________________
ઇન્દ્રિય અને જીવ. આમાંથી જ્યારે ઇન્દ્રિય અર્થ લઇએ ત્યારે ‘આ તો આગ લાગી છે.’ આ બોધ પ્રત્યક્ષ છે, કારણકે ધૂમ વગેરે કોઇ હેતુનો વ્યાપાર ન હોવાથી એ બોધ સાક્ષાત્ ઇન્દ્રિયનો થયો તેમ કહી શકાય છે. પણ ‘અક્ષ એટલે આત્મા' આવો અર્થ લઇએ તો આ બોધ પરોક્ષ છે, કારણ કે અક્ષને=આત્માને સાક્ષાત્ નથી, પણ ઇન્દ્રિય દ્વારા છે.
અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન...આ ત્રણ જ્ઞાનો ઇન્દ્રિયના સહકારની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માને થાય છે. માટે પરમાર્થથી પ્રત્યક્ષ છે. આ બે પ્રત્યક્ષમાંના પ્રથમ સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર છે(a) ઇન્દ્રિયજન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (b) અનિન્દ્રિય(મનો)જન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ.
ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા જે સાંવ્યવહારિક પ્રત્યક્ષ થાય છે તે ઇન્દ્રિયજન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. અલબત્ આમાં પણ સહકારી કારણ તરીકે મન ભાગ ભજવે છે છતાં એ સાધારણ કારણ છે જ્યારે ઇન્દ્રિય અસાધારણ કારણ છે, એટલે જ મન સમાન રીતે સહકારી હોવા છતાં ઇન્દ્રિય બદલાવાથી જ્ઞાન અને તેનો વિષય બદલાઇ જાય છે. તેથી આને ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ કહેવાય છે પણ અનિન્દ્રિયજન્ય પ્રત્યક્ષ કહેવાતું નથી.
જેમાં મન જ મુખ્ય-અસાધારણ કારણ હોય છે, કોઇ ઇન્દ્રિયોના સાથ-સહકારની જરૂર નથી એવું ‘હું’ સુખી છું વગેરે પ્રત્યક્ષજ્ઞાન મનોજન્ય પ્રત્યક્ષ છે.
આ બન્ને જ્ઞાનના બીજી રીતે બબ્બે ભેદ છે-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ઇન્દ્રિય અને મન દ્વારા શ્રુતને અનુસર્યા વગર થતું જ્ઞાન એ મતિજ્ઞાન. આનું બીજું નામ આભિનિબોધિક જ્ઞાન છે. ઇન્દ્રિય અને મન દ્વારા શ્રુતને અનુસરીને થતું જ્ઞાન એ શ્રુતજ્ઞાન છે. આમાં શ્રુત એટલે શાસ્ત્ર અથવા આપ્ત પુરૂષનું વચન. મતિજ્ઞાન
આમાંના પ્રથમ મતિજ્ઞાનના મુખ્ય ચાર ભેદ ને પેટા ભેદ ૨૮ છે. અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા આ ચાર મુખ્ય ભેદોને દૃષ્ટાંત દ્વારા સમજીએ. મહેશ સૂતેલા રમેશને જગાડી રહ્યો છે. રમેશ ! ઊઠ...રમેશ ! ઊઠરમેશ...પ્રથમ-દ્વિતીય વગેરે સમયોએ શબ્દ પુદ્ગલો રમેશના કાનમાં પહોંચે
સમાધાનમ્