________________
તે ભવિષ્યમાં ક૨ના૨ છે. આમ છતાં એમણે ડૉક્ટર બનવાનો સંકલ્પ કરીને, એ માટે અભ્યાસ ચાલુ કરી દીધો હોવાથી, એમને ‘ડૉક્ટર’ નામથી બોલાવવામાં પણ આપણે ભવિષ્યકાળનો ‘વર્તમાનવત્ ઉપયોગ કરીએ છીએ.’
આ રીતે વ્યવહારમાં વપરાતા શબ્દપ્રયોગો નૈગમ નય અનુસાર છે. અહી સંકલ્પની વાત આવે છે એટલે એને ‘સંકલ્પ નૈગમ’ કહેવામાં આવે છે. વ. એક માણસ ઝાડ પરથી પડી જાય છે. અથવા એને સાયકલનો ધક્કો લાગવાથી ઇજા થાય છે, ત્યારે તે, ‘મરી ગયો...ઓ બાપ રે...મરી ગયો’ એવું તે કહેશે કે ‘મરી ગયો.' વ્યાપારમાં કોઇને મોટી ખોટ આવતાં તેને માટે ‘સાફ થઇ ગયો, ખતમ થઇ ગયો, મરી ગયો' એવા શબ્દનો પ્રયોગ પણ થાય છે. ખરેખર રીતે તો ખોટના પૈસા જ્યારે તે ચૂકવશે, ત્યારે જ ‘સાફ કે ખતમ’ થઇ ગયો તેમ કહેવાશે. અને જ્યારે ચૂકવશે ત્યારે પણ તે શબ્દના યથાર્થ અર્થમાં તો તે સાફ પૂરેપૂરો સાફ-ભાગ્યે જ થશે. એ જ રીતે કોઇ મકાનની દિવાલ અથવા છાપરૂં પડી જતાં એને માટે ‘મકાન પડી ગયું’ એમ કહેવામાં આવે છે. આમાં, ભવિષ્યમાં બનનારી, અથવા બનવા સંભવિત વાતોને, વર્તમાનમાં આંશિક રૂપ કહેવામાં આવી છે. આવી બાબતોના વ્યાવહારિક સ્વીકારને ‘અંશ નૈગમ' કહેવામાં આવે છે.
આમાં, ભવિષ્યમાં બનનારી, અથવા બનવા સંભવિત વાતોને, વર્તમાનમાં આંશિક રૂપે કહેવામાં આવી છે. આવી બાબતોના વ્યાવહારિક સ્વીકારને ‘અંશ નેગમ' કહેવામાં આવે છે.
એવી જ રીતે, જ્યારે આપણે એમ કહીએ છીએ કે ‘અરિહંત, વિદેહમુક્ત અથવા સિદ્ધ છે.’ ત્યારે એ વાત વર્તમાનવત્ કહેવામાં આવી હોવા છતાં, તેમાં ભૂતકાળ તથા ભવિષ્યકાળ બંને આવી જાય છે.
. કોઇ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય, છતાં પૂરું ન થયું હોય ત્યારે પણ ‘એ કામ પૂરૂં થઇ ગયું' એવા મતલબનું આપણે બોલીએ છીએ. આવું ઘણીવાર બનતું હોય છે. દાખલા તરીકે રસોઇ કરવાની શરૂઆત કરતી વખતે જ ‘આજે દુધીનું શાક બનાવ્યું છે' એવું જ્યારે આપણે કહીએ છીએ, શાક હજુ તૈયાર થયું નથી, હજુ તો સગડી ઉપર જ છે, છતાં ‘શાક બનાવ્યું છે’ એવી વર્તમાનસૂચક વાત આપણે કરીએ છીએ. આમાં જે વસ્તુ હજી બની નથી, તે વસ્તુ બની ગઇ, એમ કહેવામાં ભૂતકાળ ઉપર ભવિષ્યકાળનું આરોપણ કરીને
સમાધાનમ્
૪૩