________________
૨. સંગ્રહ નય : આ નય વસ્તુના સામાન્ય સ્વરૂપનો પરિચય આપે છે. નૈગમ નયમાં વસ્તુના સામાન્ય અને વિશેષ એ બંને સ્વરૂપ બતાવ્યા છે, તેમાંથી વસ્તુના સામાન્ય સ્વરૂપને લઇને જ આ નય આપણને બોધ આપે છે.
અંગ્રેજીમાં આ સંગ્રહ નયને Collective અથવા Synthetic approach. કહી શકાય. Synthetic શબ્દ અહીં Synthesis અર્થમાં છે. Synthesis એટલે “એકીકરણ.'
આ નય, પ્રત્યેક વસ્તુને કેવળ સામાન્ય ધર્મવાળી જ માનીને એ રીતે તેનો પરિચય આપણને આપે છે. એનો અભિપ્રાય એવો છે, કે “સામાન્યથી જુદું એવું વિશેષ આકાશકુસુમવત્ છે, અર્થાત્ “અસત્' છે.” વનસ્પતિને છોડીને લીમડો, આંબો ઇત્યાદિ કંઇ જુદા જોવામાં આવતા નથી. આંગળીઓ કંઇ હાથથી જુદી નથી અને હાથ કંઇ શરીરથી ભિન્ન નથી.
નય, દુર્નય ન બને અને સુનય રહે એટલા માટે અહીં આપણે પેલા સ્યાત્’ શબ્દને ધ્યાનમાં રાખીને જ ચાલવાનું છે. આ નયનું નામ જ સંગ્રહ” છે, એટલે, વસ્તુઓના સંગ્રાહક (સમગ્ર) સ્વરૂપનું જ તે આપણને દર્શન કરાવે છે. જીવ, માણસ, જનાવર, ખનીજ વિગેરે શબ્દોનો આપણે જ્યારે પ્રયોગ કરીએ છીએ, ત્યારે, તે દરેક શબ્દમાં ઘણા પ્રકારોનો સમાવેશ થતો હોય છે. આ રીતની વસ્તુની રજુઆત, તેના સામાન્ય અથવા સંગ્રાહક અર્થમાં કરીને એનો પરિચય આ સંગ્રહ નય આપણને કરાવે છે.
આ સંગ્રહ નયમાં “પર સંગ્રહ” અને “અપર સંગ્રહ’ એવા બે ભેદ બતાવ્યા છે. એ બંને શબ્દો “સામાન્ય અર્થના જ સૂચક હોવા છતાં એકમાં મહાસામાન્ય” અને બીજામાં “અવાંતર સામાન્યનો નિર્દેશ કરાયો છે. વસ્તુના કોઇપણ વિશેષ ભાવને આ નય સ્વીકારતો નથી. દાખલા તરીકે એક કબાટમાં કોટ, પાટલુન, ખમીસ, ધોતી, સાડી વિગેરે અનેક પ્રકારના કપડા પડ્યા હશે, ત્યારે આ નય એનો આ રીતે પરિચય આપવાને બદલે ફક્ત એટલું જ કહેશે કે કબાટમાં કપડા' છે. અનાજની વખારમાં પડેલા ઘઉં, ચોખા, દાળ, કઠોળ ઇત્યાદિનો અલગ અલગ ઉલ્લેખ કરવાને બદલે, આ સંગ્રહ નય કહેશે, કે વખારમાં અનાજ ભર્યું છે.” આપણે જોઇશું તો વ્યવહારમાં પણ આ રીતે આપણે માત્ર સામાન્ય અર્થની ઘણી વાતો કરતા હોઇએ છીએ. આ સંગ્રહ નય અનુસારનો અભિપ્રાય થયો.
અહીં આપણે પેલા “ચા” શબ્દને પાછો યાદ કરીએ. નગમ નવમાં
સમાધાનમું –