. અંગ્રેજીમાં એને The thing in its present condition-‘વસ્તુ પોતાની વર્તમાન અવસ્થામાં' એમ કહી શકાય. આ નય, વસ્તુની ભૂત તથા ભાવિ અવસ્થાને માનતો નથી, એ વસ્તુના પોતાના વર્તમાન પર્યાયોને (સ્વરૂપોને) જ માને છે. પારકી વસ્તુના પર્યાયોને તે સ્વીકારતો નથી. તે એમ સૂચવે છે કે પારકી વસ્તુના પર્યાયોથી કદી પોતાનું કામ થતું નથી. ભૂત, ભાવિ અને પરાયું, એ ત્રણે કાર્ય કરવા માટે અસમર્થ હોવાથી, આ નય તેને અસત્ અને આકાશકુસુમવત્ માને છે. વર્તમાન કાળના જે સૂક્ષ્મ અને સ્થૂલ ભેદ આ ૠજુસૂત્ર નય સ્વીકારે છે, તે, સામાન્ય વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ છે. ‘આજે’ અને ‘અત્યારે’ એ બંને શબ્દો વર્તમાનકાળનું જ સૂચન કરતા હોવા છતાં, એમાં સ્કૂલ અને સૂક્ષ્મ એવા બે ભાવો રહેલા છે. આ બે ભેદથી, વર્તમાનકાળને આ ૠજુસૂત્ર નય સ્વીકારે છે. આ નયની દૃષ્ટિથી, જે વર્તમાનકાળમાં નથી અને જે પોતાનું નથી તે નકામું ગણાય છે, દાખલા તરીકે વર્તમાનકાળમાં જે સાધના આપણી પાસે સમાધાનમ્ ૪૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ હોય, તે જ ઉપયોગી થઈ પડે છે. ભૂતકાળની અથવા પારકી વસ્તુ ઉપયોગમાં આવતી નથી. આપણી પાસે એક સાયકલ હોય અને તે વર્તમાનમાં ઉપયોગમાં લેવાની હોય, તેને આ નય સાયકલ કહેશે. અન્યથા તેનો “સાયકલ' તરીકે આ નય સ્વીકાર નહિ કરે. ૫. શબ્દ નય ઃ વસ્તુ વિષે વપરાતા શબ્દના, લિંગ (જાતિ), વચન, કાળ, સંખ્યા વિગેરે વ્યાકરણભેદે થતા અર્થોને જે જુદા જુદા તરીકે જાણે તથા બતાવે, તે “શબ્દનય.” આ નય અનેક શબ્દો વડે ઓળખાતા એક પદાર્થને એક જ માને છે. આમ છતાં, શબ્દના લિંગ અને વચન ભિન્ન ભિન્ન હોય, તો પદાર્થને પણ તે ભિન્ન ભિન્ન માને છે. દાખલા તરીકે ઘડો અને ઘડી આ બે શબ્દોમાં એક નર જાતિનો અને બીજો નારી જાતિનો શબ્દ હોવાથી એ બંનેને તે જુદા માનશે. આપણે “વ્યક્તિ' એવો એક શબ્દ લઇએ, એમાં “નર” “નારી' અને નાન્યતર' એ ત્રણે આવી જાય છે. આ ત્રણેના લિંગ ભેદે જુદા જુદા અર્થ થાય છે. એ શબ્દોને એકવચનને બદલે આપણે બહુવચનમાં વાપરીએ ત્યારે પણ એમાં અર્થભેદ થાય છે. એ જ રીતે મધુરતા, સુંદરતા, કોમળતા, બળવાન, ગુણવાન ઇત્યાદિ શબ્દો જ્યારે આપણે વાપરીશું ત્યારે લિંગ અને જાતિ મુજબ તેના ભિન્નભિન્ન અર્થ થશે. આ નય, જે શબ્દ જે અર્થ બતાવતા હોય, તે અર્થને બતાવવા તે શબ્દ જ વાપરશે. નર અને નારીનો સામાન્ય અર્થ બતાવતા “મનુષ્ય’ શબ્દને બદલે નારીને સ્ત્રી અને નરને પુરૂષ એવા શબ્દોથી જ તે ઓળખાવશે. એટલે, આ શબ્દ નય' લિંગ, વચન, કાળ વિગેરે દ્વારા વસ્તુના અર્થમાં જે ફેરફાર થાય છે, તેને તે તે ફેરફારો મુજબના અર્થમાં બતાવે છે. આમાં મુખ્યત્વે ભાષાનું વ્યાકરણ મહત્ત્વનો ભાગ ભજવતું હોવાથી, આપણે એને વ્યાકરણવાદી” એવું નામ આપી શકીશું. અંગ્રેજીમાં આ નય માટે “Grammatical Approach' કહી શકાશે. . સમભિરૂઢઃ “શબ્દભેદે અર્થભેદ માને, તે સમભિરૂઢ નય.” એક જ વસ્તુને જુદા જુદા શબ્દો વડે જ્યારે ઓળખવામાં આવે છે, ત્યારે તે શબ્દો પર્યાય' કહેવાય છે. તે જુદા જુદા શબ્દોના વ્યુત્પત્તિથી જુદા જુદા અર્થ આપે છે. આ નય, એ જુદા જુદા અર્થને માન્ય રાખીને, શબ્દભેદ વસ્તુને જુદી માને છે. ઉપરનો “શબ્દ નય', “કુંભ, કળશ, ઘડો' ઇત્યાદિ જુદા જુદા શબ્દોથી - ૪૮ B = =-નય અને પ્રમાણ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઓળખાતા પદાર્થને એક જ માને છે, જ્યારે આ સમભિરૂઢ નય, એના કરતા સૂક્ષમતાથી જોનારો હોઇ, એ ત્રણે શબ્દોથી ઓળખાતા