________________
ઓળખાતા પદાર્થને એક જ માને છે, જ્યારે આ સમભિરૂઢ નય, એના કરતા સૂક્ષમતાથી જોનારો હોઇ, એ ત્રણે શબ્દોથી ઓળખાતા પદાર્થને એક નહિ પણ ભિન્ન ભિન્ન માને છે. આ નયનો એ અભિપ્રાય છે, કે “વસ્તુનું નામ બદલાતાં (પર્યાય શબ્દના ભેદ) વસ્તુના અર્થમાં જો ભેદ ના પડતો હોય તો તો પછી કુંભ અને કાપડામાં પણ ભેદ ન હોય.”
એટલે, આ નય આપણને એવો બોધ આપે છે કે એક જ વસ્તુના શબ્દમાં ફેરફાર થતાં, તેમાં પ્રથમ શબ્દ કરતાં જુદો અને ચોક્કસ અર્થ હોય છે.
અંગ્રેજીમાં આ નયને “Specific Knowledge' કહે છે. આ નયની વિશિષ્ટતા એ છે કે, શબ્દના પ્રચલિત અર્થને નહિ, પણ મૂળ અર્થને તે બતાવે છે. દાખલા તરીકે, શ્રીકૃષ્ણના અનેક નામો છે. આ દરેક નામનાં કોઇને કોઇ ખાસ અર્થ હોય છે. એ બધાય નામો વ્યવહારમાં “શ્રીકૃષ્ણનું એક જ નામ સૂચવનારા હોવા છતાં સમભિરૂઢ દૃષ્ટિથી નામભેદે તે દરેકના જુદા જુદા અર્થ છે.
“રાજા” શબ્દનો અર્થ “રાજ્ય કરનાર' એવો થાય છે. એમને માટે “ગીબ્રાહ્મણપ્રતિપાળ' એવો શબ્દ પ્રયોગ જ્યારે કરવામાં આવે, ત્યારે શબ્દભેદે અર્થભેદ પણ થઇ જાય છે. અહીં, રાજ્ય કરવાનો અને ગાય તથા બ્રાહ્મણનું પાલન કરવાનો એવા બંને ધર્મો રાજામાં છે. પરંતુ આ સમભિરૂઢ નય, રાજાના તે તે ધર્મ લઇને જે જ્યાં કાર્યશીલ હશે ત્યાં તે શબ્દ વાપરશે.
આમ, “શબ્દભેદે” અર્થભેદને જાણે તથા સમજાવે તે સમભિરૂઢ નય કહેવાય છે.”
૭. એવંભૂત નય : આ નય ક્રિયાશીલ નય છે. શબ્દના ક્રિયાત્મક અર્થને તે ગ્રહણ કરે છે અને જે વખતે ક્રિયા થતી હોય, તે જ વખતે, ક્રિયાના તે જ અર્થમાં તે શબ્દને તે ઘટાડે છેઆ નયનું નામ “એવંભૂત છે, તે એટલા માટે છે, કે તેના શબ્દનો જે અર્થ છે તે જ પ્રમાણે (એવું) વસ્તુ હાલ થયેલી (ભૂત) છે. એટલે કે તે વસ્તુનો તે સંયોગોમાં જ તે સ્વીકાર કરશે, કોઇપણ શબ્દમાં જે ક્રિયાનો ભાવ રહેલો હોય, તે ક્રિયા જો વર્તમાનમાં ચાલુ નહિ હોય, તો તે શબ્દનો તે અર્થમાં આ નય સ્વીકાર નહિ કરે.
આપણે ઉપર જોયું કે “શબ્દ નય, વ્યાકરણ ભેદે અર્થભેદ’ બતાવે છે. સમભિરૂઢ નય, શબ્દભેદે અર્થભેદ બતાવે છે. જ્યારે આ એવંભૂત નય “ક્રિયાભેદે અર્થભેદ બતાવે છે. આમાં ખાસ ખ્યાલમાં રાખવાની વાત એ છે, કે શબ્દના અર્થમાં ઉલ્લેખાયેલી ક્રિયા જે વખતે ન થતી હોય, તે વખતે, એ અર્થમાં આ નય કબૂલ રાખતો નથી. સમાધાનમ્ –
= ૪૯ -