Book Title: Gyanjyotini Jivanrekha
Author(s): Ratilal D Desai
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005554/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા : લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર For અમદાવાદ-Cse Only Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા લેખક રતિલાલ દીપચંદ દેસાઈ પ્રધાન સંપાદક જિતેન્દ્ર બી. શાહ લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ગુજ. યુનિ. પાસે, નવરંગપુરા, અમદાવાદ-૯. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજયોતિની જીવનરેખા લેખક રતિલાલ દીપચંદ દેસાઈ : પ્રકાશક : લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ગુજ. યુનિ. પાસે, નવરંગપુરા. અમદાવાદ-૯. પ્રથમ આવૃત્તિ, ૨૦૦૭ પ્રત : ૫OO કિંમત : રૂ. ૫૦/ - ગ્રંથ આયોજન : શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદ. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજીનું જીવનચરિત્ર પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. હસ્તપ્રતોમાં સંગ્રહાયેલા આપણા જ્ઞાનવારસાને સુરક્ષિત કરવા અને જિજ્ઞાસુઓને સુલભ કરવા | કરાવવાનો આજીવન ભેખ ધરનારા પૂજય પુણ્યવિજયજીનું જીવનચરિત્ર અત્યંત પ્રેરણાદાયી છે. તે સમયે મોટાભાગના જ્ઞાનભંડારોની સ્થિતિ દયનીય હતી. હસ્તપ્રતો ઉધઈનું ભોજન બની નષ્ટ થઈ રહી હતી. વિદેશીઓ માંગ્યા દામે હસ્તપ્રતો ખરીદીને વિદેશ લઈ જતા હતા અને સમાજ આ બાબત પ્રત્યે ઉદાસીન હતો, તે સમયે મુનિશ્રી પુણ્યવિજયજીએ ગામોગામ ફરીને હસ્તપ્રતોના સંરક્ષણ બાબતે લોકોને જાગૃત કર્યા. રાતદિવસ જોયા વગર સતત મહેનત કરી ભંડારોને સુરક્ષિત કર્યા અને આપણા નષ્ટ થતા જ્ઞાનને સુરક્ષિત કર્યું. જીવનમાં જ્ઞાનસાધના અને આગમસંશોધન એ તેમના પ્રાણ હતાં. તેમણે મુખ્યત્વે પાટણ, ખંભાત, વડોદરા, જેસલમેરના જ્ઞાનભંડારોના જિર્ણોદ્ધાર કરાવ્યા અને અનેક હસ્તપ્રતો સુરક્ષિત, સંરક્ષિત અને સંમાજિત કરી. જ્ઞાનભંડારોના સૂચિપત્રો તૈયાર કર્યા કરાવ્યા. અનેક દુર્લભ ગ્રંથોનું સંપાદન કર્યું. આગમ ગ્રંથોનું પ્રકાશન થાય તે માટે આગમ વિદ્વત્ પરિષદની સ્થાપના કરી હતી, તેમાં તેમણે સ્વયં આગમ ગ્રંથોનું સંપાદન કર્યું અને મુનિ ભગવંતો અને વિદ્વાનોને આગમ ગ્રંથોનું સંપાદન કરવા પ્રેર્યા હતા. તેમની આવી For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અનેકવિધ સેવાને કારણે તેમને આગમ-દિવાકરની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને હસ્તપ્રતો સુરક્ષિત રાખવા તેમજ જિજ્ઞાસુઓને સુલભ કરવા માટે એક સંસ્થા સ્થાપવાની પ્રેરણા કરી. તેમની પ્રેરણાથી જ શેઠશ્રી કસ્તૂરભાઈએ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરી. આ સંસ્થા વિદ્વાનોની તીર્થભૂમિ બની. દેશ-વિદેશના વિદ્વાનોએ અહીં બેંસી જ્ઞાનસાધના કરી, હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો. પૂ. મુનિશ્રીનું જીવનચરિત્ર સિદ્ધહસ્ત-લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખ્યું હતું. સુંદર, સુબોધશૈલીમાં લખાયેલ આ ચરિત્ર અપ્રાપ્ય હોવાથી તેમજ પ્રેરણાદાયી હોવાથી તેનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. આ ગ્રંથનું પ્રકાશન કરવાની પરવાનગી માટે શ્રી નીતીનભાઈ દેસાઈની સાથે વાત કરી હતી તેમણે પ્રકાશન કરવા માટે સહર્ષ સંમતિ આપી એથી આ કાર્ય સરળ બન્યું. આ માટે અમે શ્રી નીતીનભાઈ દેસાઈના અત્યંત આભારી છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં સહયોગ કરનાર તમામનો આભાર માનવામાં આવે છે. – જિતેન્દ્ર બી. શાહ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા R ૧ ૪ - ૩૪ 8 ४० ४३ ४७ જ્ઞાનજ્યોતિની જીવનરેખા વતન, માતા-પિતા અને દીક્ષા દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય આગમ-સંશોધનનું વિરાટ કાર્ય બધું જ આગમ-પ્રકાશન માટે અર્પણ આગમ-સંશોધન-કાર્યને ઝડપી બનાવવાની ઝંખના જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ અંગત પરિચયની થોડીક વાત ખંભાતનો વિહાર; પં. શ્રી રમણીકવિજયજીનો સ્વર્ગવાસ છેલ્લાં બે વર્ષ મુંબઈમાં છેલ્લા દિવસો પુરવણી–૧ પુરવણી-૨ સાધનાનું અંતિમ ધ્યેય ૫૫ K ૬O ૭૮ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા “આ આગમો તૈયાર કરીએ છીએ, એ વિદ્વાનો તપાસે; તપાસીને સ્કૂલના હોય તેમ જ સંપાદન-પદ્ધતિમાં દોષ હોય, તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનારા તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે. હું ઇચ્છું છું કે તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરશું.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૯૬) આ ઉદ્ગારો સ્વર્ગસ્થ પરમપૂજય આગમપ્રભાકર મુનિવર્ય શ્રીપુણ્યવિજયજી મહારાજના છે. મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આપણાં બધાં પવિત્ર મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવા માટે “નૈન-ગામ-પ્રન્થમાતા” શરૂ કરી છે. આ ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ “નંતિસુત્ત મજુરો દ્દારારું ” નો પ્રકાશનસમારોહ, વિદ્યાલયના સુવર્ણમહોત્સવની ઉજવણી પ્રસંગે, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રવચન કરતાં મહારાજશ્રીએ આ ઉદ્દગારો વ્યક્ત કર્યા હતા. આ ઉગારો ઉત્કટ સત્યનિષ્ઠા, સત્યને સમજવા અને સ્વીકારવાની ઝંખના, સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી પવિત્ર બનેલ અંતઃકરણની આરસી બની રહે એવા વિમળ અને વિરલ છે; અને એ એના ઉદ્દગાતાની મહત્તા અને મહાનુભાવતાની સાક્ષી પૂરે છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા મહારાજનું જ્ઞાન કેવું જીવનસ્પર્શી હતું અને જીવન કેવું જ્ઞાનમય અને સત્યલક્ષી હતું, તે આ ઉપરથી પણ સમજી શકાય છે. જે ધર્મનાયક પોતાના કાર્યની કદર કરવાની નહીં પણ પોતાના કામમાં રહેલ ખામીઓ જણાવવાની, સામે ચાલીને, માગણી કરે એમને મન ધર્મનિષ્ઠા અને સત્યનિષ્ઠાનું મૂલ્ય કેટલું ઊંચું હશે ! અને એ એમના જીવનમાં કેવી એકરૂપ બની ગયેલ હશે ! ૨ આનો ભાવ એ છે કે અંતરમાં સત્યની ચાહના જાગે તો જીવનવિકાસનું પહેલું પગથિયું સાંપડે. સાચું વિચારવું, સાચું બોલવું અને સાચું આચરવું એ જ ધર્મનો માર્ગ અને એ માર્ગે ચાલવું એ જ માનવજીવનનો મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે છળપ્રપંચ, દંભ અને અહંકારથી અળગો રહે અને સરળતા, નિખાલસતા અને નમ્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવી શકે અને અહિંસા તથા કરુણાની ભાવનાથી સભર એવી સમતાને માર્ગે વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રીનો પવિત્ર નાતો કેળવી શકે, પણ આ માટે સૌથી પહેલાં નિર્દભવૃત્તિ કેળવીને જીવનને સત્યગામી બનાવવું ઘટે, તેથી જ કવિવર શ્રી ઉદયરત્નજીએ કહ્યું છે કે – સમક્તિનું મૂળ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમક્તિ વસે જી, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી ! મ કરીશ માયા લગાર. પોતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાનો મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના જીવનમાં કોઈક ભૂમિકા એવી પણ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધના એકરૂપ બની જઈને સાધકને અવૈર, અદ્વેષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે. પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રીપુણ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સૌમ્ય સત્યસાધના આવી જ જીવનસ્પર્શી અને ઊર્ધ્વગામી For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા જીવનનો એક ઉત્તમ આદર્શ બની રહે એવી હતી, અને તેથી જ એમનો વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસન્નતાથી સભર અને ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યો રે' એ યોગીરાજ આનંદધનની ઉક્તિની યથાર્થતા સમજાવે એવો હતો. એમ કહેવું જોઈએ કે તેઓ નિર્ભેળ અને સત્વગામી જ્ઞાનસાધના દ્વારા સદા પ્રસન્નતાપૂર્વક પરમાત્મદેવનું અને આત્મદેવનું અત્યંતર પૂજન કરીને પોતાના જીવનને સચ્ચિદાનંદમય બનાવી શક્યા હતા. તીર્થકરોએ ધર્મતીર્થની સ્થાપના કરીને જૈનસંસ્કૃતિનો વિશ્વમૈત્રીનો પયગામ ગાજતો કર્યો પૂર્વ ભારતની પુણ્ય ભૂમિમાંથી; પણ, સમયના વહેણ સાથે, એ સંસ્કૃતિના વહેણે પણ પોતાનો માર્ગ બદલ્યો અને એ સંસ્કૃતિની ગંગા પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વહેવા લાગી. ગૂર્જરભૂમિને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા કરણા અને વૈરાગ્યની ભાવનાનો વારસો મળેલો જ હતો. એટલે ગુજરાતની ધરતીને પૂર્વ ભારતની મૈત્રી અને અર્વરની સંસ્કૃતિ ખૂબ ગમી ગઈ; એ સંસ્કૃતિને પણ પશ્ચિમ ભારતનો પ્રદેશ બહુ અનુકૂળ આવી ગયો. વળી, એ સંસ્કૃતિની ભાવનાને લોકજીવનમાં વહેતી રાખનારા અનેક જીવનસાધક સંતો અને જયોતિર્ધરો સમયે સમયે ગુજરાતની ધરતીમાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસ્કારિતાની સરિતાને સદા વહેતી રાખતા રહ્યા, તેથી જ ગુજરાતની જનતા અહિંસા અને કરુણાની ભાવનાને આજે પણ પોતાના જીવનમાં વિશેષ પ્રમાણમાં અપનાવી શકે છે. મુનિરત્ન શ્રીપુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવક ધર્મપુરુષ હતા, અને તેઓનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિના શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરંજીવ બનાવવાના શકવર્તી કાર્ય તરીકે સદા સ્મરણીય બની રહે એવું હતું. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ વતન, માતા-પિતા અને દીક્ષા મહારાજશ્રીનું વતન ગુજરાતનું કપડવંજ શહેર. કપડવંજ ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલું શહેર છે; ત્યાગ, વૈરાગ્ય અને સંયમની અભિરુચિ એના કણકણમાં પ્રસરેલી છે. ત્યાંનાં સંખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેનોએ દીક્ષા ગ્રહણ કરીને આત્મસાધનાનો માર્ગ અપનાવ્યો છે; ત્યાં એકાદ જૈન ઘર પણ એવું ભાગ્યે જ હશે કે જયાંથી કોઈ ને કોઈ વ્યક્તિ ત્યાગમાર્ગની પુણ્ય યાત્રિક ન બની હોય. કેટલાક દાખલા તો એવા પણ છે કે જયારે એક કુટુંબના બધા સભ્યોએ, વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઈને, સંયમનો સ્વીકાર કર્યો હોય ! વળી, શાસ્ત્રોદ્ધારના કાર્યમાં પણ કપડવંજનું અર્પણ વિશિષ્ટ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણાં પવિત્ર આગમસૂત્રોમાંનાં નવ અંગસૂત્રો ઉપર વિશદ ટીકા કરનાર આચાર્યપ્રવર શ્રીઅભયદેવસૂરિજીની એ નિર્વાણભૂમિ છે. એમની પવિત્ર સ્મૃતિમાં એમના નામનું એક જ્ઞાનમંદિર પણ થોડાં વર્ષો પહેલાં ત્યાં સ્થાપવામાં આવ્યું છે. વર્તમાન સમયનો વિચાર કરીએ તો, આગમગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ પણ કપડવંજને જ પ્રાપ્ત થયું છે. આ બે આગમધર ધર્મપુરુષો તે પરમ પૂજય આગમોદ્ધારક આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજી મહારાજ, અને પૂજયપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિ શ્રીપુણ્યવિજયજી મહારાજ. મહારાજશ્રીના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ દોશી. એમનાં માતુશ્રીનું નામ માણેકબહેન. બંનેને ધર્મ ઉપર ખૂબ આસ્થા. તેમાંય માણેકબહેનને તો For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ વતન, માતા-પિતા અને દીક્ષા ધર્મ તરફ વિશેષ અનુરાગ. વળી, આજથી પોણોસો વર્ષ પહેલાંના સમયમાં આપણા દેશમાં કન્યા-કેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું ત્યારે પણ, માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેનો અભ્યાસ કર્યો હતો. મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫૨ના કારતક સુદિ પાંચમ (જ્ઞાનપંચમી કે લાભપાંચમ)ના પર્વદિવસે થયેલો. તેઓનું નામ મણિલાલ. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. એમાં આ એક સંતાન જ ઉછરેલ—અને તે પણ જાણે કાળના મોંમાં કોળિયો થતાં બચી ગયું હોય એ રીતે ! કુટુંબની સ્થિતિ સામાન્ય, એટલે ડાહ્યાભાઈ મુંબઈમાં રહેતા હતા, અને એકલાં માણેકબહેન વતનમાં રહીને પોતાના સંતાનને ઉછેરતાં હતાં. મણિલાલ હજુ બે-ચાર મહિનાના જ થયા હતા અને ઘોડિયે ઝૂલતા હતા, એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માણેકબહેન નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળ મહોલ્લામાં એકાએક મોટી આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. આગ લાગ્યાની બુમરાણ સાંભળીને એક વહોરા ગૃહસ્થ પણ ત્યાં દોડી આવ્યા. એમણે એક મકાનમાં કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને, માનવતાની ભાવનાથી પ્રેરાઈને ઘરમાં દોડી જઈને, એ ભલા સગૃહસ્થ એ બાળકને લઈને પોતાને ઘેર મૂકી આવ્યા. આ બાજુ નદીકિનારે માણેકબહેનને આગની ખબર પડી; એ તો હાંફળાં ફાંફળાં આવી પહોંચ્યાં. જોયું તો ઘર આગમાં સ્વાહા થઈ ગયેલું ! એમને થયું કે ઘરના એકના એક વંશવેલાને પણ આગે ભરખી લીધો ! એમના દુઃખનો પાર ન રહ્યો. પેલા વહોરા ગૃહસ્થ માનતા હતા કે હમણાં આ બાળકનાં મા-બાપ આવીને એને લઈ જશે; પણ સાંજ સુધી કોઈ ન આવ્યું ! એ વહોરા ગૃહસ્થ નેકદિલ ઇન્સાન હતા, અને એમને એ ખ્યાલ હતો કે આ બાળક કોઈક હિંદુનું સંતાન છે, એટલે એમણે એ બાળકને હિંદુના ઘરનું પાણી મંગાવીને પાયું અને બકરીનું દૂધ પિવરાવ્યું. રાત થઈ તો પણ એ બાળકને લઈ જવા માટે કોઈ ન આવ્યું એટલે બીજી દિવસે સવારે એમણે ઘેરઘેર ફરીને તપાસ કરી. આખરે માણેકબહેનને પોતાનો દીકરો સાજોસારો મળી ગયો ! એમના આનંદનો પાર ન રહ્યો ! મણિલાલને ૫ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૬ જ્ઞાનજ્યોતિની જીવનરેખા જાણે તે દિવસથી રામનાં રખવાળાં મળ્યાં ! ડાહ્યાભાઈને આ વાતની ખબર પડી, એટલે તેઓ કપડવંજ આવીને પોતાનાં પત્ની અને પુત્રને મુંબઈ તેડી ગયા. મુંબઈમાં રહી મણિલાલે પ્રાથમિક શિક્ષણ લીધું. પણ માતા અને પુત્રનો ભાગ્યયોગ કંઈક વિલક્ષણ હતો. અને એમાં કુદરતનો કોઈ અકળ સંકેત છુપાયો હતો. ૨૭ વર્ષની ઉંમરે માણેકબહેન વિધવા થયાં ! તત્કાળ તો ઉપર આભ અને નીચે ધરતી જેવી એકલતા અને નિરાધારી તેઓ અનુભવી રહ્યાં. ચિત્તમાં જાણે સૂનકાર છવાઈ ગયો, પણ એમણે આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને ધર્મની વાણી સાંભળવામાં ગાળેલી, એટલે આવા કારમા સંકટ વખતે ધર્મ જ સાચો સહારો આપી રહ્યો. માણેકબહેનને સંસાર સાર વગરનો લાગ્યો. અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું અને એ અસાર સંસારનો ત્યાગ કરવા તૈયાર થયાં. પણ વચમાં એક અવરોધ હતો : ચૌદ વર્ષના મણિલાલનું શું કરવું ? એને કોને ભરોસે સોંપવો ? મણિલાલ પણ કંઈ પાછો પડે એવો ન હતો. એણે મન સાથે નક્કી કર્યું હતું : બા કહે તેમ કરવું. માને પણ થયું : હું સંસારનો ત્યાગ કરું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખું ? છેવટે બન્નેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. વિ. સં. ૧૯૬૫ના માહ વિદ પાંચમના દિવસે મણિલાલે, વડોદરા પાસે છાણી ગામમાં, મુનિવર્ય શ્રીચતુરવિજયજીના શિષ્ય તરીકે, દીક્ષા લીધી; નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. મણિલાલની દીક્ષા પછી બે દિવસે જ માણેકબહેને શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલીતાણામાં દીક્ષા લીધી. એમનું નામ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી. રત્નશ્રીજી સંયમનું પાલન કરવામાં સદા જાગ્રત રહેતાં. પાછલી અવસ્થામાં એમની આંખોનાં તેજ અંદર ઊતરી ગયાં હતાં, છતાં ધર્મની જાગૃતિ એવી જ હતી. એક વાર તેઓ સખ્ત બીમાર થઈ ગયાં. ડૉક્ટરે કહ્યું કે આવી બીમારીનો સરખી રીતે ઇલાજ કરવા માટે સાધ્વીજીને ઇસ્પિતાલમાં દાખલ કરવાં જોઈએ. આ સાંભળીને રત્નશ્રીજીનું અંતર વલોપાત કરી રહ્યું; એમને થયું : ક્યા ભવને માટે ઇસ્પિતાલમાં જઈને છ કાયની વિરાધના કરીને સંયમની વિરાધના કરવી ? એ તો કોઈ પણ રીતે ઇસ્પિતાલમાં ન જવું પડે એ જ ઝંખી રહ્યાં. ડૉક્તરને પણ એમની આ ઝંખનાની ખબર For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વતન, માતા-પિતા અને દીક્ષા પડી. બીજે દિવસે ડૉક્ટર આવ્યા; તબિયત કંઈક ઠીક લાગી. એમણે કહ્યું : મહારાજ ! આપને ઇસ્પિતાલમાં નહીં લઈ જઈએ. ડૉક્ટરની વાત સાંભળીને સાધ્વીજીના મુખ ઉપર અનહદ આનંદ અને આંતરિક સંતોષની કોઈ દિવ્ય રેખાઓ વિલસી રહી. એમને જીવનની ન કોઈ આકાંક્ષા હતી કે ન મરણનો કોઈ ભય હતો, દેહદુઃખથી છૂટકો મેળવવા ન જરાય મરણની ઝંખના હતી; અને મરણનો ભય તો એમને લેશ પણ હતો જ નહીં. એમને એકમાત્ર ચિંતા કે ઝંખના એટલી જ હતી કે કોઈ પણ રીતે સંયમની વિરાધના થતી અટકે. વિ. સં. ૨૦૨૨માં, અમદાવાદમાં, તેઓ સ્વર્ગવાસી થયાં ! For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ મુનિ શ્રીપુણ્યવિજયજીના દાદાગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રોમરોમમાં વ્યાપેલું હતું. તેઓ સમતાના સરોવર, ગુણના ભંડાર અને શાંત પ્રતાપી મહાપુરુષ હતા. સ્ફટિક સમું નિર્મળ એમનું જીવન હતું. સંતજીવનને શોભતી ઉદારતા એમણે એવી કેળવી જાણી હતી કે એમને મન આ મારો અને આ પરાયો એવો કોઈ ભેદ ન હતોઃ જૈન-જૈનેતર સૌને તેઓ વાત્સલ્યપૂર્વક આવકારતા અને ધર્મસાધનામાં કે જ્ઞાનોપાર્જનમાં જોઈતી સહાય આપતા, પ્રમાદ તો એમને સ્પર્શતો જ નહીં, અને કોઈનો તિરસ્કાર કરવો, કોઈના ઉપર રોષ કરવો કે મન-વચન-કાયાના વલણમાં વિસંવાદ રાખીને છળ, પ્રપંચ કે દંભને આશ્રય આપવો, એ તો એમના સ્વભાવમાં જ ન હતું, એમનું જીવન જીવતા અનેકાંતવાદ જેવું ગુણગ્રાહી અને સત્યચાહક હતું. જેવા ઉદાર મહારાજશ્રીના દાદાગુરુ હતા, એવા જ ઉદાર તેઓના ગુરુ શ્રીચતુરવિજયજી મહારાજ હતા. વળી, તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહારદક્ષ, કાર્યનિષ્ઠ અને સતત સાહિત્યસેવી વિદ્વાન હતા. દાદાગુરુ તથા ગુરુ બંને જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્વારના પવિત્ર ધ્યેયને વરેલા હતા. જ્ઞાન વગર ન સંયમનો સાચો માર્ગ લાધે, ન સંયમની નિર્મળ આરાધના થઈ શકે, ન સંઘનો અભ્યુદય થઈ શકે કે ન ધર્મની પ્રભાવના થઈ શકે; અને તીર્થંકરભગવાનના અભાવમાં એમની વાણી જ સંઘનું પરમ આલંબન બની For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ શકેઃ આ પરમ સત્ય તેઓના અંતરમાં બરાબર વસી ગયું હતું. એમના પગલે પગલે શ્રીપુણ્યવિજયજી મહારાજનું જીવનકાર્ય પણ જ્ઞાનોદ્વાર બની ગયું. અને આ રીતે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ, મુનિવર્ય શ્રીચતુરવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજ— દાદાગુરુ, ગુરુ અને શિષ્યની ત્રિપુટીએ, છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમ્યાન, જ્ઞાનોદ્ધારની એક એકથી ચડિયાતી જે પ્રવૃત્તિઓ કરી બતાવી તે માટે કેવળ જૈનસંઘ જ નહીં પણ જૈનવિદ્યા અને ભારતીયવિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ અને વિદ્વાનો પણ સદા માટે એમના ઓશિંગણ રહેશે. પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજની જેમ શાંતમૂર્તિ મુનિપ્રવર શ્રીહંસવિજયજી મહારાજ પણ વડોદરાના જ વતની હતા. એમનું નામ છોટાલાલ હતું. છોટાલાલના અંતરમાં નાની ઉંમરથી જ વૈરાગ્યની ભાવના રમતી હતી. પરિણામે સંસારનો ત્યાગ કરવાની ભાવનાથી પ્રેરાઈને તેઓ ૨૧મે વર્ષે પોતાના મિત્ર છગનલાલ સાથે પંજાબ પહોંચી ગયા. બન્ને મિત્રોએ વિ. સં. ૧૯૩૫ના માહ વિદ અગિયારશે પૂ. આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ હંસવિજયજી રાખીને એમને મુનિ શ્રીલક્ષ્મીવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. એમના મિત્ર છગનલાલ એ જ પૂ. પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ. શ્રીહંસવિજયજી મહારાજ શાણા, ઠરેલ અને ગમે તેવાના અંતરને વશ કરી લે એવા શાંતિના સરોવર જેવા સંત હતા, એમની વાણીમાં પવિત્રતા અને આત્મીયતાની સરવાણી વહેતી, પોતાના સંયમની આરાધનામાં તેઓ સદા જાગ્રત રહેતા, અનેક પ્રદેશોમાં વિચરી, અનેક આત્માઓને બોધ પમાડી, અનેક તીર્થોની યાત્રા કરી અને પંચાવન વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી નિર્મળ સંયમની આરાધના કરી વિ. સં. ૧૯૯૦ના ફાગણ સુદ પહેલી દશમના દિવસે તેઓ પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. પૂ. પુણ્યવિજયજી મહારાજને આ મહાપુરુષના સૌમ્ય અને પ્રેરક સહવાસનો પણ લાભ મળ્યો હતો. ૯ વળી, આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજ પણ વડોદરાનું જ રત્ન હતા. જૈનસમાજના ઉત્કર્ષ માટે ધાર્મિક કેળવણી સાથે વ્યાવહારિક For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જ્ઞાનજયોતિની જીવનરેખા કેળવણીના પ્રસાર માટે સંખ્યાબંધ શિક્ષણ-સંસથાઓ સ્થાપવાની, ઉદ્યોગગૃહો શરૂ કરવાની તેમ જ બીજી પ્રવૃત્તિઓ હાથ ધરવાની પ્રેરણા તેઓએ સમાજને આપી હતી. મહારાજશ્રીને એમના લોકોપકારક સંપર્કનો પણ લાભ મળ્યો હતો, એટલું જ નહીં, એમણે તેઓની પાસે (તે કાળે મુનિ શ્રીવલ્લભવિજયજી પાસે) અર્ધા અનુયોગદ્વાર સૂત્રનું અધ્યયન પણ કર્યું હતું. દીક્ષાનું પહેલું જ ચોમાસું મહારાજશ્રીએ પોતાના વડીલો સાથે ડભોઈમાં કર્યું ડભોઈ તો આપણા જ્ઞાનદિવાકર અને મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની નિર્વાણભૂમિ-સત્યલક્ષી, સર્વસ્પર્શી અને મર્મગ્રાહી વિદ્વત્તાથી શોભતા એ પ્રભાવક મહાપુરુષે અહીં જ ચિરવિશ્રામ લીધેલો ! જોગાનુજોગ કહો કે કુદરતનો કોઈ અકળ સંકેત કહો, શ્રીપુણ્યવિજયજી મહારાજ શ્રીયશોવિજયજી મહારાજ પ્રત્યે ઊંડો અનુરાગ ધરાવતા હતા, તથા એમના જીવનસ્પર્શી અને વિશ્વતોમુખી પાંડિત્યના તેઓ પરમ ભક્ત હતા. અને, જાણે ભક્તને પોતાની આવી નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિનો બદલો મળી રહેતો હોય એમ, શ્રીઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે લખેલી તેઓની પોતાની, તેમ જ બીજાઓની સંખ્યાબંધ કૃતિઓ મહારાજશ્રીને જુદા જુદા ભંડારોમાંથી સહજપણે હાથ લાગતી જ રહી હતી. છેલ્લે છેલ્લે, છેક વિ. સં. ૨૦૨૫ની સાલમાં મહારાજશ્રી ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારને વ્યવસ્થિત કરવા અને પાયચંદ ગચ્છના ભંડારનું નિરીક્ષણ કરવા માટે ખંભાતમાં રોકાયા હતા ત્યારે પણ, પોથીઓનાં નકામાં માની લીધેલાં પાનાંઓમાંથી ઉપાધ્યાયજી મહારાજના હસ્તાક્ષરમાં લખાયેલી કોઈ અધૂરી પ્રત તેઓને મળી આવી હતી ! એમ પણ કહી શકાય કે શ્રીયશોવિજયજી મહારાજ જેવી જ્ઞાનવિભૂતિના નિર્વાણને લીધે વિદ્યાતીર્થ બનેલ ડભોઈની ભૂમિના સંપર્કે પણ મહારાજશ્રીને વિદ્યાસાધનાની પ્રબળ પ્રેરણા આપી હશે. મહારાજશ્રી પોતાના વિદ્યાભ્યાસની વાત કરતાં કહેતા કે કોઈ પણ વિષયનો એકધારો સળંગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કામ શરૂ કર્યું એવું પણ નથી For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ ૧૧ બન્યું. કંઈક પૂર્વસંસ્કાર કહો, કંઈક વડીલોની કૃપા કહો અને કંઈક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહો, મોટે ભાગે, વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશોધનનું કામ સાથે સાથે જ ચાલતાં રહ્યાં; અને, કામ કામને શીખવે એમ, શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષયોનું જ્ઞાન મળતું રહ્યું. એ કહેવાની જરૂર નથી કે આના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખના, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની ધીરજ અને તાલાવેલી રહેલી હતી. આમ અભ્યાસ અને વિદ્યાપ્રવૃત્તિ સાથે સાથે ચાલતાં રહેવા છતાં તેઓએ જુદા જુદા વિદ્વાનો પાસે જે કંઈ અભ્યાસ કર્યો હતો, તેની મુખ્ય વિગતો આ પ્રમાણે છે :— દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુશ્રીની નિશ્રામાં બધા પ્રકરણગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો—જાણે શાસ્ત્રીય બોધનો પાયો નંખાયો. બીજે વર્ષે વસોના શ્રાવક શ્રીભાયલાલભાઈ પાસે માર્ગોપદેશિકાનો અભ્યાસ કર્યો. તે પછી પંડિત શ્રીનિત્યાનંદજી શાસ્ત્રી પાસે સિદ્ધહેમલવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભાવ્યાકરણ, હિતોપદેશ, દશકુમા૨ચિરત વગેરેનું રિશીલન કર્યું. પાળિયાદવાળા પંડિત શ્રીવીરચંદભાઈ મેઘજી પાસે લઘુવૃત્તિનો અધૂરો અભ્યાસ પૂરો કર્યો, અને કાવ્યોનું વાચન કર્યું. આ સમય દરમ્યાન દાદાગુરુશ્રી અને ગુરુશ્રીની ઊંડી વિદ્યાવૃત્તિ અને જ્ઞાનોદ્વારની પ્રવૃત્તિના સંસ્કારો તો પોતાનું કામ કરતા જ હતા. એમની સંશોધનની પ્રવૃત્તિ જોઈને કે જ્ઞાનોદ્વારની એમની વાતો સાંભળીને મહારાજશ્રીને એમ તો લાગતું જ કે આ કંઈક સારું કામ થઈ રહ્યું છે, અને આવું કામ આપણે પણ કરવા જેવું છે—જાણે પૂર્વજન્મનો કોઈ સંસ્કાર અને ભવિષ્યનો કોઈ કાર્યયોગ જ કામ કરી રહ્યો હતો ! એવામાં જૈનદર્શન તેમ જ ભારતીય બધાં દર્શનોના ઊંડા અભ્યાસી પંડિતવર્ય શ્રીસુખલાલજીની પાસે અભ્યાસ કરવાનો યોગ બની આવ્યો. પાટણ અને વડોદરામાં, વિ. સં. ૧૯૭૧ અને ૧૯૭૨માં, મહારાજશ્રીએ પંડિતજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદોનુશાસનનો For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જ્ઞાનજ્યોતિની જીવનરેખા અભ્યાસ કર્યો. આ ગ્રંથોના અભ્યાસ નિમિત્તે અને પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે, બીજી અનેક બાબતો પણ આપમેળે જ અધ્યયનના ક્ષેત્રમાં આવી જતી, અને એ રીતે જ્ઞાનના સીમાડાનો અને દૃષ્ટિનો વિકાસ થતો ગયો. આ અરસામાં પાટણથી શ્રીકેસરિયાજી તીર્થનો સંઘ નીકળ્યો, તેમાં મહારાજશ્રી સાથે પંડિતજી પણ ગયેલા અને એ સંઘમાં પણ વિદ્યાભ્યાસ ચાલુ રહેલો ! આ રીતે જ્યારે એક બાજુ પંડિતજી પાસે આવું અધ્યયન ચાલતું હતું ત્યારે બીજી બાજુ મહારાજશ્રી પ્રાચીન પ્રતોના પાઠાંતરો મેળવવાનું તેમ જ શાસ્ત્રીય ગ્રંથોનાં પૂફો તપાસવાનું કામ પણ વિશ્વાસપૂર્વક કરતા થઈ ગયા હતા. આ પછી તો પંડિત સુખલાલજી અને મહારાજશ્રીને અવારનવાર સાથે કામ કરવાનું બનતું રહ્યું, અને સમય જતાં પંડિતજી પોતાના શાસ્ત્રસંશોધનના કામે પણ મહારાજશ્રી પાસે આવતા રહ્યા. ભાવનગરના બીજા ચોમાસામાં વિ. સં. ૧૯૭૮ માં) પંડિતજી સન્મતિતર્કના સંશોધનના કામે અને લીંબડીના ચોમાસામાં તત્ત્વાર્થસૂત્રના કામે મહારાજશ્રી પાસે ગયેલ. લીંબડીમાં પંડિતજીએ બૌદ્ધદર્શનના કેટલાક મુદ્દાઓથી મહારાજશ્રીને પરિચિત કર્યા. મહારાજશ્રીએ બૌદ્ધ ગ્રંથ હેતુબિંદુની નકલ પંડિતજી માટે કરી આપી; એનો ઉપયોગ પંડિતજીને સન્મતિતર્કના સંપાદનમાં કરવાનો હતો. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ તરફથી પ્રગટ થયો. મહારાજશ્રીએ આ ગ્રંથની કરી આપેલ નકલ એક આદર્શ નકલ તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં સાચવી રાખવામાં આવી છે. - આ રીતે પંડિતજી અને મહારાજજી વચ્ચેનો સંબંધ ઉત્તરોત્તર વધુ ગાઢ થતો ગયો. પંડિતજી મહારાજશ્રીના નિર્દભ સાધુજીવન અને સત્યાગ્રાહી જ્ઞાનના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે; મહારાજશ્રી પંડિતજીની સત્યગ્રાહી, અગાધ અને વ્યાપક વિદ્વત્તા અને અકિંચનભાવ પ્રત્યે એવો જ આદર ધરાવતા હતા. જયારે પણ આ બન્નેનું મિલન થતું, ત્યારે વિદ્યાવિનોદનું સુપ્રસન્ન વાતાવરણ પ્રસરી રહેતું. પંડિતજી પ્રત્યેની પોતાના વિદ્યાગુરુ તરીકેની બહુમાનની લાગણી દર્શાવતાં, પોતાના ગુરુદેવનું સ્મરણ કરવાની સાથે, મહારાજશ્રીએ પંડિતજીના સન્માન પ્રસંગે કહેલું કે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ ૧૩ શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગો છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુઓ અને ગૃહસ્થ વિદ્યાગુરુઓ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાન હું બે વ્યક્તિઓને આપું છું. તેમાં પ્રથમ સ્થાન પૂજયપ્રવર, સતત જ્ઞાનોપાસનાપરાયણ, અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનું છે, જેઓ મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે.... બીજું સ્થાન પંડિત શ્રીસુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીયભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયોનું જ્ઞાન પુસ્તકો દ્વારા નહિ પણ મોઢેથી જ આપીને મારી દષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારા જીવનનો યોગ જ કોઈ એવો વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યોમાં પરોવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અલ્પ કરી શક્યો છું. તેમ છતાં મારા ઉપર વિદ્યાગુરુઓનો એવો પ્રેમ હતો કે જેથી આજે મારી એ ઊણપ કોઈની નજરે નથી આવતી; છતાં એ વાત તો દીવા જેવી છે કે મારું અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને ગુરુઓએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યો છે. બે ગુરુઓમાંથી એક ગુરુશ્રી કે જેઓ મારા જીવનનું સર્વસ્વ હતા, તેઓ તો આજે સ્વર્ગવાસી થઈ ચૂક્યા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણ હું અનેક રીતે અધ્યયન કરું છું. આજે જયારે પણ હું મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું. ત્યારે તેઓશ્રી; ગમે તેટલા કાર્યવ્યસ્ત હોય તેમ છતાં, પોતાનું દરેક મહત્ત્વનું કાર્ય છોડીને પણ મારી સાથે અનુકૂળતાએ પોતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાતો કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન અને ફુરણાઓ જાગે છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૯૦) પૂ.પં. નેમવિજયજીના શિષ્ય સ્વ. મુનિ શ્રીલાવણ્યવિજયજી પાસે મહારાજશ્રીએ આવશ્યક હારિભદ્રી ટીકાનું અને પોતાની મેળે ઓઘનિર્યુક્તિનું વાચન-અધ્યયન કર્યું હતું; સાથે પાલીતાણામાં ગુરુતત્ત્વવિનિશ્ચય જૂની હસ્તપ્રતોને આધારે શુદ્ધ કર્યું હતું. આગમસૂત્રોના મહાન ઉદ્ધારક For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જ્ઞાનજયોતિની જીવનરેખા પૂજય સાગરનંદસૂરીશ્વરજીમહારાજે જયારે પાટણમાં આગમોની વાચના શરૂ કરી ત્યારે કેટલાક તરફથી એની સામે વિરોધનો સૂર વહેતો કરવામાં આવેલો. મહારાજશ્રી એ વખતે એ વાચનાનો લાભ તો નહીં લઈ શકેલા, પણ એમને એટલું તો લાગેલું કે આવા કાર્યનો વિરોધ કરવો એ બરાબર નથી; આ કામ તો ઉત્તમ છે અને એ કરવા જેવું છે. પછી, આ વાચના પાલીતાણામાં ચાલુ રહી ત્યારે, પાલીતાણાના બીજા ચોમાસા દરમ્યાન (વિ. સં. ૧૯૭૬માં) , મહારાજશ્રીએ એનો લાભ લઈ ઓઘનિર્યુક્તિની દ્રોણાચાર્યની ટીકા પૂરી વાંચી અને પન્નવણાસૂત્ર ઉપરની મલયગિરિ ટીકા અને ભગવતીસૂત્રની અભયદેવસૂરિની ટીકા અધૂરી વાંચી. ભાવનગરમાં બે ચોમાસાની સ્થિરતા દરમ્યાન મહારાજશ્રીએ પોતની મેળે જ પઠન-પાઠન કરવાનું ચાલુ રાખ્યું; ઉપરાંત, વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્મપ્રકૃતિ, પ્રકરણો વગેરેનું વાચન કર્યું. મહારાજશ્રીનો બોધ જાણી શ્રીકુંવરજીભાઈ ખૂબ રાજી થયેલા. એમણે કહ્યું : બધું ઉપસ્થિત છે; માત્ર ગુરુગમ જોઈએ. મહારાજશ્રી શ્રીકુંવરજીભાઈને ગુરુસ્થાનીય માનતા હતા. વિ. સં. ૧૯૯૯ની સાલમાં મહારાજશ્રી આગમમંદિરનની પ્રતિષ્ઠા માટે પાલીતાણા ગયા ત્યારે શ્રીકુંવરજીભાઈ બીમાર હતા, એટલે એમને શાતા પૂછવા માટે મહારાજશ્રી ખાસ ભાવનગર ગયા હતા. તે વખતે શ્રીકુંવરજીભાઈએ અટપટી લિપિમાં લખેલો એક ચોપડો મહારાજશ્રીને આપતાં તેઓએ તે વાંચી આપ્યો હતો. મહારાજશ્રીની શક્તિનો આવો વિકાસ જોઈને શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા. વિ. સં. ૨૦૨૫ની સાલમાં, ખંભાતમાં, મારે મહારાજશ્રીના વિવિધ વિષયના વ્યાપક અભ્યાસ અંગે તેઓશ્રીની સાથે જે સવાલ-જવાબ થયા તે ઉપરથી પણ તેઓની સ્વયંસ્ફરણાપ્રેરિત જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિનો કેટલોક ખ્યાલ આવી શકે છે. સવાલ – આપે પ્રાકૃતનો અભ્યાસ ક્યારે, કેવી રીતે કર્યો ? જવાબ– એમ લાગે છે કે પ્રાકૃતિનું જ્ઞાન શરૂઆતથી જ હતું. પાટણના બીજા ચોમાસામાં પૂજય ગુરુજી પાસે પઉમચરિયું વાંચ્યું; એ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ભ્યાસ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ ૧૫ વાંચતાં વાંચતાં પ્રાકૃત ભાષા ખૂલી ગઈ. પછી વડોદરામાં પંડિત સુખલાલજી પાસે શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ અધું વાંચ્યું, સાથે સાથે પઉમચરિયું પાટણના સંઘવીના પાડાની તાડપત્રીય પ્રતના આધારે સુધાર્યું. સવાલ-આગમોના અભ્યાસની વિશેષ રુચિ કયારે જાગી ? જવાબ-મુનિ શ્રીલાવણ્યવિજયજી પાસે આવશ્યક હારિભદ્રી વૃત્તિ વાંચતાં એ તરફ વિશેષ રુચિ થઈ; અને પૂજય સાગરાનંદસૂરિજીની વાચના ખૂબ ગમી. સવાલ-અપ્રભ્રંશ ભાષાનું જ્ઞાન કેવી રીતે થયું ? જવાબ-એ તો કેવળ એ ભાષાનું સાહિત્ય વાંચતાં વાંચતાં જ થયું. સવાલ-પ્રાચીન લિપિઓ વાંચવાનો અભ્યાસ કેવી રીતે થયો ? જવાબ-એ પણ મોટે ભાગે કામ કરતાં કરતાં જ થયો, એમ કહી શકાય. પાટણના બીજા ચોમાસામાં (એટલે દીક્ષાના છઠ્ઠા વર્ષે) સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (સી. ડી. દલાલ) પાટણના જ્ઞાનભંડારો તપાસવા આવેલા. એ વખતે એમને પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેં વાંચી આપી હતી. દેવનાગરી લિપિ પહેલાંની બ્રાહ્મી લિપિને ઉકેલવાનું અને દેવનાગરી લિપિના અક્ષરોના સંકે ઐકે બદલાતા મરોડને ઉકેલવાનું પણ મહાવરાને લીધે ફાવી ગયું. અલબત્ત, આમાં શ્રીગૌરીશંકર હીરાચંદ ઓઝાના “ભારતીય લિપિમાળા” નામે પુસ્તકનો પણ ઉપયોગ કરાતો રહ્યો છે. જુદા જુદા સૈકાઓની લિપિઓને ઉકેલવાના આવા મહાવરાને લીધે, જેને અંતે લેખન-સંવત ન નોંધ્યો હોય એવી કૃતિ પણ કયા સૈકામાં લખાયેલી હોવી જોઈએ એનો મોટે ભાગે સાચો અંદાજ, એ ગ્રંથની લિપિ ઉપરથી, કરી શકાય છે. સવાલ–આપને બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય તરફ રુચિ કેવી રીતે થઈ ? જવાબ-મોટે ભાગે ઈUTIRUV- ન-કાનથી સાંભળી સાંભળીને. મારું એક સદ્ભાગ્ય રહ્યું છે કે જુદા જુદા વિષયના વિદ્વાનોને For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જ્ઞાનજ્યોતિની જીવનરેખા અવારનવાર મળવાનું બનતું રહે છે. એ વખતે અમારાં કામ ઉપરાંત બીજી જે કંઈ જ્ઞાનવાર્તા થાય તે હું પૂર્ણ ઉત્સુકતા અને જિજ્ઞાસાપૂર્વક સાંભળતો રહું છું. એમ કરતાં કેટલુંક જ્ઞાન અનાયાસ મળી રહે છે, અને એક વાર કોઈ બાબતમાં જિજ્ઞાસા જાગી એટલે પછી સ્વાભાવિક રીતે જ એને લગતા ગ્રંથો જોવાનું બને છે, અને તેથી આપણે કોઈ પણ બાબતનો ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ તથા તટસ્થવૃત્તિથી વિચાર કરતા થઈએ છીએ. આનું પરિણામ એ આવે છે કે જુદી જુદી ધર્મસંસ્કૃતિઓ વચ્ચેના ઉપરછલ્લા વિરોધના બદલે એની ભીતરમાં રહેલ સમાનતાના તત્ત્વ તરફ આપણું ધ્યાન વિશેષ જાય છે, અને આપણે કોઈ પણ બાબતનો સમભાવપૂર્વક કે સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિએ વિચાર કરતાં શીખીએ છીએ. જીવનસાધનામાં કે જ્ઞાનની ઉપાસનામાં આ બાબત બહુ મહત્ત્વની અને ઘણી ઉપયોગી નીવડે છે. સવાલ-પ્રાચીન ગ્રંથોના સંશોધનની શરૂઆત આપે ક્યારે કરી ? જવાબ-અમુક કામની અમુક વખતે જે શરૂઆત થઈ એમ ચોક્કસ ન કહી શકાય. શાસ્ત્રોનો અભ્યાસ અને સંશોધનનો અભ્યાસ લગભગ સાથે સાથે જ ચાલતો રહ્યો. પૂજય ગુરુજી જયારે પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરતા ત્યારે જ મૂળ પાઠોના અર્થો બેસાડવાનો, પાઠાંતરો શોધવાનો, અર્થની સંગતિ માટે શુદ્ધ પાઠ ક્યો હોઈ શકે એનો, લિપિ ઉકેલવાનો-એમ બધો અભ્યાસ કામ કરતાં કરતાં આગળ વધતો રહ્યો. આ બધાની પાછળ એક વાત માલૂમ પડે છે કે અભ્યાસ અને જ્ઞાનની વાતોમાં કે શાસ્ત્રોના સંશોધન-સંપાદનમાં જે રસ પડતો, તેને લીધે બીજી પ્રવૃત્તિ તરફ ભાગ્યે જ ધ્યાન જતું. પૂજય ગુરુજીનાં સંપાદનોમાં સહાયરૂપ થતાં થતાં સ્થિતિ એવી આવી કે કેટલાક અતિ કઠિન ગણાય એવા પ્રાચીન ગ્રંથોનું સંપાદન અને સાથે મળીને કર્યું, કેટલાક ગ્રંથોનું સંપાદન મેં એકલાએ જ કર્યું; એટલું જ નહિ, છેવટે એવું પણ બન્યું કે પાઠાંતરો નોધે પૂજય ગુરુજી, અને પાઠનો નિર્ણય કરું હું ! અહીં એક પ્રસંગ ખાસ યાદ આવે છે. સંવત ૧૯૯૫ના ચોમાસામાં મને સંઘરણીનો એવો ઉગ્ર વ્યાધિ થઈ આવ્યો કે શરીર નિચોવાઈ જાય અને શક્તિમાત્ર હરાઈ જાય; વ્યાધિ કોઈ રીતે કાબૂમાં આવે જ નહીં. આ વખતે વડોદરાના શ્રીવાડીભાઈ વૈદ્યનો ઇલાજ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ ચાલતો હતો. ક્યારેક તો સલાહ મળે કે હવે બીજાની દવા કરો ! પણ મેં તો થાકયા કે કંટાળ્યા વગર, ધીરજપૂર્વક, એ જ ઇલાજ ચાલુ રાખ્યો. દોઢેક વર્ષ સુધી ચાલેલ આ ઉપદ્રવ દરમ્યાન મને મોટામાં મોટો સધિયારો આપ્યો મારા શાસ્ત્રવ્યાસંગે. કથાર–કોષનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અધ્યયન મેં આ બીમારી દરમ્યાન જ કર્યું – જાણે હું મારું કામ કરતો રહ્યો અને દર્દી પોતાનું કામ કરતું રહ્યું ! મને તો આ બધું દાદાગુરુશ્રીની અને ગુરુજીની જ કૃપાનું ફળ લાગે છે. પોતાના ગુરુજી અને દાદાગુરુશ્રી ઉપરની શ્રદ્ધાને દર્શાવતાં મહારાજજીએ પોતે જ કહ્યું છે કે – “જો પૂજયપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને સમસ્ત મુનિગણની આશિષ વરસતી હશે-છે જ, તો પૂજય ગુરુદેવનાં સત્સંકલ્પોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજ્જવલ બનાવવા યથાશક્ય અલ્પ-સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૮૯) સવાલ- આપે કોઈ શાસ્ત્રીય ગ્રંથ રચવાનો ક્યારેય પ્રયત્ન કરેલો ? જવાબ-હા. લીંબડીના પહેલા ચોમાસામાં (વિ. સં. ૧૯૭૮માં) પૂજય દાદાગુરુજી અને ગુરુશ્રી ત્યાંના ભંડારનો ઉદ્ધાર કરવાના કામમાં રોકાયેલા હતા ત્યારે મને વિશેષgવતી ઉપર ટીકા કરવાનો વિચાર થઈ આવેલો, પણ પછી એ વિચાર પ્રમાણે કામ ન થયું. સવાલ-આપનામાં સત્યાગ્રાહી મધ્યસ્થભાવ ક્યાંથી આવ્યો ? જવાબ-સ્વાભાવિક રીતે તથા પૂજય દાદાગુરુજીના સતત સમાગમથી. આ તે દીક્ષા લીધા બાદ શ્રીપુણ્યવિજયજી મહારાજે પોતાની સ્વયં ફુરણાથી, દાદાગુરુ તથા ગુરુજીની વાત્સલ્યભરી કૃપાદૃષ્ટિથી અને જુદા જુદા વિદ્વાનોના સમાગમથી પોતાની જ્ઞાનસાધનનાને સર્વગ્રાહી, મર્મસ્પર્શી અને સત્યમૂલક બનાવી હતી અને જાણે ભવિષ્યના જ્ઞાનોદ્ધારના મહાન કાર્યને માટે પોતાની જાતને સુસજ્જ બનાવી લીધી હતી. