________________
વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપો આપણે જોયા, તેમાંના એક સામાન્ય” સ્વરૂપને સ્વીકારીને જ આ “સંગ્રહ નય” બેસી ગયો છે. પરંતુ સ્યાત્’ શબ્દને આપણે વચ્ચે લાવીશું તો તરત જ સમજાઇ જશે, કે આ સંગ્રહ નય, વસ્તુના સામાન્ય સ્વરૂપને જ માત્ર ઓળખાવે છે, છતાં બીજા નયોનો એ વિરોધ કરતો નથી.
૩. વ્યવહાર નય હવે આ વ્યવહારનય શું કહે છે તે આપણે જોઇએ. આ નય, વસ્તુના માત્ર વિશેષ સ્વરૂપને જ માને છે. સંગ્રહ નયે વસ્તુનું સામાન્ય રૂપથી જ સંગ્રહીકરણ કર્યું છે, તેના વિભાગ કરીને, વસ્તુમાં રહેલા વિશેષ અર્થને છૂટો પાડીને, આ વ્યવહાર નય આપણને તે વિશેષ” નો પરિચય કરાવે છે, વિશેષથી ભિન્ન એવા કોઇ સામાન્ય તરફ આ નય દૃષ્ટિ જ કરતો નથી.
અંગ્રેજી ભાષામાં આ નયને Practical, Individual, Distribute or Analytical approach કહે છે.
આ વ્યવહાર નય, વસ્તુને વિશેષ ધર્મવાળી જ માને છે. તેના અભિપ્રાય મુજબ, ‘વિશેષ” વિનાનું સામાન્ય સસલાના શિંગડા જેવું છે, ફક્ત “જનાવર' એટલો શબ્દ બોલીએ, તો તેમાં પૂંછડાવાળા ને પુંછડા વગરના, શિંગડાવાળા ને શિંગડા વગરના વિગેરે ઘણી જાતના જનાવરો તેમાં આવી જાય. એનો સ્પષ્ટ અર્થ તેથી સમજાય નહિ. “વનસ્પતિ લ્યો' એમ કોઇ બોલે તો તેમાં આંબો, લીમડો, જામફળ વિગેરે વિશેષ ભાવ વિના બીજું શું છે ? જો વિશેષ અર્થમાં બોલવામાં ન આવે, તો કોણ શું ખરીદે ? “સામાન્ય'થી કશી અર્થક્રિયા થતી નથી, વિશેષ પર્યાયો (અર્થ યા સ્વરૂપ) વડે જ કામ ચાલે છે.
સંગ્રહ ન કરતાં વ્યવહાર નય તદન ઊલ્ટી જ વાત કરે છે. પરંતુ રોજ બરોજના જીવનમાં આપણને આવું ઘણું મળે છે. જે વખતે જે અર્થમાં વસ્તુનો ઉલ્લેખ કરવાથી કામ સરે, તે અર્થમાં તેવા શબ્દપ્રયોગો થાય જ છે. મિઠાઇ વેચનારની દુકાનમાં “મિઠાઇ મળે છે એવું આપણે સામાન્ય અર્થમાં બોલીએ જ છીએ. જ્યારે ડાં કે બરફી યા હલવો આપણે ખરીદવો હોય, ત્યારે એ જ દુકાનને આપણે પેંડાની કે હલવાની દુકાન' એમ કહીએ છીએ. એટલે આ બંને નયના અભિપ્રાયો એક બીજાથી વિરૂદ્ધ હોવા છતાં જીવન કાર્યમાં એક બીજાના પૂરક અને ઉપયોગી છે.
અહીં પણ પાછો પેલા “સ્યાત્’ શબ્દને ધ્યાનમાં રાખવાનો છે. આ વ્યવહારનયથી જ્યારે સ્યાદ્વાદી વાત કરશે, ત્યારે વસ્તુના વિશેષ સ્વરૂપની વાત
=-નય અને પ્રમાણ