________________
'છે તયોની પેક્ષિક સત્યતા છે
નગમનય પિંડ-શિવકાદિ દરેક અવસ્થાને “ઘટ' માને છે. એટલે સંગ્રહનય એને કહે છે કે જેમાં ઘડાનો આકાર જોવા મળતો નથી એવા પિંડ વગેરેને તું એક ઘટ તરીકે સ્વીકારે છે તો જેમાં ઘડાનો સ્પષ્ટ આકાર જોવા મળે છે એ હજારો ઘડાને એક ઘટ તરીકે કેમ જોતો નથી ? - વ્યવહારનય આ બન્નેને કહે છે કે જળાહરણ પિંડ વગેરેથી પણ નથી થતું કે ઘટ સામાન્યથી પણ નથી થતું. એટલે ઘટ ઊર્ધ્વતાસામાન્ય કે ઘટતિર્યકસામાન્ય અર્થક્રિયાકારી ન હોવાથી અસત છે.
જુસૂત્ર વ્યવહારનયને કહે છે કે સામાન્ય અર્થક્રિયાકારી ન હોવાથી જો અસત્ છે તો અતીત-અનાગત અને પરકીય વસ્તુ પણ સમાન રીતે અર્થક્રિયાકારી નથી, પછી એને પણ શા માટે માનવાની ? તેથી માત્ર સ્વકીય વર્તમાન વસ્તુ જ માનવી જોઇએ.
શબ્દનય ઋજુસૂત્રને કહે છે કે જો અતીત-અનાગત ઘટથી પ્રયોજન સરતું ન હોવાથી તું માનતો નથી, તો નામ-સ્થાપના-દ્રવ્ય ઘટથી પણ પ્રયોજન સરતું નથી જ, માટે એ પણ ન જ માનવા જોઇએ. (શબ્દાદિનો માત્ર ભાવનિક્ષેપ સ્વીકારે છે.) વળી તૃષાશમન શાનાથી થાય છે ? જળથી કે જળમાં રહેલા માધુર્યથી ? જળથી કદી તૃષા શમતી નથી, કારણકે સમુદ્રજળથી એ થઇ શકતું નથી. તેથી માધુર્યથી તુષાશમન થાય છે, એમ માનવું પડે છે. તેથી પર્યાય જ અર્થરિયાકારી હોવાથી એ જ સ્વીકારવા જોઇએ, દ્રવ્ય નહીં.
' શબ્દનયને સમભિરૂઢનય કહે છે કે જો કાળ-કારક વગેરે ભેદે અર્થભેદ તું માને છે તો શબ્દભેદે અર્થભેદ કેમ નથી માનતો ?
કુંભમાં ઘટના નથી તો કુંભને તું “ઘટ' માનતો નથી, તો ખૂણામાં પડેલા ઊંધા ઘડામાં પણ ઘટન (જળાહરણાદિ) ન હોવાથી એને પણ ઘટ’ શી રીતે મનાય ? એટલે જ્યારે જળાહરણાદિ ક્રિયા કરી રહ્યો હોય ત્યારે જ ઘડાને “ઘટ' માનવો જોઈએ એમ એભૂતનય સમભિરૂઢનયને કહે છે.
એવંભૂતનયને સમભિરૂઢ કહે છે- તું જળાહરણાર્થી હોય ત્યારે શું કરે છે ? એવંભૂત-ઘડો લઇને જલાહરણ કરું છું. સમભિરૂઢ-પણ જળાહરણ પૂર્વે તો એ તારા મતે “ઘટ’ છે જ નહીં. એ તો પટ સમાન જ છે છતાં તું પટને ન લેતા “ઘટને જ લે છે એ સૂચવે છે કે તારે પણ ઘટનકાળ પૂર્વે એને “ઘટ’ માનવો જરૂરી છે.
શબ્દનય સમભિરૂઢને કહે છે કે જળાહરણાદિ ન હોય ત્યારે પણ એની
સમાધાન....