________________
અન્ય કોઇપણ દર્શનમાં પ્રાયઃ જેનું નામ-નિશાન પણ નથી તેવા ‘નય' નામના સંવેદનને પણ તત્ત્વાર્થ અધિગમ માટે સાધનરૂપે જણાવ્યું છે-જૈન દર્શનની આ ખુબી છે-વિશેષતા છે. અન્ય દર્શનોમાં પ્રાયઃ ક્યાંય એવી ચર્ચા જોવા મળતી નથી કે વસ્તુનું આંશિક જ્ઞાન એ પ્રમાણ છે કે સર્વીશે થનારું જ્ઞાન પ્રમાણ છે ? ઘણા અન્ય દર્શનો એવા છે કે જે વસ્તુના સર્વીશે થનારા જ્ઞાનને સ્વીકારતા જ નથી. (દા.ત. મીમાંસાદર્શન વગેરે.)
જૈન દર્શનમાં કેવલજ્ઞાનને સકલ વસ્તુના તે તે રૂપે તે તે સર્વ ધર્મ કે અંશોના પૂર્ણ જ્ઞાનરૂપે સ્વીકારવામાં આવ્યું હોવાથી કેવલજ્ઞાન નયાત્મક નથી પરંતુ પ્રમાણાત્મક જ માનવામાં આવ્યું છે. અન્ય દર્શનોમાં જે ઇન્દ્રિયાદિ દ્વારા તે તે પદાર્થના (દા.ત. જલ-ફલ વગેરેના) એકેક રૂપ-ગબ્ધ વગેરે ધર્મ કે અંશોનું જ્ઞાન થાય છે તેને “પ્રમાણ” માનવામાં આવે છે પરંતુ આંશિક એટલે કે અધૂરું હોવાથી જૈન દર્શનમાં તેવા જ્ઞાનને “નય” રૂપે માનવામાં આવ્યું છે, તાત્વિક પ્રમાણરૂપે સ્વીકાર્યું નથી. જો કે વ્યવહારથી તેવા તેવા નયાત્મક બોધને પણ ઔપચારિક રીતે “પ્રમાણ” તરીકે સ્વીકાર્યું છે.
પ્રશ્ન થાય કે શું જૈન દર્શનમાં સર્વાશે વસ્તુને જાણનારા કેવલજ્ઞાન સિવાય બીજુ કોઇ પ્રમાણ જ્ઞાન છે જ નહીં ? સ્વાદુવાદ કે અનેકાન્તના મતે એનો ઉત્તર
એ છે કે મતિ-શ્રુત વગેરે જ્ઞાનો સર્વથા અપ્રમાણ છે એવું નથી. મતિશ્રુતાદિ ચાર જ્ઞાનોથી જ્યારે સપ્તભંગથી ઉપલક્ષિતપણે કથંચિત્ ઘટ નિત્ય છે અથવા અનિત્ય છે.” આવું જે મતિ આદિ જ્ઞાન છે તે નિત્યત્વ કે અનિત્યત્વ ધર્મને (અંશને) મુખ્ય રાખીને ઘટાન્તર્ગત અન્ય સર્વ ધર્મો
(સર્વ અંશો) ને પણ કથંવિદ્ સ્પર્શતું હોવાથી (ભલે તે તે ધર્મોને તે તે પ્રાતિસ્વિકરૂપે સ્પર્શનારું નથી, છતાં તે તે વસ્તુના અન્ય સર્વ ધર્મો (અંશો)ને સામાન્ય સ્વરૂપે ગૌણભાવે સ્પર્શતું હોવાથી પ્રમાણભૂત માનવામાં આવ્યું છે. આ ગહન વિષયને સમજવા માટે સ્યાદ્વાદ મંજરી કે પ્રમાણનય-તત્તાલોક વગેરે ગ્રન્થોનું તલસ્પર્શી અવગાહન ન કરી શકનારા તત્ત્વજિજ્ઞાસુઓ માટે આ પુસ્તિકા એક નાનકડા દીપકની ગરજ સારશે
એવી આશા રાખવી અસ્થાને નથી. . શિવમસ્તુ સર્વજગતઃ |
-આચાર્ય જયસુંદરસૂરિ