________________
તેની વર્તમાનવત્ રજુઆત કરવામાં આવે છે. આવી જાતની રજુઆતને આરોપનેગમ' કહે છે.
આ “આરોપને ગમ'માં અંતર્ભત એવા કેટલાક શબ્દ પ્રયોગોને ઉપચારનેગમ' કહે છે. “આ મારો જમણા હાથ છે, આ મારા શિરછત્ર છે, આ મારા હૈયાના હાર છે, આ મારૂં સર્વસ્વ છે.' વિગેરે જે બાબતો અન્યને ઉદ્દેશીને જુદા જુદા કારણોસર કહેવામાં આવે છે, તે ઉપચારનેગમ દષ્ટાંતો છે.
૩. કોઇ મહાપુરૂષની પુણ્યતિથીના દિવસે આપણે કહીએ છીએ કે આજ તેઓ નિર્વાણ પામ્યા.” આમાં “આજે' શબ્દ વર્તમાનસૂચક છે, જ્યારે નિર્વાણ પામવાનું કાર્ય તો ઘણા વર્ષો પહેલાં બનેલું, એટલે ભૂતકાલીન ઘટના છે. આમ છતાં એ ઘટનાનો આપણે વર્તમાનવત્ ઉલ્લેખ કરીએ છીએ. ભૂતકાળની આ વાતને વર્તમાનમાં જ્યારે આ રીતે આપણે રજુ કરીએ છીએ ત્યારે આપણે વર્તમાન ઉપર ભૂતકાળનો આક્ષેપ કરીએ છીએ. આ પણ આરોપનગમમાં આવે છે.
આમાં આપણે જોયું, કે ભૂતકાળની, ભવિષ્યકાળની અને ભૂત તથા ભવિષ્ય એ બે ની વચ્ચેના વર્તમાનની અપૂર્ણ ઘટનાઓને આપણે વર્તમાનકાળમાં વર્તમાનવત્ બનાનીએ છીએ. આ નૈગમ નયની એક સમજવા જેવી વાત છે.
બીજી વાત વસ્તુ સામાન્ય અને વિશેષ સ્વરૂપની છે. આપણે ઉપર જણાવ્યું છે કે નેગમ નય વસ્તુના સામાન્ય તથા વિશેષ ઉભય સ્વરૂપને જુદા જુદા માને છે. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઇએ.
“લગ્ન અથવા એવા જ કોઇ અવસરે આપણે એક ફોટોગ્રાફ પડાવીએ છીએ. એ ફોટામાં આપણા કુટુંબ પરિવાર ઉપરાંત મિત્રમંડળને પણ સામેલ કરીને એક ગ્રુપ ફોટો” આપણે તૈયાર કરાવ્યો છે. આ ફોટોગ્રાફ વિષે “આ અમારા મિત્રમંડળ પરિવારનો ફોટો છે' એમ જ્યારે આપણે કહીશું, ત્યારે આપણે “સામાન્ય અર્થમાં તેનું વર્ણન કરીએ છીએ. પરંતુ ત્યાર પછી એ ફોટોમાંના પુત્ર, પત્ની, ભાઇ, બહેન વિગેરેના નામ આપીને એમને જ્યારે જુદા જુદા આપણે ઓળખાવીશું ત્યારે આપણે વિશેષ અર્થમાં તેનું વર્ણન કરતા હોઇશું.”
આવી રીતે પ્રત્યેક વસ્તુનું પણ સામાન્ય અને વિશેષ-વરૂપાત્મક અને લક્ષણાત્મક વર્ણન જ્યારે આપણે કરીશું, ત્યારે તે બંને સ્વરૂપને નગમ નય સ્વીકાર કરશે, પરંતુ અલગ રીતે તેનો પરિચય તે આપણને આપશે. આ થઇ નૈગમ નયની વાત.
G-નય અને પ્રમાણ