________________
સાંવ્યવહારિક પ્રત્યક્ષ જોઇ ગયા. હવે પરોક્ષપ્રમાણનો વિચાર કરીએ. એના પાંચ પ્રકાર છે. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. ૧) સ્મરણ પહેલાં જે પ્રત્યક્ષ-અનુમાનાદિ થાય એ અનુભવ કહેવાય છે. આ અનુભવથી આત્મામાં સંસ્કાર પડે છે. એટલે કે જ્ઞાનાવરણીય કર્મનો અમુક ચોક્કસ પ્રકારનો ક્ષયોપશમ થાય છે. કાળાન્તરે ઉદ્ધોધક મળતાં એ સંસ્કાર જાગ્રત થાય છે ને તેથી સ્મરણ થાય છે. ૨) પ્રત્યભિજ્ઞાન : અનુભવ અને સ્મરણ, આ બે મળીને સંકલન સ્વરૂપ ઉત્પન્ન થતું એક જ્ઞાન એ પ્રત્યભિજ્ઞાન. જેમકે “આ તે જ જિનદત્ત છે.” આમાં “તે જ આટલો જ અંશ છે એ સ્મરણ છે, શેષ અંશ પ્રત્યક્ષ (અનુભવ) છે. આ બન્ને ભેગા થઇને થયેલું “આ તે જ જિનદત્ત છે” જ્ઞાન એ પ્રત્યભિજ્ઞાન છે. ૩) તર્કઃ સકળ દેશ અને કાળને વ્યાપીને થતો સાધ્યસાધનભાવાદિ વિષયક ઊહ (વિચારણા-ચિંતન) એ તર્ક છે. જેમકે જે કોઇ ધૂમાડો હોય છે તે બધો અગ્નિની હાજરીમાં જ હોય છે, અગ્નિની ગેરહાજરીમાં નહીં. આ તર્ક છે. ૪) અનુમાનઃ સાધન (હનુ) પરથી થતું સાધ્યનું જ્ઞાન એ અનુમાન છે. એના બે પ્રકાર છે-સ્વાર્થ અનુમાન અને પરાર્થ અનુમાન. સ્વાર્થઅનુમાનઃ ધૂમને જોયો, વ્યાપ્તિ યાદ આવી ને તેથી પર્વત પર આગ છે' એવું પોતાને જ્ઞાન થયું. આ સ્વાર્થ અનુમાન છે. પરાર્થઅનુમાન : પક્ષ, હેતુ વગેરેનું વચન ઉપચારથી અનુમાન કહેવાય છે, કારણકે એ વચન પરથી શ્રોતા અનુમાન દ્વારા અર્થબોધ કરે છે. તેથી આ વચન એ પરાર્થ અનુમાન છે. ૫) આગમ પ્રમાણ ઃ આપ્ત પુરૂષના વચન પરથી થતો અર્થબોધ એ આગમ છે. શાસ્ત્ર સાંભળવા કે વાંચવા એ તો શ્રાવણ કે ચાક્ષુષ પ્રત્યક્ષ છે. પણ એના પરથી થતું બધું શ્રુતજ્ઞાન એ આગમ પ્રમાણ છે. તેથી શ્રુતજ્ઞાન પરોક્ષમાં આવે છે. મતિજ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં આવે કે પરોક્ષમાં પણ આવે.
આમ, સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ જોયા. હવે પારમાર્થિક પ્રત્યક્ષ. એના ત્રણ પ્રકાર છે-અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન.
(અવધિજ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાય વિના રૂપી પદાર્થોનો અમુક મર્યાદાથી આત્માને થતો સાક્ષાત્ બોધ એ અવધિજ્ઞાન છે.
- ૧૦ - =-નય અને પ્રમાણ