________________
કહેવાય છે. પણ એ એક સમયનો નથી હોતો, અસંખ્ય સમયનો હોય છે. તથા સાવ અસ્પષ્ટ હોતો નથી. એટલે આને વ્યાવહારિક અર્થાવગ્રહ કહે છે. આવું જ આગળ-આગળ પણ જાણવું. એટલે કે ઉત્તરોત્તર વિશેષ ધર્મોની જિજ્ઞાસા પ્રવર્તે તો પૂર્વ પૂર્વનો અપાય પછી-પછીની ઇહા માટે વ્યાવહારિક અર્થાવગ્રહનું કામ કરે છે.
આમ કર્શેન્દ્રિયના વ્યંજનાગ્રહ, અર્થાવગ્રહ, ઇહા, અપાય અને ધારણા થાય છે. એ જ રીતે ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય માટે જાણવું. પણ ચક્ષુ અને મન માટે એવું નથી. કારણકે આ બે ઇન્દ્રિયો ઘી-તેલના દીવા જેવી નથી પણ વીજળીના દીવા જેવી છે. વીજળીનો દીવો તો કરંટ પસાર થયો નથી ને પ્રજ્વલિત થઇ ઊઠ્યો નથી. એમ આ બે ઇન્દ્રિયો વિષય ઉપસ્થિત થવા પર તરત જ બોધ કરાવી દે છે, ભૂમિકા ઊભી કરવા અસંખ્ય સમયની રાહ જોવી પડતી નથી. એટલે આ બે ઇન્દ્રિયોના વ્યંજનાવગ્રહ હોતા નથી, માત્ર અર્થાવગ્રહ ઇહા, અપાય અને ધારણા જ હોય છે.
આમ, અર્થાવગ્રહ, ઇહા, અપાય અને ધારણા પાંચ ઇન્દ્રિય તથા મન, આ ૬ના હોવાથી ૨૪ ભેદ થાય છે. અને વ્યંજનાવગ્રહ ચાર ઇન્દ્રિયનો હોવાથી ચાર ભેદ છે. તેથી મતિજ્ઞાનના ૨૪ + ૪ = ૨૮ ભેદ થાય છે.
અથવા, વ્યંજનાવગ્રહ પણ છેવટે અવગ્રહનો જ પેટાભેદ છે. એટલે ધારણાના પેટાભેદ જેમ સ્વતંત્ર ગણતા નથી એમ વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર પણ સ્વતંત્ર ન ગણીએ તો છ ઇન્દ્રિયના અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા...એમ કુલ ૨૪ ભેદ થાય છે. એમાં ચાર પ્રકારની બુદ્ધિ ઉમે૨વાથી મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદ થાય છે.
(૧) ઔત્પાતિકી બુદ્ધિ – જે પૂર્વે જોયું નથી, સાંભળ્યું નથી, વિચાર્યું નથી કે અનુભવ્યું નથી એવું પણ, તેવી તેવી પરિસ્થિતિ કે સમસ્યા નિર્માણ થવા ૫૨ સ્ફુરણ થાય ને એના દ્વારા પ્રયોજન સરી જાય એ ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. જેમકે અભયકુમાર, રોહક, બીરબલ વગેરેની બુદ્ધિ.
(૨) વેનયિકી બુદ્ધિ - ગુરૂનો વિનય કરવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વૈનયિકી બુદ્ધિ કહેવાય છે. આમાં ગુરૂએ ન ભણાવેલું હોય એવું પણ ઘણું ઘણું જાણવાની ક્ષમતા પ્રગટતી હોય છે. જેમકે પગલા વગેરેના દર્શનથી એક આંખે કાણી, હાર્થિણી પર સવાર થયેલી સગર્ભા રાણી પુત્રને જન્મ આપશે વગેરે જાણી લેનાર શિષ્યની બુદ્ધિ.
૬
નય અને પ્રમાણ