________________
પરિશિષ્ટ-૧
૧) નિત્યઃ શાશ્વત, કાયમી, જે સ્વરૂપે છે તે સ્વરૂપે કાયમી રહેવું, ઉદા. આકાશ. ૨) અનિત્ય : ક્ષણિક, જે સ્વરૂપે છે તે સ્વરૂપને છોડી અન્ય સ્વરૂપે થવું, ઉદા.
ઘડો, માટી વગેરે. ૩) દ્રવ્યઃ મૂળભૂત પદાર્થ / વસ્તુ. ઉદા. ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલ,
ઘડો, સોનું, વિ. ૪) પર્યાયઃ મૂળભૂત પદાર્થની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને થતી ભિન્નભિન્ન અવસ્થાઓ. ઉદા. લાલ ઘડી, અમદાવાદી ઘડો, નવો ઘડો વગેરે / બંગડી, ચેન, વિંટી વગેરે... ૫) સામાન્ય જાતિવાચકનામ, એક-સરખી પણ ભિન્ન ભિન્ન વસ્તુઓમાં રહેલું
સમાન તત્ત્વ. ઉદા. અલગ-અલગ ગાયોમાં રહેતું સમાન ગાયપણું (ગોત્ર)
અલગ-અલગ દેવોમાં રહેતું સમાન દેવપણું (દેવત્વ) ૬) વિશેષ વ્યક્તિવાચકનામ, સમાન જાતિવાચક વસ્તુથી યુક્ત ભિન્ન ભિન્ન વસ્તુઓ. ઉદા. દેવત્વજાતિથી યુક્ત માણિભદ્ર, નાકોડાભેરવ, ભોમિયાજી, વગેરે ગોત્વજાતિથી યુક્ત ગીરની ગાય, જાફરાબાદી ગાય વગેરે ૭) સમય : કેવલીની દ્રષ્ટિએ કાળનો (Time નો) અવિભાજ્ય અંશ, જે અતિ સૂક્ષ્મ છે, આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થાય છે.
=-નય અને પ્રમાણ