પદાર્થને એક નહિ પણ ભિન્ન ભિન્ન માને છે. આ નયનો એ અભિપ્રાય છે, કે “વસ્તુનું નામ બદલાતાં (પર્યાય શબ્દના ભેદ) વસ્તુના અર્થમાં જો ભેદ ના પડતો હોય તો તો પછી કુંભ અને કાપડામાં પણ ભેદ ન હોય.” એટલે, આ નય આપણને એવો બોધ આપે છે કે એક જ વસ્તુના શબ્દમાં ફેરફાર થતાં, તેમાં પ્રથમ શબ્દ કરતાં જુદો અને ચોક્કસ અર્થ હોય છે. અંગ્રેજીમાં આ નયને “Specific Knowledge' કહે છે. આ નયની વિશિષ્ટતા એ છે કે, શબ્દના પ્રચલિત અર્થને નહિ, પણ મૂળ અર્થને તે બતાવે છે. દાખલા તરીકે, શ્રીકૃષ્ણના અનેક નામો છે. આ દરેક નામનાં કોઇને કોઇ ખાસ અર્થ હોય છે. એ બધાય નામો વ્યવહારમાં “શ્રીકૃષ્ણનું એક જ નામ સૂચવનારા હોવા છતાં સમભિરૂઢ દૃષ્ટિથી નામભેદે તે દરેકના જુદા જુદા અર્થ છે. “રાજા” શબ્દનો અર્થ “રાજ્ય કરનાર' એવો થાય છે. એમને માટે “ગીબ્રાહ્મણપ્રતિપાળ' એવો શબ્દ પ્રયોગ જ્યારે કરવામાં આવે, ત્યારે શબ્દભેદે અર્થભેદ પણ થઇ જાય છે. અહીં, રાજ્ય કરવાનો અને ગાય તથા બ્રાહ્મણનું પાલન કરવાનો એવા બંને ધર્મો રાજામાં છે. પરંતુ આ સમભિરૂઢ નય, રાજાના તે તે ધર્મ લઇને જે જ્યાં કાર્યશીલ હશે ત્યાં તે શબ્દ વાપરશે. આમ, “શબ્દભેદે” અર્થભેદને જાણે તથા સમજાવે તે સમભિરૂઢ નય કહેવાય છે.” ૭. એવંભૂત નય : આ નય ક્રિયાશીલ નય છે. શબ્દના ક્રિયાત્મક અર્થને તે ગ્રહણ કરે છે અને જે વખતે ક્રિયા થતી હોય, તે જ વખતે, ક્રિયાના તે જ અર્થમાં તે શબ્દને તે ઘટાડે છેઆ નયનું નામ “એવંભૂત છે, તે એટલા માટે છે, કે તેના શબ્દનો જે અર્થ છે તે જ પ્રમાણે (એવું) વસ્તુ હાલ થયેલી (ભૂત) છે. એટલે કે તે વસ્તુનો તે સંયોગોમાં જ તે સ્વીકાર કરશે, કોઇપણ શબ્દમાં જે ક્રિયાનો ભાવ રહેલો હોય, તે ક્રિયા જો વર્તમાનમાં ચાલુ નહિ હોય, તો તે શબ્દનો તે અર્થમાં આ નય સ્વીકાર નહિ કરે. આપણે ઉપર જોયું કે “શબ્દ નય, વ્યાકરણ ભેદે અર્થભેદ’ બતાવે છે. સમભિરૂઢ નય, શબ્દભેદે અર્થભેદ બતાવે છે. જ્યારે આ એવંભૂત નય “ક્રિયાભેદે અર્થભેદ બતાવે છે. આમાં ખાસ ખ્યાલમાં રાખવાની વાત એ છે, કે શબ્દના અર્થમાં ઉલ્લેખાયેલી ક્રિયા જે વખતે ન થતી હોય, તે વખતે, એ અર્થમાં આ નય કબૂલ રાખતો નથી. સમાધાનમ્ – = ૪૯ - Page #68 -------------------------------------------------------------------------- ________________ દાખલા તરીકે, “ગાયક' શબ્દનો અર્થ “ગીત ગાનાર' એવો થાય છે. એવંભૂત નય એને સર્વકાળે ગાયક તરીકે નહિ સ્વીકારે. એ માણસ જ્યારે ગીત ગાવા રૂપી ક્રિયા કરતો હશે, ત્યારે જ એને “ગાયક' તરીકે સ્વીકારશે. એ જ રીતે પૂજારી જ્યારે પૂજાની ક્રિયા કરતો હશે ત્યારે જ આ નય એને “પુજારી’ કહેશે. - વ્યવહારમાં આ નય અનુસારનું વર્તન ઘણીવાર થતું આપણા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઇ એક સરકારી કર્મચારી કે મિલમાં કામ કરતો કારીગર, જે વખતે પોતપોતાની ફરજ ઉપર હશે, તે વખતે રાજ્યતંત્ર અથવા મિલનું વહીવટી તંત્ર, તેમની સાથે જે રીતે વર્તશે, તેવી જ રીતે ફરજ પુરી થયાના સમય પછી નહિ વર્ત. સરકારી અધિકારી જ્યારે on duty ફરજ ઉપર હોય ત્યારે તેની સાથે કોઇ ઝઘડો, મારામારી કે દુર્વ્યવહાર કરે, તો સરકાર તે અધિકારીનો પક્ષ લે છે. એ મામલામાં જો કોર્ટકચેરીમાં જવું પડે, તો ફરિયાદી સરકાર પોતે બને છે અને તે અધિકારીને ત્યાં સાક્ષી તરીકે જવાનું હોય છે. તે જ અધિકારી જ્યારે પોતાના ઘરમાં કે બહાર off duty, ફરજ ન બજાવતો હોય, ત્યારે એને કોઇ સાથે ગડબડ થાય તો, એ સ્થિતિમાં તેની સાથે સામાન્ય પ્રજાજન તરીકે વર્તવામાં આવે છે. આવા મામલામાં કોર્ટમાં જવું પડે, ત્યાં એણે ફરિયાદી તરીકે જવું પડે છે અને સરકારી સગવડોનો તેને લાભ મળતો નથી. મિલમાં કામ કરતો કારીગર, મિલમાં જ અકસ્માત થતાં ઘાયલ થાય કે મૃત્યુ પામે, તો ત્યાં તે વખતનો Compensationનો હકદાર બને છે. રસ્તા ઉપર મિલની બહાર કે જો બીજા કોઇ સ્થળે આવું બને તો, મિલના વહીવટદારોને તે સાથે કશું લાગતું વળગતું હોતું નથી. આ બંને કિસ્સામાં એ બંને જણ જ્યારે ક્રિયામાં હતા, ક્રિયા કરતા હતા, ત્યારે એવભૂત નયે તેમને અધિકારી તથા કારીગર તરીકે સ્વીકાર્યા. એ ક્રિયા પૂરી થઇ ગયા પછી, એવંભૂત નયની દૃષ્ટિથી એ બંને જણ તેમના મૂળ નામ અનુસાર અર્જુનસિંહ અને જોરૂભા જ રહેવાના, અધિકારી કે કારીગર નહિ. આ બંને દૃષ્ટાંતો સ્પષ્ટ રીતે બતાવે છે, કે એવંભૂત નય, એ બંને જણ તેમને કાર્ય દ્વારા અપાયેલા નામોવાળી તે તે પ્રકારની ક્રિયામાં હોય, ત્યારે જ તે શબ્દથી તેમને ઓળખશે. સમભિરૂઢ નયની દૃષ્ટિથી એ બંને જણ માટે “અધિકારી અને કારીગર” એવા શબ્દો તેઓ તે ક્રિયામાં નહિ હોય ત્યારે વાપરી શકાશે. એવંભૂત નય આ =-નય અને પ્રમાણ Page #69 -------------------------------------------------------------------------- ________________ રીતે સમભિરૂઢથી વધારે સૂક્ષ્મ અવલોકન કરે છે અને તેનાથી જુદો અભિપ્રાય બતાવે છે. આમ, આ સાતે નયનું સ્વરૂપ આપણે જોયું. આ બધા નયોને “ય પદાર્થ અધ્યવસાય-વિશેષ માનવામાં આવ્યા છે. અધ્યવસાય એટલે “મનોગત સમજણ.” જાણવા યોગ્ય પદાર્થોની જે મનોગત સમજણ-જ્ઞાન આપે તે નય. આ એની સામાન્ય વ્યાખ્યા થઇ. આ સમજણ પણ સ્વતંત્ર-નિરપેક્ષ નથી, અન્ય નયોને સાપેક્ષ છે, અપેક્ષાયુક્ત છે, એ વાત અહીં ભૂલવાની નથી, તો જ અનેકાંતવાદની મર્યાદામાં રહી શકાય. ઉપર દર્શાવાયું છે તે મુજબ આ નયો એક એકથી વધારે વિશુદ્ધ છે. ઉત્તરોત્તર નિયોનો વિષય સૂક્ષ્મ છે, કિંતુ, એક જ વસ્તુને જોવાની-સમજવાની આ ભિન્ન ભિન્ન બાજુઓ છે. આ સાતેય બાજુઓ છે, આ સાતેય બાજુઓ એક સાથે મળીને વસ્તુનો સંપૂર્ણ ખ્યાલ આપે છે. એ સાતે બાજુ મળવાથી વસ્તુ બને છે. આ સાતે નય મળીને જે શ્રુત બતાવે છે, તે પ્રમાણભૃત” કહેવાય છે. આમાં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે, કે આ બધાય નયો પરસ્પર સાપેક્ષ હોય તો જ સત્ય છે, અન્યથા મિથ્યા છે, દુર્નય છે. આ સાતે નયો પોતપોતાના સ્થાને અમુક નિશ્ચિત વસ્તુ બતાવે છે, પરંતુ બીજા નયે બતાવેલી વસ્તુનું ખંડન કરે, તો તે “નયાભાસ” અથવા “દુર્નય બની જાય છે. વસ્તુના અન્ય સ્વરૂપોનું ખંડન કર્યા વિના પોતાની માન્યતાને જે સ્વીકારે તે નય છે. બીજા નયને સાપેક્ષ રહીને, બીજા અપેક્ષાઓને આધીન રહીને, વસ્તુનું યથાર્થ સ્વરૂપ ત્યારે તેની ગણના, “સ્યાદ્વાદ શ્રુત'માં થાય છે. અહીં એક વાર ફરીથી પેલા “ચાત્' શબ્દને આપણે યાદ કરી લઇએ. આ શબ્દનું પ્રયોજન અને નયોની સાપેક્ષતા સૂચવવા માટે છે. પરસ્પર વિરૂદ્ધ એવા ધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવા માટે, પૂરી સમજણનો સ્વીકાર કરવા માટે જ, આ સ્યાદ્વાદ સિદ્ધાંતની આવશ્યકતા છે. જેનદર્શનની એ જ એક વિશિષ્ટ અપૂર્વતા છે. વસ્તુ એક જ હોવા છતાં એના ભિન્ન ભિન્ન સ્વરૂપો બુદ્ધિમાં ઉદ્ભવે જ છે. આ ભિન્ન ભિન્ન પ્રકારની બુદ્ધિને આપણે નય બુદ્ધિ કહી શકીશું. પ્રત્યેક વસ્તુ અનેકગુણધર્માત્મક છે, નયની સહાયથી, એ ભિન્ન ભિન્ન ગુણધર્મોને જાણવાનું થતું જ્ઞાન જે છે, તે પણ ભિન્ન ભિન્ન છે. દરેક વ્યક્તિ પોતપોતાની