SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તે જ ઉપયોગી થઈ પડે છે. ભૂતકાળની અથવા પારકી વસ્તુ ઉપયોગમાં આવતી નથી. આપણી પાસે એક સાયકલ હોય અને તે વર્તમાનમાં ઉપયોગમાં લેવાની હોય, તેને આ નય સાયકલ કહેશે. અન્યથા તેનો “સાયકલ' તરીકે આ નય સ્વીકાર નહિ કરે. ૫. શબ્દ નય ઃ વસ્તુ વિષે વપરાતા શબ્દના, લિંગ (જાતિ), વચન, કાળ, સંખ્યા વિગેરે વ્યાકરણભેદે થતા અર્થોને જે જુદા જુદા તરીકે જાણે તથા બતાવે, તે “શબ્દનય.” આ નય અનેક શબ્દો વડે ઓળખાતા એક પદાર્થને એક જ માને છે. આમ છતાં, શબ્દના લિંગ અને વચન ભિન્ન ભિન્ન હોય, તો પદાર્થને પણ તે ભિન્ન ભિન્ન માને છે. દાખલા તરીકે ઘડો અને ઘડી આ બે શબ્દોમાં એક નર જાતિનો અને બીજો નારી જાતિનો શબ્દ હોવાથી એ બંનેને તે જુદા માનશે. આપણે “વ્યક્તિ' એવો એક શબ્દ લઇએ, એમાં “નર” “નારી' અને નાન્યતર' એ ત્રણે આવી જાય છે. આ ત્રણેના લિંગ ભેદે જુદા જુદા અર્થ થાય છે. એ શબ્દોને એકવચનને બદલે આપણે બહુવચનમાં વાપરીએ ત્યારે પણ એમાં અર્થભેદ થાય છે. એ જ રીતે મધુરતા, સુંદરતા, કોમળતા, બળવાન, ગુણવાન ઇત્યાદિ શબ્દો જ્યારે આપણે વાપરીશું ત્યારે લિંગ અને જાતિ મુજબ તેના ભિન્નભિન્ન અર્થ થશે. આ નય, જે શબ્દ જે અર્થ બતાવતા હોય, તે અર્થને બતાવવા તે શબ્દ જ વાપરશે. નર અને નારીનો સામાન્ય અર્થ બતાવતા “મનુષ્ય’ શબ્દને બદલે નારીને સ્ત્રી અને નરને પુરૂષ એવા શબ્દોથી જ તે ઓળખાવશે. એટલે, આ શબ્દ નય' લિંગ, વચન, કાળ વિગેરે દ્વારા વસ્તુના અર્થમાં જે ફેરફાર થાય છે, તેને તે તે ફેરફારો મુજબના અર્થમાં બતાવે છે. આમાં મુખ્યત્વે ભાષાનું વ્યાકરણ મહત્ત્વનો ભાગ ભજવતું હોવાથી, આપણે એને વ્યાકરણવાદી” એવું નામ આપી શકીશું. અંગ્રેજીમાં આ નય માટે “Grammatical Approach' કહી શકાશે. . સમભિરૂઢઃ “શબ્દભેદે અર્થભેદ માને, તે સમભિરૂઢ નય.” એક જ વસ્તુને જુદા જુદા શબ્દો વડે જ્યારે ઓળખવામાં આવે છે, ત્યારે તે શબ્દો પર્યાય' કહેવાય છે. તે જુદા જુદા શબ્દોના વ્યુત્પત્તિથી જુદા જુદા અર્થ આપે છે. આ નય, એ જુદા જુદા અર્થને માન્ય રાખીને, શબ્દભેદ વસ્તુને જુદી માને છે. ઉપરનો “શબ્દ નય', “કુંભ, કળશ, ઘડો' ઇત્યાદિ જુદા જુદા શબ્દોથી - ૪૮ B = =-નય અને પ્રમાણ
SR No.023295
Book TitleSamadhanam
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy