________________
ઇતરાંશ છે તે પણ પ્રમાણથી નિશ્ચિત છે. ૨) જો કે દ્રવ્યાર્થિકનય દ્રવ્યને મનમાં રાખીને=અર્પણ કરીને જ વસ્તુને જુએ છે. એટલે વ્યક્તરૂપે તો ક્યારેય નીવોનિત્ય:, નીવોડનિત્યોઽપિ(જીવ અનિત્ય છે-જીવ અનિત્ય પણ છે.) વગેરે બોલતો નથી કે સ્વીકારતો નથી. ઉલટું ‘જીવ નિત્ય જ છે’ એવું અનિત્યત્વનું સાવધારણ નિરાકરણ પણ કરે જ છે, કારણકે દ્રવ્યની અપેક્ષાએ જીવમાં નિત્યત્વ જ સંભવે છે, અનિત્યત્વ તો સ્વપ્નમાં પણ સંભવતું નથી. (૩) તેમ છતાં એ પ્રમાણને સાપેક્ષ હોવાથી અવ્યક્તરૂપે=ગર્ભિતરૂપે પ્રમાણથી નિશ્ચિત થયેલ અનિત્યત્વાત્મક ઇતરાંશને સ્વીકારે છે, નિષેધતો નથી. (૪) વસ્તુના સ્વરૂપની વિચારણામાં જેમ દ્રવ્યની અર્પણા (પ્રધાનતા) અને પર્યાયની અનર્પણા (ગૌણતા) હોય છે એમ અન્ય અપેક્ષાએ દ્રવ્યની અનર્પણા અને પર્યાયની અર્પણા પણ કરાતી જ હોય છે, હું નથી કરતો એ એક અલગ વાત છે. (૫) ‘પણ પર્યાયની અર્પણા(મુખ્યતા) વખતે જીવ અનિત્ય જ છે, નહીં કે નિત્ય, પર્યાયની અપેક્ષાએ જીવ નિત્ય હોવો સ્વપ્નમાં પણ સંભવતો નથી. (૬) વસ્તુસ્વરૂપનું જેમ હું ગ્રહણ કરૂં છું એમ બીજો પર્યાયાર્થિક પણ ગ્રહણ કરે જ છે, કારણ કે પ્રમાણથી નિશ્ચિત થયેલ અનિત્યત્વનું જ એ પણ ગ્રહણ કરનારો છે.’’ (૭) ‘હું પ્રમાણ નથી, પણ નય જ છું, કારણ કે અંશમાત્રગ્રાહી છું.’' ‘મને જીવ નિત્ય જે ભાસે છે તે કોઇક અપેક્ષાએ જ, નહીં કે અપેક્ષા વિના, કારણ કે અન્યને બીજી અપેક્ષાએ એ અનિત્ય પણ ભાસે જ છે.'' આવા બધા વિકલ્પો નયને ગર્ભિતરૂપે હોય જ છે. દુર્નયો તો એમ જ માનતા હોય છે કે-(૧) ‘હું જે નિત્યત્વાદિને જોઉં છું એ વસ્તુનું પૂર્ણસ્વરૂપ જ છે, એનાથી ભિન્ન અનિત્યત્વ વગેરે વસ્તુમાં સંભવતું નથી જ.’’ (૨) “મને જે નિત્યત્વાદિ ભાસે છે નિરપેક્ષપણે જ, નહીં કે કોઇક અપેક્ષાએ, માટે જ અર્પણા-અનર્પણા જેવું કાંઇ જ નહીં... (૩) ‘હું પ્રમાણ જ છું, નહીં કે નય, કારણ કે સંપૂર્ણ વસ્તુગ્રાહી છું...’’ (૪) ‘‘આ જગતમાં એવી કોઇ અપેક્ષા છે નહીં, જે વસ્તુને અનિત્યાદિરૂપે જણાવે.'' દુર્નયોને આવા વિકલ્પો હોય છે, માટે એ મિથ્યા જ છે.
આમ ઇતરાંશનો પ્રધાનપણે નિષેધ કરનાર અને ગૌણપણે અનિષેધ ક૨ના૨ અભિપ્રાય નય છે એ નિશ્ચિત થયું. હવે એના પ્રકારો પર વિચાર કરીએ.
૧૬
નય અને પ્રમાણ