________________
એવા જ અર્થમાં, આ સાતે નયો પરસ્પર વિરોધી અભિપ્રાય ધરાવનાર હોવા છતાં, સાથે મળીને સાદુવાદ તત્ત્વવિજ્ઞાનની સેવા જ કરતા હોય છે.
હવે, આ જે નય છે તે વસ્તુના અમુક સ્વરૂપ યા ગુણધર્મોનું જ્ઞાન આપનાર છે, એમ આપણે ઉપર કહ્યું. તો પછી જ્ઞાન મેળવવાની પદ્ધતિનો પણ આપણે વિચાર કરી લઇએ.
આ માટે, જેનતત્ત્વજ્ઞાનીઓએ ટાંકેલું એક વાક્ય આપણે અહીંટાંકીએ:માનરથ : | આ વાક્યનો અર્થ એ થાય છે કે કોઇ પણ વસ્તુનું જ્ઞાન બે રીત થાય છે, એક પ્રમાણથી અને બીજું “નય થી. આ વાક્યમાં પ્રમાણ અને નયને અલગ બતાવવામાં આવ્યા છે; પરંતુ, નયનો વિષય એ જ “પ્રમાણ નો વિષય છે.
શાસ્ત્રકારોએ, નયને પ્રમાણનો એક અંશ માન્યો છે. પ્રમાણમાં પણ આગમ અથવા શ્રુત (શાસ્ત્ર) પ્રમાણનો એ અંશ છે. અહીં આપણે પ્રમાણની . વાતને વચ્ચે લાવ્યા છીએ, તો ચાલો, પ્રમાણને પણ બરાબર સમજી લઇએ.
પ્રમાણ એટલે “સાબિતી-Proof' જેના વડે વસ્તુ નિઃસંદેહ અને બરાબર જણાય તથા સમજાય, એ પ્રમાણ'.
મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવ અને કેવળ' એવાં જે પાંચ જ્ઞાન જૈન તત્ત્વવેત્તાઓએ બતાવ્યા છે, જ્ઞાન સ્વયં એક પ્રમાણ હોઇ, પ્રમાણ તરીકે પણ બતાવ્યા છે.
ન્યાયદર્શનમાં ચાર પ્રમાણો બતાવવામાં આવ્યા છે. આમાં, પ્રત્યક્ષ' અને “પરોક્ષ' એ નામના બે મુખ્ય પ્રમાણો છે. પરોક્ષ પ્રમાણના ત્રણ વિભાગો બતાવ્યા છે, (૧) અનુમાન (૨) ઉપમાન અને (૩) આગમ એવા ત્રણ વિભાગ છે. આ બધાને ક્રમસર નીચે મુજબ રજુ કરવામાં આવે છે - (૧) પ્રત્યક્ષ પ્રમાણ (૨) અનુમાન પ્રમાણ (૩) ઉપમાન પ્રમાણ (૪) આગમ (શાસ્ત્ર) પ્રમાણ.
આ ચારે પ્રમાણોને હવે આપણે ક્રમશઃ સમજીએ.
પ્રત્યક્ષ પ્રમાણ ઃ આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ આપણી પાંચ ઇંદ્રિયો છે. આ પાંચ ઇંદ્રિયો તથા મન દ્વારા જે વસ્તુનો આપણને બોધ થાય, જે વસ્તુ આપણી સમજણમાં આવે તેને પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. દાખલા તરીકે એક ફુલ આપણા હાથમાં આવે, ત્યારે એના ગંધ, રંગ, આકાર વિગેરેનું જે જ્ઞાન આપણને થાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. આ ફુલ આપણા હાથમાં ન હોય અને આપણે જોઇ ન શકીએ એવી રીતે ક્યાંક નજીકમાં મુકેલું હોય, ત્યારે
=-નય અને પ્રમાણ