SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ એક દૃષ્ટિ નથી, પણ અનેક દૃષ્ટિ છે તે નૈકગમ. પછી નિરુકિતના નિયમોને અનુસરીને ‘ક’ નો લોપ થવાથી નૈગમ શબ્દ બન્યો છે. આ નય, એના એ જીવને સમ્યક્ત્વ, દેશવિરતિ વગેરે અનેક દૃષ્ટિથી જોનારો છે, માટે નેગમનય છે. સંગ્રહનય : દ્રવ્યનો બીજો અંશ છે તિર્યક્ સામાન્ય. દરેક ઘડામાં ઘટત્વ એક છે. એ તિર્યક્ સામાન્ય છે. દરેક પટમાં પટત્વ એક છે, એ તિર્યક્ સામાન્ય છે. દરેક આત્મામાં આત્મત્વ એક છે, એ તિર્યક્ સામાન્ય છે. ો આયા...આ સંગ્રહનયદૃષ્ટિ છે. વ્યવહારનયે જે અનંત આત્માઓ છે તે સંગ્રહનય દૃષ્ટિથી એક જ છે. વ્યવહારનયે આત્માઓ અનંત છે, પણ એ દરેકમાં રહેલ આત્મત્વ એક છે. આત્મત્વમાં રહેલ આ એકત્વનો આત્મામાં ઉપચાર કરીને ો આયા સૂત્રની સંગતિ વ્યવહારનય કરે છે, પણ સંગ્રહનયની દૃષ્ટિએ તો આત્મા એક જ છે. માટે વિના ઉપચાર આ સૂત્ર સંગત થાય છે. એમ, વ્યવહારનયે જે હજારો ઘડા છે એ સંગ્રહનયે એક જ ઘડો છે. એમ, વ્યવહારનયે જે હજારો મૃત્કિંડ છે એ સંગ્રહનયે એક જ મૃત્કિંડ છે, પણ એ ઘટ નથી. એટલે, એક પરંપરામાં થયેલ માટીનો પિંડ, શિવક, સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ આ બધું નૈગમનયે એક જ છે, ઊર્ધતાસામાન્ય રૂપ છે, ‘ઘટ’ છે. પણ સંગ્રહનયે એ બધું અલગ અલગ છે, કારણકે પિંડત્વ, શિવકત્વ...ઘટત્વ વગેરે તિર્યક્ષામાન્ય ભિન્ન ભિન્ન છે. જ પણ, હજારો ઘડા નૈગમનયે એક નથી કારણકે પૂર્વોત્તરકાળભાવી દરેકની પરંપરા અલગ-અલગ છે, તેથી બધાના ઊર્ધ્વતાસામાન્ય અલગ-અલગ છે. પરંતુ સંગ્રહનયે એ હજારો ઘડા એક જ છે, કારણકે તિર્યક્ સામાન્ય એક જ છે. વળી સમજવા જેવું એ છે કે વ્યવહારનય આત્મત્વને, ઘટત્વને તિર્યક્ સામાન્ય કહે છે જ્યારે સંગ્રહનય આત્માને, ઘટને જ તિર્યક્સામાન્ય કહે છે, કારણકે સંગ્રહનયે આત્મા, ઘટ વગેરે એક-એક જ છે, ને એને જ એ જુએ છે. શંકા : ઘટ જો એક જ છે, તો તિર્યક્ સામાન્ય જેવી વસ્તુ જ નહીં રહે કારણ કે અનેકમાં જે સમાનપણું તે સામાન્ય કહેવાય છે. સમાધાન : વ્યવહારનયે જે અનેક ઘટ છે તે બધામાં સાધારણપણે એક ઘટ સંગ્રહનયે છે. એ જ તિર્યક્ સામાન્ય છે. શંકા : અનેકત્વ વ્યવહારનયે અને એકત્વ સંગ્રહનયે...આ કેવું ? ૨૦ નય અને પ્રમાણ
SR No.023295
Book TitleSamadhanam
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy