________________
દાખલા તરીકે, “ગાયક' શબ્દનો અર્થ “ગીત ગાનાર' એવો થાય છે. એવંભૂત નય એને સર્વકાળે ગાયક તરીકે નહિ સ્વીકારે. એ માણસ જ્યારે ગીત ગાવા રૂપી ક્રિયા કરતો હશે, ત્યારે જ એને “ગાયક' તરીકે સ્વીકારશે. એ જ રીતે પૂજારી જ્યારે પૂજાની ક્રિયા કરતો હશે ત્યારે જ આ નય એને “પુજારી’ કહેશે.
- વ્યવહારમાં આ નય અનુસારનું વર્તન ઘણીવાર થતું આપણા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઇ એક સરકારી કર્મચારી કે મિલમાં કામ કરતો કારીગર, જે વખતે પોતપોતાની ફરજ ઉપર હશે, તે વખતે રાજ્યતંત્ર અથવા મિલનું વહીવટી તંત્ર, તેમની સાથે જે રીતે વર્તશે, તેવી જ રીતે ફરજ પુરી થયાના સમય પછી નહિ વર્ત.
સરકારી અધિકારી જ્યારે on duty ફરજ ઉપર હોય ત્યારે તેની સાથે કોઇ ઝઘડો, મારામારી કે દુર્વ્યવહાર કરે, તો સરકાર તે અધિકારીનો પક્ષ લે છે. એ મામલામાં જો કોર્ટકચેરીમાં જવું પડે, તો ફરિયાદી સરકાર પોતે બને છે અને તે અધિકારીને ત્યાં સાક્ષી તરીકે જવાનું હોય છે. તે જ અધિકારી જ્યારે પોતાના ઘરમાં કે બહાર off duty, ફરજ ન બજાવતો હોય, ત્યારે એને કોઇ સાથે ગડબડ થાય તો, એ સ્થિતિમાં તેની સાથે સામાન્ય પ્રજાજન તરીકે વર્તવામાં આવે છે. આવા મામલામાં કોર્ટમાં જવું પડે, ત્યાં એણે ફરિયાદી તરીકે જવું પડે છે અને સરકારી સગવડોનો તેને લાભ મળતો નથી.
મિલમાં કામ કરતો કારીગર, મિલમાં જ અકસ્માત થતાં ઘાયલ થાય કે મૃત્યુ પામે, તો ત્યાં તે વખતનો Compensationનો હકદાર બને છે. રસ્તા ઉપર મિલની બહાર કે જો બીજા કોઇ સ્થળે આવું બને તો, મિલના વહીવટદારોને તે સાથે કશું લાગતું વળગતું હોતું નથી.
આ બંને કિસ્સામાં એ બંને જણ જ્યારે ક્રિયામાં હતા, ક્રિયા કરતા હતા, ત્યારે એવભૂત નયે તેમને અધિકારી તથા કારીગર તરીકે સ્વીકાર્યા. એ ક્રિયા પૂરી થઇ ગયા પછી, એવંભૂત નયની દૃષ્ટિથી એ બંને જણ તેમના મૂળ નામ અનુસાર અર્જુનસિંહ અને જોરૂભા જ રહેવાના, અધિકારી કે કારીગર નહિ. આ બંને દૃષ્ટાંતો સ્પષ્ટ રીતે બતાવે છે, કે એવંભૂત નય, એ બંને જણ તેમને કાર્ય દ્વારા અપાયેલા નામોવાળી તે તે પ્રકારની ક્રિયામાં હોય, ત્યારે જ તે શબ્દથી તેમને ઓળખશે.
સમભિરૂઢ નયની દૃષ્ટિથી એ બંને જણ માટે “અધિકારી અને કારીગર” એવા શબ્દો તેઓ તે ક્રિયામાં નહિ હોય ત્યારે વાપરી શકાશે. એવંભૂત નય આ
=-નય અને પ્રમાણ