________________
(ઘટનની) યોગ્યતા હોવાથી જેમ તું એને ‘ઘટ' માને છે, તો એમાં કુંભન વગરેની પણ યોગ્યતા છે જ, તો એને કુંભ કેમ નથી માનતો ?
શબ્દનયને ઋજુસૂત્રનય કહે છે કે ‘ઘટ’ ‘ફુટ’ ‘કુંભ’ વગેરે સાવ જુદા શબ્દોના વાચ્યાર્થને પણ જો તું એક માને છે તો તદઃ તટી: તદં વગેરે માત્ર લિંગભેદ વગેરે ધરાવનારા શબ્દોના વાચ્યાર્થને એક કેમ નથી માનતો ? વળી તૃષાશમનનો અર્થી મધુરતાને નહીં, જળને જ શોધે છે. એટલે માધુર્યયુક્ત જળને અર્થક્રિયાકારી કેમ ન માનવું ? અને માધુર્ય જ જો તૃષાશમન કરતું હોય તો સાકરમાં રહેલ માધુર્યથી પણ તૃષાશમન થવું જોઇએ, જે થતું નથી. હવે વ્યવહારનય સ્વમાન્યવાતનો સ્વીકાર કરાવવા ૠજુસૂત્રનયને કહે છે કે હે ૠજુસૂત્ર ! જળાહરણાદિ પ્રયોજન અસંભવિત હોવા છતાં તું નામઘટ વગેરે નિક્ષેપા જો માને છે તો અતીત ઘટ વગેરેને પણ કેમ સ્વીકારતો નથી ?, વળી એ ઘટ પણ ‘ઘટ’ પદવાચ્ય તો છે જ.
[જુસૂત્રનયની એક માન્યતા એવી પણ છે કે બીજપ્રથમક્ષણ (પ્રથમક્ષણીય બીજ) અંકુરોત્પાદનું કારણ નથી, પણ બીજચરમક્ષણ (ચરમક્ષણીયબીજ) જ કારણ છે, કારણ કે દ્વિતીય ક્ષણે કાંઇ અંકુરોત્પાદ થતો નથી. આના પર વ્યવહારનય કહે છે કે] અંકુરાર્થી બીજ પ્રથમક્ષણમાં જ પ્રવૃત્તિ કરે છે, માટે બીજ પ્રથમક્ષણને પણ કારણ માનવી જ જોઇએ. જો એ કારણ ન હોય તો અંકુરાર્થી જેમ રેતીનું ગ્રહણ કરતો નથી એમ બીજ પ્રથમક્ષણનું પણ ગ્રહણ શા માટે કરે ?
વ્યવહારનયની આ વાત સાંભળી સંગ્રહનય એને કહે છે-અંકુરવિશેષ (=અમુક ચોક્કસ અંકુર) પ્રત્યે બીજવિશેષ (=અમુક ચોક્કસ બીજ) કારણ છે એવો નિશ્ચય તો તે બીજવિશેષથી તે અંકુરવિશેષ ઉત્પન્ન થાય પછી જ થઇ શકે છે. એ પહેલા નહીં. એટલે અંકુરવિશેષાર્થી બીજવિશેષમાં પ્રવૃત્તિ કરે એ શક્ય જ નથી. પણ અંકુર તરીકે કોઇપણ અંકુર પ્રત્યે બીજ તરીકે કોઇપણ બીજ કારણ છે, એટલે કે અંકુરસામાન્ય પ્રત્યે બીજસામાન્ય કારણ છે, એમ સામાન્ય કાર્યકારણભાવ માનીને જ અંકુરાર્થી બીજમાં પ્રવૃત્તિ કરે છે. તેથી સામાન્યનો કાર્યકારણભાવ તો માનવો જ પડે છે, પછી વિશેષનો પણ તે માનવાનું ગૌરવ શા માટે ? વળી સામાન્ય કારણ છે, તેથી અર્થક્રિયાકારી બનવાથી એ જ ‘સત્’ તરીકે પણ સિદ્ધ થશે.
હવે નૈગમનય સંગ્રહનયને કહે છે-હે સંગ્રહનયવાદી ! જેઓમાં પરસ્પર બિલકુલ તાદાત્મ્ય નથી એવા પણ બધા ઘડાઓનો એકડારૂપે સંગ્રહ કરતો તું જેઓનું કંઇક પણ તાદાત્મય સંગત છે તે પિંડ-શિવક વગેરેનો ઘડા તરીકે કેમ સંગ્રહ કરતો નથી ?
-નય અને પ્રમાણ
૮