________________
અહીં એક વ્યવહાર ફરીથી યાદ કરી લઇએ. રોજબરોજના જીવનમાંના આપણા આચરણો નક્કી કરવામાં પણ, આપણી મુખ્ય દૃષ્ટિ ધર્મ ઉપર નહિ હોય, તો સદ્ધર્મને બતાવનારા સદ્વિચાર (તત્ત્વજ્ઞાન) ઉ૫૨ નહિ હોય, તો ‘સરવાળે સુખ’ના ભોક્તા આપણે કદી પણ નહિ બની શકીએ.
અહીં જે સાત નય બતાવવામાં આવ્યા છે, તે મુખ્ય મુખ્ય છે. તે સિવાય પણ નયમાં ઘણા વિભાગો છે. એના સેંકડો ભેદ છે. જેટલા પ્રકારના વચન અથવા વચનના અભિપ્રાય છે, એટલા પ્રકારના નય છે, એના પ્રયોગો પણ પાર વગરના છે, સાવચેતી ફક્ત એટલી રાખવાની છે, કે, આપણે ‘સુનયને વળગી રહીએ અને દુર્નય ઉપર કે નયાભાસ ઉપર ઉતરી ના જઇએ.’
કોઇપણ પ્રશ્ન, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સમસ્યા પરત્વે વિચાર કરીને નિર્ણય લેવાનો પ્રસંગ ઉભો થાય, ત્યારે એટલું અવશ્ય યાદ રાખવું, કે પહેલી નજરે દેખાય કે જણાય તેવું જ હોતું નથી. એ દરેકને ઘણી બાજુઓ હોય છે. એ બધી જુદી જુદી બાજુઓને ધ્યાનમાં લેવાથી જ વસ્તુના ચોક્કસ સ્વરૂપને પામી શકાય છે. એ રીતે વિચાર કરવાથી જ કોઇપણ પ્રશ્નને ન્યાય આપી શકાય છે. જુદી જુદી દૃષ્ટિથી પ્રત્યેક બાબતને જોવાની ટેવ પાડવાથી, આપણને ઘણું નવું નવું અને કલ્યાણપ્રદ જાણવા મળે છે. આ વાતને બરાબર યાદ રાખવી.
કોઇ કદાચ એવો પ્રશ્ન ઉઠાવશે, કે ‘ઝડપથી નિર્ણય કરવો પડે એવી ઘણી બાબતો જીવનમાં ઉભી થાય છે.’ વળી આપણે આજે ‘ઝડપના જમાનામાં’ (Speed-Eraમાં) જીવીએ છીએ. તે વખતે, આવા બધા સ્થૂળ કે સૂક્ષ્મ વિચારો કરવા બેસીએ, તો ‘ગાડી ઉપડી જાય.’ આવા પ્રસંગોમાં શું કરવું ?
આનો જવાબ એ છે કે નયદૃષ્ટિથી અને સ્યાદ્વાદની પદ્ધતિથી વિચાર કરવાની આપણે ટેવો પાડીશું, તો જરૂર પડ્યે ઝડપથી નિર્ણય કરવામાં આપણને કશી મુશ્કેલી નહિ પડે. અંકગણિતમાં બતાવેલા આંક એક વાર આપણે ગોખી લઇએ, પછી, ‘અઢાર પંચા નેવું' એવો હિસાબ કરવા માટે પાંચ વખત અઢાર લખીને એનો સરવાળો કરવા બેસવાની કે કાગળ-પેનસીલની આપણને જરૂર પડતી નથી. એ જ પ્રમાણે, આ નયદૃષ્ટિ અને સ્યાદ્વાદ પદ્ધતિ એક વાર આપણને કોઠે પડી ગઇ, તે પછી ઝડપથી નિર્ણયો કરવામાં કશી મુસીબત આપણને નહિ પડે. કોઇ કોઇ પ્રસંગે, ઉતાવળે નિર્ણય કરીને ગાડીને પકડી પાડવા કરતાં તે ગાડીને ઉપડી જવા દેવાનું વધારે હિતાવહ પુરવાર થાય છે. આમ છતાં, આવા પ્રસંગોમાં આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને
સમાધાનમ્
૫૭