________________
છે. જેમકે સ્થા ધાતુને સં અને નવ ઉપસર્ગ લાગતાં ક્રમશઃ સંતિકતે અને મતિને રૂપ બને છે. આ બન્નેના વાર્થ જુદા છે. એમ શબ્દનય કહે છે. આમ, શબ્દનય કાળ-કારક-લિંગ-વચન-પુરૂષ અને ઉપસર્ગના ભેદે અર્થભેદ માને છે.
સમભિરૂઢનયઃ આ નય, બોલાતી ઘટ' વગેરે સંજ્ઞા પર સમભિરોહણ કરે છે, માટે સમભિરૂઢનય કહેવાય છે. આશય એ છે કે ઘટાદિ શબ્દરૂપ સંજ્ઞાનો ઘટ વગેરે રૂપ જે વાચ્યાર્થ હોય છે તે “ઘટ' પદવાઓ જ હોય છે, નહીં કે કુંભકુટ વગેરે પદવાઓ પણ. એટલે, આ નય તે તે વાચ્યાર્થીના વાચક તરીકે ઘટ' વગેરે શબ્દરૂપ સંજ્ઞા પર જ સમભિરોહણ કરે છે એટલે કે વાચક તરીકે તે તે શબ્દને જ પ્રમાણભૂત માને છે. તેથી આ નયે શબ્દભેદે અર્થભેદ છે. “ઘટ' પદનો વાચ્યાર્થ જુદો, “કુંભ' પદનો વાર્થ જુદો, “કળશ' પદનો વાચ્યાર્થ જુદો. પર્યાયવાચી શબ્દોને જુદા માનતો આ નય ઘડો, કુંભ, કળશ વગેરે દરેક શબ્દથી જણાવાતી વસ્તુ જુદી જુદી છે તેવું માને છે.
એવંભૂતનયઃ આ નય એમ માને છે કે દરેક શબ્દો ક્રિયાવાચક શબ્દો પરથી બન્યા છે. એટલે વાચ્યાર્થ જ્યારે તે તે ક્રિયાથી યુક્ત હોય ત્યારે જ તે તે શબ્દના વાચ્યાર્થ તરીકે આ નયને માન્ય છે. જેમકે “ઘટ' શબ્દ ઘટન ક્રિયા પરથી બન્યો છે. ઘટનક્રિયા એટલે સ્ત્રીના માથે આરૂઢ થઇને થઇ રહેલી જળાહરણ ક્રિયા, તેથી એવંભૂતનય, સ્ત્રીના મસ્તકે આરૂઢ થઇને જળાહરણ કરી રહેલા ઘડાને જ “ઘટ' માને છે, એ પૂર્વે કે એ પછી નહીં, કારણકે ત્યારે એમાં જળાહરણરૂપ ઘટન હોતું નથી એટલે કે ઓરડાના ખૂણામાં અધોમુખ રહેલો ઘડો આ નયને “ઘટ' તરીકે માન્ય નથી.
નગમાદિ આ સાત નયોમાં પૂર્વ-પૂર્વનો નય વિશાળ અર્થવાળો છે, અને એની અપેક્ષાએ પછી પછીનો નય અલ્પવિષયવાળો છે. નગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર..આ ચાર નયો અર્થને પ્રધાન કરનારા હોવાથી અર્થનય છે અને શબ્દ, સમભિરૂઢ તથા એવંભૂતનય શબ્દને મુખ્ય કરનારા હોવાથી શબ્દનાય છે.
=-નય અને પ્રમાણ