________________
રીતે સમભિરૂઢથી વધારે સૂક્ષ્મ અવલોકન કરે છે અને તેનાથી જુદો અભિપ્રાય બતાવે છે.
આમ, આ સાતે નયનું સ્વરૂપ આપણે જોયું. આ બધા નયોને “ય પદાર્થ અધ્યવસાય-વિશેષ માનવામાં આવ્યા છે. અધ્યવસાય એટલે “મનોગત સમજણ.” જાણવા યોગ્ય પદાર્થોની જે મનોગત સમજણ-જ્ઞાન આપે તે નય. આ એની સામાન્ય વ્યાખ્યા થઇ. આ સમજણ પણ સ્વતંત્ર-નિરપેક્ષ નથી, અન્ય નયોને સાપેક્ષ છે, અપેક્ષાયુક્ત છે, એ વાત અહીં ભૂલવાની નથી, તો જ અનેકાંતવાદની મર્યાદામાં રહી શકાય.
ઉપર દર્શાવાયું છે તે મુજબ આ નયો એક એકથી વધારે વિશુદ્ધ છે. ઉત્તરોત્તર નિયોનો વિષય સૂક્ષ્મ છે, કિંતુ, એક જ વસ્તુને જોવાની-સમજવાની આ ભિન્ન ભિન્ન બાજુઓ છે. આ સાતેય બાજુઓ છે, આ સાતેય બાજુઓ એક સાથે મળીને વસ્તુનો સંપૂર્ણ ખ્યાલ આપે છે. એ સાતે બાજુ મળવાથી વસ્તુ બને છે.
આ સાતે નય મળીને જે શ્રુત બતાવે છે, તે પ્રમાણભૃત” કહેવાય છે. આમાં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે, કે આ બધાય નયો પરસ્પર સાપેક્ષ હોય તો જ સત્ય છે, અન્યથા મિથ્યા છે, દુર્નય છે. આ સાતે નયો પોતપોતાના સ્થાને અમુક નિશ્ચિત વસ્તુ બતાવે છે, પરંતુ બીજા નયે બતાવેલી વસ્તુનું ખંડન કરે, તો તે “નયાભાસ” અથવા “દુર્નય બની જાય છે.
વસ્તુના અન્ય સ્વરૂપોનું ખંડન કર્યા વિના પોતાની માન્યતાને જે સ્વીકારે તે નય છે. બીજા નયને સાપેક્ષ રહીને, બીજા અપેક્ષાઓને આધીન રહીને, વસ્તુનું યથાર્થ સ્વરૂપ ત્યારે તેની ગણના, “સ્યાદ્વાદ શ્રુત'માં થાય છે.
અહીં એક વાર ફરીથી પેલા “ચાત્' શબ્દને આપણે યાદ કરી લઇએ. આ શબ્દનું પ્રયોજન અને નયોની સાપેક્ષતા સૂચવવા માટે છે. પરસ્પર વિરૂદ્ધ એવા ધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવા માટે, પૂરી સમજણનો સ્વીકાર કરવા માટે જ, આ સ્યાદ્વાદ સિદ્ધાંતની આવશ્યકતા છે. જેનદર્શનની એ જ એક વિશિષ્ટ અપૂર્વતા છે.
વસ્તુ એક જ હોવા છતાં એના ભિન્ન ભિન્ન સ્વરૂપો બુદ્ધિમાં ઉદ્ભવે જ છે. આ ભિન્ન ભિન્ન પ્રકારની બુદ્ધિને આપણે નય બુદ્ધિ કહી શકીશું.
પ્રત્યેક વસ્તુ અનેકગુણધર્માત્મક છે, નયની સહાયથી, એ ભિન્ન ભિન્ન ગુણધર્મોને જાણવાનું થતું જ્ઞાન જે છે, તે પણ ભિન્ન ભિન્ન છે. દરેક વ્યક્તિ પોતપોતાની શક્તિ અને સમજણ અનુસાર-Calibre and catagory મુજબ તે જાણી યા સમજી શકે છે. સમાધાનમ્ -