________________
શ્રુતજ્ઞાના ઇન્દ્રિય અને મન દ્વારા શ્રુતને અનુસરીને થતો બોધ એ શ્રુતજ્ઞાન છે. એના ૧૪ પ્રકાર છે.
અક્ષરદ્યુતઃ અક્ષરો પરથી થતું શ્રુતજ્ઞાન એ અક્ષર શ્રુત છે. અક્ષર ત્રણ પ્રકારે છે. લખાતા શબ્દો (હંસલિપિ વગેરે લિપિઓ) સંજ્ઞાક્ષર છે. ઉચ્ચારાતા શબ્દો વ્યંજનાક્ષર છે. શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ એ લબ્ધિઅક્ષર છે.
અનBરહ્યુતઃ ખોંખારો, ચપટી વગેરે પરથી થતો બોધ અનરશ્રુત છે. સંક્ષિશ્રુતઃ મનવાળા જીવો સંજ્ઞી છે એમનું શ્રત એ સંશિશ્રુત. અસંશી શ્રુતઃ મનવગરના જીવો સંજ્ઞી છે, એમનું શ્રુત અસંશિશુત.
સમ્યકશ્રુત ઃ સર્વજ્ઞવચનને અનુસરીને રચાયેલાં આચારાંગ વગેરે ગ્રન્યો એ સમ્યક્રશ્ચત. અથવા જેન-અજૈન કોઇપણ ગ્રથ પરથી સમ્યકત્વને થતો બોધ એ સમ્યકુશ્રુત.
મિથ્યાશ્રુત : મિથ્યાત્વીએ રચેલાં ગ્રન્થો એ મિથ્યાશ્રુત અથવા જૈન અજેને કોઇપણ ગ્રન્થપરથી મિથ્યાત્વીને થતો બોધ એ મિથ્યાશ્રુત.
સાહિશ્રુતઃ જેનો આરંભ થયો હોય તે. જેમકે એક જીવનું શ્રુતજ્ઞાન.
અનાદિષ્ણુતઃ જેનો આરંભ ન હોય તે. જેમને અનેક જીવોની અપેક્ષાએ શ્રુતજ્ઞાન.
સપર્યવસિત (સાત્ત) શ્રુતઃ જેનો અંત હોય છે, જેમકે ભરતક્ષેત્રમાં શ્રુતજ્ઞાન.
અપર્યવસિતશ્રુતઃ અંત વિનાનું શ્રુત. જેમકે મહાવિદેહક્ષેત્રમાં શ્રુતજ્ઞાન.
ગમિકહ્યુત : જે શાસ્ત્રમાં એકસરખા આલાવા-પાઠ હોય તે ગમિક શ્રત, જેમકે દૃષ્ટિવાદ.
અગમિકહ્યુતઃ જેમાં એકસરખા આલાવા ન હોય તેવા શાસ્ત્રો. જેમકે કાલિક શ્રુત.
અંગપ્રવિષ્ટ : ગણધર ભગવંતોએ રચેલી દ્વાદશાંગી. અંગબાહ્યશ્રુતઃ દ્વાદશાંગી સિવાયના શાસ્ત્રો.
શ્રુતજ્ઞાનના આ ૧૪ ભેદો સિવાય બીજી વિવલાથી પર્યાય શ્રુત વગેરે ૨૦ ભેદો પણ છે. જિજ્ઞાસુએ પહેલો કર્મગ્રન્થ વગેરેમાંથી એ જાણી લેવા.
સમાધાનમ્