________________
નથી, માટે આ પુરૂષ ન હોઇ શકે. આવી વિચારણા એ અસદ્ભૂત અર્થના (અવિદ્યમાન વસ્તુના) નાસ્તિત્વના હેતુની વિચારણા છે. ‘આ ઠુંઠું' જ છે' વગેરેરૂપ નિશ્ચય થવા પૂર્વે આ ત્રણે અંશોની કે યથાયોગ્ય એક બે અંશોની ચાલતી વિચારણા એ ઇહા છે.
ઇહાના અંતે ‘આ ઠૂંઠું જ છે', એવો, અથવા ‘આ પુરૂષ નથી જ’ એવો, અથવા ‘આ ઠુંઠું છે, પુરૂષ નથી' એવો જે નિશ્ચય (નિર્ણય) થાય છે એ અપાય છે.
‘આ ઠુંઠું જ છે' વગેરે રૂપે થયેલા નિશ્ચયની દૃઢતા માટે એ જ વખતે એ નિશ્ચય ફરી ફરી દોહરાવાય તો એ ધારણા છે. આશય એ છે કે ધારણાના ત્રણ પેટા ભેદ છે. અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. અપાય થયા પછી નિશ્ચયનું ફરી ફરી દોહરાવું એ અવિચ્યુતિ છે. એના પ્રભાવે આત્મામાં એના દઢસંસ્કાર પડે છે, અર્થાત્ એક ચોક્કસ પ્રકારનો ક્ષયોપશમ થાય છે. આ વાસના છે. કાળાન્તરે આ સંસ્કારને જાગ્રત કરી આપે એવો ઉદ્બોધક (નિમિત્ત) મળવા ૫૨ પૂર્વાનુભૂતનું સ્મરણ થવું એ ધારણાનો ત્રીજો ભેદ સ્મૃતિ છે.
શંકા : વાસના તો ક્ષયોપશમરૂપ છે, જ્ઞાનરૂપ નથી. પછી મતિજ્ઞાનના ભેદમાં કેમ ?
સમાધાન ઃ તમારી વાત બરાબર છે છતાં, એ જ્ઞાનાત્મક અવિચ્યુતિના કાર્યરૂપ છે ને જ્ઞાનાત્મક સ્મૃતિના કારણરૂપ છે. તેથી ઉપચારથી ‘જ્ઞાન’ હોવાથી મતિજ્ઞાનના ભેદમાં ગણાય છે.
હવે આપણે પાછા અર્થાવગ્રહ ૫૨ આવીએ. અસંખ્ય સમયના વ્યંજનાવગ્રહ પછી એક સમયનો જે અર્થાવગ્રહ થાય છે એમાં કોઇ જ વિશેષનો બોધ હોતો નથી. કારણકે ‘આ શબ્દ છે' આટલો બોધ પણ નિશ્ચયાત્મક હોવાથી ‘અપાય’ છે. આ એક સમયનો થયેલો પ્રથમ અર્થાવગ્રહ ‘નૈયિક અર્થાવગ્રહ' કહેવાય છે. પછી ઇહા ચાલે છે ને એના અંતે ‘આ શબ્દ છે'. એવો અપાય થાય છે. આ અપાય થયા પછી જો આગળ જિજ્ઞાસા પ્રવર્તે કે આ શબ્દ શંખનો હશે કે શિંગડાનો ? (શંખ ફૂંકવાથી પેદા થયેલો શબ્દ છે કે શિંગડું ફુંકવાથી પેદા થયેલો ?) ને પછી સંભાવના વગેરે ત્રણ વિચારણાઓ ચાલે તો એ ઇહા બને. પૂર્વે ‘આ શબ્દ છે' એવો જે અપાય થયેલો છે એ અપાય જ આ ઇહા માટે અર્થાવગ્રહની ગરજ સારે છે માટે એ અર્થાવગ્રહ
સમાધાનમ્
૫