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય આમ તો મુનિ શ્રીપુણ્યવિજયજી મહારાજ એક આત્મસાધક સંત હતા, અને પોતાના આત્મભાવની ક્યારેક ઉપેક્ષા ન થઈ જાય કે સંસારની વૃદ્ધિ કરે એવી આત્મવિરોધી પ્રવૃત્તિમાં જરાય ન અટવાઈ જવાય એની તેઓ સતત જાગૃતિ રાખતા; અને અપ્રમત્તપણે પોતાની સાધનાને નિરંતર આગળ વધારતા રહેતા. આમ છતાં એમનું જીવનકાર્ય (mission) તો વિવિધ રીતે જ્ઞાનનો ઉદ્ધાર કરવાનું જ હતું—એમનો અવતાર જ જ્ઞાનના ઉદ્ધાર માટે થયો હતો. અને, કહેવું જોઈએ કે, કુદરતે સોંપેલા એ જીવનકાર્યને તેઓ પોણોસો વર્ષ જેટલી વૃદ્ધ ઉંમર લગી એવી જ નિષ્ઠા, એવી જ સ્ફૂર્તિ અને એવી જ તત્પરતાથી કરતા રહ્યા—જાણે એમ લાગે છે કે આ કાર્ય કરતાં ન તો તેઓ વયની મર્યાદાને કે ન તો શરીરની શક્તિઅશક્તિને પિછાણતા હતા. આ કાર્ય કરતાં કરતાં જાણે એમનામાં શક્તિનો અખૂટ ઝરો વહી નીકળતો હતો. થોડીક પ્રાચીન હસ્તપ્રતો તેમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓશ્રીને બેસાડી દઈએ, તો તેઓ આહાર, આરામ અને ઊંધને વીસરીને એમાં એવા તન્મય બની જતા કે જાણે કોઈ ઊંડા આત્મચિંતનમાં ઊતરી ગયેલ યોગીરાજ જ જોઈ લ્યો ! એમને આ રીતે જ્ઞાનોદ્વારના કાર્યમાં નિરત જોવા એ પણ એક લહાવો હતો. જ્ઞાનોદ્ધારની તેઓશ્રીની આવી અસાધારણ અને શકવર્તી કહી શકાય એવી પ્રવૃત્તિઓની કેટલીક વિગતો જોઈએ. શાસ્ત્રાભ્યાસ- જ્ઞાનોદ્વારનું પહેલું પગથિયું છે સ્વયં શાસ્ત્રોનું For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય સત્યસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયન. આ અધ્યયન પાછળની દષ્ટિ સાંપ્રદાયિક કદાગ્રહથી મુક્ત, ઐતિહાસિક, તુલનાત્મક અને સત્યશોધક હોય તો જ એ સ્વ-પર ઉપકારક બની શકે. મહારાજશ્રીના શાસ્ત્રાભ્યાસની આ જ વિશેષતા હતી, અને તેથી તેઓ સદા ગુણના ગ્રાહક અને સત્યના ચાહક બની શકતા હતા. વળી, એમને મન વિદ્યા એ નિર્ભેળ વિઘા જ હતી એટલે એની ઉપાસનામાં તેઓ મારા-તારાપણાનો કોઈ ભેદ રાખતા નહીં. અને શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત લૌકિક વિદ્યાઓના ગ્રંથોનું પણ તેઓ એવા જ આદરથી અવલોકન-અવગાહન કરતા, આથી જેમ તેઓ પોતાનાં શાસ્ત્રોની ખૂબી અને મર્યાદાઓથી પરિચિત રહી શકતા, તેમ બીજાઓનાં શાસ્ત્રોની ખૂબીઓ કે મર્યાદાઓથી પણ પરિચિત રહી શકતા. પરિણામે એમના અભ્યાસમાં તેમ જ નિરૂપણમાં સદા સત્યની સુભગ આભા પ્રસરી રહેતી; અને તેથી એ નિરૂપણ વિશેષ સચોટ અને પ્રતીતિકર બનતું. આચાર્યપ્રવર શ્રીહરિભદ્રસૂરિજીએ તેમનાં યોગબિદુ ગ્રંથમાં (શ્લોક પ૨૪) સાચું જ કહ્યું છે કે "आत्मीयः परकीयो वा क : सिद्धान्तो विपश्चिताम् ? । દDણાવાહિત થતુ ચુસ્તસ્ય પરિપ્રદ્યુઃ ' એટલે કે વિદ્વાનને મન આ સિદ્ધાંત મારો અને આ પરાયો એવો કોઈ ભેદ નથી હોતો; પણ જે જોવાથી અને ઇષ્ટથી અબાધિત હોય તેનો સ્વીકાર કરવો, એ જ ઉચિત છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું અધ્યયન આવું જ તંદુરસ્ત અને વિમળ દષ્ટિથી પરિપૂત હતું, અને તેથી જ એ દેશવિદેશના વિદ્વાનોને માટે વિશેષ આવકારપાત્ર બની રહેતું. તેઓશ્રીનું અધ્યયન આવી નિર્મળ બુદ્ધિથી થયેલું હોવાથી એમના લખાણમાં પણ એની છાપ સ્પષ્ટ જોવામાં આવતી. સમભાવી આચાર્ય હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કપિલ મહર્ષિનો ‘દિવ્ય મહામુનિ' (શ્લોક ૨૩૭) અને ભગવાન બુદ્ધનો “મહામુનિ' (શ્લોક ૪૬ ૬) જેવાં બહુમાનવાચક વિશેષણોથી નિર્દેશ કર્યો છે, તેમ પુણ્યવિજયજી મહારાજનાં લખાણોમાં પણ આ પરંપરાનું વિરલ સાતત્ય જોવા મળે છે. જ્યાં ક્યાંય કોઈ ધર્મપુરુષનો કે મહાન વ્યક્તિનો અથવા વિદ્વાનનો ઉલ્લેખ કરવાનો વખત આવતો ત્યારે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તેઓ તે બહુમાનસૂચક શબ્દથી જ કરતા. કર્મસાહિત્ય અંગેના પોતાના લેખમાં, દિગંબર સાહિત્યનો નિર્દેશ કરતાં, તેઓએ લખેલું કે “દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રીપુષ્પદંતાચાર્ય... વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યો અને સ્થવિરો થયા છે. જ્ઞાનજ્યોતિની જીવનરેખા (જ્ઞાનાંજલિ, પૃ. ૧૪૦) સ્તુતિ-સ્તોત્રવિષયક સાહિત્યમાં ખરતર ગચ્છના આચાર્ય શ્રીજિનપ્રભસૂરિજીના અર્પણને બિરદાવતાં મહારાજશ્રીએ લખ્યું છે કે : “આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જૈનાચાર્ય તેમ જ જૈનમુનિઓએ ફાળો આપ્યો છે, તેમ છતાં ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનપ્રભે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપ્યો છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિસંતોત્રસાહિત્ય કોઈએ સર્યું નથી એમ કહેવામાં અત્રે જરાયે અતિશયોક્તિ થતી નથી.’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૫૯) એ જ રીતે શ્રીધૂમકેતુલિખિત ‘કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય' પુસ્તકને આવકારતાં તેઓએ મુક્ત મને કહ્યું છે કે : “આચાર્ય શ્રીહેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધામૂલક અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રો લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈ શ્રીધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશળતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલો થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઊભા રહી જીવનચરિત્રો લખવામાંય એવા અને એટલા જ ગોટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેનો વિશિષ્ટ વિવેક આપણને શ્રીધૂમકેતુએ લખેલ પ્રસ્તુત જીવનચરિત્ર દ્વારા બતાવ્યો છે.’’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૭૩) For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય મહારાજશ્રીના કથનની તેમ જ એમનાં લખાણો કે સંપાદનોની વિદ્વાનોમાં જે ભારે પ્રતિષ્ઠા છે તે તેઓની આવી ગુણગ્રાહક, સત્યશોધક અને તટસ્થ દૃષ્ટિને કારણે જ. વળી, મહારાજશ્રી એ પણ જાણતા હતા કે જો આપણે અન્ય ધર્મના મહાન પુરુષોને માટે માનભર્યા શબ્દો વાપરીએ તો તેથી આપણું ચિત્ત કલુષિત થતું અટકે છે, એટલું જ નહિ, સામી વ્યક્તિ પણ આપણા પૂજય પુરુષો માટે બહુમાનભર્યા શબ્દોનો પ્રયોગ કરવા પ્રેરાય એવી અને પ્રેમભરી ફરજ પાડી શકીએ. આથી ઊલટું, જો આપણે બીજાને માન્ય વ્યક્તિ માટે હલકા શબ્દોનો પ્રયોગ કરીએ તો એથી આપણાં વિચાર અને વાણી તો દૂષિત થાય જ છે; ઉપરાંત, એથી સામી વ્યક્તિને, આપણને માન્ય વ્યક્તિઓને માટે ખરાબવાણીનો પ્રયોગ કરવાનો એક પ્રકારનો પરવાનો મળી જાય છે ! ધનનો ખપી જેમ શોધી શોધીને ધનનો સંચય કરે છે, તેમ મહારાજશ્રી સત્યનો અને ગુણોનો શોધી શોધીને સંગ્રહ કરવાની દૃષ્ટિએ જ શાસ્ત્રોનું અવલોકન-અવગાહન કરતા એમના શાસ્ત્રાભ્યાસની આ પણ એક વિરલ વિશેષતા હતી. પ્રાચીન ગ્રંથોનું સંશોધન-પોતાના ગુરુશ્રીના પગલે પગલે મહારાજશ્રીએ પણ એક સમર્થ સંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એમનાં સંપાદનોની સર્વાગપરિપૂર્ણતા જોઈને પરદેશના વૈજ્ઞાનિક સંશોધક વિદ્વાનો પણ ડોલી ઊઠે છે. તેઓશ્રીને હાથે આકરામાં આકરા ગ્રંથો પણ અણીશુદ્ધ બનીને નવજીવન પામ્યા છે. ગ્રંથ-સંપાદનના કાર્યમાં તેઓશ્રીને વરેલી અસાધારણ સિદ્ધિનાં કારણો અનેક છે. તેઓ શાસ્ત્રના વિષયથી અને ગ્રંથમાં આવતા ઇતર સાહિત્યના સંદર્ભોથી હંમેશાં સુપરિચિત રહેતા; અને જે બાબત પોતાની સમજમાં ન આવતી તે બાબતનો, ગમે તે રીતે, ખુલાસો મેળવીને જ આગળ વધવાનો તેઓનો સ્વભાવ હતો; અક્ષરોના વિવિધ મરોડો ધરાવતી જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેઓ સિદ્ધહસ્ત હતા; અને, સૌથી આગળ વધીને, શાસ્ત્રોના (તેમ જ અન્ય ગ્રંથોના પણ) સંશોધનની બાબતમાં એમની ધીરજ અને ખંત સાચા અર્થમાં અપાર હતાં. આ કાર્ય કરતાં એમને ન તો ક્યારેય કંટાળો આવતો કે ન તો તેઓ ક્યારેય ઉતાવળ કરતા. કોઈ પણ પ્રશ્ન કે શંકાનું સંતોષકારક કે સાચું સમાધાન For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ - જ્ઞાનજ્યોતિની જીવનરેખા મળે નહીં ત્યાં સુધી તેઓ, યોગીના જેવી પૂર્ણ એકાગ્રતાથી, એની પાછળ લાગેલા જ રહેતા. નાના સરખા ઉંદરને શોધવા ડુંગર ખોદવા જેટલી મહેનત કરવી હોય કે સુવર્ણની કણી મેળવવા ધૂળધોયાની જેમ ધૂળના ઢગલાને તપાસવો હોય તો પણ તેઓ હંમેશાં તૈયાર રહેતા; અને ક્યારેક આટલી બધી મહેનતનું પરિણામ શૂન્યમાં આવે તોપણ તેઓ નિરાશ ન થતા. સત્યની એકાદ હીરાકણી મેળવવા માટે પણ તેઓ દિવસ-રાત મથામણ કર્યા જ કરતા. અને આટલું બધું કરવા છતાં, તેના ભારથી મુક્ત બનીને, સદા સુપ્રસન્ન રહી શકતા. સંશોધન -સંપાદનની દૃષ્ટિએ નમૂનારૂપ લેખી શકાય એવા એમના સંખ્યાબંધ ગ્રંથોનાં નામ લખાવી શકાય; પણ એની યાદી આપવાનું આ સ્થાન નથી. અને તેઓએ આગમસંશોધનનું જે મહાન કાર્ય હાથ ધર્યું હતું તેને તો એમના જ્ઞાનમય વ્યક્તિત્વના સારરૂપ અને પંદરસો વર્ષ પહેલાં થઈ ગયેલ આગમગ્રંથોના મહાન સંરક્ષક અને પરમ પ્રભાવક શ્રીદેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે કરેલ આગમસંકલન જેવું શકવર્તી અને સુદીર્ઘ કાળ સુધી ઉપકારક બની રહે એવું જ માનવું જોઈએ. પ્રાચીન આગમગ્રંથો તથા અન્ય સાહિત્યના સંશોધનની મહારાજશ્રીની અસાધારણ નિપુણતા તથા સંશોધન માટેનાં અપાર ખંત, ધીરજ અને ચીવટનો લાભ અનેક ગ્રંથો કે ગ્રંથમાળાઓને મળતો રહ્યો હતો. ભાવનગરની શ્રીજૈન આત્માનંદ સભાનાં પ્રકાશનો નમૂનેદાર ગણાયાં અને દેશ-વિદેશના વિદ્વાનોની પ્રશંસા મેળવી શક્યાં એમાં મહારાજશ્રી તથા એમના ગુરુવર્ય મુનિ શ્રી ચતુરવિજયજીનો ફાળો ઘણો જ આગળ પડતો છે. આ પ્રકાશનો તેમ જ પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિર તરફથી પ્રગટ થતી લા. દ. ગ્રંથમાળા તથા મુંબઈના શ્રીમહાવીર જૈનવિદ્યાલયની જૈન આગમ ગ્રંથમાળાનાં સંખ્યાબંધ પ્રકાશનો મહારાજશ્રીની પ્રાચીન ગ્રંથોના સંશોધન માટેની નિપુણતા, નિષ્ઠા અને ભક્તિની કીર્તિગાથા ચિરકાળ સુધી સંભળાવતાં રહેશે પ્રતિઓના નિષ્ણાત પારખુ અને ઉદ્ધારક–પ્રાચીન જીર્ણ શીર્ણ હસ્તપ્રતો તો જાણે મહારાજશ્રીના હાથમાં આવતાં જ પોતાની આપવીતી For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય ૨૩ કહેવા લાગતી ! પ્રત નાની હોય કે મોટી, સુરક્ષિત હોય કે જીર્ણ, અધૂરી હોય કે પૂરી-દરેકે દરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલોકન કરતા; અને, કોઈ ઝવેરી જેટલી ચીવટથી હીરાની પરખ કરે એટલી ચીવટથી, એનું મૂલ્યાંકન કરતા, મહારાજશ્રી ગ્રંથલેખનની અને ગ્રંથોની સાચવણીની પ્રાચીન તેમ જ અર્વાચીન પદ્ધતિથી તથા સામગ્રીથી તેમ જ આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી પૂર્ણ પરિચિત હોવાને કારણે ક્યા જીર્ણ ગ્રંથના પુનરુદ્ધાર માટે કેવી માવજત કરવાની જરૂર છે તે તેઓ બરાબર જાણતા હતા. પ્રાચીન ગ્રંથોનાં એકસરખા માપનાં ભેળસેળ થઈ ગયેલાં પાનાંઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણતા ખરેખર અસાધારણ અને હેરત પમાડે એવી હતી. ચોંટીને રોટલો થઈ ગયેલી કંઈક પ્રતો એમના હાથે નવજીવન પામી હતી. પ્રતિઓના ઉદ્ધારના તેઓના આ કાર્યમાં માઇક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનો પણ સમાવેશ થતો. મતલબ કે જે રીતે બને તે રીતે તેઓ પ્રાચીન પ્રતોને સુરક્ષિત બનાવવાનું કાર્ય કરતા જ રહેતા. ગ્રંથભંડારોનો ઉદ્ધાર-મહારાજશ્રી તથા એમના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલીતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તર સૂચિઓને મુદ્રિત પણ કરાવી આપી હતી. વળી, ક્યાંક ક્યાંક તો રેપરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા હતા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી અને જે કષ્ટસાધ્ય વિહારો કર્યા, તે બીના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ રહે એવી છે. તેમાંય જેસલમેરના ભંડારોની સાચવણી માટે સોળ-સોળ મહિના સુધી તેઓએ જે તપ કર્યું હતું અને કષ્ટ ઉઠાવ્યું હતું, એનો ઇતિહાસ તો જેવો પ્રેરક છે એવો જ રોમાંચક છે. આ કાર્યમાં જેમ અનેક મુશ્કેલીઓ આવી તેમ એમાં For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જ્ઞાનજ્યોતિની જીવનરેખા સહાયકો પણ આપમેળે આવી મળ્યા હતા. જેસલમેરના ભંડારના ઉદ્ધારના અનુસંધાનમાં ત્રણ બાબતો વિશેષ નોંધપાત્ર બની તેનો નિર્દેશ અહીં કરવા પ્રસંગોચિત લેખાશે : (૧) વિ. સં. ૨૦૦૬ના કારતક વદિ સાતમે મહારાજશ્રીએ જેસલમેર માટે વિહાર કર્યો. એ વખતે શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ મહારાજશ્રીને સાબરમતીમાં મળેલા. તે પછી મહારાજશ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તેઓ જેસલમેર જઈને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને મહારાજશ્રી દ્વારા થઈ રહેલ કામને પ્રત્યક્ષ જોયું હતું. ઉપરાંત, કયારેક તેઓને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરનું એમણે નિરીક્ષણ કર્યું હતું. આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારોના રક્ષણ માટે અને ભારતીય સંસ્કૃતિ તથા જૈન સંસ્કૃતિના અધ્યયન માટે કંઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામે વિખ્યાત સંસ્થાની સ્થાપનારૂપે આવ્યું. (૨) જેસલમેરના વિહાર માટે મહારાજશ્રી અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવારે રણુંજથી તેઓએ રેલના પાટે પાટે વિહાર શરૂ કર્યો. પૂરા પ્રકાશના અભાવે એમણે ગરનાળાને ન જોયું અને તેઓ ગરનાળાથી ૧૫-૧૭ ફૂટ નીચે પડી ગયા. પણ જે શક્તિએ બચપણમાં આગથી અને મોટી ઉંમરે સંઘરણી જેવા ભયંકર વ્યાધિમાંથી મહારાજશ્રીને બચાવી લીધા હતા, એણે જ આ વખતે પણ એમને આબાદ બચાવી લીધા ! આટલે ઊંચેથી પડવા છતાં એમને ખાસ કાંઈ વાગ્યું નહીં; અને તે પછી તો સાતેક માઈલ જેટલો લાંબો વિહાર કરીને તેઓ પોતાના સ્થાને પહોંચ્યા ! રામનાં કેવાં અદ્ભુત રખવાળાં ! મહારાજશ્રી કહેતા, હું ગૌતમસ્વામીનું નામ લઈ વિહાર કરું છું એટલે ઉપદ્રવોમાંથી બચી જવાય છે. ગૌતમસ્વામી ઉપર તેઓને ખૂબ આસ્થા હતી; અને કોઈ પણ કામની શરૂઆત તેઓ ગૌતમસ્વામીનું સ્મરણ કરીને જ કરતા. (૩) જેસલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન ત્યાંની તાડપત્રીય For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય પ્રતોની માઇક્રોફિલ્મ લેવરાવવાના કામ માટે શ્રીફતેહચંદ બેલાણીને અવારનવાર દિલ્લી જવાનું થતું. આ દરમ્યાન રાષ્ટ્રપતિ બાબૂ રાજેન્દ્રપ્રસાદજીનું ધ્યાન આવી અમૂલ સાહિત્યસમૃદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પયગંબર ભગવાન મહાવીરની ધર્મવાણી જે ભાષામાં સચવાઈ છે, તે પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે “પ્રાકૃત ટેસ્ટ સોસાયટી” નામની, પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં રચાયેલ સાહિત્યનું પ્રકાશન કરવાના ધ્યેયને વરેલી સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થાએ અર્ધમાગથી ભાષાના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથો પ્રકાશિત કરીને દેશ-વિદેશના વિદ્વાનોમાં સારી નામના મેળવી છે. પ્રાચીન ગ્રંથો અને એના ભંડારોની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં મહારાજજી નિષ્ણાત હતા, એટલે એમના હાથે જે જે ભંડારોનો ઉદ્ધાર થવા પામ્યો તે ચિરકાળ માટે સુરક્ષિત બની ગયા. વળી, આવા ભંડારોનો, વિદ્વાનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગોઠવણ પણ જયાં શક્ય હોય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નહીં. આ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા હતી. જ્ઞાનમંદિરોની સ્થાપના–દાદાગુરુ અને ગુરુજીના પ્રયાસથી એ બંનેની જન્મભૂમિ વડોદરા અને છાણીમાં સમૃદ્ધ જ્ઞાનભંડારોની સ્થાપના છેક પોણોસો અને પચાસેક વર્ષ પહેલાં થઈ હતી. ઉપરાંત, તેઓના મહારાજશ્રીના તેમ જ આચાર્ય મહારાજ શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર નામે શાનદાર ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. અને તેનું ઉદ્ધાટન, વિ. સં. ૧૯૯૫માં, શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે થયું હતું. આને લીધે વિદ્વાનો અને અભ્યાસીઓ માટે પાટણમાં એક વિદ્યાની પરબ શરૂ થઈ છે, એમ કહેવું જોઈએ. આ બધા ઉપર સુવર્ણકળશ ચડાવ્યો જૈનપુરી અમદાવાદે. જ્ઞાનતપસ્વી મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ શ્રુતભક્તિ અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની ઉદારતાના સંગમને તીરે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જ્ઞાનજયોતિની જીવનરેખા સ્થાપના વિ. સં. ૨૦૧૩ના વિજયદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો મૂલ્યવાન ગ્રંથોનો અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો હતો. ઉપરાંત, તેઓશ્રીની ભાવના મુજબ, તેઓના સ્વર્ગવાસ બાદ, તેઓશ્રીનો કળાનો સંગ્રહ પણ આ સંસ્થાને ભેટ મળી ગયો છે. આ સંગ્રહમાંની કળાસામગ્રી વિવિધ પ્રકારની, વિપુલ અને જેનું મૂલ્ય ન આંકી શકાય એવી છે. આ સામગ્રીની સમૃદ્ધિનો ખ્યાલ તો એનાં દર્શન કરવાથી જ આવી શકે. કળાનો આ ભંડાર મહારાજશ્રીની નિઃસ્પૃહતા, અનાસક્તિ અને લોકોપકારની વૃત્તિની કીર્તિગાથા હંમેશાં સંભળાવતો રહેશે. સમયના વહેવા સાથે આ સંસ્થા, પંડિત શ્રીદલસુખભાઈ માલવણિયાના કુશળ અને ઉદાર સંચાલન નીચે, ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહે છે. ગુજરાતના ગૌરવ સમી આ સંસ્થા જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું યાત્રાધામ બની રહેલ છે. આ સંસ્થા તરફથી પ્રગટ થયેલ ચાલીસ જેટલા પ્રાચીન ગ્રંથો તથા જ્ઞાનભંડારોની સૂચિઓને લીધે દેશવિદેશમાં આ સંસ્થા વિશેષ નામાંકિત થઈ છે. મહારાજશ્રીના અંતરમાં એક બીજી ઝંખના પણ રમી રહી હતી, એનો નિર્દેશ પણ અહીં જ કરવો પ્રસંગોચિત છે. મહારાજશ્રીના મનોરથો હતા કે મૂળ આગમસૂત્રોની જે સુસંપાદિત-શુદ્ધ આવૃત્તિઓ તૈયાર થાય એના આધારે એક આગમમંદિરની રચના કરવામાં આવે. મહારાજશ્રીના મનોરથની સફળતામાં આપણને બેવડો લાભ થવાનો હતો : એક તો બધાં આગમસૂત્રોની સુસંશોધિત-વિશુદ્ધ આવૃત્તિઓ પ્રગટ થવાને લીધે એ બધા ધર્મગ્રંથો સદાને માટે સુવ્યવસ્થિત બની જાય; અને બીજો લાભ તે આવું આગમમંદિર ઊભું થાય છે. પણ હવે તો આવા ઉમદા મનોરથો સેવનાર પોતે જ આપણાથી સદાને માટે વિદાય થયા, એ દુ:ખ કોને કહેવું ? કળાની પરખ–પ્રાચીન પ્રતો અને ગ્રંથભંડારોના સંરક્ષણની કળાની વિશિષ્ટ જાણકારીની સાથોસાથ પ્રતોને અને ગ્રંથસ્થ તેમ જ અન્ય ચિત્રસામગ્રીને કે પ્રાચીન કળામય વસ્તુઓને પારખવાની મહારાજશ્રીની શક્તિ પણ અદ્ભુત હતી. ઉપરાંત, કઈ પ્રતનું, કઈ દૃષ્ટિએ, શું મૂલ્યાંકન For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જ્ઞાનોદ્ધારનું શર્વર્તી કાર્ય કરી શકાય, એની પણ તેઓ સ્પષ્ટ સમજ ધરાવતા હતા. આવી વિરલ કળાસામગ્રી જાણે આપમેળે જ પોતાની કથા મહારાજશ્રીને કહી સંભળાવતી ! વિદ્વાનોને સહકાર–આ બધા ઉપરાંત મહારાજશ્રીની સૌથી ચડિયાતી અને અતિવિરલ કહી શકાય એવી વિશિષ્ટતા હતી વિદ્વાનો અને વિદ્યાના ખપીઓને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જેમને છાપેલ પુસ્તકો. હસ્તલિખિત પ્રતો, એની માઈક્રોફિલ્મ કે ફોટોસ્ટેટ કૉપી વગેરે જોઈએ તેને તે વસ્તુ તો તેઓ તરત જ સુલભ કરી આપતા, એટલું જ નહીં, કોઈ તેઓએ પોતે કરેલ કે બીજા પાસે કરાવેલ અને બીજી પ્રતોને આધારે સુધારેલ કોઈ પ્રાચીન ગ્રંથની તૈયાર પ્રેસકૉપીની માગણી કરે તો તે પણ તેઓ જરાય ખમચાયા વિના પૂર્ણ ઉદારતાથી આપી દેતા; અને એમ કરીને પોતે કોઈના ઉપર અહેસાન કર્યો હોય એવો ભાવ ન તો જાતે અનુભવતા કે ન તો બીજાને એવો ભાવ દેખાવા દેતા. કોઈનું પણ કામ કરી આપવાની પરગજુ વૃત્તિ જાણે એમના જીવન સાથે સહજપણે વણાઈ ગઈ હતી. એક વાર મારા મિત્ર શ્રીદલસુખભાઈ માલવણિયાએ બનારસના કોઈ વિદ્વાનને સ્યાદ્વાદરત્નાકરના બધા ભાગોની જરૂર હોવાની અને પૈસા ખરચવા છતાં પણ બજારમાંથી એ નહીં મળતા હોવાની સહજપણે વાત કરી. મહારાજશ્રીએ તરત જ કબાટ ઉઘાડીને એ પુસ્તકના બધા ભાગ દલસુખભાઈને આપ્યા અને એ વિદ્વાનને મોકલી આપવા સૂચવ્યું; અને વધારામાં ઉમેર્યું કે એ એનો ઉપયોગ કરશે, એ પણ લાભ જ છે ને ! આપણે તો વળી ગમે ત્યાંથી મેળવી લઈશું. શોધવા ઇચ્છીએ તો આવા તો સંખ્યાબંધ પ્રસંગો મહારાજશ્રીના જીવનમાંથી સાંપડી શકે. આનો સાર એ છે કે જ્ઞાનોદ્ધારમાં અને જ્ઞાનપ્રસારમાં તેઓશ્રીને એવો જીવંત રસ હતો કે એ કામ તેઓ પોતે કરે કે બીજા કરે, એ એમને મન સરખું હતું. અને બીજાને એની જ્ઞાનોપાસનામાં બધી સગવડ મળી રહે એની તેઓ પૂરી ચિંતા રાખતા. પોતે ગમે તેવા ગંભીર કામમાં એકાગ્ર થયા હોય, પણ કોઈ જિજ્ઞાસુ આવે તો તેઓ લેશ પણ કૃપણતા કર્યા વગર આવનારને બરોબર સંતોષ થાય એ રીતે પૂરેપૂરો સમય આપતા, અને એમને કોઈ બાબતમાં For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા જરાક પ્રશ્ન પૂછીએ તો એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થતાં. એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામીપણું જોઈને કોઈ પણ આશ્ચર્યમુગ્ધ થયા વગર ન રહેતા. વિનમ્ર વિદ્વત્તા–મહારાજશ્રી અનેક વિષયોના પારગામી વિદ્વાન હોવા છતાં તેઓ ક્યારેય પોતાની પંડિતાઈથી કે વાક્ચાતુરીથી બીજાને આંજી નાખવાનો પ્રયત્ન ન કરતા. