________________
વપસંયો|માવવાન (વૃક્ષ વાંદરાના સંયોગના અભાવવાળું નથી જ) એમ કપિસંયોગાભાવનો સાવધારણ નિષેધ પણ કરે જ છે, કારણ કે શાખાની અપેક્ષાએ ત્યારે કપિસંયોગ જ સંભવે છે, કપિસંયોગાભાવ સંભવતો નથી જ. ૨) તેમ છતાં તે ગર્ભિતરૂપે મૂળને પણ વૃક્ષના અવયવરૂપે સ્વીકારે છે માટે કપિસંયોગાભાવરૂપ ઇતરાંશને પણ વૃક્ષમાં સ્વીકારે જ છે, નકારતો નથી. “વૃક્ષ પર કપિસંયોગ છે કે નહીં ? એ વિચારણામાં જેમ શાખાની અર્પણા (મુખ્યતા) અને મૂળની અનર્પણા (ગૌણતા) છે એમ અન્ય અપેક્ષાએ મૂળની અર્પણા-શાખાની અનર્પણા પણ કરાતી જ હોય છે, હું નથી કરતો એ એક અલગ વાત છે. “એ વખતે વૃક્ષ પર કપિસંયોગાભાવ જ છે, નહીં કે કપિસંયોગ. કારણ કે મૂલની અપેક્ષાએ એ વખતે વૃક્ષ પર કપિસંયોગ સંભવતો નથી.” ૩. વૃક્ષના સ્વરૂપનું જેમ હું ગ્રહણ કરું છું એમ અન્ય મૂળને જોનાર પુરૂષ પણ (વૃક્ષના સ્વરૂપનું ગ્રહણ કરે છે), કારણ કે તે પણ વૃક્ષના અંશનું જ ગ્રહણ કરે છે. “હું સંપૂર્ણ વૃક્ષને જોનારો નથી, પણ એના અંશને જ જોનારો છું, કારણ કે માત્ર શાખાને જ જોઉં છું” “મને કપિસંયોગ જે ભાસે છે તે કોઇક અપેક્ષાએ જ, નહીં કે નિરપેક્ષપણે, બીજાને બીજી અપેક્ષાએ કપિસંયોગાભાવ પણ ભાસે જ છે.” આવા બધા વિકલ્પો પ્રથમ પુરૂષને ગર્ભિતરૂપે હોય જ છે, પણ બીજા પુરૂષને એ ગર્ભિતરૂપે પણ સંભવતા નથી જ, તે તો એમ જ સમજે છે કે ૧. મને ભાસતો કપિસંયોગ એ આખા વૃક્ષનું સ્વરૂપ છે, કપિસંયોગાભાવ વૃક્ષ પર છે જ નહીં' “મને કપિસંયોગ જે ભાસે છે તે નિરપેક્ષપણે જ, નહીં કે શાખાની અપેક્ષાએ. માટે અર્પણા-અર્પણા જેવું કાંઇ છે નહીં. ૨. “હું આખા વૃક્ષનું જ્ઞાન કરનારો છું, નહીં કે વૃક્ષના અંશમાત્રનું, કારણ કે વૃક્ષ શાખામાત્રરૂપ જ છે.” “આ વૃક્ષ પર એવો કોઇ અંશ છે નહીં જેને આગળ કરીને હાલ કપિસંયોગાભાવ પણ ભાસે.” બીજા પુરૂષને ગર્ભિતરૂપે આવા બધા વિકલ્પો હોય, છે, માટે એનું દર્શન મિથ્યા જ છે. | દુર્નય તેવી રીતે નવો નિત્ય: વગેરે રૂપે જે નિત્યસ્વાદિને જુએ છે તેને જ વસ્તુના સંપૂર્ણ સ્વરૂપ તરીકે માની લે છે અને પ્રરૂપે છે, માટે એ મિથ્યા છે. પરંતુ નય સ્વવિષયભૂત નિત્યવાદિને (૧) વસ્તુસ્વરૂપના અંશરૂપે જ માને છે, નહીં કે સંપૂર્ણ વસ્તુસ્વરૂપ રૂપે. કારણકે વસ્તુસ્વરૂપનો જે અનિત્યવાદિસ્વરૂપ
સમાધાનમ્ન