________________
Iઈ પ્રમાણી દીવો ઘટ (=ઘટો), પટ (કપડું) વગેરે વસ્તુઓને પ્રકાશિત કરવા સાથે પોતાને પણ પ્રકાશિત કરે જ છે, દીવાને જોવા માટે કાંઇ બીજા દીવાની જરૂર પડતી નથી. આ જ રીતે જ્ઞાન ઘટ-પટાદિ વિષયનો (પદાર્થનો) નિશ્ચયાત્મક (સ્પષ્ટ) બોધ કરાવવા સાથે વનો (પોતાનો) પણ નિશ્ચયાત્મક બોધ કરાવી જ દે છે, એ માટે બીજા જ્ઞાનની જરૂર પડતી નથી. આ સ્વનો અને ઘટ-પટાદિ પરનો નિશ્ચયાત્મક બોધ કરાવતું જ્ઞાન “પ્રમાણ છે. 'યપુરવ્યવસાયિ જ્ઞાન પ્રમા’ |
આ પ્રમાણના બે પ્રકાર છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. જે પદાર્થનું - જ્ઞાન કરવાનું છે તે વિષયનો સ્પષ્ટ બોધ એ પ્રત્યક્ષ અને અસ્પષ્ટ બોધ એ પરોક્ષ. નજર સામે રહેલા વહિનની (=અગ્નિની) જ્વાલાઓ, એ જ્વાલાઓનો વર્ણ, ઊંચાઇ, ઘેરાવો વગેરે બધું જ જણાય છે, માટે આ સ્પષ્ટ બોધ હોવાથી પ્રત્યક્ષ છે. પર્વત પરથી ઊઠેલી ધૂમ્રસેરને જોઇને થતાં વહ્નિના અનુમાનમાં
જ્વાલાઓ વગેરે કશું ભાસતું (જણાતું) નથી માટે આ અસ્પષ્ટબોધ છે ને તેથી પરોક્ષ છે. (૧) પ્રત્યક્ષ બે પ્રકારે છે-(i) સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (ii) પારમાર્થિક પ્રત્યક્ષ. બોધ કર્યા પછી જીવને વિષય જો ઇષ્ટ હોય તો એનું ગ્રહણ કરવું વગેરે રૂપ પ્રવૃત્તિ કરે છે. વિષય જો અનિષ્ટ હોય તો એનો પરિહાર (ત્યાગ) કરવો વગેરે રૂપ નિવૃત્તિ કરે છે, તથા બીજાને બોધ આપવાનો હોય તો યોગ્ય શબ્દોનો ઉચ્ચાર કરવારૂપ અભિલાપ કરે છે. આ પ્રવૃત્તિ અને અભિલાષ એ વ્યવહાર કહેવાય છે. એમાં જો કોઇ બાધક ન હોય તો એ સંવ્યવહાર કહેવાય છે. જે પ્રત્યક્ષનું આવો સંવ્યવહાર પ્રયોજન છે એ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે.
જેમ વનિનું અનુમાન ધૂમ દ્વારા થતું હોવાથી “પરોક્ષ' છે. એમ આ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ ઇન્દ્રિય અને મન દ્વારા થતું હોવાથી વાસ્તવિક રીતે પરોક્ષ જ છે. તેમ છતાં, અનુમાનાદિથી થતા વનિના બોધ કરતાં આ બોધ ઘણો સ્પષ્ટ હોવાથી એ પ્રત્યક્ષ કહેવાય છે. વળી પરમાર્થથી તો એ પ્રત્યક્ષ નથી, માટે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે.
(પ્રત્યક્ષ=પ્રતિઆક્ષ અને પરોક્ષ=પરસુઅક્ષ) અને જ્યારે સીધું જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ કહેવાય, અને જ્યારે બીજા કોઈ સાધનના મારફતે થાય તેને પરોક્ષ કહેવાય. હવે આમાં અક્ષ શબ્દના પણ બે અર્થ છે.
=-નય અને પ્રમાણ