________________
Iઈ સતતય થી અનેક અંશાત્મક (પાસાઓ ધરાવનાર) વસ્તુના એક અંશનો નિશ્ચય કરાવનાર અને અન્ય અંશનો પ્રધાનપણે નિષેધ કરનાર, ગૌણપણે અનિષેધ કરનાર અભિપ્રાય એ નય છે. એનો વાચક (બતાવનાર) વચનપ્રયોગ પણ ઉપચારથી નય કહેવાય છે. અને ગૌણપણે અનિષેધ ન હોય તો એ નય” ન રહેતાં “દુર્નય' બની જાય છે, એ મિથ્યા હોય છે, અને જો પ્રધાનપણે નિષેધ ન હોય, અર્થાત્ સ્વીકાર હોય તો એ પ્રમાણ' બની જાય છે કારણકે બન્ને અંશોનો પ્રધાનપણે સ્વીકાર છે ‘પ્રમાણ” છે.
શંકા : નયના લક્ષણમાં તો છેતરાંશનો અપ્રતિક્ષેપ અનિષેધ કહ્યો છે. તો તમે એનો પ્રધાનપણે નિષેધ કેમ કહો છો ?
સમાધાન : તમારી આ શંકા બરાબર નથી, કારણ કે અમારા અભિપ્રાયને નહી જાણવાથી ઉદ્ભવેલી છે. નયના લક્ષણમાં “નય ઇતરાંશનો પ્રતિક્ષેપ (નિષેધ) નથી કરતો” એમ ઇતરાંશ અપ્રતિક્ષેપિત્વ (સ્વીકાર) જે જણાવ્યું છે તે ગૌણરૂપે જ, પ્રધાનરૂપે તો નય ઇતરાંશપ્રતિક્ષેપી જ હોય છે. એટલે જ ગ્રન્થોમાં દ્રવ્યાર્થિકનય દ્વારા કરાતો પર્યાયનો પ્રતિક્ષેપ અને પર્યાયાર્થિકનય દ્વારા કરાતો દ્રવ્યનો પ્રતિક્ષેપ અનેકવાર જોવા મળે છે. જેમકે નયરહસ્યમાં કહ્યું છે કે-“તેમાં, દ્રવ્યમાત્રનું ગ્રહણ કરનાર નય એ દ્રવ્યાર્થિકનય. આ નય દ્રવ્યને જ તાત્ત્વિક માને છે, ઉત્પાદ-વિનાશને તો અતાત્ત્વિક જ માને છે, કારણ કે એ બે કેવળ આવિર્ભાવ-તિરોભાવરૂપ જ છે. પર્યાયમાત્રનું ગ્રહણ કરનાર નય એ પર્યાયાર્થિકનય. આ નય માત્ર ઉત્પાદ-વિનાશ (પર્યાય)ને જ ગ્રહણ કરવામાં તત્પર છે. દ્રવ્યને તો સજાતીયક્ષણોની પરમ્પરામાત્રરૂપ માને છે, એનાથી અતિરિક્ત કોઇ દ્રવ્ય હોય એવું એ માનતો નથી. “આ એ જ ઘડો છે' વગેરે જે પ્રત્યભિજ્ઞાદિ થાય છે, એ આ પરંપરાના કારણે જ થાય છે, નહીં કે કોઇ એક દ્રવ્યના કારણે.
શંકા-નય આ રીતે જો ઇતરાંશનો પ્રતિક્ષેપ કરનાર હશે તો એ દુર્નય જ બની જશે.
સમાધાન-ના, એ દુર્નય નહીં બની જાય, કારણ કે આ પ્રતિક્ષેપ કેવળ પ્રાધાન્યમાં ઉપયોગી છે. આશય એ છે કે વસ્તુનું પ્રધાનસ્વરૂપ શું છે ? આ
સમાધાનમ્