SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. જૈન દાર્શનિકોએ સ્યાદ્વાદ-અનેકાંતવાદની જે તત્ત્વ૨ચના કરી છે, તેમાં આ બાબતનો પણ બરાબર ખ્યાલ રાખ્યો છે. આ નિશ્ચય અને વ્યવહારની બાબતમાં સ્યાદ્વાદ એક સુંદર સમતુલા-balance સમો છે. કર્મથી બદ્ધ થએલા સંસારી જીવને નિશ્ચયદૃષ્ટિ જાળવવા માટે વ્યવહારના આચરણમાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય છે, એ વાતનો જૈન દાર્શનિકોને બરાબર ખ્યાલ છે. એટલે વ્યવહારમાં ‘ઉત્સર્ગ’ અને ‘અપવાદ’ એવા બે વિભાગો તેમણે બતાવ્યા છે. ‘ઉત્સર્ગ’ એટલે નિશ્ચય તરફ દોરી જતો મૂળ માર્ગ-Right Royal Highway. ‘અપવાદ’ એટલે મૂળ માર્ગના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતો પેટા માર્ચ-Diversion. આ જે ‘અપવાદ’ છે, તે પેલા મૂળ માર્ગના રક્ષણ માટે અને એના સફળ અનુસરણ માટે છે. એને પણ, સાધ્યની સિદ્ધિના એક સાધન ઉપાય તરીકે જ બતાવવામાં આવ્યો છે. આ સમજવા માટે આપણે એક સાદું અને સરળ વ્યવહારિક દૃષ્ટાંત લઇએ. અમદાવાદથી આગ્રા જવા માટે મોટ૨ લઇને, મોટર માર્ગે-National Highway ઉ૫૨ આ૫ણે પ્રવાસ કરી રહ્યા છીએ. આ ધોરી માર્ગ ઉ૫૨, રસ્તામાં કોઇ જગ્યાએ ભંગાણ થયું હોય અથવા મરામતનું (Repair work) કામ ચાલતું હોય ત્યારે આપણે શું કરીએ છીએ ? ત્યાં અટકીને ઉભા રહીએ છીએ ? ના. તે વખતે આપણે મૂળ ધોરીમાર્ગની આજુબાજુમાં આવેલા પેટામાર્ગ (Diversion)નો આશ્રય લઇએ છીએ. એ પેટામાર્ગ પણ આપણે એવો વાપરીએ છીએ, જે આપણને પાછો મૂળ રાજમાર્ગ ઉપર પહોંચાડી દે. અહીં, માર્ગ પરનાં ભંગાણ કે પોલાણ આગળ અટકી જવાને બદલે, આપણે બીજા માર્ગ ઉપર વળી ગયા, ત્યારે પણ આપણી નજર મૂળ માર્ગ ઉપર પાછા આવવાની જ હતી. વ્યવહા૨ દૃષ્ટિથી, ધર્મના આચરણમાં પણ આવી કોઇ પરિસ્થિતિ ઉપર આપણે આવી પહોંચીએ, ત્યારે, બીજો કોઇ ઉપાય ન હોવાના કારણે, આપણે અપવાદ માર્ગનો આશ્રય લેવો પડે છે. પરંતુ આ રીતના અપવાદમાં પણ આપણી દ્રષ્ટિ નિશ્ચય ઉપર જ હોવી જોઇએ. જ્યારે પણ કોઇ અપવાદ (Diversion)નો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે, ત્યારે નિશ્ચયના રક્ષણ તથા અનુસરણ માટે જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. એવા કોઇ અપવાદના ઉપયોગમાં જો ઉત્સર્ગને-મૂળમાર્ગને આપણે ચૂકી જઇએ તો આપણે પાછા ચક્કરમાં જ પડી જઇએ. આ વાત બરાબર યાદ રાખવાની છે. સીધા માર્ગ સમાધાનમ્ ૫૫
SR No.023295
Book TitleSamadhanam
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy