________________
(૨૮૦૬) માં કહ્યું છે કે આઘનગમ=સર્વવિશુદ્ધ નેગમન સર્વસંગ્રાહી નૈગમનય નમસ્કારને અનુત્પન્ન માને છે.
આના પર વિચાર કરીએ. દ્રવ્યાર્થિકનય નમસ્કારને જીવદ્રવ્યસ્વરૂપ માને છે. વળી અનુત્પન્ન એટલે ક્યારેય ઉત્પન્ન ન થયેલો અર્થાત્ અનાદિકાળથી વિદ્યમાન. મિથ્યાત્વી અવસ્થામાં, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય ભવોમાં કે અવ્યવહારરાશિમાં પણ એ જીવને આ નય નમસ્કાર' તરીકે જુએ છે. શાસ્ત્રોમાં પ્રસ્થક દ્રષ્ટાન્ત આવે છે. પ્રસ્થક એટલે અનાજને માપવાનું એક કાષ્ઠનિર્મિત સાધન, પ્રસ્થક બનાવવા માટે સુથાર કાષ્ઠ લેવા જંગલમાં જઇ રહ્યો છે. કોઇએ એને પૂછવા પર જવાબ આપ્યો કે પ્રસ્થક લેવા જઉં છું.” લાકડું છેદતી વખતે પણ “પ્રસ્થક છેદું છું” એવો જવાબ...એમ લાકડાને છોલવાની-કોરવાની વગેરે દરેક અવસ્થામાં પ્રસ્થક છોલું છું' વગેરે જવાબ આપે છે. આ દરેક અવસ્થામાં એને પ્રસ્થકરૂપે જોવું એ નેગનયની દ્રષ્ટિ છે.
જેમ જેમ પૂર્વોત્તરકાળભાવી વધુ ને વધુ અવસ્થાઓને તે તે રૂપે જોવાનું થાય એમ એમ નેગમનય વિશુદ્ધ થતો જાય છે. એમ કરતાં કરતાં ત્રણે કાળભાવી સર્વ અવસ્થાઓને વિવક્ષિત ઘટ-પ્રસ્થક કે નમસ્કારરૂપે જોનાર ગેંગમ સર્વવિશુદ્ધ નિગમ છે જેનો આવશ્યક નિર્યુક્તિમાં ઉલ્લેખ છે. વળી ત્યાં એમ પણ કહ્યું છે કે નિગમનય સામાન્યને જુએ છે. પૂર્વોત્તરકાળભાવી અવસ્થામાં રહેતું સામાન્ય ઊર્ધ્વતાસામાન્ય છે, તિર્ય સામાન્ય નહીં. માટે નગમનયનો વિષય ઊર્ધ્વતા સામાન્ય છે.
વળી ઊર્ધ્વતાસામાન્યને જો નગમનયનો વિષય ન માનવો હોય તો કોનો માનવો ?
શંકાઃ એને કોઇપણ નયનો વિષય નહીં માનવાનો..
સમાધાન ઃ તો શું ઊર્ધ્વતાસામાન્ય વસ્તુના અંશરૂપ નથી ? કે જેથી એને ગ્રહણ કરનાર નયનો સંભવ નથી. એટલે જેમ તિર્યસામાન્ય વસ્તુના અંશરૂપ હોવાથી તેને ગ્રહણ કરનાર સંગ્રહનય દષ્ટિ પ્રસિદ્ધ છે તેમ ઊર્ધ્વતા સામાન્ય પણ વસ્તુના અંશરૂપ હોવાથી તેને ગ્રહણ કરનાર કોઇ નયદષ્ટિ હોવી જ જોઇએ. આ ઊર્ધ્વતાસામાન્યરૂપ વસ્તુઅંશને ગ્રહણ કરવાને કોઇ ઇચ્છે ને એ મુજબ પ્રયત્ન કરે તો કોણ એને અટકાવી શકે ? તેથી એનું ગ્રહણ કરનાર કોઇક નય હોવો જ જોઇએ એ વાત નિશ્ચિત થઈ.
—-નય અને પ્રમાણ