શક્તિ અને સમજણ અનુસાર-Calibre and catagory મુજબ તે જાણી યા સમજી શકે છે. સમાધાનમ્ - Page #70 -------------------------------------------------------------------------- ________________ પાછળના પાનાંઓમાં જે ચાર પ્રમાણો આપણે જોયા છે, તે પ્રમાણો વસ્તુને સમગ્રપણે જણાવતા હોવાથી ખાસ મતભેદો ઉભા થતા નથી, પરંતુ વસ્તુને અંશથી જ્યારે જોવામાં આવે છે, ત્યારે ત્યાં મતભેદને સ્થાન રહે છે. આ મતભેદો નિવારવાનું સાધન તે આ “નય-જ્ઞાન' છે. આપણી મનોગત સમજણ જે છે, જેને જેને તત્ત્વજ્ઞાનની પરિભાષામાં અધ્યવસાય' કહેવામાં આવે છે, તે આપણો એક અભિપ્રાય છે. આ અભિપ્રાય શબ્દ દ્વારા અને અર્થ દ્વારા એમ બે પ્રકારે વર્તે છે. | શબ્દમાં બે પ્રકાર હોય છે. એક રૂઢીગત-રૂઢી અને પરંપરાથી જે વપરાય છે. બીજો શબ્દ વ્યુત્પત્તિથી એટલે વ્યાખ્યાથી બનેલો હોય છે. આવી જ રીતે, અર્થના પણ બે ભેદ છે. એક સામાન્ય'-Common અને બીજો વિશેષ-Specific. આપણે જે સાત નયો જોઈ ગયા, તેમાં પ્રથમના ચાર નય, નિગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર' અર્થપ્રધાન નય છે. છેલ્લા ત્રણ, “શબ્દ સમભિરૂઢ અને એવંભૂત” એ શબ્દપ્રધાન નય છે. નગમ નય આપણી પાસે વસ્તુના સામાન્ય અને વિશેષ એમ ઉભય અર્થોને રજુ કરે છે. સંગ્રહ નય કેવળ સામાન્ય અર્થને જ સ્વીકારે છે. વ્યવહારનય શાસ્ત્રીય અને તાત્ત્વિક એવા સામાન્ય કે વિશેષની દરકાર કર્યા વિના.” લોક વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા વિશેષ અર્થને જ સ્વીકારે છે, બતાવે છે. જ્યારે ઋજુસૂત્ર કેવળ વર્તમાન ક્ષણને જ સ્વીકારે છે, વર્તમાન ક્રિયાના ઉપયોગી અર્થનું જ નિરૂપણ કરે છે. આમ, આ ચાર અર્થનય થયા. શબ્દ નય છે તે રૂઢિથી શબ્દોની પ્રવૃત્તિને સ્વીકારે છે. સમભિરૂઢ નય વળી વ્યાખ્યાથી શબ્દોની પ્રવૃત્તિ તરફ આપણું ધ્યાન ખેંચે છે. જ્યારે છેલ્લો એવંભૂત નય, ક્રિયાશીલ વર્તમાનને-Active presentને સ્વીકારે છે; વસ્તુ જ્યારે ક્રિયાશીલ-In Action હોય, ત્યારે જ તેને તે વસ્તુ તરીકે કબુલ રાખે છે. આમ, આ ત્રણ નયો શબ્દપ્રધાન નય થયા. આ બધી તો વિચારમૂલક-તત્ત્વજ્ઞાનની વાતો થઈ. પણ ધર્મમૂલક એટલે ધર્મના આચરણ માટેની કાર્યમૂલક બાબતો આપણે જ્યારે વિચારવાની હોય ત્યારે, તે ખાસ Specific હેતુ માટે, જેને દાર્શનિકોએ બે નય બતાવ્યા છે. આ બે નય છે : (૧) વ્યવહાર નય. (૨) નિશ્ચય નય. અહીં, નિશ્ચયનો એક અર્થ “સાધ્ય” એવો થાય છે. વ્યવહારનો અર્થ -નય અને પ્રમાણ Page #71 -------------------------------------------------------------------------- ________________ અહીં, “સાધન” એવો ગયો છે. સાધનો વડે જે સાધ્ય સિદ્ધ થાય, તે સાધનો વ્યવહારના ક્ષેત્રમાં આવે છે. સિદ્ધ થનારૂં જે સાધ્ય છે,તે નિશ્ચયના ક્ષેત્રમાં આવે છે. આમાં “શક્તિનો વિકાસ” એ સાધ્ય એટલે નિશ્ચય, અને ધ્યાનની ક્રિયા તે સાધન, એટલે વ્યવહાર ગણાય. સામાયિકની ક્રિયા દ્વારા આત્મામાં સમભાવ સિદ્ધ થાય છે. આમાં “સમભાવ' તે સાધ્ય અથવા નિશ્ચય અને સામાયિકની ક્રિયા, તે સાધન-વ્યવહાર ગણાય. નિશ્ચય શબ્દનો અર્થ “વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ' એવો થાય છે. અહીં, એ જ સ્વરૂપનું અનુકુળ બાહ્ય સ્વરૂપ તે વ્યવહાર ગણાય. દૃષ્ટાંત તરીકે, “નિશ્ચય સમ્યકત્વ' એટલે આત્માની તત્ત્વશ્રદ્ધાની પરિણતિ. એ પરિણતિને અનુકૂળ સમ્યકત્વનો બાહ્ય આચાર તે “વ્યવહાર સમ્યકત્વ'. અહીં ખાસ લક્ષ્યમાં રાખવાની વાત એ છે કે “નિશ્ચયને કેંદ્રસ્થાને