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લેતી. વિ. સં. ૧૯૨૪માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણમહોત્સવ પ્રસંગે આગમ પ્રકાશન યોજનાના પહેલા ગ્રંથ નંદિ-અનુયોગદ્વાર સૂત્રનું અમદાવાદમાં પ્રકાશન થયું તે વખતે (તા. ર૬-૨૧૯૬૮) એમણે ઉચ્ચારેલા આ ઉદ્ગારો તેઓની વિનમ્રતા, કૃતજ્ઞતા, ગુણગ્રાહક દૃષ્ટિ, પોતાની ભૂલોને જોવા-સ્વીકારવાની સહજ સરળતા અને સત્યપ્રિયતાની સાક્ષી પૂરે એવા છેઃ અહીંયાં વિદ્વાન વક્તાઓએ જે કંઈ કહેવું જોઈએ તે ઘણું કહ્યું છે; ને હવે બહુ કહેવાનું રહેતું નથી. તેમાં પણ મારે શું કહેવું એ એક મોટો પ્રશ્ન છે. હું તો ઇચ્છે કે અમે જે આ કામ કરીએ છીએ, તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળે. મહેનત તો ઘણી કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે ત્રુટિ એટલી બધી દેખાય છે કે આટલા મહાભારત કામને નિર્દોષ રીતે, કેવી રીતે પાર પાડવું તે પણ એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનોને લીધે, પ્રાચીન ભંડારોનાં અવલોકનોને લીધે, સાહિત્યની આલોચનાને લીધે અને વિદ્વાનોના સમાગમને લીધે, જે કંઈ સ્કૂર્તિ જીવનમાં જાગી છે તેનો ઉપયોગ અહીં કરી લેવો એ દૃષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે. “દુનિયાના વિદ્વાનો ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે, એમ કહેવાની અને હિંમત નથી કરતા. જો કે આ કામ હું એકલો નથી કરતો, બધા જાણતા હોય કે હું આ કામ એકલો કરું છું, તેમ છતાં પણ એમાં મારી સાથે આત્મીય ભાવે કામ કરનાર ઘણા મિત્રો છે: દલસુખભાઈ, પં. અમૃતલાલ વગેરે ઘણા ઘણા એવા વિદ્વાનો છે, જેઓ આ કાર્યમાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે, એને લઈને મારો ભાર ઓછો થઈ જાય છે. છેલ્લાં For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય ૨૯ વર્ષોમાં મારી આંખો મોતિયાને લીધે અસમર્થ હતી, તે વેળા આ વિદ્વાનોએ જ કામને વેગ આપ્યો હતો. સાત વર્ષ વહી ગયાં, સાઠની સાલથી આ વિચાર થયો હતો. આટલાં વર્ષોમાં એક જ વૉલ્યુમ બહાર પડ્યું, એથી એવો વિચાર આવે કે સાત વર્ષમાં એક જ વૉલ્યુમ બહાર પડ્યું, તો બધું કામ ક્યારે પાર પડશે? બીજી તરફ દષ્ટિ કરવામાં આવે તો એકેક વિષય પર આજે વિદ્વાનો જે વિચારે છે, એ વિચારવાનો સમય નથી. કામ ઘણું મોટું છે એટલે અમે મર્યાદા નક્કી કરી આગમો તૈયાર કરીએ છીએ. “ડૉ. સુબ્રીંગ, ડૉ. લોયમન, ડૉ. આલ્સડૉફ એ બધાએ આગમો વિષે ઘણું વિચાર્યું છે. હમણાં ડૉ. આલ્સડૉક્ના બે આર્ટિકલ આવ્યા છે. એક તો ઇથ્થી પરિત્રા વિષે હતો. આ ક્રિટિકલ પ્રકાશન તેમણે ત્યાંના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું. આ લેખનો ગુજરાતી અનુવાદ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણમહોત્સવ ગ્રંથમાં પ્રગટ થયો છે. ઇશ્મીપરિન્ના વિષે જૈન સાધુને પૂછવામાં આવે તો પણ તે બતાવી નહિ શકે કે તે કેવી વસ્તુ છે, ને તેનું કેટલું મહત્ત્વ છે. ડૉ. આલ્સડર્સે તેના અધ્યયનને કાવ્યમય બનાવ્યું છે. હું નથી ધારતો કે અમારામાંથી કોઈનેયે એનો ખ્યાલ હોય કે આ અધ્યયન કાવ્યમય છે કે તેના છંદોનો ખ્યાલ હોય, અમે ત્યાં સુધી પહોંચ્યા નથી. “બધા આગમો ભેગા કરવામાં આવે તો સહકારથી અશુદ્ધિઓનું સંશોધન થાય; એ એકાએક શક્ય નથી. તેમ છતાં પ્રાચીન આદર્શો એકત્ર કરીએ તો કેટલીક વાર શુદ્ધ પાઠો મળે છે, એ આધારે અત્યારનું કાર્ય કરવામાં આવે છે. સામાન્ય રીતે અમારી દષ્ટિ કંઈક શ્રદ્ધાભિમુખ છે. કેટલીક વખત એમ કહેવામાં આવે છે કે શ્રદ્ધા મૌલિક વિચારોને રોકે છે, એમ બનતું હશે. પણ શ્રદ્ધાની મર્યાદા કરી બીજા પાઠભેદો વિચારતાં ઘણી વસ્તુઓ વિચારાય છે, માત્ર એક ગ્રંથના પ્રત્યંતરોના આધારે આ સંશોધન કરવામાં નથી આવતું, પણ તે ગ્રંથનાં અવતરણો, ઉદ્ધરણો ને પ્રાચીન પ્રમાણોનો અને આગમના પાઠોનો ટીકાકારો, ચૂર્ણિકારો, ટિપ્પણકારો ને વૃત્તિકારો–બધાએ જયાં જયાં નિર્દેશ કર્યો છે તે સ્થળોની તપાસ થાય છે. અત્યાર સુધી જે જે આગમો છપાયા છે તેને પ્રાચીન તાડપત્રીઓની જે જે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જ્ઞાનજયોતિની જીવનરેખા પ્રતો મળી શકી તે પ્રતો સાથે સરખાવી શુદ્ધ કરી રાખ્યા છે, તેને આધારે પાઠોનો નિર્ણય કરીએ છીએ. ઘણી વાર એવું બને છે કે સંશોધનકારે સંશોધનમાં કોઈ સ્થળે, જરૂર જણાય ત્યાં, પાઠ દાખલ કરેલો હોય છે. તે યોગ્ય સ્થળે દાખલ થયો છે કે કેમ તે વિષે શંકા જાગે છે. અમારી આ મોટી મુશ્કેલી છે, એટલે શુદ્ધ પાઠો નક્કી કરવા મુશ્કેલ છે. કોઈ પ્રતિમાં જોઈ પાઠો દાખલ કર્યા છે કે કેમ એ, જેસલમેર, પાટણ, ડેક્કન કૉલેજ, સૂરત, વડોદરાના ભંડારો જોઈને, તથા ખંભાતના ભંડારની પણ પ્રાચીન પ્રતિઓની તપાસ કરીને, નક્કી કરીએ છીએ પ્રાચીન કાળથી ત્યાં પાઠો પડી ગયા છે. આજ સુધી અમે એક જ કામ કર્યું છે : દરેક પ્રાચીન ગ્રંથોને અનેકાનેક પ્રતિઓ સાથે સરખાવ્યા છે. એને આધારે એક એક આગમનું સંપાદન થાય છે. ભવિષ્ય પણ એ જ પદ્ધતિ રહેશે. “આ આગમો તૈયાર કરીએ છીએ, એ વિદ્વાનો તપાસે, તપાસીને અલના હોય તેમ જ સંપાદન પદ્ધતિમાં દોષ હોય, તો તેનું ભાન કરાવશે તો અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તો ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાનો ઘણા ઓછા મળે છે. હું ઇચ્છું છું કે તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેનો ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરશું. અત્યારે દલસુખભાઈ વગેરે અહીં છે નહિ. તે બધા સહકાર્યકરોનો આ કાર્યમાં સહકાર છે. આત્મીયભાવે પોતાનું જીવન એ ઓતપ્રોત કરીને રહેલ છે. એવા કાર્યકરો ન હોય તો આ કામ ન થાય. પ્રાચીન કાળમાં અભયદેવાચાર્યે પણ લખ્યું છે કે ટીકાઓ રચતાં પહેલાં દરેક આગમોની શુદ્ધ પ્રતો તૈયાર થતી; અનેક જાતના પાઠાંતરો જોઈ જવાતા. એવા પાઠાંતરો કે જેના પાઠભેદો મૂંઝવી નાંખે કે સેંકડો કૃતિઓના પાઠભેદોમાંથી ક્યો પાઠ સ્વીકારવો અને કયો જતો કરવો ? શ્રીઅભયદેવાચાર્યને તેથી જ લખવું પડ્યું કે वाचनानामनेकत्वात्, पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्यात्, मतभेदाच्च कुत्रचित् ॥ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય ૩૧ “દરેક ગ્રંથમાં ક્યાંક થોડા ને ક્યાંક વધતા, ક્યાંક નાના ને કયાંક મોટા, ક્યાંક શુદ્ધ અને ક્યાંક અશુદ્ધ પાઠભેદો મળી આવે છે. “સેંકડો વર્ષથી લિપિના વિકારોથી, લહિયાઓ લિપિ સમજતા નહિ તેથી તેમ જ વિદ્વાનો ભાષા ન જાણે તેથી પાઠભેદો વધતા રહ્યા છે. બધાનો વિચાર કરવો દુષ્કર છે. તેમ છતાં અમે વીતરાગદેવના પ્રતાપે જે કંઈ બુદ્ધિનું બિંદુ મળ્યું છે તેનો આરાધનામાં ઉપયોગ કર્યો છે. વિદ્વાનો ત્રુટિઓ માટે ક્ષમા કરે.” (જ્ઞાનાંજલિ, પૃ.૨૯૫-૨૯૬; શ્રીમહાવીર જૈનવિદ્યાલયનો પ૩ મો વાર્ષિક રિપોર્ટ) મહારાજશ્રીના આ ટૂંકા છતાં મુદ્દાસરના પ્રવચનમાં આગમસંશોધનની મુશ્કેલ પ્રક્રિયાનું કે પદ્ધતિનું નિરૂપણ તો જોવા મળે જ છે; ઉપરાંત, એમાં પોતાની ખામી બતાવનાર કોઈ નીકળે એવી સામે ચાલીને માગણી કરવી, કોઈ ખામી બતાવે તો તેથી દુઃખ લગાડવાને બદલે ઊલટું રાજી થવું, અને જાણેલી ખામીને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં એનો ઉપયોગ કરવાની તત્પરતા બતાવવી–આવી ઉન્નત ભૂમિકા તો કોઈ ઉચ્ચાશયી, સત્ય-ધર્મ-નિષ્ઠ અને યોગસિદ્ધ આત્મામાં જ સંભવી શકે. એમ લાગે છે કે મહારાજશ્રીને એવી ભૂમિકા સાવ સહજપણે સિદ્ધ થઈ હતી. | વિદ્યાવાન કે કળાવાન વ્યક્તિ ગૃહસ્થ હોય તોપણ એનું સમુચિત સન્માન થવું જ જોઈએ એવી ઉદાર અને ગુણગ્રાહી મહારાજશ્રીની દૃષ્ટિ હતી. આ વાત જાણીતા ચિત્રકાર શ્રીગોકુલદાસ કાપડિયાએ દોરેલ ભગવાન મહાવીરનાં સુંદર ચિત્રોના સંપુટના આમુખમાંના મહારાજશ્રીના નીચેના ઉદ્ગારોથી પણ જાણી શકાય છે. તેઓશ્રીએ લાગણીપૂર્વક, મુક્ત મને, લખ્યું છે કે “ભાઈ શ્રીકાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીયભાવે અથાક શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૨૭) For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨. જ્ઞાનજ્યોતિની જીવનરેખા સાચે જ, આવી ઉદારતા અને ગુણગ્રાહક દૃષ્ટિનાં દર્શન અતિ દુર્લભ છે. જ્ઞાનપ્રસારની ઝંખના–વિકાસ માટે વિદ્યાના આદર્શની જરૂર સમજાવતાં તેઓ કહે છે કે “જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલો વિદ્યાનો વિશાળ આદર્શ હશે, તેટલું જ તેનું વ્યક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછપ હશે એટલી એના વ્યક્તિત્વમાં ઊણપ જ આવવાની. એક કાળે જૈન શ્રમણ સંસ્થાનું દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું ! આજે એ વ્યક્તિત્વ ક્યા પાતાળમાં જઈ રહ્યું છે?” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૧૩) જૈન શ્રમણ સમુદાયની અત્યારની નબળી જ્ઞાનભૂમિકા અંગે ખેદ દર્શાવતાં તેઓ કહે છે કે “પ્રાચીન ગ્રંથો તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથોના પ્રણેતા આચાર્યાદિકોએ પોતાના જમાનાની વિદ્યાના કોઈ પણ અંગના અભ્યાસને છોડ્યો નથી, જ્યારે અત્યારના આપણા શ્રમણવર્ગની દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હોવાનો દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોનો તેમનો અભ્યાસ પણ અતિ છીછરો અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમની પાસેથી દરેક વિષયને લગતા ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ ?...એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જૈન ધર્મના અસ્તિત્વને સમર્થ વિદ્વાનોથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમનો જ વારસો અને ગૌરવ ધરાવવાનો દાવો કરનાર જૈન શ્રમણોનું વિદ્યાના કોઈ પણ ક્ષેત્રમાં નજીવું સરખુંય સ્થાન અગર વ્યક્તિત્વ છે ખરું ? જૈનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગોમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એક શતાંશ જેટલુંય આજે આપણા જૈન શ્રમણોનું સ્થાન હોય એમ મારી દષ્ટિએ નથી લાગતું.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૧૩-૨૧૫) પ્રાચીન ગ્રંથોના જતન પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે ટકોર કરતાં For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોદ્વારનું શકવર્તી કાર્ય મહારાજશ્રી કહે છે કે—– “જેમ જનતા દરેક બાબતમાં ‘સાપ ગયા અને લીસોટા રહ્યા' એ નિયમાનુસાર દરેક રીત-રિવાજોમાંથી મૂળ ઉદ્દેશોને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખૂંચી જાય છે, તેમ આ તહેવારને અંગે (જ્ઞાનપંચમી અંગે) પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત્ આ તહેવારને દિવસે પુસ્તકભંડારો તપાસવા, તેમાંનો કચરો સાફ કરવો, હવાઈ ગયેલ પુસ્તકોને તડકો દેખાડવો, ચોંટી ગયેલ પુસ્તકોને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મૂકેલ ઘોડાવજ આદિની પોટલીઓને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તો આ તહેવાર નામશેષ થયા જેવો જ ગણાય.' (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૫) ૩૩ મહારાજશ્રીના આ બધા ઉદ્ગારો જ્ઞાનપ્રસારની અને જ્ઞાનોદ્વારની એમની ભાવના કેટલી તીવ્ર હતી, એનું સૂચન કરે છે, અને માત્ર આવી ભાવના વ્યક્ત કરીને કે વર્તમાન પરિસ્થિતિની સામે રોષ કે અફસોસ જાહેર કરીને જ નિષ્ક્રિય બેસી ન રહેતાં એ દિશામાં તેઓ જીવનભર તન તોડીને, મન દઈને, પૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ પણ કરતા રહ્યા, એ હકીકત જ એમને સાચા જ્ઞાનોદ્ધારક પુરવાર કરે છે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ આગમ-સંશોધનનું વિરાટ કાર્ય આગમસૂત્રો એ જૈનધર્મ અને સંસ્કૃતિની જીવાદોરી છે, અને વિવિધ વિષયને સ્પર્શતા વિપુલ જૈન સાહિત્યના સર્જનના મૂળમાં મુખ્યત્વે આ આગમસૂત્રો જ રહેલાં છે. મૂળ સૂત્રો અને એની સમજૂતી આપવાના ઉદ્દેશથી રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા-વૃત્તિને આગમ પંચાંગી તરીકે ઓળખવામાં આવે છે. મહારાજશ્રી બધાં આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યના નિષ્ણાત જ્ઞાતા તથા અસાધારણ સંશોધક હતા; તેમ જ તેઓની આગમક્તિ પણ અસાધારણ હતી. મૂળ આગમો તેમ જ આગમિક સાહિત્યને સમજવાનું તેમ જ શુદ્ધ કરવાનું મહારાજશ્રીનું સિદ્ધહસ્તપણું જોઈને તો એમ જ લાગે કે એ તેઓની જન્મ-જન્માંતરની જ્ઞાનસાધનાનું જ ફળ હોઈ શકે. તત્ત્વજિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને સમગ્ર આગમિક સાહિત્ય મુદ્રિત રૂપમાં સુલભ કરી આપવાનું, શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણના જેવું જ, પાયાનું મહાનસંશોધનકાર્ય આચાર્ય શ્રીસાગરાનંદસૂરીસ્વરજી મહારાજે કર્યું અને તેઓ સાચા અર્થમાં ‘આગમોદ્ધારક' કહેવાયા. આગમ-સંશોધનના આ કાર્યમાં જે કંઈ અશુદ્ધિઓ કે ખામીઓ રહી ગઈ તેને દૂર કરવાનું તેમ જ બાકી રહેલ આગમિક સાહિત્યને સંશોધિત કે મુદ્રિત કરવાનું યુગકાર્ય કરવાનો કાર્યયોગ જાણે મુનિ શ્રીપુણ્યવિજયજીએ પૂરો કરવાનો હતો, અને છેલ્લાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષ સુધી આ કાર્ય કરતા રહીને તેઓએ આગમસંશોધનનું કેટલું વિરાટ કાર્ય કર્યું હતું એનો ખ્યાલ તો તેઓને હાથે મુદ્રિત For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ આગમ-સંશોધનનું વિરાટ કાર્ય થયેલ, તેમજ સંશોધન-સંપાદનની વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ થયા પછી પણ મુદ્રિત થવા બાકી રહેલ, સંખ્યાબંધ નાના-મોટા ગ્રંથોને જોવાથી જ આવી શકે. તેઓનું ‘આગમ-પ્રભાકર' બિરુદ કેટલું બધું સાર્થક હતું ! જે કોઈ ગ્રંથ તેઓના હાથે સંશોધિત-સંપાદિત થતો એને જાણે પ્રામાણિકતાની મહોરછાપ મળી જતી. તેઓના સંપાદનની વિશેષતાને અંજલિ આપતાં, જૈન આગમોના અભ્યાસી અને સંશોધક, વિખ્યાત જર્મન વિદ્વાન ડૉ. વોલ્ટેર શુસ્પ્રિંગે યોગ્ય જ કહ્યું છે કે “તેઓએ સંપાદિત કરેલ બૃહત્કલ્પભાષ્યની કીર્તિમંદિર સમી આવૃત્તિનો નિર્દેશ હું અહીં કરવા ઇચ્છું છું. ભારતમાં જેઓ અત્યાર સુધી સંશોધિત નહીં થયેલ ગ્રંથોને પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છે, તે સર્વને માટે આ આવૃત્તિ એક નમૂનાની ગરજ સારે એવી છે.'* - ૩૫ મહારાજશ્રીના સંશોધન-કાર્યની પ્રામાણિકતાને બિરદાવતાં અને એ પ્રામાણિકતા તેઓમાં કેવી રીતે આવી તે સમજાવતાં પંડિતવર્ય શ્રીસુખલાલજીએ, શ્રીમહાવીરજૈનવિદ્યાલયના આગમપ્રકાશન સમારોહ પ્રસંગે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૬૮ના રોજ કહ્યું હતું કે– “પૂજય પુણ્યવિજયજીએ આ કામમાં (આગમ-સંશોધનના કામમાં) આખી જિંદગી ખર્ચી છે, તેમની પાસે દૃષ્ટિ છે. એમ તો છેલ્લાં ચાલીસ વર્ષથી ઘણા સાધુઓ આવું કામ કરી રહ્યા છે એ હું જાણું છું, પણ પૂજ્ય પુણ્યવિજયજી મારા સ્નેહી-મિત્ર છે એટલા માટે નહિ પણ તટસ્થ ભાવે હું આ કહું છું કે તેમના નામ સાથે પ્રામાણિકતા સંકળાયેલી છે. કોઈ પણ પુસ્તક બહાર પડે અને શરતચૂકથી કોઈ તેમનું નામ છાપે અને લોકોને ખબર પડે કે આ પુસ્તક પુણ્યવિજયજીનું છે, તો લોકો માને છે કે આ પુસ્તક "I should like to mention his monumental edition of Brhatkalpabhasya which can serve as a model to all those in his country who are preparing the publication of works hitherto unedited." —જ્ઞાનાંજલિ, અભિવાદન વિભાગ, પૃ. ૪. