________________
વ્યવહારનય નેગમને પૂછે છે-પિંડાદિ જળાહરણાદિરૂપ અર્થક્રિયા કરતા નથી તો એને “ઘડો' શી રીતે કહેવાય ?
નગમનય ઃ ખૂણામાં ઉંધો રહેલો ઘડો પણ એ કરતો નથી, છતાં એને ઘડો કહો જ છે ને !
શંકા : કાળાન્તરે તો એ ઘટ પણ એ કરે જ છે ને ! સમાધાન : કાળાન્તરે તો પિંડ પણ એ કરે જ છે.
શંકા : પિંડને પૃથુબુબ્બોદરાદિ આકારૂપ રૂપાન્તરને પામવું પડે છે, ઘડાને કોઇ રૂપાન્તર પામવું પડતું નથી, માટે ઘણો ફરક છે.
સમાધાન ઃ ના, એ ફરક નથી. પિંડમાં પણ એ ઘટાકાર રહ્યો જ હોય છે, માત્ર એને જોવા માટે નેગમનયની દૃષ્ટિ જોઇએ. જેની તરત પછીની ક્ષણે અંકુર ઉત્પન્ન થાય છે એ બીજચરમક્ષણમાં, બીજપ્રથમક્ષણ કરતાં કંઇક પણ વિલક્ષણતા ઊભી થઇ હોય છે. એટલે જ જુસૂત્રના અંકુરા પ્રત્યે માત્ર બીજચરમક્ષણને જ કારણ કહે છે. તેમ છતાં પણ તે વ્યવહારનયવાદી ! પ્રથમ ક્ષણથી ચરમક્ષણ સુધી બીજ એ જ છે, એમાં કોઇ જ વિલક્ષણતા હોતી નથી. અને તેથી બીજચરમક્ષણની જેમ બીજપ્રથમક્ષણ પણ સમાન રીતે અંકુરતું કારણ છે વગેરે તું જે કહે છે તેનાથી આ વાત સ્પષ્ટ જ છે કે બીજ પ્રથમક્ષણમાં વ્યક્તરૂપે નહીં દેખાતું અને અંકુરનું કારણ એવું બીજનું ચમક્ષણીય ચોક્કસ સ્વરૂપ તું ચરમણની જેમ પ્રથમક્ષણમાં પણ સમાન રીતે જૂએ જ છે અને કહે પણ છે. નહીંતર તો તારે પણ ઋજુસૂત્રની જેમ બીજપ્રથમાદિક્ષણને અંકુરનું અકારણ કહેવું પડે. બસ એ જ રીતે પિંડમાં (તેને) વ્યક્તરૂપે ન દેખાનાર, જળાહરણાદિમાં કારણભૂત અને પૃથુબુદ્ધોદરાદિ આકારથી ઉપસ્થિત એવું જ ચોક્કસ સ્વરૂપ છે એને ઘડાની જેમ પિંડમાં પણ રહેલું સ્વીકારવું જ જોઇએ ને તેથી પિંડ પણ ઘડો છે જ.
આમ દરેક નયની વાત અમુક અપેક્ષાએ સાચી હોવાથી તર્કસંગત છે એ જાણવું. આ સાતમાંના પ્રથમ ચાર નગમ-સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્રનય નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચારે નિક્ષેપા માને છે, જ્યારે શબ્દાદિ ત્રણ નયો માત્ર ભાવનિક્ષેપાને જ સ્વીકારે છે.
સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખીને બોલાતું હોય ત્યારે “ઘડો નિત્ય જ છે' આ દુર્નય છે, “ઘડો નિત્ય છે' આ નય છે, “ઘડો સ્યાદ્ નિત્ય છે' આ પ્રમાણ છે. “ઘડો નિત્ય જ છે' આ વાક્ય અનિત્યત્વઅંશનો ગર્ભિત રીતે પણ સ્વીકાર ન હોય તો દુર્નય છે, અને ગર્ભિત રીતે તેનો સ્વીકાર હોય તો નય છે. “ઘડો સ્યાદ્ નિત્ય છે “ઘડો નિત્યાનિત્ય છે' આ પ્રમાણ છે.
સમાધાનમું :