રાખીને આચરવામાં આવતો વ્યવહાર એ જ સવ્યવહાર છે અને નિશ્ચયના લક્ષય વિનાનો બધો જ વ્યવહાર અસવ્યવહાર છે.' આત્મિક (પારિમાર્થિક) અને ભૌતિક (વ્યવહારિક) એ બંને ક્ષેત્રોમાં આપણો સાચો ઉત્કર્ષ, નિશ્ચય અને વ્યવહાર વિશેની આપણી સુસમજણ દ્વારા જ સાધી શકાય છે. આપણે પારમાર્થિક ક્ષેત્રની વાત લઇએ. “આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને કર્મથી બંધાયેલો છે, એટલે અશુદ્ધ છે. આ વાત તો સૌએ કબૂલ રાખેલી છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે જો પ્રગતિ કરવા ઇચ્છતા હોઇએ, તો એવો નિર્ણય આપણે કરવો પડશે, કે આત્માને વળગેલી અશુદ્ધિને ટાળીને આત્માના મૂળ સ્વરૂપને સિદ્ધ કરવું એ એકમાત્ર ધ્યેય આપણી તમામ પ્રવૃત્તિઓનું કેંદ્ર હોવું જોઇએ. આવો નિશ્ચય જ્યારે આપણે કરી લઇશું ત્યારે તે શુદ્ધ નિશ્ચયદૃષ્ટિ બની જશે. હવે આવો નિશ્ચય જો આપણે એકવાર કરી લઇએ, તો પછી, આપણા તમામ આચારનું એક માત્ર લક્ષ્ય આત્માને લાગેલી અશુદ્ધિઓને દૂર કરવાનું રહેશે. જેને તત્ત્વજ્ઞાનીઓએ મોક્ષપ્રાપ્તિના સાધન તરીકે “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ” એવું એક વાક્ય આપેલું છે. આ વાક્યમાં નિશ્ચય અને વ્યવહાર એ બંને બાબતોનો ઉલ્લેખ છે. આમાં, “આપણે આપણા આત્માને મુક્ત કરવો છે.” એવું જે “જ્ઞાન” છે તે “નિશ્ચય' છે અને એ માટે જે કંઇ, આચરણ વિગેરે રૂપી ક્રિયા કરવાની છે તે વ્યવહાર છે. સમાધાનમ્ - Page #72 -------------------------------------------------------------------------- ________________ વસ્તુનું તાત્વિક સ્વરૂપ'=નિશ્ચય એવો જે અર્થ આપણે ઉપર કર્યો છે તે પણ આ દૃષ્ટિથી જ કરવામાં આવ્યો છે. આપણા શરીરને આપણે ચેતન અવસ્થામાં જ્યારે જોઇએ છીએ, ત્યારે તેમાં જીવ પદાર્થનો પુદ્ગલ પદાર્થ સાથેનો જે સંયોગ થયો છે, તે આપણી સમજણમાં આવે જ છે. આપણી તમામ પ્રવૃત્તિઓનો કર્તા અને ભોકતા આત્મા પોતે જ છે, એ વાત પણ આપણે જાણીએ છીએ. આ આત્મા માટેનું અંતિમ ધ્યેય, પોતાના પુગલમિશ્રિત અશુદ્ધ સ્વરૂપમાંથી મુક્ત થવાનું અને એમ કરીને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું મનાયું છે. આ જે “શુદ્ધ સ્વરૂપ છે તે જીવદ્રવ્યનું પોતાનું મૂળ તત્ત્વ છે. આ મૂળ તત્વને સમજનારી દૃષ્ટિ, તે “નિશ્ચય નય” છે અને એની વર્તમાન અવસ્થાને સ્પર્શનારી દષ્ટિ, તે “વ્યવહાર નય” છે. અહીં જે દૃષ્ટિ, આત્માની વર્તમાન અવસ્થાને સ્પર્શે છે, તે દૃષ્ટિ, નિશ્ચયનયની અપેક્ષાને આધીન રહીને, નિશ્ચિત સ્થાને પહોંચવા માટેનો આચરણ-માર્ગ પણ આપણને બતાવે છે. આ વ્યવહારને સ્પર્શતી વાત થઇ. એટલે જ્યારે વ્યવહારમાં આચરણ કરવાની વાત આવે, ત્યારે નિશ્ચય નયને નજર સામે રાખીને જ આપણો વર્તમાન-Code of conduct - આપણે નક્કી કરવો પડે. નિશ્ચયદૃષ્ટિ તત્ત્વસ્પર્શી પવિત્ર જ્ઞાનદૃષ્ટિ છે. આપણા વ્યવહારમાં દાખલ થઇ જતી અશુદ્ધિઓને દૂર કરવાનું અને અટકાવવાનું કામ તે કરે છે. આપણા ધ્યેયને નજર સમક્ષ રાખ્યા વિના આપણો કાર્યક્રમ નક્કી કરવામાં આવે, તો તેથી કશો અર્થ સરતો નથી. એ જ રીતે, પારમાર્થિક ક્ષેત્રમાં આપણે નિશ્ચય દૃષ્ટિ અળગી કરીને વર્તવા માંડીએ, તો આપણે ખાડામાં જ પડવાના. એટલા માટે જૈન તત્ત્વવેત્તાઓએ એવું કહ્યું છે, કે માણસે પોતાનું આંતરિક તેમ જ બાહ્ય એમ બંને પ્રકારનું જીવન ઉચ્ચ અને શુદ્ધ રાખવું. આપણી નજર નિશ્ચિત હોવા છતાં વ્યવહારને આપણે શુદ્ધ ન રાખીએ અથવા વ્યવહાર શુભ આશયી હોવા છતાં, નિશ્ચય ઉપરથી આપણું ધ્યાન જો