________________
(૩) કાર્મિકી બુદ્ધિઃ વારંવાર કરવામાં આવતી ક્રિયાથી ઉત્પન્ન થતી એક ક્રિયા અંગેની વિશિષ્ટ બુદ્ધિ..જેમકે સુથાર-લુહાર વગેરેને કામ કરતા કરતા ઘણી સ્કુરણાઓ થાય.
(૪) પારિણામિકી બુદ્ધિ : ઉંમર વધતા વધતા અનુભવોનો સરવાળો થવાથી કઇ બાબતનું શું પરિણામ આવશે ? એ પહેલેથી જાણી લેતી બુદ્ધિ એ પરિણામિકી બુદ્ધિ છે. - આ ચારે પ્રકારની બુદ્ધિ અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે. આશય એ છે કે એક અન્ય વિવક્ષાથી (પ્રકારથી) મતિજ્ઞાનના બે પ્રકાર છે. શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન અને અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન.
જે પૂર્વે શ્રુતના સંસ્કાર પામેલું હોય તે ધૃતનિશ્ચિતમતિજ્ઞાન..અને જે એવા સંસ્કાર ન પામેલું હોય તે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન.
શંકા જે શ્રુતના સંસ્કાર પામેલું છે એ તો શ્રુતજ્ઞાન જ નથી?
સમાધાનઃ ભૂતકાળમાં શ્રુતને અનુસરીને જ્ઞાન થયેલું હોય તે શ્રુતના સંસ્કાર પામેલું કહેવાય. પણ વર્તમાનમાં જ્યારે એ જ્ઞાન થઇ રહ્યું છે ત્યારે શ્રતને અનુસરવાનું નથી માટે મતિજ્ઞાન છે. જેમકે જીવવિચાર પ્રકરણની બાવીસા પુઢવીએ.ગાથા પરથી જાણ્યું કે પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું ? એ જાણવા આ પંક્તિનું આલંબન લેવું પડે અને બોધ થાય તો એ શ્રુતજ્ઞાન જ છે, કારણકે શાસ્ત્રસ્વરૂપ શ્રતને અનુસરીને થઈ રહ્યું છે. વારંવાર આવો બોધ કરવાથી પછી એવો અભ્યાસ પડી જાય છે કે જેથી હવે ગ્રન્થની પંક્તિને યાદ કરવાની જરૂર રહેતી નથી. ફટ્ દઇને બાવીશ હજાર વર્ષ જવાબ દઇ દેવાય છે. આ મતિજ્ઞાન છે કારણ કે શ્રુતને અનુસર્યા વગર થયું છે. તેમ છતાં, એ પૂર્વે શ્રુતથી આ જાણકારી મેળવી ન હોય, એના સંસ્કાર પડ્યા ન હોય, તો માત્ર મતિજ્ઞાનથી આ જાણવું ક્યારેય શક્ય નહોતું માટે આ શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે. ઓત્પાતિકી બુદ્ધિ વગેરેમાં જે બોધ થાય છે એ પૂર્વે ક્યારેય થયો જ નથી, એટલે ભૂતકાળમાં પણ શ્રુતને અનુસરવાનું હતું જ નહીં. માટે એ અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન છે.
વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ વગેરે ઋતનિશ્રિત મતિજ્ઞાન છે. વળી એ દરેકના પણ બહુ, બહુવિધ વગેરે ૧૨-૧૨ ભેદો છે.
વરઘોડામાં દરેક વાજિંત્રના જુદા જુદા અવાજને પકડી શકે એવો બોધ એ બહુગ્રાહી મતિજ્ઞાન, અને એ ન પકડી શકે, માત્ર વરઘોડાનો અવાજ
સમાધાનમ્ -