________________
નિર્ણય કરવાની છૂટ તો આમાં અંતર્ગત છે જ, આવી રીતે અણધારી ઝડપથી કોઇ નિર્ણય આપણે લેવો પડ્યો હોય, તો તે પછી પણ નયદૃષ્ટિથી અને સ્યાદ્વાદ પદ્ધતિથી વિચાર કરવાનું આપણે માંડીન વાળવું, વિચારતો કરવો જ.
નિર્ણય લઇ લીધા પછી પણ, એ નિર્ણયની સારાસારતાનો વિચાર કરવાની ટેવ આપણે રાખીએ, તો તેથી આપણને ફાયદો જ થશે, લીધેલો નિર્ણય કોઇવાર ભૂલ ભરેલો જણાય, તો તેમાંથી ઝડપભેર પાછા ફરી જવાનું શરૂઆતના તબક્કામાં ઘણું સુગમ બને છે. જો વિચાર ન કરીએ, તો ભૂલ આપણને સમજાતી નથી અને પછી જ્યારે તે સમજાય છે, ત્યારે ઘણું મોડું થઇ ગયું હોવાથી, તેમાંથી પાછા ફરવાનું અને એના પરિણામોમાંથી બચી જવાનું મુશ્કેલ બની જાય છે. એટલે, નિર્ણય લેતા પહેલાં અને નિર્ણય લીધા પછી, એમ બન્ને વખતે આપણને મળેલી આ નવી દૃષ્ટિનો લાભ લેવાની અને એ પદ્ધતિથી વિચાર કરવાની ટેવ તો પાડવાની જ.
આ રીતે વિચાર કરવાની ટેવ પાડવાથી સૌથી મોટો ફાયદો તો આપણને એ થાય છે કે તેથી આપણી સમજણ શક્તિ ખૂબ ખીલે છે. તદુપરાંત, આપણામાં સમતા, સહિષ્ણુતા, દઢતા, ધૈર્ય, સત્યપ્રિયતા, ઉદારતા અને વ્યવહાર દક્ષતા જેવા ઘણા આવશ્યક સગુણો આપોઆપ પ્રગટવા માંડે છે.
સામાન્ય રીતે માણસ પોતાને સાચો માને છે. કેટલીક વાર માની લીધેલું આ સાચાપણું મૂર્ખતાની પરાકાષ્ઠા સમું હોય છે. હું મૂર્ખ છું. કેવલ મૂર્ખ અને અજ્ઞાની છું.” એ વાતની માણસને ઝટ ખબર પડતી નથી. ઝટ તો ઠીક, લાંબા વખત સુધી અને ક્યારેક તો ક્યારેય પણ ખબર પડતી નથી, નયદૃષ્ટિથી વિચાર કરતાં માણસ શીખે, તો એનું અજ્ઞાન દૂર થાય છે. આ રીતે વિચાર કરવાની ટેવ, એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ-Psychoanalysis કરવામાં પણ મદદગાર થાય છે, સરવાળે તેથી કલ્યાણ જ થાય છે.
આ નય પ્રકરણને સમાપ્ત કરતાં પહેલાં એક વિનંતી કરવાની છે. આ વિનંતી, સલાહ, સૂચના, જે કહો તે, એ છે, કે “આપણી જાતને હોંશિયાર સર્વગુણસંપન્ન માનીને અને અહંભાવને વચ્ચે લાવીને કદીપણ ચાલવું-વર્તવું નહિં. બીજાની સલાહ, સુચના કે સહાય મેળવવામાંથી આપણી જાતને વંચિત ન રાખવી. યોગ્ય ગુરૂ, વડીલ અથવા મિત્ર પાસેથી માર્ગદર્શન મેળવવા હંમેશાં તૈયાર રહેવું.”
કારણ– “જ્ઞાન, ગુરૂ વિનાનું મળતું નથી.”
-
૫૮
-
=-નય અને પ્રમાણ