આપણે ખસેડી નાંખીએ તો તે બંને કાર્ય આપણે માટે વિઘાતક બની જશે. નિશ્ચયને સમજીને ધારણ કરવો એ એક વાત છે, જ્યારે વ્યવહારને વળગી રહેવું એ બીજી વાત છે. એક વસ્તુને માની લેવામાં કશી મુશ્કેલી નડતી નથી. એ માન્યતા અનુસારનું વર્તન રાખવામાં ખરી મુશ્કેલી નડે છે. આ જગતમાં આપણે ઘણા એવા માણસો જોઇએ છીએ જેઓ શુભ આશયવાળા હોવા છતાં, શુભ વર્તન કરી શકતા નથી. કારણો તો અનેકવિધ =-નય અને પ્રમાણ Page #73 -------------------------------------------------------------------------- ________________ હોય છે. જૈન દાર્શનિકોએ સ્યાદ્વાદ-અનેકાંતવાદની જે તત્ત્વ૨ચના કરી છે, તેમાં આ બાબતનો પણ બરાબર ખ્યાલ રાખ્યો છે. આ નિશ્ચય અને વ્યવહારની બાબતમાં સ્યાદ્વાદ એક સુંદર સમતુલા-balance સમો છે. કર્મથી બદ્ધ થએલા સંસારી જીવને નિશ્ચયદૃષ્ટિ જાળવવા માટે વ્યવહારના આચરણમાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય છે, એ વાતનો જૈન દાર્શનિકોને બરાબર ખ્યાલ છે. એટલે વ્યવહારમાં ‘ઉત્સર્ગ’ અને ‘અપવાદ’ એવા બે વિભાગો તેમણે બતાવ્યા છે. ‘ઉત્સર્ગ’ એટલે નિશ્ચય તરફ દોરી જતો મૂળ માર્ગ-Right Royal Highway. ‘અપવાદ’ એટલે મૂળ માર્ગના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતો પેટા માર્ચ-Diversion. આ જે ‘અપવાદ’ છે, તે પેલા મૂળ માર્ગના રક્ષણ માટે અને એના સફળ અનુસરણ માટે છે. એને પણ, સાધ્યની સિદ્ધિના એક સાધન ઉપાય તરીકે જ બતાવવામાં આવ્યો છે. આ સમજવા માટે આપણે એક સાદું અને સરળ વ્યવહારિક દૃષ્ટાંત લઇએ. અમદાવાદથી આગ્રા જવા માટે મોટ૨ લઇને, મોટર માર્ગે-National Highway ઉ૫૨ આ૫ણે પ્રવાસ કરી રહ્યા છીએ. આ ધોરી માર્ગ ઉ૫૨, રસ્તામાં કોઇ જગ્યાએ ભંગાણ થયું હોય અથવા મરામતનું (Repair work) કામ ચાલતું હોય ત્યારે આપણે શું કરીએ છીએ ? ત્યાં અટકીને ઉભા રહીએ છીએ ? ના. તે વખતે આપણે મૂળ ધોરીમાર્ગની આજુબાજુમાં આવેલા પેટામાર્ગ (Diversion)નો આશ્રય લઇએ છીએ. એ પેટામાર્ગ પણ આપણે એવો વાપરીએ છીએ, જે આપણને પાછો મૂળ રાજમાર્ગ ઉપર પહોંચાડી દે. અહીં, માર્ગ પરનાં ભંગાણ કે પોલાણ આગળ અટકી જવાને બદલે, આપણે બીજા માર્ગ ઉપર વળી ગયા, ત્યારે પણ આપણી નજર મૂળ માર્ગ ઉપર પાછા આવવાની જ હતી. વ્યવહા૨ દૃષ્ટિથી, ધર્મના આચરણમાં પણ આવી કોઇ પરિસ્થિતિ ઉપર આપણે આવી પહોંચીએ, ત્યારે, બીજો કોઇ ઉપાય ન હોવાના કારણે, આપણે અપવાદ માર્ગનો આશ્રય લેવો પડે છે. પરંતુ આ રીતના અપવાદમાં પણ આપણી દ્રષ્ટિ નિશ્ચય ઉપર જ હોવી જોઇએ. જ્યારે પણ કોઇ અપવાદ (Diversion)નો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે, ત્યારે નિશ્ચયના રક્ષણ તથા અનુસરણ માટે જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. એવા કોઇ અપવાદના ઉપયોગમાં જો ઉત્સર્ગને-મૂળમાર્ગને આપણે ચૂકી જઇએ તો આપણે પાછા ચક્કરમાં જ પડી જઇએ. આ વાત બરાબર યાદ રાખવાની છે. સીધા માર્ગ સમાધાનમ્ ૫૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચાલવામાં અકસ્માત કે પ્રાણહાનિનો ભય નથી. આધ્યાત્મિક ક્ષેત્રની આટલી વાત કર્યા પછી, ભૌતિક ક્ષેત્રમાં આ નિશ્ચય અને વ્યવહારની શું ઉપયોગિતા છે, તે સમજવાનું પણ રસપ્રદ થઇ જશે. આપણે કાપડની એક દુકાન ખોલવી છે. દુકાનનું સ્થાન-સ્થળ-વિગેરે નક્કી કર્યા પછી, માલની ખરીદી કરવા આપણે નીકળીએ, ત્યારે ક્યાં જઇશું ? કાપડ માર્કેટમાં કે લોખંડ બજારમાં ? નિશ્ચય કાપડનો કરીને, આપણે ખીલાના કોથળા જો ખરીદી લાવીએ તો શું થાય ? અહીં સાધ્યથી