________________
છે, એટલું જ પકડી શકે એ અબહુગ્રાહી મતિજ્ઞાન. એમ ચેવડો ખાતી વખતે પૌંઆ-શીંગ વગેરે દરેક ઘટકોનો સ્વાદ અલગ-અલગ પકડી શકે એ બહુગ્રાહી અને ન પકડી શકે એ અબહુગ્રાહી.
એક જ પ્રકારના બે વાજિંત્રના અવાજમાં રહેલા ફરકને પકડી શકે, બે વસ્ત્રોના અત્યન્ત સામાન્ય ફરકવાળા રંગના ફરકને પકડી શકે.આ બહુવિધગ્રાહી મતિજ્ઞાન છે, અને એ ન પકડી શકનાર અબહુવિધગ્રાહી મતિજ્ઞાન છે. સ્વવિષયમાં શીધ્ર નિશ્ચયાત્મક બોધ કરાવનાર મતિજ્ઞાન ક્ષિપ્રગ્રાહી છે. બે લગભગ સરખા ઠંડા એવા પાણીમાં ક્યું વધારે ઠંડું છે તેનો એક જ વાર તપાસીને નિર્ણય કરી આપે એ શિખગ્રાહી, બે-ચારવાર તપાસવું પડે તો અક્ષિપ્રગ્રાહી.
ધ્વજા વગેરે રૂપ નિશાની પરથી બોધ થાય કે “અહીં મંદિર છે' એ નિશ્રિતગ્રાહી મતિજ્ઞાન છે, અને એ વગર જ એવો બોધ થાય એ અનિશ્રિતગ્રાહી મતિજ્ઞાન છે.
અમુક નિશ્ચય કર્યા પછી મનમાં ઊંડે ઊંડે સંદેહ પડ્યા કરે એ સંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન અને કોઇ જ સંદેહ ન રહે એ અસંદિગ્ધગ્રાહી મતિજ્ઞાન.
એક વાર મળેલી જાણકારી દીર્ઘકાળ ટકે એ ધ્રુવગ્રાહી મતિજ્ઞાન. જેમકે એકવાર જોયેલો રસ્તો પાંચ વરસ પછી પણ યાદ હોય. જેને એ રીતે યાદ ન રહે એ અધૂવગ્રાહી મતિજ્ઞાન.
બહુગ્રાહી, અબહુગ્રાહી વગેરે આ બારે પ્રકાર અપાય અને ધારણામાં વ્યક્તપણે હોય છે. વ્યંજનાવગ્રહ વગેરે ત્રણમાં યોગ્યતારૂપે હોય છે. બહુગ્રાહી અપાય તરફ દોરી જનાર વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ અને ઇહામાં જેવી યોગ્યતા હોય છે એવી યોગ્યતા અબદુગ્રાહી અપાયને પેદા કરનાર વ્યંજનાવગ્રહ વગેરેમાં હોતી નથી. આવી જ રીતે બહુવિધગ્રાહી વગેરે બધા માટે જાણવું. આમ સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ વગેરે ૨૮ ભેદના (દરેકના) બહુગ્રાહી વગેરે ૧૨૧૨ ભેદ થવાથી કુલ ૨૮ x ૧૨ = ૩૩૬ ભેદ થાય છે. એમાં અશ્રુતનિશ્રિતમતિજ્ઞાનના ઓત્પાતિકી બુદ્ધિ વગેરે ચાર ભેદ ઉમેરવાથી મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદ પણ થાય છે.
મતિજ્ઞાન જેમ પરોક્ષપ્રમાણ છે એમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષપ્રમાણ છે. માટે એનો પણ થોડો વિચાર કરી લઇએ.
-
૮
=-નય અને પ્રમાણ