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જ્ઞાનજ્યોતિની જીવનરેખા સામાન્ય નથી. તેમણે જેટલા પુસ્તક ભંડારો ને સંગ્રહો જોયા છે, તેટલા ઘણા ઓછાએ જોયા હશે. તેમની દૃષ્ટિમાં ઉદારતા રહી છે; તેમની દૃષ્ટિ પંથથી પર છે. મારે ને એમને ૫૦ વર્ષ પહેલાંના સમયથી સંબંધ છે. નાની વયથી આજ સુધી જેમ સમય પસાર થતો ગયો તેમ તેમની દષ્ટિનો વિકાસ થતો ગયો. તેમને સાંપ્રદાયિક બંધન નથી ખપતાં, ગચ્છ-પરંપરાનો આગ્રહ નથી, આથી તેમના સંપાદનમાં પ્રામાણિકતા રહી છે. બીજી વાત તેમનો ગુણગ્રાહિતાનો ગુણ છે, દોષદર્શન તેમનામાં નથી. જૈન પરંપરાના કોઈ પણ વિદ્વાન કે બીજી પરંપરાના વિદ્વાનો પણ તેમને મળવા આવે છે. એમને એમની સાથેની ચર્ચા કરતા જોઈએ તો લાગે છે કે સામાની વાત જુએ ને સાચી હોય તો તેનો સ્વીકાર કરે છે. મહેનતની પ્રામાણિકતાની સાથે તેમનામાં ધૈર્ય છે. દષ્ટિની આ વિશાળતાથી તેમનામાં પ્રામાણિકતા આવી છે.” બધાં આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યની શુદ્ધ વાચનાઓ તૈયાર થાય એ મહારાજશ્રીની તીવ્ર ઝંખના હતી; આ કાર્યનું એમને મન જીવનકાર્ય જેટલું મહત્ત્વ હતું. એટલે એની પાછળ પોતાનાં સમગ્ર સમય અને શક્તિનો ઉપયોગ કરવામાં તેઓ ક્યારેય સંકોચ કરતા ન હતા. જ્ઞાનભંડારો અને પ્રાચીન ગ્રંથોના ઉદ્ધાર માટે તેઓ જે ઉલ્લાસથી કામ કરતા એની પાછળ તેઓની એક દૃષ્ટિ એવી પણ હતી કે કદાચ ક્યાંકથી કોઈક આગમને લગતો વધારે પ્રાચીન કે નવો ગ્રંથ મળી આવે, જેને આધારે ઉપલબ્ધ આગમના પાઠો વધુ શુદ્ધ કરી શકાય અથવા કોઈક અજ્ઞાત આગમિક ગ્રંથને પ્રકાશિત કરવાનું શક્ય બને. શ્રીજિનાગમપ્રકાશિની સંસદ–પાટણમાં રહીને મહારાજશ્રી આગમસંશોધનનું કાર્ય એકાગ્રતાથી કરી રહ્યા હતા, તે જોઈને પાટણના કેટલાક ભાવનાશીલ મહાનુભાવોના અંતરમાં તેઓને આ કાર્ય માટેની આર્થિક ચિંતાથી મુક્ત કરવાનો સુવિચાર આવ્યો. એમાંથી પાટણમાં વિ. સં. ૨૦૦૧માં “શ્રીજિનાગમપ્રકાશિની સંસદ' નામે એક સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થા પાસે ફંડ પણ સારું ભેગું થયું હતું, પણ થોડા વખત પછી જ, આ સંસ્થાના મુખ્ય કાર્યવાહકોની મહારાજશ્રીના કાર્ય For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ આગમ-સંશોધનનું વિરાટ કાર્ય પ્રત્યેની શ્રદ્ધામાં, ગમે તે કારણે, ઓટ આવી; અને મહારાજશ્રીએ સંશોધિત કરેલ આગમ-સાહિત્યને મુદ્રિત કરવાનું કામ અટકી પડ્યું ! પોતાને ધર્મનાધર્મશ્રદ્ધાના રખેવાળ પુરવાર કરવાના અંધશ્રદ્ધાથી ઘેરાયેલા વધારે પડતા ઉત્સાહમાં જો આ મહાનુભાવોએ મહારાજશ્રીના કાર્યમાં અશ્રદ્ધા-અવિશ્વાસ જન્માવીને એ પવિત્ર કાર્ય સ્થગિત થઈ જાય એવી મોટી ભૂલ કરવાને બદલે મહારાજશ્રીની સત્યપ્રિયતા, સાધુતા અને વિદ્વત્તા ઉપર વિશ્વાસ રાખીને આ કાર્યને આગળ વધવા દીધું હોત તો મહારાજશ્રીની હયાતીમાં અને તેઓના પોતાના જ હાથે આગમ પંચાગીના કેટલા બધા ગ્રંથો કેવા આદર્શ રૂપમાં પ્રગટ થઈ શક્યા હોત ! પણ જ્યાં આવા મહાન પુણ્યકાર્યના સાથી બનવાનું ભાગ્ય-વિધાન જ ન હોય, અને સારા કામમાં અંતરાયરૂપ જ બનવાનો નિમિત્તયોગ હોય, ત્યાં આવી ધર્મબુદ્ધિ જાગે પણ શી રીતે ? અને ૧૮-૨૦ વર્ષ બાદ, મોડે મોડે, જ્યારે એમનામાં આવી સત્બુદ્ધિ જાગી અને, વિ. સં.૧૯૨૫માં, આ મહાનુભાવોએ ‘શ્રીજિનાગમપ્રકાશિની સંસદ' માં આગમ પ્રકાશન માટે ભેગી થયેલી રકમ મહારાજશ્રી દ્વારા સંપાદિતસંશોધિત થતાં મૂળ આગમસૂત્રોના પ્રકાશન-મુદ્રણ માટે શ્રીમહાવીરજૈનવિદ્યાલયને સોંપી ત્યારે એ કાર્યવાહકોના મનનો ભાર ભલે ઓછો થયો હોય, પણ એમાં એટલું બધું મોડું થયું હતું કે આ સહાયતાથી પોતાના આગમ-સંશોધનના કાર્યને વેગ મળે તે પહેલાં, બે વર્ષ બાદ જ, મહારાજશ્રી સ્વર્ગે સિધાવી ગયા ! કાનના કાચા અને શ્રદ્ધાના પોચા કાર્યકરો પોતાના હાથે જ ધર્મશાસનને કેટલું મોટું નુકસાન કરી બેસે છે, અને સેંકડો વર્ષ સુધી ઉપકારક બની શકનાર શકવર્તી પ્રવૃત્તિને કેવો લકવો લગાવી દે છે, એનો આ ઊંધ ઉડાડી મૂકે એવો દાખલો છે. પૈસા પડી રહ્યા, બીજા પણ મળી રહેશે, બીજી બીજી સગવડ અને સામગ્રી પણ આવી મળશે; પણ પુણ્યચરિત પુણ્યવિજયજી ક્યાંથી મળવાના હતા ! આગમ-સંશોધન અંગેની એમની સૂઝ, શક્તિ અને ભક્તિ હવે ક્યાં મળવાની હતી ? અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અંધભક્તિમાં આપણે ખોટનો કેવો સોદો કરી બેઠા ! પણ પુણ્યવિજયજી મહારાજને, યોગની સાધના કર્યા વગર જ, યોગની સિદ્ધિની સહજ બક્ષિસ મળી હતી, એટલે ગમે તેવા કપરા અને ૩૭ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જ્ઞાનજ્યોતિની જીવનરેખા પ્રતિકૂળ સંજોગોમાં પણ તેઓ સ્વસ્થ, શાંત અને સ્થિર રહી શકતા હતા. એટલે જિનાગમપ્રકાશિની સંસદના મુખ્ય કાર્યકરોના આવા દુઃખદ વલણ અંગે શોચ કે અફસોસ કરવામાં કાળક્ષેપ કરીને મનને ઉદ્વિગ્ન બનાવવાને બદલે, જાણે કશું જ નથી બન્યું એમ માનીને, પોતે જે કંઈ આર્થિક સગવડ સંઘમાંથી મેળવી શક્યા તેટલા પ્રમાણમાં આગમ-સંશોધનનું પોતાનું જીવનકાર્ય આગળ વધારતા રહ્યા. અને પોતાની જાતે જે કાર્ય થઈ શકે એમ હતું એ માટે તો પૈસાની પણ ક્યાં જરૂર હતી ? તેઓ તો મુદ્રિત થઈ ગયેલ આગમ સાહિત્યને, જે કંઈ નવી સામગ્રી મળતી રહી એને આધારે, શુદ્ધ કરતા રહ્યા અને જે કંઈ અપ્રગટ અને અજ્ઞાત આગમ સાહિત્ય ઉપલબ્ધ થતું ગયું એની સંશોધિત શુદ્ધ નકલો તૈયાર કરતા-કરાવતા જ રહ્યા. આટલી બધી સુધારેલી પ્રેસ-કોપીઓનું મુદ્રણ ક્યારે થશે એની ચિંતા ક્યારેય એમના ચિત્તની સમાધિને ચલિત કરી શકી ન હતી. વળી, શ્રીસંઘ પોતાના કાર્યમાં જોઈતી મદદ નથી કરતો અથવા ઓછી મદદ કરે છે, એવી કશી ફરિયાદ તેઓ ક્યારેય કરતા નહીં. એમના નિકટના સંપર્કથી વિશ્વાસપૂર્વક એમ જરૂર કહી શકાય કે શ્રીસંઘ પ્રત્યે આવી અસંતોષ કે અણગમાની લાગણી એમના અંતરમાં ક્યારેય જન્મવા જ નહોતી પામતી; કારણ કે તેઓ જે કંઈ કાર્ય કરતા તે પૂર્ણ નિઃસ્વાર્થ ભાવે અને સાધુજીવનની નિર્મળ સાધનારૂપે જ કરતા. આટલું જ શા માટે, શ્રીજિનાગમપ્રકાશિની સંસદના આવા અનિચ્છનીય વલણ અંગે પણ તેઓએ એના કોઈ પણ કાર્યવાહક પ્રત્યે ક્યારેય કડવાશ દર્શાવી હોય એવું બન્યું નથી; સૌને તેઓ ધર્મસ્નેહથી અને સમભાવપૂર્વક આવકારતા. એમ લાગે છે કે કડવાશના અંશને પણ એમના જીવનમાં સ્થાન ન હતું. મહારાજશ્રી સચ્ચિદાનંદમય સ્થિતિના અવતાર હતા. વિદ્યાલયની યોજના–મહારાજશ્રીને મન આગમ-સંશોધનનું કાર્ય પણ નિર્મળ સંયમની આરાધના માટેનું ઉત્તમ સાધન હતું. અને એ કાર્યમાં (તેમ જ જ્ઞાનોદ્ધારનાં નાનાં-મોટાં બીજાં અનેક કાર્યોમાં) તેઓ સતત નિરત રહેતા. સને ૧૯૬૦ના અરસામાં શ્રીમહાવીર જૈનવિદ્યાલયના તે વખતના માનદમંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહને વિદ્યાલય તરફથી મૂળ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આગમ-સંશોધનનું વિરાટ કાર્ય આગમસૂત્રો પ્રગટ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર તેઓએ મહારાજશ્રીને જણાવ્યો. મહારાજશ્રીએ પંડિત શ્રીદલસુખભાઈ માલવણિયા વગેરે સાથે વિચારવિનિમય કરીને મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરી આપી, એટલું જ નહીં, આ યોજનાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પોતે તેમ જ શ્રીદલસુખભાઈ માલવણિયા સ્વીકારશે એમ પણ કહ્યું. વિદ્યાલયના સંચાલકોએ આ યોજનાને મંજૂર કરી; એને એ યોજના મુજબ કાર્યની શરૂઆત પણ કરી દેવામાં આવી. વિદ્યાલય પ્રત્યે મહારાજશ્રી સ્વાભાવિક રીતે જ ખૂબ અનુરાગ ધરાવતા હતા, અને એની વ્યવસ્થાશક્તિ એક આદર્શ સંસ્થાને છાજે એવી નમૂનેદાર છે, એ પણ જાણતા હતા. આવી માતબર અને પ્રતિષ્ઠિત સંસ્થા આગમ-પ્રકાશનની જવાબદારી સંભાળે એનાથી રૂડું બીજું શું ? આ યોજના મુજબ ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા અને મહારાજશ્રીનો સ્વર્ગવાસ થયો ! For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ બધું જ આગમ-પ્રકાશન માટે અર્પણ આગમ-પ્રકાશનની બધી જવાબદારી વિદ્યાલય જેવી વગદાર અને શક્તિશાળી સંસ્થાએ સંભાળી હતી, એટલે એને માટે જરૂરી આર્થિક સહાય શ્રીસંઘમાંથી મેળવી આપવાનો કોઈ ભાર મહારાજશ્રી ઉપર ન હતો. છતાં તેઓ આ બાબત સતત ચિંતા સેવતા રહેતા અને અવસર આવ્યે પોતાથી બનતું કરવાનું ચૂકતા નહીં. નીચેના પ્રસંગો. આ વાતની સાક્ષી પૂરે એવા છે (૧) કપડવંજનો ઉત્સવ–દીક્ષા લીધે ૫૩ વર્ષ વીતી ગયાં છતાં મહારાજશ્રીને પોતાના વતન કપડવંજમાં ચોમાસું કરવાનો અવસર જ નહોતો મળ્યો. છેવટે, વિ. સં. ૧૯૧૮માં, કપડવંજના શ્રીસંઘની ભાવના સફળ થઈ, અને ૫૩ વર્ષને અંતે ૫૪મું ચતુર્માસ મહારાજશ્રી કપડવંજમાં રહ્યા. શ્રીસંઘે પોતાનો આનંદ વ્યક્ત કરવા મહારાજશ્રીનો ૬૬મો જન્મદિવસ સુંદર રીતે ઉજવવાનો નિર્ણય કર્યો. આ વખતે કારતક સુદિ ૫ થી ૭ સુધીનો ત્રણ દિવસનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો. અને મુખ્ય સમારોહ સુદિ ૭, તા. ૪-૧૧-૬૨, રવિવારના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ સમારોહમાં પ્રમુખ તરીકે પંડિતવર્ય શ્રીસુખલાલજી અને અતિથિવિશેષ તરીકે શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ પધાર્યા હતા. આ પ્રસંગે કપડવંજ સંઘના અગ્રણીઓએ, મહારાજશ્રી ઇચ્છે તે કાર્યમાં ઉપયોગ કરવા માટે, વીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મહારાજશ્રીએ, સાધુજીવનને શોભે એવો નિર્મમભાવ દાખવીને, એ રકમ આગમ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૧ બધું જ આગમ-પ્રકાશન માટે અર્પણ પ્રકાશનના કાર્ય માટે શ્રી મહાવીર જૈનવિદ્યાલયને અર્પણ કરવાની ભલામણ કરી હતી. (૨) વડોદરાનો સમારોહ - વિ. સં. ૨૦૨૪ નું ચોમાસું મહારાજશ્રી વડોદરામાં રહ્યા. આ પ્રસંગની યાદરૂપે વડોદરાના શ્રીસંઘે વિ. સં. ૨૦૨૫ના માહ મહિનામાં, મહારાજશ્રીની દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ નિમિત્તે, એક મોટો સમારોહ ઉજવવાનું નક્કી કર્યું. આ માટે માહ સુદિ ૧૩ થી માહ વદિ ૭ સુધીનો ૧૦ દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. વદિ પાંચમ સુધી અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયા બાદ વદિ ૬ના શ્રી આત્મારામજી જૈનજ્ઞાનમંદિરમાં પ્રાચીન સાહિત્યના પ્રદર્શનનું ઉદ્ધાટન વડોદરા યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર ડૉ. ચતુરભાઈ શંકરભાઈ પટેલે કર્યું હતું. મુખ્ય સમારોહ વદિ ૭, તા. ૯-૨-૧૯૬૯ રવિવારે સવારના રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં અગત્યનો કાર્યક્રમ શ્રી મહાવીર જૈનવિદ્યાલયની શ્રીજૈન આગમગ્રંથમાળાના બીજા ગ્રંથ શ્રી પન્નવણાસૂરાના પહેલા ભાગનો તથા મહારાજશ્રીનાં લખાણો તથા મહારાજશ્રીને અંજલિ આપતા દેશ-વિદેશના વિદ્વાનોના લેખોના સંગ્રહરૂપ “જ્ઞાનાંજલિ” નામે ગ્રંથના પ્રકાશનવિધિનો હતો. આ સમારોહનું પ્રમુખપદ જાણીતા ઉદ્યોગપતિ અને જૈન અગ્રણી શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીએ સંભાળ્યું હતું. પન્નવણાસ્ત્રના પહેલા ભાગનો પ્રકાશનવિધિ પણ તેઓએ જ કર્યો હતો. જાણીતા વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્યેએ “જ્ઞાનાંજલિ” ગ્રંથનું પ્રકાશન કરીને એ મહારાજશ્રીને અર્પણ કર્યો હતો. અતિથિવિશેષ તરીકે શેઠ શ્રીશ્રેણિકભાઈ કસ્તુરભાઈ પધાર્યા હતા. આ પ્રસંગના સંભારણારૂપે વડોદરાના શ્રીસંઘે શ્રીપન્નવણાસૂત્રના ખર્ચ માટે તેત્રીસ હજાર રૂપિયા વિદ્યાલયને ભેટ આપ્યા હતા. ઉપરાંત, જાણે સમય પાકી ગયો હોય એમ, પાટણની શ્રીજિનાગમપ્રકાશિની સંસદના કાર્યકરોએ, સંસદ હસ્તકનું આશરે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા જેવું સારું ફંડ મહારાજશ્રી દ્વારા થતા આગમ-સંશોધનના કાર્યમાં વાપરવા માટે, શ્રીમહાવીરજૈનવિદ્યાલયને અર્પણ કરવાની જાહેરાત કરી હતી. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જ્ઞાનજ્યોતિની જીવનરેખા (૩) મુંબઈમાં ચાતુર્માસ પરિવર્તન–મહારાજશ્રી વિ. સં. ૨૦૨૫નું ચોમાસું મુંબઈમાં રહ્યા હતા. વિ. સં. ૨૦૨૬ના કારતક સુદિ ૧૫ના રોજ મહારાજશ્રીના ચાતુર્માસ પરિવર્તનનો લાભ પાટણવાળા શ્રી પન્નાલાલ મફતલાલ શાહ, શ્રી કાંતિલાલ મફતલાલ શાહ અને શ્રી ચંપકલાલ મફતલાલ શાહ-એ ત્રણ ભાઈઓએ લીધો હતો; અને એ પ્રસંગે, પોતાના કુટુંબ તરફથી, શ્રીભગવતીસૂત્રના પહેલા ભાગના ખર્ચ માટે, પાંત્રીસ હજાર રૂપિયા જેવી મોટી રકમ શ્રી મહાવીર જૈનવિદ્યાલયને ભેટ આપવાની તેઓએ જાહેરાત કરી હતી. આ ઉપરથી જોઈ શકાય છે કે મહારાજશ્રી કેવળ આગમસંશોધનના કાર્યની જ નહીં પણ એ માટે વિદ્યાલયને જરૂરી આર્થિક સહાયતા મળી રહે એની ચિંતા રાખતા હતા; અને અવસર આવ્યું નિઃસ્વાર્થપણે એ માટે પ્રેરણા પણ આપવાનું ભૂલતા નહીં. કેવી આદર્શ, સક્રિય અને વિરલ શ્રુતભક્તિ ! For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ આગમ-સંશોધન-કાર્યને ઝડપી બનાવવાની ઝંખના તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી વિ. સં. ૨૦૨૩નું ચોમાસું અમદાવાદમાં રહ્યા હતા. અમદાવાદમાં સ્થિરતા કરવાનો એમનો એક આશય આગમ-સંશોધનને લગતી જુદી જુદી પ્રવૃતિઓમાં રસ લેનાર વિદ્વાનોનો નિકટ પરિચય સાધીને વિચારવિનિમય કરવો, એ પણ હતો. એટલે એમાં મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને મળવાના કાર્યક્રમનો સ્વાભાવિક રીતે જ સમાવેશ થઈ જતો હતો. આચાર્ય તુલસીજી તથા મહારાજશ્રીનું મિલન તો ન થયું, પણ એમના વિદ્વાન અને વિચારક શિષ્ય મુનિ શ્રીનથમલજી વગેરે મુનિવરો મહારાજશ્રીને બેએક વાર મળ્યા હતા. એમના આ મિલન વખતે મહારાજશ્રી અને મુનિશ્રી નથમલજી વચ્ચે જે વાર્તાલાપ થયો, તે તેરાપંથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર “જૈનભારતી” ના તા. ૧૯-૧૧-૧૯૬૭ના અંકમાં છપાયો છે. તે જાણવા જેવો હોવાથી એ આખો મૂળ વાર્તાલાપ આ વિશેષાંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે. આ વાર્તાલાપમાંના નીચે આપેલ થોડાક સવાલ-જવાબ ઉપરથી પણ મહારાજશ્રીની આગમ-સંશોધન અંગેની પ્રવૃત્તિ, ઝંખના અને ચિંતાનો ખ્યાલ આવી શકે છે “ સવાલ (મુનિ નથમલજી) : આજકાલ આપ શું કરો છો ? “ જવાબ (મહારાજશ્રી) : અત્યારે હું ટીકાઓ અને ચૂર્ણિઓની For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા પ્રતોનું સંશોધન કરી રહ્યો છું. આપ જાણો છો કે જે ચૂર્ણિઓ અને ટીકાઓ છપાઈ છે, એ ખૂબ અશુદ્ધ છે. ઘણાં સ્થાનોમાં તો અનર્થ જેવું થઈ ગયું છે. હું માનું છું કે આ કામ મહત્ત્વનું છે અને એ પહેલાં કરવું જોઈએ. 66 સવાલ : આપ આ કાર્યમાં ક્યારથી પરોવાયા છો ? ૪૪ 66 66 66 જવાબ : ના. વિશેષે કરીને હું આગમોમાં જ રચ્યો-પચ્યો રહું છું. એ જ મારા માટે છાપાં-સામયિકો છે. હા, ક્યારેક કોઈ ખાસ નિબંધલેખ આવી જાય તો વાંચી લઉં છું. સવાલ : આપ કેટલા કલાક કામ કરો છો ? જવાબ : સમયની કોઈ મર્યાદા નથી. હું બધા વખતનો આ કામમાં જ ઉપયોગ કરું છું. 66 66 જવાબ : આશરે પચીસ વર્ષથી હું આ કાર્યમાં લાગેલો છું. સવાલ : શું આપ છાપાં-સામાયિકો પણ વાંચો છો ? 66 સવાલ : આપની સાથે કેટલા મુનિઓ કામ કરે છે ? જવાબ : હું એકલો જ છું. મને ભારે નવાઈ ઊપજે છે કે ઘણા બધા મુનિઓને આગમના કામમાં રસ છે જ નહીં. એમને આ કામ જંજાળ જેવું લાગે છે. આમાં જેમને રસ પડે છે એવા વિરલ છે. મને આમાં ખૂબ આનંદ આવે છે. આ કામની આગળ બીજાં બધાં કામ મારે માટે ગૌણ છે. હું એકલો જેટલું કરી શકું એ મેં કર્યું છે. કેટલાક પંડિતો પણ કામ કરે છે. આ રીતે જૈનસાહિત્યની યત્કિંચિત્ સેવા થઈ શકે છે.” 66 અ છેલ્લા જવાબમાં આપણા સાધુસમુદાયની આગમ-સંશોધનના કામ પ્રત્યેની ઉદાસીનતાની મહારાજશ્રીએ જે ટકોર કરી છે, એમાં મહારાજશ્રીએ પોતાની આ અંગેની દુઃખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. બાકી તો, એ આગમધર મહાપુરુષ પોતાના આગમ-સંશોધનના કાર્યમાં એવા ઓતપ્રોત હતા કે જેથી એમને આવી વિશેષ ચિંતા કરવાનો ભાગ્યે જ અવકાશ મળતો. આમ છતાં આગમ-સંશોધનના કામને સમર્પિત થયેલું એક નાનું For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આગમ-સંશોધન-કાર્યને ઝડપી બનાવવાની ઝંખના ૪૫ સરખું પણ મુનિમંડળ રચાય અને આ કાર્ય મોટા પ્રમાણમાં ઝડપથી આગળ વધે એવા વિચારો મહારાજશ્રીને આવ્યા વગર રહે એ કેમ બને ? એમની આવી ભાવના અને લાગણી આપણા વિદ્વાન મુનિરાજ શ્રીજંબૂવિજયજી મહારાજ ઉપર મહારાજશ્રીએ વિ.સ. ૨૦૦૬ની સાલમાં જેસલમેરથી લખેલા પત્રમાં પણ જોવા મળે છે. તેઓએ લખ્યું હતું કે— “હવે તો મારી ઇચ્છા એ જ છે કે આપણે સત્વર મળીએ અને મહત્ત્વનાં કાર્યોને જીવનમાં પ્રારંભીને પૂર્ણરૂપ આપીએ. આપણે એક એવા સંશોધનરસિક મુનિવરોનું મંડળ સ્થાપી શકીએ તો ઘણું સારું થાય.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૬૫) આ શબ્દો લખાયા ત્યારે તો એના ભાવિ સંકેતો કોણ પામી શકે એમ હતું ? પણ બેએક વર્ષ પહેલાં, મહારાજશ્રીના કાળધર્મ બાદ, શ્રીમહાવીર જૈનવિદ્યાલયના સંચાલકોએ સંસ્થાની આગમ-પ્રકાશનની યોજનાને ચાલુ રાખવાની જવાબદારી સ્વીકારવાની વિનંતિ, જેઓના ઉપર મહારાજશ્રીએ ઉપ૨ મુજબ પત્ર લખ્યો હતો તે, મુનિવર્ય શ્રીજંબૂવિજયજી મહારાજને કરી અને મુનિ શ્રીલંબૂવિજયજી મહારાજે એનો ઉલ્લાસપૂર્વક સ્વીકાર કર્યો. અત્યારે તેઓ આ કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજે સૂચવ્યું એવું મુનિમંડળ, આ કામ માટે, શ્રીજંબૂવિજયજી મહારાજને મળે તો કેવું સારું ! ઇતર ગ્રંથોનું સંપાદન-પ્રકાશન-મહારાજશ્રીની જ્ઞાનભક્તિ અને સંશોધનકળાનો લાભ કેવળ આગમ-સાહિત્યને જ મળ્યો હતો એમ માનવું બરાબર નથી; આગમ-સાહિત્ય સિવાયના બીજા અનેક નાના-મોટા જૈન તેમ જ અજૈન ગ્રંથોનું પણ તેઓએ સંશોધન-સંપાદન કર્યું હતું. (આ લેખને અંતે પુરવણી-૨ તરીકે મૂકવામાં આવેલી યાદી ઉપરથી મહારાજશ્રીએ સંપાદિત કરેલ ગ્રંથોની માહિતી મળી શકશે.) જ્ઞાનોપાસનાનું બહુમાન–મહારાજશ્રીએ, પોતાની નિરભિમાન, સરળ અને ઉદાર જ્ઞાનસાધનાને કારણે, દેશ-વિદેશના વિદ્વાનોમાં જે ચાહના અને આદર મેળળ્યાં હતાં, તે ખરેખર વિરલ હતાં. નીચેની વિગતને For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા મહારાજશ્રીની જ્ઞાનોપાસના તરફના બહુમાનના પ્રતીકરૂપ લેખી શકાય(૧) કોઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં મહારાજશ્રીને પીએચ.