________________
‘જગજીવનભાઇ, જોયું ? આ બાબુને મારા ખર્ચે ભણાવીને મેં ડૉક્ટર બનાવ્યો. હવે મારી મિલ્કત ઝટ એના હાથમાં આવે એવું પાપ એના મનમાં ઉગ્યું છે. એ મને ઝેર આપીને મારી નાખવા માગે છે.’
જગજીવનભાઇ પ્રથમ તો ચમક્યા. પણ પછી વિશેષ વિગત તેમને જ્યારે જાણવા મળી ત્યારે તેઓ હસી પડ્યા. કાકાએ વગ૨ સમજે અર્થનો કેવો અનર્થ કર્યો હતો એ વાત તેમણે એમને સમજાવી ત્યારે કાકાનો જીવ હેઠો બેઠો ! આ રીતે, વસ્તુ અને શબ્દના જે સામાન્ય તથા વિશેષ અર્થ હોય છે તેની બરાબર સમજણ ન હોય તો ઘણી બાબતોમાં અને ખાસ કરીને તત્ત્વજ્ઞાનને લગતી ઊંચી ભૂમિકાની બાબતમાં અર્થનો અનર્થ થવાનો સંભવ હોય જ છે. મૂળ વિષય પર પાછા ફરતાં હવે એ વાત તરફ ધ્યાન ખેંચીએ કે અગાઉ પરિચયના પ્રકરણમાં દર્શાવાયું છે તે મુજબ, આ સાત નયને શાસ્ત્રકારોએ બે ભાગમાં વહેંચ્યા છે.
(૧) દ્રવ્યાર્થિક : અહીં ‘દ્રવ્ય' શબ્દનો અર્થ ‘સામાન્ય' (General) એવો કરવાનો છે, આપણે, ‘માણસ’ અથવા ‘જનાવર’ એવો શબ્દ જ્યારે વાપરીએ ત્યારે, ‘બધા જનાવરો જેવું કોઇ એક જનાવર’ એવો સામાન્ય અર્થ તેમાંથી નીકળશે. આવી જ રીતે પ્રત્યેક વસ્તુમાં ‘સામાન્ય અર્થ’ પણ હોય છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર' એ ત્રણ નયો વસ્તુના આ સામાન્ય અર્થને અનુસરે છે અને સામાન્ય અર્થની સમજણ આપે છે, ખાસ સાદ રાખવાનું પાસું એ છે કે, ‘આ સામાન્ય અર્થ પણ જુદો જુદો અને પરસ્પર વિરોધી લાગતો હોઇ શકે છે.’
(૨) પર્યાયાર્થિક : અહીં, ‘પર્યાય’ શબ્દનો અર્થ. ‘વિશેષ’ એવો કરવામાં આવ્યો છે. દ્રવ્યને આપણે કોઇક વસ્તુ (Substance) તરીકે ઓળખીએ છીએ અને ‘પર્યાય’ ને તે વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થા (Different forms or appearances of the substance) તરીકે ઓળખીએ છીએ. જ્યારે મૂળ દ્રવ્યમાં કોઇ અવસ્થાભેદની કલ્પના કરીએ. ત્યારે, તેમાંથી વિશેષ (ખાસ) અર્થ નીકળે છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ચા૨ નયો આ રીતે પર્યાયાર્થિક એટલે વસ્તુને વિશેષરૂપે ઓળખાવનારા છે. આ વિશેષ સ્વરૂપો પણ પાછા ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરોધી હોઇ શકે છે, એ યાદ રાખવાનું છે.
આ દૃષ્ટિથી પ્રથમ ત્રણ નયઃ ‘નૈગમ, સંગ્રહ અને વ્યવહાર' સામાન્યાર્થિક નય તરીકે ઓળખાય છે. છેલ્લા ચાર નયઃ ‘ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત', વિશેષાર્થિક નય તરીકે ઓળખાય છે. એમને માટેના પારિભાષિક શબ્દો ઉ૫૨ જણાવ્યા છે ત દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક અનુક્રમે છે.
૪૦
-નય અને પ્રમાણ