વિચલિત થાય, તો વ્યાપારમાં ધબડકો જ વળે, કે બીજું કંઇ? જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાં પણ આપણે આપણું એક ધ્યેય નિશ્ચિત કરવું પડે છે. એ ધ્યેયને નક્કી કર્યા પછી, ત્યાં પહોંચી શકાય એવું ધ્યેયને અનુરૂપ વર્તન આપણે કરવું પડે છે. એંજીનિયર થવાનું ધ્યેય નક્કી કરીને એક વિદ્યાર્થી એક એંજીનિયરિંગ કોલેજમાં જગ્યા ન મળે ત્યારે, બીજી એંજીનિયરિંગ કોલેજમાં જગ્યા મેળવવાની પ્રવૃત્તિ કરવાને બદલે નાટ્યકળા શીખવાની કોલેજમાં સહજ જગ્યા મળતી હોવાથી, જો ત્યાં જાય, તો શું થાય ? ઘરસંસારના કાર્યમાં પણ આવા ઘણા પ્રસંગો ઊભા થાય છે. આવકમાંથી બચત કરીને પોતાની માલિકીનું મકાન બાંધવાનું હોય, ત્યારે એ ધ્યેયની સિદ્ધિ માટે, પોતાની આવકમાંથી માણસે બચત કરવા લાગે છે. એ રીતે બચત કરવા દ્વારા થોડીક રકમ ભેગી કર્યા પછી, એની નજર રેડીઓ, રેફ્રીજરેટર, મોટર ઇત્યાદિ વસ્તુઓ તરફ જાય, અથવા અન્ય ફાલતુ મોજશોખમાં એ પડી જાય, તો પછી, મકાન તો તે બંધાવી રહ્યો ! પુત્ર માટે એક સુયોગ્ય કન્યા લાવવાની હોય, ત્યારે “આપણા ઘરને અનુરૂપ અમુક અમુક ગુણોથી યુક્ત એવી કન્યા' એ આપણું ધ્યેય હોવું જોઇએ. એને બદલે ધનવાનની પુત્રી અથવા રૂપવતી એવી કોઇ એક બાબતને જ લક્ષ્યમાં લઇને જો આપણે સંબંધ જોડીએ, તો શું થાય ? આ બધી વસ્તુઓનો આપણે વિચાર કરીશું, તો આપણને સહેજે સમજાશે કે જીવનના રોજબરોજના વ્યવહારમાં પણ, નિશ્ચય અને વ્યવહાર વચ્ચેના સુમેળની આવશ્યકતા અનિવાર્ય છે. આ ક્ષેત્રમાં અપવાદનું આચરણ કરવાનો પ્રસંગ આવે, ત્યારે મૂળ ધ્યેયને વિસરીને આપણે કામ કરીએ, તો તેવું અપવાદઆચરણ આપણને ખાડામાં જ નાંખે. =-નય અને પ્રમાણ Page #75 -------------------------------------------------------------------------- ________________ અહીં એક વ્યવહાર ફરીથી યાદ કરી લઇએ. રોજબરોજના જીવનમાંના આપણા આચરણો નક્કી કરવામાં પણ, આપણી મુખ્ય દૃષ્ટિ ધર્મ ઉપર નહિ હોય, તો સદ્ધર્મને બતાવનારા સદ્વિચાર (તત્ત્વજ્ઞાન) ઉ૫૨ નહિ હોય, તો ‘સરવાળે સુખ’ના ભોક્તા આપણે કદી પણ નહિ બની શકીએ. અહીં જે સાત નય બતાવવામાં આવ્યા છે, તે મુખ્ય મુખ્ય છે. તે સિવાય પણ નયમાં ઘણા વિભાગો છે. એના સેંકડો ભેદ છે. જેટલા પ્રકારના વચન અથવા વચનના અભિપ્રાય છે, એટલા પ્રકારના નય છે, એના પ્રયોગો પણ પાર વગરના છે, સાવચેતી ફક્ત એટલી રાખવાની છે, કે, આપણે ‘સુનયને વળગી રહીએ અને દુર્નય ઉપર કે નયાભાસ ઉપર ઉતરી ના જઇએ.’ કોઇપણ પ્રશ્ન, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સમસ્યા પરત્વે વિચાર કરીને નિર્ણય લેવાનો પ્રસંગ ઉભો થાય, ત્યારે એટલું અવશ્ય યાદ રાખવું, કે પહેલી નજરે દેખાય કે જણાય તેવું જ હોતું નથી. એ દરેકને ઘણી બાજુઓ હોય છે. એ બધી જુદી જુદી બાજુઓને ધ્યાનમાં લેવાથી જ વસ્તુના ચોક્કસ સ્વરૂપને પામી શકાય છે. એ રીતે વિચાર કરવાથી જ કોઇપણ પ્રશ્નને ન્યાય આપી શકાય છે. જુદી જુદી દૃષ્ટિથી પ્રત્યેક બાબતને જોવાની ટેવ પાડવાથી, આપણને ઘણું નવું નવું અને કલ્યાણપ્રદ જાણવા મળે છે. આ વાતને બરાબર યાદ રાખવી. કોઇ કદાચ એવો પ્રશ્ન ઉઠાવશે, કે ‘ઝડપથી નિર્ણય કરવો પડે એવી ઘણી બાબતો જીવનમાં ઉભી થાય છે.’ વળી આપણે આજે ‘ઝડપના જમાનામાં’ (Speed-Eraમાં) જીવીએ છીએ. તે વખતે, આવા બધા સ્થૂળ કે સૂક્ષ્મ વિચારો કરવા બેસીએ, તો ‘ગાડી ઉપડી જાય.’ આવા પ્રસંગોમાં શું કરવું ? આનો જવાબ એ છે કે નયદૃષ્ટિથી અને સ્યાદ્વાદની પદ્ધતિથી વિચાર કરવાની આપણે ટેવો પાડીશું, તો જરૂર પડ્યે ઝડપથી નિર્ણય કરવામાં આપણને કશી મુશ્કેલી નહિ પડે. અંકગણિતમાં બતાવેલા આંક એક વાર આપણે ગોખી લઇએ, પછી, ‘અઢાર પંચા નેવું' એવો હિસાબ કરવા માટે પાંચ વખત અઢાર લખીને એનો સરવાળો કરવા બેસવાની કે કાગળ-પેનસીલની આપણને જરૂર પડતી નથી. એ જ પ્રમાણે, આ નયદૃષ્ટિ અને સ્યાદ્વાદ પદ્ધતિ એક વાર આપણને કોઠે પડી ગઇ, તે પછી ઝડપથી નિર્ણયો કરવામાં કશી મુસીબત આપણને નહિ પડે. કોઇ કોઇ પ્રસંગે, ઉતાવળે નિર્ણય કરીને ગાડીને પકડી પાડવા કરતાં તે ગાડીને ઉપડી જવા દેવાનું વધારે હિતાવહ પુરવાર થાય છે. આમ છતાં, આવા પ્રસંગોમાં આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને સમાધાનમ્ ૫૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય કરવાની છૂટ તો આમાં અંતર્ગત છે જ, આવી રીતે અણધારી ઝડપથી કોઇ નિર્ણય આપણે લેવો પડ્યો હોય, તો તે પછી પણ નયદૃષ્ટિથી અને સ્યાદ્વાદ પદ્ધતિથી વિચાર કરવાનું આપણે માંડીન વાળવું, વિચારતો કરવો જ. નિર્ણય લઇ લીધા પછી પણ, એ નિર્ણયની સારાસારતાનો વિચાર કરવાની ટેવ આપણે રાખીએ, તો તેથી આપણને ફાયદો જ થશે, લીધેલો નિર્ણય કોઇવાર ભૂલ ભરેલો જણાય, તો તેમાંથી ઝડપભેર પાછા ફરી જવાનું શરૂઆતના તબક્કામાં ઘણું સુગમ બને છે. જો વિચાર ન કરીએ, તો ભૂલ આપણને સમજાતી નથી અને પછી જ્યારે તે સમજાય છે, ત્યારે ઘણું મોડું થઇ ગયું હોવાથી, તેમાંથી પાછા ફરવાનું અને એના પરિણામોમાંથી બચી જવાનું મુશ્કેલ બની જાય છે. એટલે, નિર્ણય લેતા પહેલાં અને નિર્ણય લીધા પછી, એમ બન્ને વખતે આપણને મળેલી આ નવી દૃષ્ટિનો લાભ લેવાની અને એ પદ્ધતિથી વિચાર કરવાની ટેવ તો પાડવાની જ. આ રીતે વિચાર કરવાની ટેવ પાડવાથી સૌથી મોટો ફાયદો તો આપણને એ થાય છે કે તેથી આપણી સમજણ શક્તિ ખૂબ ખીલે છે. તદુપરાંત, આપણામાં સમતા, સહિષ્ણુતા, દઢતા, ધૈર્ય, સત્યપ્રિયતા, ઉદારતા અને વ્યવહાર દક્ષતા જેવા ઘણા આવશ્યક સગુણો આપોઆપ પ્રગટવા માંડે છે. સામાન્ય રીતે માણસ પોતાને સાચો માને છે. કેટલીક વાર માની લીધેલું આ સાચાપણું મૂર્ખતાની પરાકાષ્ઠા સમું હોય છે. હું મૂર્ખ છું. કેવલ મૂર્ખ અને અજ્ઞાની છું.” એ વાતની માણસને ઝટ ખબર પડતી નથી. ઝટ તો ઠીક, લાંબા વખત સુધી અને ક્યારેક તો ક્યારેય પણ ખબર પડતી નથી, નયદૃષ્ટિથી વિચાર કરતાં માણસ શીખે, તો એનું અજ્ઞાન દૂર થાય છે. આ રીતે વિચાર કરવાની ટેવ, એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ-Psychoanalysis કરવામાં પણ મદદગાર થાય છે, સરવાળે તેથી કલ્યાણ જ થાય છે. આ નય પ્રકરણને સમાપ્ત કરતાં પહેલાં એક વિનંતી કરવાની છે. આ વિનંતી, સલાહ, સૂચના, જે કહો તે, એ છે, કે “આપણી જાતને હોંશિયાર સર્વગુણસંપન્ન માનીને અને અહંભાવને વચ્ચે લાવીને કદીપણ ચાલવું-વર્તવું નહિં. બીજાની સલાહ, સુચના કે સહાય મેળવવામાંથી આપણી જાતને વંચિત ન રાખવી. યોગ્ય ગુરૂ, વડીલ અથવા મિત્ર પાસેથી માર્ગદર્શન મેળવવા હંમેશાં તૈયાર રહેવું.” કારણ– “જ્ઞાન, ગુરૂ વિનાનું મળતું નથી.” - ૫૮ - =-નય અને પ્રમાણ Page #77 -------------------------------------------------------------------------- ________________ સાત નયથી પૂર્ણ પ્રભુની દેશનાના પ્રભાવથી તથા પ્રભુના તેજથી Uરરીજિલીન્થનીઓ૦૦ परोक्षाय कुनी.र्थिनाम Page #78 -------------------------------------------------------------------------- ________________ ના પ્રયાસ '.: ] શ્રી ભુવનભાનું પદાર્થ પરિચય શ્રેણિ પ્રHIBIક જૈનમ પરિવાર SHUBHAY Cell:98205 30299