ડી. માટેના મહાનિબંધના પરીક્ષક નીમવામાં આવ્યા હતા. ૪૬ (૨) ગુજરાતીસાહિત્યપરિષદનું ૨૦ મું અધિવેશન, સને ૧૯૫૯માં, અમદાવાદમાં, મળ્યું ત્યારે ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. (૩) ભાવનગરની શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળાએ યોજેલ, વિ. સં. ૨૦૦૯ની સાલનો શ્રીવિજયધર્મસૂરિ જૈનસાહિત્ય સુવર્ણચંદ્રક મહારાજશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. (૪) વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને ‘આગમપ્રભાકર' ની સાર્થક પદવી અર્પણ કરી હતી. (૫) ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના, સને ૧૯૬૧માં, કાશ્મીરમાં મળેલ એકવીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. (૬) સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકાની ઓરિયેન્ટલ સોસાયટીના માનદ સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મળ્યું હતું. (૭) વિ. સં. ૨૦૨૭માં, મુંબઈમાં, વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજે તેઓશ્રીને ‘શ્રુતશીલવારિધિ'ની યથાર્થ પદવી આપી હતી. મહારાજશ્રીની જીવનવ્યાપી નિર્ભેળ વિદ્યાપ્રવૃતિ, પરગજુ અને પારગામી વિદ્વતા, જ્ઞાનોદ્ધારની અનેકવિધ સત્પ્રવૃતિ, આદર્શ સહૃદયતા અને ઊર્ધ્વગામી સાધુતાને જ આ હાર્દિક અંજલિ લેખવી જોઈએ. ધન્ય એ સાધુતા અને ધન્ય એક વિદ્વતા ! For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં શુષ્ક જ્ઞાની કે પોથીપંડિત ન બની જવાય, અથવા તો પરોપવેશે પાણ્ડિત્યં ની જેમ વિદ્વતા અને ધર્મ જુદાં પડીને હૃદયને રીઢું ન બનાવી મૂકે, એની મહારાજશ્રી સતત ચિંતા અને જાગૃતિ રાખતા હતા અને કર્મબંધ ઓછા થાય, ભવના ફેરા ઓછા થાય અને કલેશો-કષાયો પણ ઓછા થાય એવો પ્રયત્ન તેઓ સતત કરતા રહેતા; એમની સમગ્ર જીવનસાધનાનું આ જ કેન્દ્ર હતું અને આ જ અમૃત હતું. પારકાની નિંદા-કૂથલીમાં તેઓ ક્યારેય પડતા નહીં; અને સામાના નાના સરખા ગુણને પણ મોટો કરી જાણવાનો એમનો સહજ સ્વભાવ હતો, એમનું જીવન શીલ અને પ્રજ્ઞાના દિવ્ય તેજ અને વૈભવથી સમૃદ્ધ હતું, જ્ઞાનની જેમ ચારિત્રને પણ તેઓ સદા પૂર્ણ યોગથી આવકારતા, સમભાવ એમના રોમરોમમાં વ્યાપેલો હતો, અને તેથી, પોતે અમુક ફિરકા અને અમુક ગચ્છના હોવા છતાં, પોતાના સમુદાયની જેમ બીજાના સમુદાયનો, પોતાના ગચ્છની જેમ બીજાના ગચ્છનો, પોતાના ફિરકાની જેમ બીજાના ફિરકાનો અને પોતાના ધર્મની જેમ બીજાના ધર્મનો હંમેશાં આદર કરી શકતા; અને, મધમાખીની જેમ, જ્યાંથી સાર મળી શકે ત્યાંથી સાર ગ્રહણ કરી લેતા. વિ. સં. ૨૦૦૮માં સાદડીમાં મળેલ સ્થાનકવાસી સાધુ સંમેલનમાં મહારાજશ્રી પ્રત્યે જે આદર અને પ્રેમ બતાવવામાં આવેલા, તે તેઓની આવી વિશાળ દૃષ્ટિને કારણે. એ પ્રસંગે મહારાજશ્રીના અને સ્થાકવાસી શ્રમણસમુદાયનાં સામસામેથી આવતાં સામૈયાં, બે નદીઓનાં For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જ્ઞાનજ્યોતિની જીવનરેખા નીરની જેમ, જે રીતે એકરૂપ બની ગયાં હતાં એ દશ્ય યાદ રહી જાય એવું હતું. તેઓના આ સમભાવ, આવું ગુણાનુરાગી વલણ, આવી સત્યગ્રાહક મનોવૃત્તિ, પોતાની તથા પોતાના પક્ષની ભૂલોને શોધવા-સમજવાસ્વીકારવાની તત્પરતા તેમજ અપાર સહનશીલતા જોતાં સહેજે આચાર્ય હરિભદ્રસૂરિનું સ્મરણ થઈ આવે છે. તેઓ શાસ્ત્રોની અને શાસ્ત્રોને જાણવાનો દાવો કરનાર વ્યક્તિની, એમ બન્નેની મર્યાદા સારી રીતે જાણતા હતા, અને તેથી જ વખત આવે સમતાપૂર્વક કડવું સત્ય પણ ઉચ્ચારી શકતા હતા. તેમના કથનમાં સચ્ચાઈનો એવો રણકો કે સામી વ્યક્તિ એનો પ્રતિકાર કરવા ભાગ્યે જ પ્રેરાય. વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસંમેલન વખતે ચાર મુનિઓની કમિટીમાં અને અંતે સંમેલનને સફળ બનાવવામાં તેઓ જે કંઈ નિર્ણાયક કામગીરી બજાવી શક્યા હતા, એમાં એમના આ ગુણનો હિસ્સો નોંધપાત્ર હતો. આપણા શ્રમણસંઘના જુદા જુદા સમુદાયો વચ્ચે જે વાડાબંધી જેવું થઈ ગયું છે, તેનાથી મહારાજશ્રી સાવ અલિપ્ત હતા, અને કોઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સાધુઓ પાસે જતાં એમને ક્યારેય ક્ષોભ કે સંકોચ થતો નહીં; તેમ એમની પાસે આવવામાં પણ કોઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સભ્યોને-સાધુઓને સંકોચ ન થતો, એમનાં અંતરનાં દ્વાર સૌને આવકારવા માટે સદા ખુલ્લાં જ રહેતાં, અને તેથી જ તેઓ ત્યાગવૈરાગ્યમય સંયમજીવનનો સાચો અને અપૂર્વ આનંદ અનુભવી શકતા. મહારાજશ્રી જુનવાણીપણાની મર્યાદા અને નવા વિચારની ઉપયોગિતા બરાબર સમજી શકતા; છતાં રખે ને જ્ઞાનોદ્ધાર અને જ્ઞાનસાધનાના પોતાના જીવનકાર્યને ક્ષતિ પહોંચે, એટલા માટે જુનવાણીપણાની સાથે સંકળાઈ ગયેલા મોટા મોટા આડંબરભર્યા મહોત્સવોથી કે સુધારા માટેની જેહાદ જેવી ચળવળથી તેઓ સદા દૂર રહેતા; અને છતાં આ બાબતમાં એમના વિચારો સુસ્પષ્ટ હતા; અને અવસર આવ્યું તેઓ તેને નિર્ભયપણે વ્યક્ત પણ કરતા. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ તેઓને મન કોઈ કામ નાનું કે નજીવું ન હતું; કામ એ જ કામ જ છે–ભલે પછી દુનિયાની સ્કૂલ નજરે એ નાનું હોય—અને કામની રીતે જ એ કામ કરવું જોઈએ; એમાં ઉતાવળને અવકાશ ન જ હોય : આ દૃષ્ટિ મહારાજશ્રીની સમગ્ર પ્રવૃત્તિઓમાં પ્રસરી રહેતી, અને તેથી તેઓ દરેક કામને ચીવટપૂર્વક કરવા ટેવાયા હતા. પોતાની જ્ઞાનસાધના અને જીવનસાધનામાં તેઓને જે વિરલ સફળતા મળી એમાં આ દૃષ્ટિનો પણ ભાગ સમજવો ઘટે. શિષ્યો વધારવાના, નામના મેળવવાના કે પદવી લેવાના વ્યામોહથી તેઓ તદન અલિપ્ત અને અળગા હતા. આચાર્યપદવી માટેની પાટણ શ્રીસંઘની આગ્રહભરી વિનંતિનો તેઓએ વિનમ્રતા તેમ જ દઢતાપૂર્વક ઈન્કાર કર્યો હતો. વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને “આગમપ્રભાકર”નું બિરુદ આપ્યું તે પણ તેઓને પૂછ્યા વગર જ. વિ. સં. ૨૦૧૭માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીની, મુંબઈમાં, અખિલ-ભારતીય ધોરણે ઉજવણી થઈ તે વખતે પણ મુંબઈના શ્રીસંઘે તથા અન્ય સ્થાનોના મહાનુભાવોએ મહારાજશ્રીને આચાર્યપદવી માટે ખૂબ આગ્રહ કરેલો, પણ મહારાજશ્રીએ એ વખતે પણ એનો વિવેકપૂર્વક ઈન્કાર કર્યો હતો. છેવટે એ જ વર્ષમાં, મુંબઈમાં વરલીના જિનમંદિરની પ્રતિષ્ઠા વખતે, આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજે, પોતાના સંતોષ અને સંઘના આનંદ ખાતર, મહારાજશ્રીની જાણ બહાર, શ્રીસંઘ સમક્ષ, તેઓને “શ્રુતશીલવારિધિ”ની પદવી આપીને તેઓનું બહુમાન કર્યું હતું. મહારાજશ્રી જેમ જ્ઞાનની લહાણી કરતા રહેતા, તેમ ધર્મની લહાણી પણ તેઓ સતત કરતા રહેતા.ગમે તેવાં ગંભીર કામો વચ્ચે પણ તેઓ બાળજીવોને ધર્મની વાત સમજાવવામાં ક્યારેય આનાકાની કે સમયનો લોભ ન કરતા. એમના અંતરમાં એ વાત બરાબર વસી ગઈ હતી કે જે વ્યક્તિ જે મેળવવા આપણી પાસે આવે તે તેને એની યોગ્યતા પ્રમાણે આપણે આપવી જ જોઈએ; કારણ કે એમનું જીવન અને ધર્મ એકાકાર બની ગયાં હતાં. એમને ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતા કે દેરાસરમાં પ્રભુદર્શન-ચૈત્યવંદન કરતા જોવા એ એક લહાવો હતો. ત્યારે, લેશ પણ ઉતાવળ વગર જાણે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જ્ઞાનજયોતિની જીવનરેખા આત્મા અને પરમાત્મા વચ્ચે નિરાંતે વાતો થતી હોય એવી પ્રસન્નતા અને શાંતિ તેઓ અનુભવતા હોય, એમ જ આપણને લાગે. તેઓનું અંતર ખૂબ કરુણાભીનું હતું. કોઈનું પણ દુઃખ જોઈને એ દ્રવવા લાગતું. એમની પાસે કંઈક દુઃખી વ્યક્તિઓ સહાય માટે આવતી; અને એમના બારણેથી ખાલી હાથે કોઈ પાછો ગયો જાણ્યો નથી. જો સંગવડ હોય તો લાખ રૂપિયા પણ દીનજનોનાં દુઃખ દૂર કસ્વા માટે થોડા સમયમાં વહેંચી નંખાવે એવો દયાળુ, ઉદાર અને પરગજુ એમનો સ્વભાવ હતો. ગમે તેવી મૂંઝવણના સમયે કે સ્વજન-સાથીના વિયોગ વખતે પણ તેઓ સંસારના ભાવોને વિચારીને જે રીતે સ્વસ્થ અને શાંત રહી શકતા, તે એમણે સાધેલી સ્થિતપ્રજ્ઞતાનું ફળ હતું. વિ. સં. ૨૦૨૫ના મેરુતેરશના પર્વદિને (તા. ૧૬-૧-૧૯૬૯ના રોજ) તેઓના ચિરસાથી પંન્યાસજી મહારાજ શ્રીરમણીકવિજયજીના અણધાર્યા કાળધર્મ વખતે તેઓ જે સ્વસ્થતા જાળવી શક્યા, તે એમની જીવનસાધનાને બળે જ. એ વખતે તેઓએ તા. ૨૭-૧-૬૯ના રોજ લખેલ એક પત્રમાં લખ્યું હતું કે “શ્રીરમણીક એકાએક અણધારી રીતે વિદાય લઈ ગયા ! ઘણાં વર્ષનો આત્મીય સંબંધ એટલે સહજ ભાવે અંતરને લાગે તો ખરું જ. તે છતાં હૃદયનું ગાંભીર્ય ખોયું નથી. સંસારમાં આપણે સંસારી જેવા રહ્યા એટલે અંતરને ઊણપ લાગે તો ખરી જ. આમ છતાં હું સર્વથા સમાધિ અને શાંતિમાં છું.” સંયમ, ત્યાગ, વૈરાગ્યની નિર્મળ સાધના અને જીવનસ્પર્શી સાધુતાનાં દર્શન કરાવતા આ બોલ શ્રીપુણ્યવિજયજી મહારાજની જળકમળ જેવી સાધનાની સાક્ષી પૂરે છે. સ્વયં સમજપૂર્વક કડવાશનું પાન કરીને પોતાની સહનશીલતા, ગંભીરતા અને અનાસક્તિને ચરિતાર્થ કર્યાના કંઈક પ્રસંગો મહારાજશ્રીના જીવનમાં સહજ રીતે વણાઈ ગયા હતા. અને મહારાજશ્રીની નિર્મમતા તો એમની પોતાની જ હતી ! પેલું સાગરમાં તરતું બોયું જોયું છે ? પાણી ગમે તેટલું વધે છતાં એ તો જળની ઉપર ને ઉપર જ રહે છે. મહારાજશ્રી પાસે પ્રાચીન પ્રતો, કળામય સામગ્રી For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૧ જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ અને પુરાતત્ત્વની વસ્તુઓનો કેવો ઉત્તમ સંગ્રહ હતો ! છતાં એ ક્યારેય મોહ-માયાને જગાવીને એમના અકિંચનભાવને ખંડિત કરી નહોતો શક્યો. તેઓએ પ્રતિષ્ઠા કરાવી હતી, દીક્ષાઓ આપી હતી, અવારનવાર જ્ઞાનનાં સાધનો અને કળાની સામગ્રીનાં પ્રદર્શનો યોજયાં હતાં (વિ. સં. ૨૦૦૯માં અમદાવાદમાં ઓરિયેન્ટલ કોન્ફરન્સના અધિવેશન વખતે યોજેલું પ્રદર્શન ખૂબ મોટું અને ખૂબ આકર્ષક તેમ જ યાદગાર બન્યું હતું), નાના-મોટા ઉત્સવોમાં પણ ભાગ લીધો હતો, અને જીવનમાં કંઈક નાનાં-મોટાં યશનામી કામો કર્યા હતાં, પણ એ બધું જ જળકમળની જેમ સાવ-અલિપ્ત ભાવે ! એ માટે અહંભાવનું નામ નહીં. નમ્રતા અને જ્ઞાન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તેઓ, વિ. સં. ૨૦૦૪ની સાલમાં, જૈનસંઘના વીસમી સદીના દેવર્ધ્વિગણિક્ષમાશ્રમણ, આગમોદ્ધારક આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજી મહારાજને ખાસ વંદના કરવા એને wal પૂછવા સૂરત ગયા હતા-આચાર્ય મહારાજ ત્યારે માંદગીને બિછાને હતા. એ બન્ને આગમવેત્તાઓનું મિલન જેઓએ જોયું તેઓ ધન્ય બની ગયા. ક્યારેક કોઈની સાથે નારાજ થવાનો કે કોઈના પ્રત્યે રોષ કરવાનો પ્રસંગ આવે તોપણ એવી લાગણી, જરાક પવન લાગતાં પાટી ઉપરથી રેતી સરી પડે એમ, તરત જ એમના મન ઉપરથી દૂર થઈ જતી. કષાયોનો ઘેરો રંગ કે આકરો ડંખ એમના ચિત્તને ક્યારેય કલુષિત કરી શકતો નહીં. મહારાજશ્રીની કુણાશ તો જુઓ : વિ. સં. ૨૦૦૬ માં તેઓ જેસલમેર જઈ રહ્યા હતા. તે વખતે વરકાણામાં આચાર્ય મહારાજ શ્રીવિજયવલ્લભસૂરિજીને મળવાનું થયું. એ એમનું આખરી મિલન હતું. એ વખતે આચાર્ય મહારાજની આંખોનાં તેજ શમી ગયાં હતાં. મહારાજશ્રીએ સહજભાવે લાગણીભીનો સ્વરે કહ્યું: “આપ તો પ્રકાશમાન છો; આપનાં નેત્રોનું તેજ પાછું. આવવું જોઈએ.” એ વાતને ત્રણેક વર્ષ વીતી ગયાં. મુંબઈમાં ડૉક્ટર ડગને આચાર્ય મહારાજની આંખે ઓપરેશન કર્યું; આંખોનું શમી ગયેલું તેજ ફરી જાગી ઊહ્યું, આ સમાચાર મહારાજશ્રીને એક પત્રથી અમદાવાદમાં મળ્યા. પત્ર વાંચીને અને એમાં આચાર્ય મહારાજના પોતાના અક્ષરો જોઈને મહારાજશ્રીનું For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૨ જ્ઞાનજ્યોતિની જીવનરેખા હૈયું ગદ્ગદ થઈ ગયું. મહારાજશ્રીની આંખો હર્ષનાં આંસુ વહાવી રહી, પ્રસન્ન વૈરાગ્ય અને સંવેદનશીલ હૃદયનું જ આ પરિણામ ! અનેક દુઃખી-ગરીબ ભાઈઓ-બહેનો તો મહારાજશ્રી પાસે આશ્વાસન અને સહાય મેળવવા આવતાં જ; પણ સાધ્વી-સમુદાયને માટે તો તેઓ વિશાળ વડલા અને વત્સલ વડીલ જેવા હતા. પોતાના સમુદાયનાં સાધ્વીજીઓને જ એમની મમતાનો લાભ મળતો એવું નથી. કોઈ પણ સમુદાય કે ગચ્છનાં સાધ્વીજીઓ એમની પાસે સંકોચ વગર જઈ શકતાં અને એમની પાસેથી દરેક જાતની સહાય મેળવી શકતાં, એટલું જ નહીં, પોતાની મૂંઝવણ, ભૂલ કે જરૂરિયાત વિશ્વાસપૂર્વક તેઓને કહી શકતાં. આવી બાબતમાં તેઓ સાગર સમા ગંભીર અને મેઘ સમા ઉપકારી હતા. જેઓને મહારાજશ્રીના નજીકના પરિચયમાં આવવાનો અવસર મળ્યો છે, તેઓ જાણે છે કે વયોવૃદ્ધ-સાધ્વીજીઓના ધર્મપુત્ર, મોટાં સાધ્વીજીઓના ધર્મબંધુ અને નાની ઉંમરનાં સાધ્વીજીઓના ધર્મપિતા બનીને એમની દરેક રીતે સંભાળ રાખવી અને એમને પોતાનો વિકાસ સાધવાનું પ્રોત્સાહન આપવું એ મહારાજશ્રીને માટે બહુ સહજ હતું. આવી કે બીજી કોઈ પણ બાબતમાં જ્ઞાનીપણાનો ભાર એમના મમતાભર્યા વ્યવહારની આડે ન આવી શકતો. - સાધ્વી-સમુદાયના ઉત્કર્ષની વાત મહારાજશ્રીના હૈયે કેવી વસેલી હતી એ અંગે તેઓએ કહ્યું હતું કે પાટણ, માતર આદિમાં સાધ્વી, મહત્તરાની પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો છે જ કે કોઈ પણ એવી શાસનપ્રભાવિકા, મહત્તરા, ગણિની કે સાધ્વીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીતે જૈનવામયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાં-મોટાં જીવનચરિત્રો લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૩૨) વળી, આજ મુદ્દાને અનુલક્ષીને મહારાજશ્રીએ મુંબઈમાં, ભાયખલામાં તા. ૨૨-૨-૧૯૭૧ના રોજ કહેલું કે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ પ૩ “આચાર્યભગવાને (આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજે) એક કાળ, શાસ્ત્રના એક આદેશને ધ્યાનમાં લઈને, સાધ્વીઓના વ્યાખ્યાનનો અને કલ્પસૂત્રના વાચનનો નિષેધ કર્યો હતો. અને પછી, બદલાયેલી પરિસ્થિતિનો અને લાભાલાભનો તેમ જ સાધ્વીસમુદાયના વિકાસનો વિચાર કરીને, તેઓએ પોતે જ એની પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનું મહત્ત્વ સૌ કોઈએ આ દષ્ટિએ અવધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયજ્ઞતા એવી વિવેકભરી અને જાગૃત હતી કે, જો એમને એમ લાગ્યું હોત કે, સાધ્વીવર્ગને આવી છૂટ આપવાથી શાસનને નુકસાન થવાનો સંભવ છે, તો આ છૂટને પાછી ખેંચી લેતાં તેઓ ખમચાત નહીં. પણ તેઓએ આવું કોઈ પગલું ભર્યું ન હતું. એટલે આપણા સાધ્વીસંઘને શ્રાવકસંઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની તેમ જ એને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈનસંઘને લાભ જ થયો છે.” (“બે મહત્ત્વનાં પ્રવચનો', પૃ. ૭) ધર્મને અને ધાર્મિકતાને વ્યાપક દૃષ્ટિએ સમજવાની જરૂરનું સૂચન કરતાં મહારાજશ્રીએ કહ્યું છે કે આજે એ સમય આવી લાગ્યો છે, જયારે ધર્મમાત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિજ્ઞ મનુષ્યએ સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણા જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય, પોતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ પ્રમાણે, બાહ્ય ક્રિયાના વાઘા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તો મરી જ જશે. આજની આપણા સૌની જીવનચર્યાનો વિચાર કરવામાં આવે તો આપણને, કદાચ સાર્વત્રિક ન કહીએ તો પણ, આપણા મોટા ભાગની ધાર્મિકતા તો મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એકેય નથી પણ આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિકતાના સંકુચિત અને અતિસંકુચિત કૂવામાં પડીને આપણી વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાના વિશાળ તત્ત્વને જીવનમાંથી ભૂલાવી દીધું છે, એ છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૧૭૬) For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જ્ઞાનજ્યોતિની જીવનરેખા આવી ધાર્મિકતાને સમજવા અને જીવનમાં ઉતારવા માટે મહારાજશ્રી સદાસર્વદા પ્રયત્નશીલ રહેતા અને કોઈ પણ નિમિત્તે આત્મધનનું અપહરણ કરી જનાર તસ્કર અંદરથી જાગી ન ઊઠે કે બહારથી પેસી ન જાય એ માટે નિરંતર જાગૃતિ રાખતા : એવું અપ્રમત્ત એમનું જીવન હતું. બાળક જેવી નિર્દોષતા તેઓને સહજસિદ્ધ હતી. મહારાજશ્રીની અંતર્મુખદષ્ટિ અને જીવનજાગૃતિનો એક પ્રસંગ જાણવા જેવો છે : એક વાર મહારાજશ્રીને તાવ આવ્યો. તાવ ઘણો આકરો અને અસહ્ય બની જાય એટલો વધારે હતો. મહારાજશ્રી બેચેન બનીને ક્યારેક બૂમ પાડી ઊઠતા. એક વાર તો એ બોલી ઊઠ્યા કે “આપણું અધ્યાત્મ ખોવાઈ ગયું ! એ કેવું નબળું સમજવું.' હું એ વખતે હાજર હતો. મને થયું, જેમને પોતાના અધ્યાત્મની શક્તિ-અશક્તિનો આટલો ખ્યાલ હોય એમનું અધ્યાત્મ નબળું કે ખોવાઈ ગયેલું કેવી રીતે ગણી શકાય ? એ પ્રસંગ અંતરમાં કોતરાઈ ગયો. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ અંગત પરિચયની થોડીક વાત મહારાજશ્રીનાં દર્શન પહેલવહેલાં ક્યારે કર્યો. એ તો સ્પષ્ટપણે સાંભરતું નથી; વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસંમેલન થયું તે વખતે, સંભવ છે, એમનાં દર્શન કરવાનો અવસર મળ્યો હોય. પણ એટલું બરાબર સાંભરે છે કે મુનિસંમેલને જ પટ્ટક તૈયાર કર્યો હતો, એનું મૂળ લખાણ મહારાજશ્રીના હસ્તાક્ષરમાં લખાયું હતું. અને એના ઉપર જ આઠ આચાર્યો અને એક મુનિવર, એમ નવ શ્રમણભગવંતોની સહીઓ લેવામાં આવી હતી. આ સંમેલને જૈનધર્મ ઉપર થતા આક્ષેપોનો પ્રતિકાર કરવા માટે શ્રીજૈનધર્મસત્યપ્રકાશક સમિતિ' નામે એક સંસ્થાની સ્થાપના કરી હતી. અને આ સમિતિ તરફથી “શ્રીજૈનસત્યપ્રકાશ' નામે એક માસિક શરૂ કરવામાં આવ્યું હતું. ત્રિપુટી મહારાજ તરીકે જૈનસંઘમાં વિખ્યાત બનેલા વિદ્વાન મુનિરાજ શ્રદર્શનવિજયજી આદિની ભલામણથી હું સમિતિ સાથે જોડાયો અને એના માસિકના સંચાલન-સંપાદનનું કામ સંભાળવા લાગ્યો. મને લાગે છે કે, આ નવી કામગીરી સંભાળતાં સંભાળતાં પત્રવ્યવહાર દ્વારા મહારાજશ્રીના સંપર્કમાં આવવાનું બન્યું. આ પછી બે-ત્રણ વર્ષે મુનિરાજ શ્રીદર્શનવિજયજી મહારાજ વગેરે પાટણ ગયા ત્યારે હું પણ પાટણ ગયેલો. મહારાજજીનો કંઈક નિકટથી પરિચય મેળવવાનો મારે માટે એ પહેલો જ અવસર હતો. પણ એ વખતે તેઓએ એવું હેત દાખવ્યું કે જાણે હું લાંબા વખતથી એમનો પરિચિત ન હોઉં. મહારાજશ્રીને મન ન કોઈ પોતાનો છે, ન કોઈ પરાયો છે; ન કોઈ અપરિચિત; એમના અભંગ દ્વારે સૌને સદા વાત્સલ્ય અને ઉલ્લાસભર્યો સમાન આવકાર મળતો. મહારાજશ્રીએ કબાટો, For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જ્ઞાનજ્યોતિની જીવનરેખા પેટીઓ અને પોથીઓ ઉઘાડી ઉઘાડીને મને કંઈ કંઈ અવનવી વસ્તુઓ મમતાપૂર્વક બતાવેલી, એ આજે પણ સારી રીતે સાંભરે છે. પૂજય પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ તથા પૂજય ચતુરવિજયજી મહારાજની અમીદષ્ટિનો લાભ પણ આ વખતે જ મળેલો. આ પછી મહારાજશ્રીનો પરિચય ઉત્તરોત્તર વધતો ગયો. વિ. સં. ૨૦૦૬માં તેઓ જેસલમેર ગયા ત્યારે ત્યાંની કામગીરીની માહિતી આપતા પત્રો તેઓ અવારનવાર મને લખતા રહેતા. જેસલમેરથી પાછા ફરતાં સ્થાનકમાર્ગી ફિરકાના ઉદાર, સહૃદય, વિદ્વાન અને સ્વતંત્ર ચિંતક સંત ઉપાધ્યાય શ્રીઅમરમુનિજી (કવિજી મહારાજ) તથા શ્રીમદનલાલજી મહારાજ સાથે મહારાજશ્રીને જે ધર્મગ્નેહભર્યો હાર્દિક સંબંધ ગાઢ થયેલો એની વિગતો પાલનપુરમાં ખુદ શ્રીઅમરમુનિજી તથા શ્રીમદનલાલજી મહારાજના મુખેથી સાંભળીને અંતર ગર્ગદ થઈ ગયું અને લાગ્યું કે મહારાજશ્રીના હૃદયની વિશાળતા સાચે જ સાગર જેવી છે. એ વર્ષનો સંકેત તો એવો હતો કે મહારાજશ્રી તથા આ મુનિવરો પાલનપુરમાં સાથે જ ચોમાસું ફરે અને આગમ-સંશોધન તથા બીજાં સાહિત્ય-કાર્યો અંગે વિચાર-વિનિમય કરે, પણ વચમાં કંઈક અણધાર્યો વિક્ષેપ એવો આવ્યો કે, આ શક્ય ન બન્યું. તેઓનું ચોમાસું પાલનપુરમાં થયું; મહારાજશ્રી અમદાવાદમાં ચોમાસું રહ્યા. વિ. સં. ૨૦૦૮ની આ વાત. આ પછી, વિ. સં. ૨૦૧૮નું ચોમાસું મહારાજશ્રીએ એમના વતન કપડવંજમાં કર્યું એ એક વર્ષને બાદ કરતાં, છેક વિ. સં. ૨૦૨૩ સુધીનાં બધાં ચોમાસાં મહારાજશ્રીએ અમદાવાદમાં કર્યા, એટલે એમની વધુ નિકટમાં આવવાનો વિશેષ લાભ મળતો રહ્યો. વિ. સં. ૨૦૧૭માં શ્રી મહાવીર જૈનવિદ્યાલયે, મહારાજશ્રીના માર્ગદર્શન નીચે, મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના શરૂ કરી અને હું, એની વ્યવસ્થા સંભાળવા, સહમંત્રી તરીકે વિદ્યાલયમાં જોડાયો. આથી વિ. સં. ૨૦૧૭ થી ૨૦૧૭ સુધી મહારાજશ્રીને બહુ જ નિકટથી જોવાજાણવાનો, એમના વાત્સલ્યના મહેરામણ સમા અંતરને અનુભવવાનો અને એમની વિદ્વત્તાથી સુરભિત સાધુતાનો અને સાધુતાથી શોભતી વિદ્વત્તાનાં દર્શન કરવાનો જે અવસર મળ્યો તે ખરેખર અપૂર્વ અને જિંદગીના અમૂલ્ય For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ અંગત પરિચયની થોડીક વાત પ૭ લહાવારૂપ છે. મોટે ભાગે તો, “ડુંગરા દૂરથી રળિયામણા” એ કહેવતની જેમ, સમાજમાં, ધર્મમાં કે