SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિ સામાન્યરૂપ ન હોય એવા કોઇ આંબો-લીંબડો વગેરે દુનિયામાં અસ્તિત્વ ધરાવતા નથી માટે વનસ્પતિવિશેષ ( ચોક્કસ પ્રકારની વનસ્પતિ) જેવું કાંઇ છે નહીં. વ્યવહારનય એમ કહે છે કે જે અર્થક્રિયાકારી (પ્રયોજનને કરી આપનાર હોય) એ જ સત્ (=વિદ્યમાન) છે. અર્થક્રિયાકારી વિશેષ (ભેદ, અવસ્થા) હોય છે, સામાન્ય નહીં. જલાહરણ (પાણી ભરી લાવવું) કરવામાં ઘટવિશેષ ઉપયોગી બને છે, ઘટ-સામાન્ય નહીં. “ગાયને બાંધ' એમ કહેવા પર સેવક અમુક ચોક્કસ વિવક્ષિત ગાયને ( ગોવિશેષને) બાંધે છે, ગોત્વસામાન્યને નહીં. ઘા વાગ્યો હોય ત્યાં રૂઝ લાવવા માટે અમુક ચોક્કસ વનસ્પતિનો જ લેપ કરાય છે, વનસ્પતિ સામાન્યનો નહીં, નહીંતર તો કોઇપણ વનસ્પતિનો લેપ કરાવવો જોઇએ, કારણ કે દરેક વનસ્પતિ વનસ્પતિસામાન્ય' તો છે જ. એટલે આંબોલીમડો વગેરેને વનસ્પતિ-વિશેષરૂપ તો માનવા જ પડે છે. તમે જે સામાન્ય કહો છો તે આ વનસ્પતિવિશેષોથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન હોય તો વનસ્પતિવિશેષ જ છે, વનસ્પતિસામાન્ય નહીં. અને જો ભિન્ન છે તો એ નથી જ, કારણ કે વિશેષથી ભિન્ન છે, જેમકે ખપુષ્પ=(આકાશનું ફૂલ), એટલે જ આંબો-લીમડો-જાંબુ વગેરરૂપ વનસ્પતિ વિશેષોથી ભિન્ન કોઇપણ વનસ્પતિ છે જ નહીં જેને વનસ્પતિસામાન્ય કહી શકાય. જે આંબો-લીમડો વગેરે વિશેષોથી ભિન્ન હોય તે અવનસ્પતિ જ હોય, જેમકે ઘડો. લોકમાં ઉપચરિત વાક્યપ્રયોગો ઘણા થતા હોવાથી એને અનુસરનારો આ નય ઉપચારબહુલ (=ઘણા ઉપચારો કરનારો) છે. જેમકે “આ પર્વત બળે છે” (વસ્તુતઃ પર્વત પરનું ઘાસ બળે છે). “આ માર્ગ અયોધ્યા જાય છે' (માર્ગ ક્યાંય જતો નથી, એના દ્વારા મુસાફરો જાય છે.)' આ ઘડો ઝરે છે' (ઘડો નહીં, ઘડામાંનું પાણી ઝરે છે.) વગેરે વગેરે. આમ ઉપચારબહુલ હોવાથી અને વિશેષનો ગ્રાહક હોવાથી આ નય વિસ્તૃત અર્થવાળો છે. સિંહ જેવા પરાક્રમી માણવક વગેરે નામના પુરૂષો પણ લોકમાં “માણાવક' સિંહ છે વગેરે રૂપે સિંહ કહેવાય છે. એટલે સિંહો તો સિંહ છે જ, પણ માણવક વગેરે પણ આ નયે સિંહ છે. માટે આ નય વિસ્તૃતાર્થ છે તથા વિશેષો હજારો હોય છે માટે પણ આ નય વિસ્તૃતાર્થ છે. - ૨૨ = =-નય અને પ્રમાણ
SR No.023295
Book TitleSamadhanam
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy