________________
અહીં, “સાધન” એવો ગયો છે. સાધનો વડે જે સાધ્ય સિદ્ધ થાય, તે સાધનો વ્યવહારના ક્ષેત્રમાં આવે છે. સિદ્ધ થનારૂં જે સાધ્ય છે,તે નિશ્ચયના ક્ષેત્રમાં આવે છે. આમાં “શક્તિનો વિકાસ” એ સાધ્ય એટલે નિશ્ચય, અને ધ્યાનની ક્રિયા તે સાધન, એટલે વ્યવહાર ગણાય. સામાયિકની ક્રિયા દ્વારા આત્મામાં સમભાવ સિદ્ધ થાય છે. આમાં “સમભાવ' તે સાધ્ય અથવા નિશ્ચય અને સામાયિકની ક્રિયા, તે સાધન-વ્યવહાર ગણાય.
નિશ્ચય શબ્દનો અર્થ “વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ' એવો થાય છે. અહીં, એ જ સ્વરૂપનું અનુકુળ બાહ્ય સ્વરૂપ તે વ્યવહાર ગણાય. દૃષ્ટાંત તરીકે, “નિશ્ચય સમ્યકત્વ' એટલે આત્માની તત્ત્વશ્રદ્ધાની પરિણતિ. એ પરિણતિને અનુકૂળ સમ્યકત્વનો બાહ્ય આચાર તે “વ્યવહાર સમ્યકત્વ'.
અહીં ખાસ લક્ષ્યમાં રાખવાની વાત એ છે કે “નિશ્ચયને કેંદ્રસ્થાને રાખીને આચરવામાં આવતો વ્યવહાર એ જ સવ્યવહાર છે અને નિશ્ચયના લક્ષય વિનાનો બધો જ વ્યવહાર અસવ્યવહાર છે.'
આત્મિક (પારિમાર્થિક) અને ભૌતિક (વ્યવહારિક) એ બંને ક્ષેત્રોમાં આપણો સાચો ઉત્કર્ષ, નિશ્ચય અને વ્યવહાર વિશેની આપણી સુસમજણ દ્વારા જ સાધી શકાય છે.
આપણે પારમાર્થિક ક્ષેત્રની વાત લઇએ. “આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને કર્મથી બંધાયેલો છે, એટલે અશુદ્ધ છે. આ વાત તો સૌએ કબૂલ રાખેલી છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે જો પ્રગતિ કરવા ઇચ્છતા હોઇએ, તો એવો નિર્ણય આપણે કરવો પડશે, કે આત્માને વળગેલી અશુદ્ધિને ટાળીને આત્માના મૂળ સ્વરૂપને સિદ્ધ કરવું એ એકમાત્ર ધ્યેય આપણી તમામ પ્રવૃત્તિઓનું કેંદ્ર હોવું જોઇએ. આવો નિશ્ચય જ્યારે આપણે કરી લઇશું ત્યારે તે શુદ્ધ નિશ્ચયદૃષ્ટિ બની જશે. હવે આવો નિશ્ચય જો આપણે એકવાર કરી લઇએ, તો પછી, આપણા તમામ આચારનું એક માત્ર લક્ષ્ય આત્માને લાગેલી અશુદ્ધિઓને દૂર કરવાનું રહેશે.
જેને તત્ત્વજ્ઞાનીઓએ મોક્ષપ્રાપ્તિના સાધન તરીકે “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ” એવું એક વાક્ય આપેલું છે. આ વાક્યમાં નિશ્ચય અને વ્યવહાર એ બંને બાબતોનો ઉલ્લેખ છે. આમાં, “આપણે આપણા આત્માને મુક્ત કરવો છે.” એવું જે “જ્ઞાન” છે તે “નિશ્ચય' છે અને એ માટે જે કંઇ, આચરણ વિગેરે રૂપી ક્રિયા કરવાની છે તે વ્યવહાર છે.
સમાધાનમ્ -