________________
વસ્તુનું તાત્વિક સ્વરૂપ'=નિશ્ચય એવો જે અર્થ આપણે ઉપર કર્યો છે તે પણ આ દૃષ્ટિથી જ કરવામાં આવ્યો છે. આપણા શરીરને આપણે ચેતન અવસ્થામાં જ્યારે જોઇએ છીએ, ત્યારે તેમાં જીવ પદાર્થનો પુદ્ગલ પદાર્થ સાથેનો જે સંયોગ થયો છે, તે આપણી સમજણમાં આવે જ છે. આપણી તમામ પ્રવૃત્તિઓનો કર્તા અને ભોકતા આત્મા પોતે જ છે, એ વાત પણ આપણે જાણીએ છીએ. આ આત્મા માટેનું અંતિમ ધ્યેય, પોતાના પુગલમિશ્રિત અશુદ્ધ સ્વરૂપમાંથી મુક્ત થવાનું અને એમ કરીને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું મનાયું છે. આ જે “શુદ્ધ સ્વરૂપ છે તે જીવદ્રવ્યનું પોતાનું મૂળ તત્ત્વ છે. આ મૂળ તત્વને સમજનારી દૃષ્ટિ, તે “નિશ્ચય નય” છે અને એની વર્તમાન અવસ્થાને સ્પર્શનારી દષ્ટિ, તે “વ્યવહાર નય” છે. અહીં જે દૃષ્ટિ, આત્માની વર્તમાન અવસ્થાને સ્પર્શે છે, તે દૃષ્ટિ, નિશ્ચયનયની અપેક્ષાને આધીન રહીને, નિશ્ચિત સ્થાને પહોંચવા માટેનો આચરણ-માર્ગ પણ આપણને બતાવે છે. આ વ્યવહારને સ્પર્શતી વાત થઇ.
એટલે જ્યારે વ્યવહારમાં આચરણ કરવાની વાત આવે, ત્યારે નિશ્ચય નયને નજર સામે રાખીને જ આપણો વર્તમાન-Code of conduct - આપણે નક્કી કરવો પડે. નિશ્ચયદૃષ્ટિ તત્ત્વસ્પર્શી પવિત્ર જ્ઞાનદૃષ્ટિ છે. આપણા વ્યવહારમાં દાખલ થઇ જતી અશુદ્ધિઓને દૂર કરવાનું અને અટકાવવાનું કામ તે કરે છે. આપણા ધ્યેયને નજર સમક્ષ રાખ્યા વિના આપણો કાર્યક્રમ નક્કી કરવામાં આવે, તો તેથી કશો અર્થ સરતો નથી. એ જ રીતે, પારમાર્થિક ક્ષેત્રમાં આપણે નિશ્ચય દૃષ્ટિ અળગી કરીને વર્તવા માંડીએ, તો આપણે ખાડામાં જ પડવાના. એટલા માટે જૈન તત્ત્વવેત્તાઓએ એવું કહ્યું છે, કે માણસે પોતાનું આંતરિક તેમ જ બાહ્ય એમ બંને પ્રકારનું જીવન ઉચ્ચ અને શુદ્ધ રાખવું.
આપણી નજર નિશ્ચિત હોવા છતાં વ્યવહારને આપણે શુદ્ધ ન રાખીએ અથવા વ્યવહાર શુભ આશયી હોવા છતાં, નિશ્ચય ઉપરથી આપણું ધ્યાન જો આપણે ખસેડી નાંખીએ તો તે બંને કાર્ય આપણે માટે વિઘાતક બની જશે.
નિશ્ચયને સમજીને ધારણ કરવો એ એક વાત છે, જ્યારે વ્યવહારને વળગી રહેવું એ બીજી વાત છે. એક વસ્તુને માની લેવામાં કશી મુશ્કેલી નડતી નથી. એ માન્યતા અનુસારનું વર્તન રાખવામાં ખરી મુશ્કેલી નડે છે.
આ જગતમાં આપણે ઘણા એવા માણસો જોઇએ છીએ જેઓ શુભ આશયવાળા હોવા છતાં, શુભ વર્તન કરી શકતા નથી. કારણો તો અનેકવિધ
=-નય અને પ્રમાણ