દેશમાં મોટી ગણાતી વ્યક્તિઓમાં પણ મોટા ભાગની એવી હોય છે કે જેમ જેમ એમનો નિકટનો પરિચય થતો જાય તેમ તેમ એમની મોટાઈ અંગેની આપણી માન્યતા નકામી સાબિત થતી જાય છે અને તેઓ ખરે વખતે ફટકિયા મોતી જેવા પુરવાર થતા લાગે છે; એટલું જ નહીં, એમની કંઈ કંઈ ક્ષતિઓ આપણી આગળ છતી થતી જાય છે, પણ મહારાજશ્રીની બાબતમાં મારો તેમ જ એમના પરિચયમાં આવનાર સૌ કૌઈનો પણ અનુભવ આથી સાવ જુદો છે. જેમ જેમ એમનો વધુ ને વધુ નિકટનો પરિચય થતો ગયો, તેમ તેમ એમના વધુ ને વધુ ગુણોની છાપ અંતર પણ પડતી ગઈ. એમની નિખાલસતા તો એમની જ હતી ! ઘણી વાર તો એમની રહેણીકરણી જોઈને એ જ સવાલ થઈ આવતો કે મહારાજશ્રીની સાધુતા વધે કે વિદ્વતા ! સાચે જ, ચંદન જેમ વધુ ઘસાય તેમ વધુ સુગંધ પ્રસરાવે, એવું ભવ્ય અને દિવ્ય તેઓશ્રીનું જીવન હતું. કોઈને પણ ના પાડવાનો કે કોઈના નાના-મોટા ગમે તેવા કામ માટે પણ સમયની કૃપણતા કરવાનો મહારાજશ્રીનો સ્વભાવ જ ન હતો, આથી આગમ-સંશોધનના કામમાં વિક્ષેપ આવી જતો જોઈને હું અકળાઈ જતો, અને રૂબરૂમાં કે તેઓ બહારગામ હોય તો પત્ર લખીને, અવારનવાર ફરિયાદ કરતો જ રહેતો, પણ સંત પુરુષ પોતાને આંગણેથી કોને જાકારો આપે ? ભલાજગતના સર્વ જીવોને પોતાના મિત્ર માનવાનું એમનું જીવનવ્રત હતું જે ? એટલે મારી ફરિયાદને ભાગ્યે જ દાદ મળતી, છતાં ઘણી વાર મહારાજશ્રી આત્મવિશ્વાસપૂર્વક એવું આશ્વાસન આપતા કે આ બાબતમાં તું નકામી ચિંતા કરે છે. હું ચોર્યાશી વર્ષ જીવવાનો છું અને આગમ-સંશોધનનું કામ મારે હાથે જરૂર પૂરું થવાનું છે ! એ શબ્દો ખાલી શબ્દો જ રહ્યા અને મહારાજશ્રી ૭૬ વર્ષની ઉંમરે જ સ્વર્ગવાસી થયા, એ વાતના વિચારથી હજી પણ જયારે મન ઉદાસ બની જાય છે, ત્યારે એને એક જ વિચારથી આશ્વાસન મળે છે કે આવા મહાન, વિદ્વાન અને પવિત્ર સંત પુરુષનો આટલો સત્સંગ થયો, એ કંઈ ઓછા સદ્ભાગ્યની વાત છે ! બાકી તો, સંસારમાં કોનું ધાર્યું થયું છે અને કોની ઇચ્છાઓ પૂરી થઈ છે ? સંસારનું નામ જ અસ્થિરતા ! For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનો વિહાર; પં. શ્રી રમણીકવિજયજીનો સ્વર્ગવાસ વિ. સં. ૨૦૨૪નું ચોમાસું પૂરું થયું એટલે આગમ-સંશોધનના કાર્યને વેગ આપવા મહારાજશ્રી અમદાવાદ પાછા ક્યારે ફરે એની અમે સૌ કાગના ડોળે રાહ જોતા હતા, પણ અમારી ભાવના સફળ ન થઈ શકે એવો આદર ગ્નેહભર્યો અને અમને પણ ગમી જાય એવી મીઠો અવરોધ વડોદરાના સંઘે ઊભો કર્યો એના અમે પણ ઉલ્લાસથી સહભાગી બન્યા હતા. એ જ વર્ષે, ત્રણેક માસ બાદ, વિ. સં. ૨૦૨૫ના માહ વદિ પાંચમના રોજ, મહારાજશ્રીને દીક્ષા લીધાને ૬૦ વર્ષ પૂરાં થતાં હતાં, એ નિમિત્તે વડોદરાના સંઘે મહારાજશ્રીનો દીક્ષાપર્યાયષષ્ટિપૂર્તિ-સમારોહ ઉજવવાનું નક્કી કર્યું હતું, એટલે તે પહેલાં મહારાજશ્રી અમદાવાદ પાછા આવે એ શકય ન હતું. આ સામે અમારાથી તો કંઈ બોલી કે ફરિયાદ કરી શકાય એમ હતું જ નહીં. અમને પણ એનો ઘણો આનંદ અને ઉલ્લાસ હતો. વચલા સમયમાં મહારાજશ્રીએ ખંભાતનો શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડાર તપાસીને વ્યવસ્થિત કરવા ખંભાત જવાનું નક્કી કર્યું ; અને વચમાં તેઓના વયોવૃદ્ધ શિષ્ય મુનિરાજ શ્રીજયભદ્રવિજયજીના વતન ગંભીરા ગામના દેરાસરને ૧૦૦ વર્ષ પૂરાં થયાં હતાં, એ નિમિત્તે ત્યાં યોજવામાં આવેલ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું નક્કી કર્યું. એ કામ પતાવીને મહારાજશ્રી ખંભાત ગયા. ત્યાં ત્રણેક અઠવાડિયાં સ્થિરતા કરીને, ભંડારને સરખો કરવાનું કામ પતાવીને, તેઓએ વડોદરા તરફ વિહાર કર્યો. આ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનો વિહાર; પં. શ્રી રમણીકવિજયજીનો સ્વર્ગવાસ ૫૯ વખતે મહારાજશ્રીના ૬૦ વર્ષના દીક્ષા પર્યાયની સમાપ્તિ નિમિત્તે વડોદરામાં યોજાયેલ સમારોહ પ્રસંગે મહારાજશ્રીને અર્પણ કરવાના “જ્ઞાનાંજલિ” ગ્રંથના મુદ્રણનું કામ ચાલુ હતું. આ ગ્રંથ માટે મારે મહારાજશ્રીનો કંઈક વિસ્તૃત પરિચય લખવાનો હતો. એટલે એ અંગેની વિશેષ માહિતી મેળવવા હું બે દિવસ માટે ખંભાત ગયો અને મહારાજશ્રી તેમ જ પંન્યાસ શ્રીરમણીકવિજયજી પાસેથી બની તેટલી માહિતી મેં નોંધી લીધી. મહારાજશ્રીને માટે પંન્યાસ શ્રીરમણીકવિજયજી મહારાજ તો, કાયાની છાયાની જેમ, અભિન્ન હતા અને મહારાજશ્રીની સંભાળ રાખવાનું સંઘોપકારક કાર્ય તેઓ પૂરા આદર અને સ્નેહથી કરતા હતા. આ વિદ્યાવ્યાસંગી મુનિવર ખૂબ સરળ અને ઉદાર હતા. અમારા બે વચ્ચે ઠીક ઠીક ગાઢ ધર્મસ્નેહ રચાઈ ગયો હતો; મારા માટે તેઓ વાતના વિસામારૂપ હતા. પંન્યાસ શ્રીરમણીકવિજયજીની તબિયત બરાબર રહેતી નહોતી. એમને કંઈક હૃદયની પણ તકલીફ હતી. ચોમાસું પૂરું થયું એ અરસામાં મુંબઈના કાર્યકરોએ શ્રીપુણ્યવિજયજીમહારાજને, આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી કરવાની યોજનાને વેગ મળે એટલા માટે, મુંબઈ પધારવાની વિનંતી કરવાનું નક્કી કર્યું હતું, અનૈ એ માટે શરૂઆતમાં મહારાજશ્રીને કાગળો પણ લખ્યા હતા. આ રીતે મુંબઈ જવાનો એક નવો વિચાર શરૂ થયો એટલે પંન્યાસમાં શ્રીરમણીકવિજયજીને ક્યારેક થયું કે હૃદયની તકલીફના નિદાન અને ઉપચાર માટે મુંબઈ જવાનું થાય તો ઠીક. શ્રીપુણ્યવિજયજી મહારાજ તો, પોતાનાં અનેકવિધ સંશોધનકામોને લીધે, મુંબઈ જવાનો વિચાર સરખો કરે એમ ન હતા, પણ, પંન્યાસ શ્રીરમણીકવિજયજીની તબિયતની દૃષ્ટિએ, તેઓને પણ મુંબઈ જવાનો વિચાર ધ્યાન આપવા જેવો લાગ્યો. પણ એટલામાં ખંભાતથી પાછા ફરતાં, તેઓ વડોદરા પહોંચે તે પહેલાં જ, છાણી મુકામે, મેરુતેરશના પર્વદિને, પંન્યાસ શ્રીરમણીકવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા ! પછી તો એમને તથા બીજાઓને પણ લાગ્યું કે હવે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર કરવાને બદલે અમદાવાદ તરફ જ વિહાર અમદાવાદ તરફ વિહાર કરે એની જ અમે પ્રતીક્ષા કરી રહ્યા. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ છેલ્લાં બે વર્ષ મુંબઈમાં વડોદરાનો સમારોહ સુંદર રીતે પૂરો થયો એટલે શ્રીપોપટલાલ ભીખાચંદ, શ્રીજેસિંગલાલ લલ્લુભાઈ અને શ્રીજયંતીલાલ મણિલાલ ઘડિયાળી-એ મુંબઈના ત્રણ આગેવાનો મહારાજશ્રીને વિનંતિ કરવા તા. ૯૩-૬૯ના રોજ વડોદરા પહોંચ્યાં. વચલા સમયમાં મહારાજશ્રીના મનમાં મુંબઈ જવું કે નહીં એનું મંથન ચાલતું હતું; અને સામાન્ય રીતે અમને એવા સંકેત મળતા હતા કે તેઓનું મન મુંબઈ તરફ વિહાર કરવાનું નથી, પણ ભાવિનો સંકેત કંઈક જુદો જ હતો. ભવિતવ્યતાના એ ભેદને પામવાનું આપણું ગજું શું ? આમાં પણ એમ જ થયું. ન મુંબઈના આગેવાનો વડોદરા આવ્યા તે દિવસે મહારાજશ્રીએ મને પણ વડોદરા બોલાવ્યો. તેઓએ હજુ કશો નિર્ણય કર્યો ન હતો અને તેઓનું મન ખુલ્લું હતું; એટલે મુંબઈ તરફ વિહાર કરવા સામે મારે જે કંઈ કહેવું હોય એ કહેવાની તક આપવા માટે મને વડોદરા બોલાવ્યો હશે, એમ માનું છું. મને તો સતત એક જ વિચાર સતાવતો હતો કે આગમ-સંશોધનનું કામ શરૂ કર્યે નવેક વર્ષ થઈ જવા છતાં એ કામની પ્રગતિ ઠીક ઠીક ધીમી હતી, અને મહારાજશ્રીના હાથે અને તેઓની દેખરેખ નીચે એ કાર્ય જેટલું સર્વાંગ સંપૂર્ણ થઈ શકશે એટલું બીજાના હાથે નહીં જ થઈ શકે; આ કાર્ય માટે મહારાજશ્રી જેવી સજજતા, સૂઝ અને સમર્પણવૃત્તિ બીજા કોઈમાં હોય એમ મને લાગતું ન હતું. તેથી મારો મત તો સ્પષ્ટ હતો કે મહારાજશ્રીએ મુંબઈ તરફના વિહારનો વિચાર જતો કરીને બને તેટલા વહેલા અમદાવાદ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ છેલ્લાં બે વર્ષ મુંબઈમાં ૬૧ પધારવું જોઈએ. મેં મારી વાત કંઈક આવેશ સાથે રજૂ કરી. આ બાબતમાં મને એક બીજા વિચારથી પણ બળ મળ્યું હતું : ત્રણ કે ચાર દિવસ પહેલાં મારે કોઈ કામસર શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ પાસે જવાનું થયેલું ત્યારે મેં તેઓને વિનંતી કરી કે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર ન કરતાં અમદાવાદ પધારે એવી વિનંતિ આપ પત્ર લખીને કરો. તેઓએ મારી વિનંતિ માન્ય કરી અને બીજે દિવસે પત્ર પણ લખ્યો. હું વડોદરા રવિવારે ગયો હતો એટલે મને વિશ્વાસ હતો કે મારા વડોદરા પહોંચતાં પહેલાં શનિવારે મહારાજશ્રીને શેઠશ્રીનો પત્ર મળી જ ગયો હશે, એટલે હું મારી વાત ભારપૂર્વક રજૂ કરી શકીશ. તેથી મેં વડોદરા પહોંચીને મહારાજશ્રીને પહેલું આ કાગળ બાબત પૂછ્યું. તેઓએ ના કહી. જવાબ સાંભળીને હું નિરાશ થયો. પાછળથી જાણવા મળ્યું કે, મને મારી વાત રજૂ કરવામાં સહાયક થઈ પડે એવો, શ્રીયુત ફૂલચંદભાઈ શામજીએ મુંબઈથી મહારાજશ્રીને લખેલો પત્ર પણ તેઓને શનિવારે મળી જવો જોઈતો હતો તે નહોતો મળ્યો. આ કાગળમાં તેઓએ મહારાજશ્રીને મુંબઈ પધારવાની આગ્રહભરી વિનંતિ કરવાને બદલે આ બાબતમાં અનુકૂળ લાગે એવો નિર્ણય સુખેથી લેવાનું લખ્યું હતું, પણ બનવાકાળ જ જુદો હતો એટલે આ બંને કાગળો મોડા પડ્યા ! છતાં મેં મહારાજશ્રીને તથા મુંબઈના આગેવાનોએ મારે જે કહેવું હતું તે સ્પષ્ટરૂપે અને ભારપૂર્વક કહ્યું. મુંબઈના ભાઈઓ નારાજ થાય એવી કંઈક વાત પણ મારા મોંએથી નીકળી પડી ! મને તો એમ જ થતું હતું કે શાસનને નુકસાન પહોંચે એવી આ કેવી વાત આપણે કરી રહ્યા છીએ ! મુંબઈના ભાઈઓએ પોતાની વાત કરી. અમારી આ બધી વાત અમે મહારાજશ્રીની રૂબરૂ કરી અને અમારું કામ પૂરું થયું. મહારાજશ્રીએ પોતાનો નિર્ણય રાતના પ્રતિક્રમણ પછી જણાવવાનું કહ્યું. રાત્રે મહારાજશ્રીએ મુંબઈ તરફ વિહાર કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. આ સાંભળીને હું તો, જાણે કોઈ હોનારત બની હોય એમ, સ્તબ્ધ થઈ ગયો, આવો નિર્ણય સાંભળવા મારું મન તૈયાર ન હતું, હું ખૂબ ખિન્ન અને નિરાશ થઈ ગયો, પણ હવે મનની વાત કે વેદનાને વ્યક્ત કરવાનો કોઈ અવકાશ ન હતો. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનયોતિની જીવનરેખા જેઓના સ્વાથ્યને માટે મુંબઈનો જવાનો વિચાર જન્મ્યો હતો, તે પંન્યાસ શ્રીરમણિકવિજયજીનો સ્વર્ગવાસ થવા છતાં મુંબઈ જવાનો નિર્ણય થયો એ ભવિતવ્યતાયોગ પણ કેવી અજબ કહેવાય ! પણ હવે એ યોગને માથે ચડાવવો જ રહ્યો. મહારાજશ્રીએ તા. ૨૪-૩-૬૯ના રોજ મુંબઈ તરફ વિહાર કર્યો અને ત્રણેક મહિના બાદ, તા. ૨૬-૬-૬૯ના રોજ તેઓ મુંબઈ પહોંચી ગયા. મહારાજશ્રી અડધી સદી કરતાં પણ વધુ સમય બાદ, બાવન વર્ષે, મુંબઈ પધાર્યા હતા. શ્રીસંઘે તેઓનું ભાવભર્યું સ્વાગત કર્યું. સંઘમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. તા. ૨૯-૬-૬૯ના રોજ તેઓ ગોડીજીના ઉપાશ્રયે પધાર્યા. મહારાજશ્રીનું ચાતુર્માસ વાલકેશ્વરમાં નક્કી થયું હતું. તેઓ તા. ૬-૭-૬૯ના રોજ વાલકેશ્વર પધાર્યા. પહેલું ચોમાસું પૂરું થયા બાદ, તા. ૧૧-૧-૭૦ના રોજ સવારના, મહારાજશ્રીના સાંનિધ્યમાં, જન્મશતાબ્દીની ઉજવણીના કાર્યને વેગ આપવા મુંબઈના કાર્યકરો, બહારગામના પ્રતિનિધિઓ અને જન્મશતાબ્દી માટે કેટલાક મહિના પહેલાં રચાયેલ એડહોક કમિટીના સભ્યોની સભા મળી. આ સભા ઉજવણીના આકાર-પ્રકાર અને એ માટેની યોજનાને નિશ્ચિતરૂપ આપવા માટે ખૂબ ઉપયોગી બની રહી. આમાં એડહોક કમિટીનું વિસર્જન કરીને અખિલ-ભારતીય ધોરણે જન્મશતાબ્દી સમિતિની રચના કરવામાં આવી; એના સભ્યપદનું લવાજમ રૂા. ૫૧/- નક્કી કરીને એ રકમ ઉજવણીના ખર્ચમાં વાપરવાનું ઠરાવવામાં આવ્યું; અને, આ પ્રસંગના રચનાત્મક કાર્યરૂપે “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ” ની સ્થાપના કરીને ત્રણ હજાર રૂપિયાનો એક એવા ટ્રસ્ટસ્કોલરો નોંધવાનું ઠરાવવામાં આવ્યું. આ સભાની પહેલાં અને પછી પણ કાર્યકરો અવારનવાર મહારાજશ્રી પાસેથી માર્ગદર્શન મેળવતા રહેતા. મહારાજશ્રીનો જીવનરસ તો શાસ્ત્રસંશોધનનો હતો અને એનું એમને માટે શ્વાસ અને પ્રાણ જેટલું મૂલ્ય હતું; એટલે મુંબઈમાં પણ એ કામ તો ચાલતું જ રહ્યું. જન્મશતાબ્દીની તૈયારીના કામમાં તો તેઓ માગી સલાહ જ આપતા; પણ કાર્યકરોને માટે તો એમની હાજરી જ ઉત્સાહ પ્રેરવા માટે બસ હતી. પહેલું ચોમાસું તેઓએ સુખ-શાંતિથી પૂરું કર્યું; તબિયત પણ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ છેલ્લાં બે વર્ષ મુંબઈમાં ૬૩ એકંદર સારી રહી. આ દરમ્યાન પયજ્ઞાઓના સંશોધનનું કામ ચાલતું હતું. તેઓનું બીજું ચોમાસું પણ વાલકેશ્વરમાં જ થયું. પણ મુંબઈના એક વર્ષના રહેવાસ પછી મહારાજશ્રીને શરીરમાં અવારનવાર નાની-મોટી ફરિયાદ થઈ આવતી; અને એના જરૂરી ઉપચાર પણ કરાવવામાં આવતા. પણ તેઓ આ માટે વિશેષ ચિંતા ન સેવતા. અને સંશોધનનું કામ તો ચાલતું જ રહેતું, પણ એ માટે પૂરતો સમય ભાગ્યે જ મળતો. બીજું ચોમાસું પૂરું થવાનું હતું એ અરસામાં શરીરની અસ્વસ્થતાની ફરિયાદ કંઈક વધી ગઈ. મહારાજશ્રી ક્યારેક ક્યારેક એવી ફરિયાદ કરતા કે હમણાં સ્ફૂર્તિ ઓછી દેખાય છે, સૂઈ રહેવાનું મન થાય છે અને કામમાં મન પૂરું લાગતું નથી, આનો પણ કંઈક ને કંઈક ઉપચાર તો થતો જ રહેતો. પણ મહારાજશ્રીએ, અમે કે બીજા કોઈએ પણ આ વાતને ગંભીર ન લેખી, પણ આજે લાગે છે કે એ ભૂલ હતી. આ દરમ્યાન પણ પયજ્ઞાઓનું સંશોધનનું તથા પન્નાવણાસૂત્રની પ્રસ્તાવનાને તપાસવા-સુધારવાનું કામ તો યથાસમય-શક્તિ ચાલુ જ હતું. વિ. સં. ૨૦૨૭ના કારતક સુદિ બીજથી આઠ દિવસ માટે આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીનો નાનો ઉત્સવ ભાયખલાથી શરૂ કરી ગોડીજીના દેરાસર-ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો હતો. મહારાજશ્રી આ કામ માટે જ મુંબઈ આવ્યા હતા એટલે આ બધા પ્રસંગોમાં તેઓ હાજર રહ્યા. દરમ્યાનમાં કારતક સુદિ ૫ ના (જ્ઞાનપંચમીના પર્વદિને) મહારાજશ્રીનો જન્મદિવસ હતો. એ દિવસે તેઓને ૭૫ વર્ષ પૂરાં થતાં હતાં, એટલે તેઓંનું અભિવાદન કરવાનો એક સાદો સમારોહ ગોડીજીના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજીના સાંનિધ્યમાં, યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ હાજર રહીને શ્રી અમૃતલાલ યાજ્ઞિક તથા ડૉ. પ્રો. વી. એમ. કુલકર્ણીએ મહારાજશ્રીને પોતાની ભાવભરી અંજલિ અર્પણ કરી હતી. આ સમારોહમાં હાજર રહેવાનો અને ભાગ લેવાનો મને પણ લાભ મળ્યો હતો. આઠ દિવસનો ઉત્સવ પૂરો થતાં મહારાજશ્રી વાલકેશ્વર પાછા ફર્યા For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ F४ જ્ઞાનજ્યોતિની જીવનરેખા ત્યારે દેખાતું હતું કે એમની તબિયત જોઈએ તેવી ન હતી. વિ. સં. ૨૦૧૭ના કારતક સુદિ ૧૫ ના રોજ, વાલકેશ્વરમાં જ, “સમ્રાટ અશોક' સોસાયટીના મેમ્બર ભાઈઓની વિનંતિથી, પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિની સાથે, પાટણવાળા શ્રી ચીમનલાલ વલમજી ઝવેરીના બંગલે ચાતુર્માસ પરિવર્તન કર્યું તો ખરું, પણ એ સ્થાને પહોંચીને વ્યાખ્યાન આપ્યા બાદ, પેશાબની રુકાવટની તકલીફ એકાએક વધી જવાને કારણે, તેઓને બોમ્બે મેડીકલ સેન્ટરમાં દાખલ કરવા પડ્યા. એમ લાગે છે કે મહારાજશ્રીની તબિયત ક્રમે ક્રમે ચિંતાકારક બનતી ગઈ એની શરૂઆત આ રીતે થઈ. આ પછી તેઓને હરસની તકલીફ થઈ આવી. હરસને કારણે વેદના તો બહુ ન થતી, પણ અવારનવાર ઠલ્લામાં લોહી પડતું રહેતું; ક્યારેક તો લોહીની માત્રા ચિંતા થઈ આવે એટલી વધી જતી-જાણે ધીમે ધીમે શરીરની તંદુરસ્તી જોખમાતી જતી હતી અને એમાં અશક્તિ માળો ઘાલતી જતી હતી. આ દરમ્યાન જન્મશતાબ્દીની અખિલ-ભારતીય ધોરણે ઉજવણી કરવાનો મુખ્ય અવસર આવી પહોંચ્યો. આ માટે સને ૧૯૭૦ ના ડિસેમ્બર માસની ૨૪-૨૫-૨૬-૨૭ તારીખો નક્કી થઈ હતી; અને ઉજવણી માટે કોસ મેદાનમાં વિશાળ ‘વિજયવલ્લભનગરની રચના કરવામાં આવી હતી. સમારોહમાં સહેલાઈથી હાજરી આપી શકાય એટલા માટે સાધુમહારાજોને રહેવાની સગવડ મુંબઈની સુપ્રસિદ્ધ શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. મહારાજશ્રીએ ઉજવણીના બધા કાર્યક્રમોમાં ઉલ્લાસથી ભાગ લીધો હતો. મુંબઈના સંધે તથા આ નિમિત્તે બહારગામથી-જુદા જુદા પ્રદેશોમાંથી-આવેલ મહાનુભાવોએ એક દિવસ શ્રી શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભેગા મળીને મહારાજશ્રીને આચાર્યપદવીનો સ્વીકાર કરવાની ખૂબ લાગણીથી વિનંતિ કરી; આ લાગણીનો ઈન્કાર કરવાનું કામ મુશ્કેલ હતું. પણ મહારાજશ્રીએ વિવેક અને દૃઢતાપૂર્વક એનો ઈન્કાર કરીને, પોતાને આવા કોઈ બંધનમાં નાખ્યા વગર, પોતાની રીતે આગમ-સંશોધનનું કામ કરવા દેવા કહ્યું. મહારાજશ્રીને મન તો આગમ-સંશોધનના કામમાં જ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ છેલ્લાં બે વર્ષ મુંબઈમાં ૬૫ બધી પદવીઓ, બધી સિદ્ધિઓ અને સર્વ બાબતો સમાઈ જતી હતી. જન્મશતાબ્દીનો ઉત્સવ પૂરો થયો એટલે હવે મહારાજશ્રીનું મન જલદી ગુજરાત તરફ વિહાર કરવા ઇચ્છતું હતું, પણ અહીં પણ કોઈક વિલક્ષણ ભવિતવ્યતાયોગ વચમાં આવ્યો અને મહારાજશ્રીની તબિયતની અસ્વસ્થતા વધતી ગઈ, પરિણામે ગુજરાત તરફ વિહાર કરવાનું લંબાતું ગયું. ખરી રીતે આમાં વિલંબ નહોતો થતો, આ વિહાર હવે કદી થવાનો જ ન હતો ! પણ અમારા જેવા ઠગારી આશાના દાસ આ કુદરતની કરામતને કેવી રીતે પામી શકે ? સમય એમ ને એમ વહેતો રહ્યો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકો ઇચ્છતા હતા કે સંસ્થાની જૈન આગમગ્રંથમાળા'ના ત્રીજા ગ્રંથ પન્નવણાસૂત્રના બીજા ભાગનું પ્રકાશન મહારાજશ્રીની હાજરીમાં મુંબઈમાં કરવામાં આવે. આ માટે તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી. મહારાજશ્રીએ એ માન્ય કરી; અને એ માટે સમારોહ ફાગણ વદિ ૨, રવિવાર, તા. ૧૪-૩-૭૧ના રોજ ભાયખલાના જિનમંદિરના સભામંડપમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું. મહારાજશ્રીની ભલામણ મુજબ આ પ્રકાશનવિધિ માટે દિગંબર જૈનસંઘના દેશ-વિદેશમાં જાણીતા અને પખંડાગમ મૂલ તથા તેની ટીકા ધવલા જેવા મહાગ્રંથોના યશસ્વી સંપાદક ડૉ. હીરાલાલજી જૈનને આમંત્રણ આપવાનું ઠરાવવામાં આવ્યું. આ પસંદગી પણ મહારાજશ્રીનું મન કેવું ઉદાર, ગુણગ્રાહક અને જ્ઞાનપ્રેમી હતું એ વાતની સાક્ષી પૂરે છે. દરમ્યાન વરલીમાં (મુંબઈમાં) આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિના સાન્નિધ્યમાં પ્રતિષ્ઠા, દીક્ષા તથા પદવીદાનનો સમારોહ યોજવામાં આવ્યો હતો, એ માટે મહારાજશ્રી વરલી પધાર્યા. આ મહોત્સવ વખતે, આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજે, ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ, મહારાજશ્રીને “શ્રુતશીલવારિધિ'નું બિરુદ આપ્યું. તા. ૨૨-૨-૭૧ ના રોજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિ શ્રીપુણ્યવિજયજી મહારાજે ભાયખલામાં બે મહત્ત્વનાં પ્રવચનો આપીને સાધુજીવનની શુદ્ધિ, સાધ્વીસંઘનો વિકાસ, એમને અધ્યયન તથા વ્યાખ્યાન કરવાની છૂટની અનિવાર્યતા, બોલીની આવકનો For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા ઉપયોગ, શાસ્ત્રના વિધિ-નિષેધોની ઉપયોગિતા જેવા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. (પછી આ બન્ને પ્રવચનો છાપીને વહેંચવામાં આવ્યાં હતાં.) આ પછી તા. ૧૪-૩-૭૧ ના રોજ, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, ડૉ. હીરાલાલજી જૈને પન્નવણા સૂત્રના બીજા ભાગનું પ્રકાશન કર્યું અને મહારાજશ્રીની જ્ઞાનોપાસનાને હાર્દિક અંજલિ આપી. હજી પણ અમને આશા હતી કે મહારાજશ્રી ગુજરાત તરફ વિહાર કરી શકશે અને કદાચ અમદાવાદ નહિ પહોંચાય તો પણ સૂરત કે વડોદરા સુધી તો પહોંચી જશે, પણ કુદરત આ આશાને અનુકૂળ ન હતી ! દરમ્યાનમાં બીજા બે વિચારો મહારાજશ્રીના મનમાં જાગ્યા : એક વિચાર પૂનાના સુપ્રસિદ્ધ વિદ્યાતીર્થ ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવા પૂના તરફ વિહાર કરવો અને પોતાની દાયકા જૂની ભાવના પૂરી કરવી એ હતો. બીજો વિચાર હતો, ચિત્તોડગઢની તળેટીમાં, આપણા સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રીજિનવિજયજીએ, સુંદર અને વિશાળ શ્રીહરિભદ્રસૂરિ સ્મૃતિમંદિર બનાવરાવ્યું છે, તેની પ્રતિષ્ઠા મહારાજશ્રીની હાજરીમાં થાય એવી શ્રીજિનવિજયજીની ઇચ્છા પૂરી કરવા માટે, ગુજરાતની દિશામાં વિહાર કરીને વચ્ચેથી ચિત્તોડ તરફ વિહાર કરવો એ. સમતાભરી સાધુતા અને સમતાભરી વિદ્વત્તાની મૂર્તિ આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિ પ્રત્યે મહારાજશ્રી અનન્ય ભક્તિ ધરાવતા હતા, એટલે એમના અંતરમાં આવી ભાવના જાગે એ સ્વાભાવિક હતું. મારા જેવાને તો આ બન્ને વિચારો બેચેન બનાવે એવા હતા. મારી તો એક જ ઝંખના હતી કે મહારાજશ્રી બને તેટલા વહેલા અમદાવાદ પહોંચે, પણ આમાંની એક પણ ભાવના ક્યાં સફળ થવાની હતી ? પછી તો, મહારાજશ્રીની તબિયત વધુ નબળી થતી ગઈ. પ્રોસ્ટેટે ગ્લેંડ મોટી થવાને કારણે તથા હરસને કારણે ઠલ્લા-માત્રાની તકલીફ હવે વધારે પરેશાન કરવા લાગી. હરસને લીધે લોહી પણ વધારે પડવા લાગ્યું અને શરીરની અશક્તિમાં વધારો થતો ગયો. આવી ચિંતાકારક સ્થિતિમાં પણ મહારાજશ્રીની પ્રસન્નતા તો એવી ને એવી જ હતી, એનો હું પણ સાક્ષી છે. આ બધા સમય દરમ્યાન કંઈક ને કંઈક ઉપચાર તો ચાલુ જ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ છેલ્લાં બે વર્ષ મુંબઈમાં હતા, પણ એની ધારી કે કાયમી અસર ભાગ્યે જ થતી. ન આ અરસામાં જાણવા મળ્યું કે મદ્રાસના કોઈક હકીમ હરસમસાને એવી કુશળતા અને સિફતથી કાઢી આપે છે કે જેથી દર્દીને ન તો કંઈ વેદના થાય છે કે ન તો એને લીધે લોહી પડે છે. (એને Painless and bloodless ઓપરેશન જ કહી શકાય.) જેમણે આવો ઉપચાર કરાવ્યો હતો એવા થોડાક દર્દીઓને અનુભવ પૂછીને આ વાતની ખાતરી કરી લીધી અને મહારાજશ્રીના દૂઝતા હરસનો ઉપચાર આ હકીમ પાસે કરાવવાનું નક્કી કર્યું. તા. ૨૩-૩૧૯૭૧ ના રોજ, વાલકેશ્વરમાં, આ હકીમે મહારાજશ્રીના હરસમસા કાઢી લીધા તે વખતે શ્રીદલસુખભાઈ તથા હું અમે બન્ને હાજર હતા. ન કોઈ જાતની વેદના, ન કશી બેચેની. આ પ્રયોગ પછી મહારાજશ્રી બિલકુલ સ્વસ્થ લાગ્યા. આ જોઈને અમે એક જાતની નિરાંત અનુભવી, છતાં શરીર ઠીક ઠીક અશક્ત થયું હતું અને વિહાર કરી શકાય એવી સ્થિતિ હવે રહી ન હતી, તેથી મહારાજશ્રીએ ત્રીજું ચોમાસું પણ મુંબઈમાં જ રહેવાનું નક્કી કરવું પડ્યું. પણ આ ઉપચાર સફળ ન થયો, આ રાહત બહુ અલ્પજીવી નીવડી અને લોહી પડવું ચાલું રહ્યું, એટલે બીજા સૂઝ્યા અને યોગ્ય લાગ્યા તે ઉપચારો ચાલુ રાખવાનું અનિવાર્ય બની ગયું, પણ કોઈ ઉપચાર કારગત ન થયો-દર્દ પણ જાણે હઠીલું રૂપ લઈને આવ્યું હતું ! ૬૭ મારે એપ્રિલ માસમાં વિદ્યાલયના કામે મુંબઈ જવાનું થયું એટલે અમારા મિત્ર શ્રીકાંતિભાઈ કોરા તથા હું અવારનવાર મહારાજશ્રી પાસે જતા; એમની તબિયત જાતે જોવાની ચિત્તમાં, એ દિવસોમાં, એક જાતની સચિંત ઉત્સુકતા રહેતી; કારણ કે ઉપચારોની કશી ધારી અસર નહોતી થતી, અને અસ્વસ્થતા તથા અશક્તિ વધતી જતી હતી. છેલ્લે છેલ્લે મેં મહારાજશ્રીનાં દર્શન વિ. સં. ૨૦૨૭ના ચૈત્ર વિદ અમાસ), તા. ૨૫-૪૭૧ ને રવિવારના રોજ બપોરના બારેક વાગતાં કર્યાં; તે પછી હું અમદાવાદ આવ્યો. એ વખતે કોણ જાણતું હતું કે જેમની સ્ફટિક સમી નિર્મળ અને હેતાળ સાધુતાનો સંપર્ક સાધવાનો લાભ આટલાં વર્ષોથી મળ્યો હતો, એમનું મારા માટે આ છેલ્લું દર્શન હતું ? રે વિધાતા ! For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા દિવસો જેમ વખત જતો ગયો તેમ મહારાજશ્રીને હરસમસાની અને મોટી થઈ ગયેલ પ્રોસ્ટેટ ગ્લેન્ડની તકલીફ ઓછી થવાને બદલે વધતી ગઈ, અને એને કારણે ઝાડો અને પેશાબ-એ બન્ને કુદરતી હાજતોમાં અવાર-નવાર અવરોધ આવવા લાગ્યો. પરિણામે હરસમસામાંથી લોહી પડતું રહેવાને કારણે અશક્તિ અને બેચેની બન્નેમાં વધારો થતો ગયો. છેવટે લાગ્યું કે હોમિયોપેથી, આયુર્વેદિક કે બીજા આડા-અવળા ઉપચારોમાં કાળક્ષેપ કરવો એ જાણીજોઈને જોખમને નોતરવા જેવી ભૂલ છે, એટલે છેવટે એલોપેથીનો વ્યવસ્થિત ઉપચાર કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. ડૉ. પન્નાલાલ પતરાવાળા મહારાજશ્રીની સંભાળ ખૂબ ભક્તિપૂર્વક રાખતા હતા, એટલે કે કંઈ ઉપચારો કરાવવામાં આવતા તે એમને જણાવીને જ કરાવવામાં આવતા, પણ એનું કંઈ પરિણામ ન આવ્યું, તેથી તેઓ પણ સચિંત હતા. અને મહારાજશ્રીને તો ફક્ત એટલાથી જ સંતોષ હતો કે તાવતરિયાની કે શરીરના કોઈ પણ ભાગમાં સહન થઈ ન શકે એવા દુ:ખાવાની વેદના ન થાય એટલે બસ. બાકી, શરીરની આળપંપાળની બાબતમાં કે જીવન કે મૃત્યુની બાબતમાં તેઓ, કોઈ યોગસિદ્ધ આત્માની જેમ, સાવ નચિંત, સમભાવી અને અલિપ્ત હતા, પણ બીજાઓને માટે આવી વાતના મૂક સાક્ષી બની ચૂપ બેસી રહેવું એ શક્ય ન હતું. છેવટે ડૉ. પતરાવાળા, શ્રીયુત ફૂલચંદભાઈ શામજી અને બીજાઓએ ડૉ. મુકંદભાઈ પરીખની સલાહ લેવાનું નક્કી કર્યું. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૯ છેલ્લા દિવસો ડૉ. મુકુંદભાઈએ મહારાજશ્રીને તપાસ્યા. એમણે જોયું કે પેલા હકીમજીએ મહારાજશ્રીના હરસમસાનું જે ઑપરેશન કર્યું હતું તે સાવ ઉપર છલ્લું હતું અને દર્દના મૂળને સ્પર્શી સુધ્ધાં નહોતું શક્યું; પરિણામે લોહીના સ્ત્રાવને બંધ કરવામાં એ નિષ્ફળ ગયું હતું. એમણે હરસમસાનું ઓપરેશન તરત જ કરાવી લેવાની સલાહ આપી. નિષ્ણાત, ભક્તિશીલ અને મહારાજશ્રીની તાસીરના જાણકાર શ્રીમુકુંદભાઈ જેવા ડૉક્ટરની સ્પષ્ટ સલાહ મળી ગઈ હતી, અને હવે બીજો કોઈ વિકલ્પ વિચારવામાં થોડો પણ સમય ગુમાવવો પાલવે એમ ન હતો. એટલે તાત્કાલિક ઉપચાર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. મહારાજશ્રીએ સમ્મતિ આપી અને વૈશાખ વદિ ૧, તા. ૧૧-૫-૭૧ ના રોજ તેઓને બોમ્બે મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા, અને બીજા દિવસ ડૉ. મુકંદભાઈ પરીખે હરસમસાનું ઓપરેશન કર્યું. જે દિવસે ઑપરેશન થયું તે દિવસે પણ મહારાજશ્રી કેટલા સ્વસ્થ અને નિશ્ચિત હતા, તે એમના પોતાના હાથે લખાયેલ એક પત્રથી પણ જાણી શકાય છે. આ પત્ર તેઓએ વિ. સં. ૨૦૨૭, વૈશાખ વદિ ૨, બુધવાર (તા. ૧૨-૫-૭૧)ના રોજ, હૉસ્પિટલમાંથી, વડોદરા પંન્યાસજી મહારાજ શ્રીનેમવિજયજી મહારાજ ઉપર લખ્યો હતો. કદાચ મહારાજશ્રીના હાથે લખાયેલો આ પત્ર છેલ્લો હશે; અથવા છેલ્લા થોડાક પત્રોમાંનો એક હશે. મહારાજશ્રીનો પત્ર આ પ્રમાણે છે મુ. વડોદરા, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાજ્યાદિગુણગણભંડાર પરમગુરુદેવ પંન્યાસજી મહારાજ શ્રીનેમવિજયજી મહારાજજી તથા શ્રી એ. ચંદન વિ. મ. યોગ્ય સબહુમાન વંદના ૧૦૦૮ વાર. આપશ્રી શાતામાં હશો. હું પણ શાતામાં છું. આપના પ્રતાપે લીલાલહેર છે. આપનો કૃપાપત્ર મળ્યો છે. ઘણો આનંદ થયો છે. આપની કૃપાથી પરમ આનંદ છે. “વિ. આપશ્રીના શરીરના સમાચાર જાણ્યા છે. આપની આટલી વૃદ્ધાવસ્થામાં બાહ્ય પીડાઓ વધે જ વધે. હવે સામાન્ય દવાથી જે જે થાય તે જ કરવાનું. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા વિ. પાંચ મહિનામાં ઘણા ઈલાજો કર્યા પણ મસામાંથી લોહી આવવું બંધ ન થવાથી હવે ઑપરેશન કરાવવાનું નક્કી કર્યું છે. ગઈ કાલે હૉસ્પિટલમાં આવ્યા છીએ. આજે નવ વાગે ઓપરેશન થવાનું છે. કોઈ વાતે ફિકર કરશો નહીં. હું દરેક રીતે શાતામાં છું. આપના પ્રતાપે સારું થઈ જશે. ઑપરેશન કોઈ ભારે નથી. શરીરમાં અશક્તિ છે, પણ બીજી પીડા નથી. તાવ કે કાંઈ નથી. આપ શાતામાં રહેજો. કૃપા રાખજો. 66 લિ. સેવક પુણ્યની ૧૦૦૮ વાર વંદના. શ્રીકર્પૂરશ્રીજી મ. વગેરેને, હસમુખ બહેન તથા રમણભાઈ વગેરેને સમાચાર કહેજો.'' ७० 66 આ કાગળ રવાના કરતાં પહેલાં, પૂ. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજીએ એમાં ઉમેર્યું હતું કે-“પ. પૂ. આગમપ્રભાકરશ્રીજી મ. નું ઑપરેશન સારી રીતે થઈ ગયું છે. આપશ્રી સુખશાતામાં હશો. ત્રણ મસા નીકળ્યા છે તે જાણશોજી.’' મહારાજશ્રીએ અનેકવિધ કાર્યો કરવા છતાં એમનું ચિત્ત સદા સમાધિની સાધના માટે જ જાગ્રત અને પ્રયત્નશીલ હતું; અને તેથી જ તેઓ આવી અસાધારણ સમતા અને શાંતિ અનુભવી શકતા હતા. મુંબઈના ઘણા મહાનુભાવો મહારાજશ્રીની સેવા માટે તત્પર હતા. મહારાજશ્રીને કેન્દ્રમાં રાખીને રચાયેલ અમારા મિત્રમંડળમાંથી શ્રી કાંતિભાઈ કોરા, ખડા સૈનિક શ્રીલક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક અને મહારાજશ્રીની આજીવન સેવક શ્રીમાધાભાઈ મહારાજશ્રીની સેવામાં રહ્યા. અમારે નસીબે તો મુંબઈથી ટપાલ કે કોલ મારફત મળતા સમાચારથી જ સંતોષ માનવાનું આવ્યું. આમ છતાં, એટલું યાદ આવે છે કે, શ્રીમહારાજને હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ મેના છેલ્લા અઠવાડિયા દરમ્યાન અમારા મિત્ર શ્રીદલસુખભાઈ માલવણિયાને મુંબઈ જવાનું થયેલું, એટલે તેઓ સારવાર દરમ્યાન મહારાજશ્રીનાં દર્શન કરી શકેલા. મહારાજશ્રીને ઑપરેશન કરવામાં આવ્યું તેના થોડા દિવસ બાદ મારા ઉપર ટપાલ લખતાં રહીને મહારાજશ્રીની તબિયતના નિયમિત For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા દિવસો ૭૧ સમાચાર આપતા રહેવાનું પવિત્ર “સંજયકાર્ય', અમારા નિષ્ઠાવાન સાથીઓમાંના એક, ભાઈ શ્રી લક્ષ્મણભાઈએ જે રીતે સંભાળ્યું, તે માટે હું એમનો ખૂબ આભારી છું. ઑપરેશન પછીની મહારાજશ્રીની તબિયતના સમાચાર તેઓના જ શબ્દોમાં જાણીએ - તા. ૨૫-૫-૭૧ ના કાર્ડમાં તેઓએ લખ્યું હતું : “ગઈ કાલે સવારે ૧૦ વાગે ટોટી (કેથેડ્રલ) કાઢ્યા પછી, ઘણી મુસીબતે, તોલો-બે તોલા માત્રુ આવતું હતું. સાંજે ૪ વાગતાં સુધીમાં તો પેઠું ભરાઈ ગયું અને પાણી સુધ્ધાં પીવાનું બંધ થઈ ગયું. ટીકડી આપી, શેક કર્યો, પણ કશો ફરક ન પડ્યો. છેવટે સાંજે સાત વાગે ટોટી ફરીથી ચઢાવી અને ચઢાવતાં જ બે બાટલા માત્રુથી ભરાઈ ગયા, તે પછી રાત સારી ગઈ. અત્યારે ટોટી ચઢાવેલી છે. મસાનું ઑપરેશન કર્યું છે તે ભાગ હજુ રૂઝાયો નથી. ઝાડો એનીમા આપીને જ કરાવવો પડે છે. શરીરમાં અશક્તિ પણ ઘણી છે. આજે સાંજે ડૉક્ટરના આવ્યા પછી ખબર પડે કે હવે આગળ શું કરવું ? મસાના ઑપરેશનવાળો ભાગ રૂઝાય નહીં ત્યાં સુધી પ્રોસ્ટેટ અંગે કશું નવું કરવાનું નથી.” આ એક જ કાગળમાં ચિંતા કરાવે એવી ઘણી બાબતો હતી. તેમાંય અશક્તિ ઘણી હોવાનું લખ્યું તે ચિહ્ન શરીરની આંતરિક શક્તિને સારો એવો ઘસારો લાગ્યાનું સૂચવતી હતી; છતાં સ્વજન માટે કે સામાન્યજન માટે પણ અનિષ્ટની કલ્પના કરવાનું કોને ગમે ? અમે સારાની આશામાં રાચતા રહ્યા ! તા. ર૬-પ-૭૧ ના અંતર્દેશીય પત્રમાં તેઓએ લખેલું : “પૂ. મહારાજ સાહેબનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવું પડશે તેવો ડૉક્ટર પરીખનો અભિપ્રાય છે..... આ બધું ક્યાં કરવું, કોની પાસે કરાવવું વગેરે માટે હજુ ફાઈનલ નિર્ણય થયો નથી. એક વિચાર એવો પણ છે કે ડૉ. કરંજીયાવાલા પાસે બોમ્બે હૉસ્પિટલમાં કરાવવું. આજે સાંજે અથવા આવતી કાલે આ બાબતનો નિર્ણય થશે.... સામાન્ય રીતે મહારાજશ્રી શાંતિમાં છે.” તા. ૨૭-પ-૭૧ ના અંતર્દેશીય પત્રમાં તેઓએ જણાવ્યું : “ગઈ કાલે પૂજય મહારાજસાહેબને એનીમા, ઓલીવ ઓઈલ તથા ગ્લેસેરીન For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા આપેલ, પણ ઝાડો થયો નહીં. છેવટે ઘણી મહેનતે ગંઠાયેલો મળ નીકળ્યો અને પૂ. મહારાજ સાહેબ એકદમ ઢીલા થઈ ગયા. બપોરે ૩ વાગે ડૉક્ટર પતરાવાલાને બોલાવવા પડ્યા. ઈંજેકશન આપ્યું છતાં સાંજ સુધી ગભરામણ જેવું ચાલુ રહ્યું. તે પછી રાત શાંતિમાં ગઈ છે. ગઈકાલે બપોર પછી કશું જ વાપર્યું ન હતું.....અત્યારે અશક્તિ ઘણી છે, અને તે જ કારણે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાની ઉતાવળ થઈ શકતી નથી.' ૭૨ આ કાગળ ઉપરથી જોઈ શકાય છે કે રોગનો પ્રતિકાર કરવાનું શરીરબળ ધીમે ધીમે ઘટતું જતું હતું; અને હવે તો, જાણે શરીર રોગના ઉપચારને ગાંઠવા માંગતું ન હોય એમ, નવી નવી ફરિયાદો ઊભી થવા લાગી હતી, પણ આ સમગ્ર સ્થિતિનું તારણ આપણે ન કાઢી શક્યા ! તા. ૨૮-૫-૭૧ ના અંતર્દેશીય પત્રમાં એમણે સમાચાર આપ્યા : “પ્રોસ્ટેટનું ઑપરેશન તરત નહીં કરવા પાછળ એ પણ કારણ છે કે મહારાજજી હજુ ચત્તા સૂઈ શકતા નથી અને બેસી પણ શકતા નથી. ચારપાંચ દિવસમાં બેસતા થઈ જશે તેવી ધારણા છે.'' તા. ૩૧-૫-૭૧ ના અંતર્દેશીય પત્રથી શ્રીલક્ષ્મણભાઈએ જણાવ્યું : “પૂ. મહારાજ સાહેબ શાતામાં છે. હવે દસ્ત એની મેળે થાય છે. એનીમા આપવું પડતું નથી. આહાર પણ લઈ શકાય છે અને ઊંઘ પણ આવે છે. આજે પલાંઠી વાળીને પાંચ-દસ મિનિટ બેસાર્યા હતા. હવે તબિયત સારી છે’ આ સમાચાર કંઈક ચિંતાને દૂર કરે એવા સારા હતા. વચમાં ક્યારેક અમારા મિત્ર શ્રીકાંતિભાઈ કોરાના કાગળ કે ટૂંક કોલથી અથવા શ્રીલક્ષ્મણભાઈની ટપાલથી મહારાજશ્રીની તબિયતના જે સમાચાર મળતા રહ્યા, તે ઉપરથી સામાન્ય રીતે લાગ્યું કે હવે ખાસ ચિંતા કરવા જેવું નથી, અને તબિયત સુધરતી આવે છે. તા. ૬-૬-૭૧ ના કાર્ડમાં એમણે સૂચવ્યું : “પૂજ્ય મહારાજસાહેબ સુખ-શાતામાં છે. અને આપને ધર્મલાભ લખાવ્યા છે. પ્રોસ્ટેટ ગ્લેંડનું ઑપરેશન, શકુંતલા હાઈસ્કૂલ પાસે “બાચા નર્સીંગ હોમ” માં, ડૉ. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા દિવસો ૭૩ મુકુંદભાઈ પરીખના હાથે, તા. ૮-૬-૭૧ મંગળવારે સવારે આઠ વાગે, કરાવવાનું નક્કી થયું છે, કોઈ જાતની ફિકરચિંતા કરશો નહીં. સોમવારે સવારે અમે બાચામાં દાખલ થઈશું.” ૮ મી તારીખે ઓપરેશન થયાના સમાચાર શ્રીકાંતિભાઈ કોરાના ટૂંકકોલથી અમને મળ્યા અને અમે કંઈક નિરાંત અનુભવી; હરસમસાનું ઓપરેશન તો આ પહેલાં જ શાંતિથી થઈ ગયું હતું. આ તારીખે વડોદરા પૂજ્ય પંન્યાસ શ્રીનેમવિજયજીમહારાજને લખેલ કાર્ડમાં શ્રીલક્ષ્મણભાઈએ જણાવ્યું હતું. : “પૂજય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનું પ્રોસ્ટેટ ગ્લેડનું ઑપરેશન સારી રીતે થયું છે....તબિયત સારી છે. કોઈ જાતની ફિકર ચિંતા કરશો નહીં.” - આ ઓપરેશન નવી પદ્ધતિથી એવી રીતે કરવામાં આવ્યું હતું કે જેથી સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્લેંડના ઑપરેશનમાં નાનું અને મોટું એમ બે ઑપરેશન કરવા પડે છે તેના બદલે એક જ ઑપરેશનથી કામ પતે છે અને દર્દી વહેલો બેસતો- હરતો ફરતો થઈ જાય છે. ૧૦ મી જૂનના પોસ્ટકાર્ડમાં શ્રીલક્ષ્મણભાઈએ લખેલું : “પૂ. મહારાજ સાહેબની તબિયત સારી છે.આજથી મગનું પાણી અને એવી હળવી ચીજો આપવાનું શરૂ કર્યું છે. આજે ખુરશી ઉપર બેસાર્યા હતા. આવતી કાલે કેથેડ્રલ કાઢી નાંખવાની છે. કાત્યા પછી કુદરતી માત્રુ કેવું અને કેટલું આવે છે તે જોયા પછી સારા-ખોટાની ખબર પડે. અત્યારે તો કોઈ તકલીફ નથી. ૪૮ કલાક ગેસની તકલીફ રહી. હવે સારું છે. અશક્તિ પુષ્કળ છે. અઠવાડિયામાં અહીંથી રજા મળશે એવી ધારણા છે.” એમનું ૧૨મીનું કાર્ડ કહેતું હતું : “પૂ. મહારાજસાહેબને આજે કેથેડ્રલ કાઢી નાખી છે અને રૂમમાં ફરવાની છૂટ આપી છે. બેસવાની છૂટ તો પહેલે દિવસે જ આપી હતી. તેલ-મરચું-ખટાશ સિવાય ખાવા માટે પણ છૂટ છે. આજે રૂમમાં ફેરવ્યા હતા. અશક્તિ બહુ છે.” આ છે મહારાજશ્રીની શરીરસ્થિતિની અને ડૉક્તરી સારવારની ડાયરી. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા આ ડાયરીનું જાણે છેલ્લું પાનું લખતા હોય એમ, ૧૪મી જૂનના કાર્ડમાં લખીને ટપાલમાં નાખ્યું, એમાં શ્રીલક્ષ્મણભાઈએ મને જણાવ્યું હતું કે ૭૪ “પૂજ્ય મહારાજસાહેબની તબિયત સારી છે. બે દિવસ ગેસની ટ્રબલ જોરદાર રહી. એક દવાનો ડોઝ આપતાં પણ તકલીફ પડે તેવું થયું. આજે ઘણો ફાયદો છે. સવારે હૉસ્પિટલમાં થોડા ચલાવ્યા પણ ખરા અને સાબુદાણાની કાંજી વગેરે વપરાવ્યું પણ ખરું. એક-બે દિવસમાં અહીંથી રજા મળશે. હવે મસાની કે પ્રોસ્ટેટની કોઈ તકલીફ નથી. અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે રહેવું પડશે. જો ગેસ ટ્રબલ વધારે હશે તો પાછા મેડીકલ સેન્ટરમાં જવાનું થશે. એટલે એક્ષરે વગેરે ત્યાં લઈ શકાય. નહિતર શ્રીમહાવીરવિદ્યાલય અથવા કોઈકના ઘરે રહેવાનું થશે.’’ આ અરસામાં શ્રીકોરાસાહેબે મને એક કાગળમાં લખેલું કે મહારાજશ્રી આહાર-પાણી-દવા જેવું કંઈક પણ લેવા જાય છે, ત્યારે કાળજામાં એવું અસહ્ય દર્દ થાય છે કે ક્યારેક તો મહારાજશ્રીની આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે. આહાર, પાણી કે ઔષધ જેવું કંઈ પણ લેતી વખતે છેલ્લા બે દિવસ મહારાજશ્રીએ જે વેદનાનો અનુભવ કર્યો તેનો ચિતાર મહારાજશ્રીના અનન્ય ભક્ત શેઠ શ્રીફૂલચંદભાઈ શામજીએ, મહારાજશ્રીના સ્વર્ગવાસ બાદ, તા. ૧૬-૬-૭૧ના રોજ, પૂના, આચાર્ય મહારાજ શ્રીવિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર જે પત્ર લખ્યો હતો એમાં આપ્યો છે. એ પત્રમાં તેઓએ લખ્યું હતું કે—“તા. ૧૨ અને ૧૩, શનિ અને રવિ બન્ને દિવસો ચિંતાજનક અમારા માટે હતા, કારણકે તે બન્ને દિવસોએ આગમપ્રભાકર સાહેબની તબિયત બરાબર ન હતી. પેશાબના દર્દનું ઓપરેશન બહુ જ સારું થઈ ગયું; તેની કોઈ તકલીફ હતી નહીં, પરંતુ છાતીમાં જ્યાં પાણી તથા ખોરાક આંતરડામાં જાય છે ત્યાં, તેમને દરદ થતું હતું અને તે એટલું બધું કે તેમની આંખોમાં પાણી આવી જતાં. કોઈ પ્રવાહી અગર દૂધ-ચાપાણી કાંઈ પણ લેતાં આ દરદ થતું હતું. રવિવારે આખો દિવસ રહ્યું. બધા નિષ્ણાત ડૉક્તોને બોલાવ્યા અને બધાએ એકી અવાજે કહ્યું કે ચિંતાનું કોઈ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૫ છેલ્લા દિવસો કારણ નથી, ગેસ્ટાઈન છે, એકાદ દિવસમાં સારું થઈ જશે.” અને ડૉક્ટરનો આ અભિપ્રાય સાચો હતો. આ વાતનો ઉલ્લેખ કરતાં શ્રીફૂલચંદભાઈએ જ પોતાના ઉક્ત કાગળમાં લખ્યું હતું કે- “તે મુજબ (ડૉક્ટરોએ કહ્યા મુજબ) સોમવારે સવારે સારી રીતે દૂધ, ચા, મગનું પાણી, નારિયેળનું પાણી, પોપૈયું તેમ જ કાંજી વગેરે લીલું. સાંજે ખીચડી લીધી. રૂમમાં પોતે જ દસ-બાર આંટા માર્યા. રૂમની બહાર ગેલેરીમાં ઠેઠ લાયબ્રેરી સુધી ગયા; ત્યાં લગભગ પચીસેક મિનિટ બેઠા; ખૂબ આનંદથી વાતો કરી. અને બધાને ખૂબ સંતોષ થયો. એકાદ દિવસમાં અહીંથી રજા મળશે પછી તેમને થોડા નરીશમેન્ટ માટે કઈ જગ્યાએ લઈ જવા તેની પણ વાતો નક્કી કરી અને સોમવારે સાંજે સાડાએ હું જમવા ગયો.” આ રીતે ૧૪મી તારીખે તબિયત એકંદર સારી હતી એટલે દિવસભર ભાવિકજનો મહારાજશ્રીનાં દર્શન કરવા, એમને શાતા પૂછવા આવતાં રહ્યાં અને, અશક્તિ વધુ લાગવા છતાં, મહારાજશ્રી પણ સૌને પ્રસન્નતાથી આવકારતા રહ્યા. શ્રીફૂલચંદભાઈ શામજી સાંજ સુધી એમની પાસે હતા અને શ્રી કાંતિભાઈ કોરા તો મોડી સાંજે મહારાજશ્રી પ્રતિક્રમણ કરવા બેઠા તે પછી જ ઘેર ગયા હતા. આમ બધું સલામત, આનંદકારી અને ચિંતાને ઓછી કરે એવું હતું, પણ એ સલામતી અને એ આનંદ છેવટે છેતરામણાં નીવડ્યાં ! શ્રીલક્ષ્મણભાઈના છેલ્લા કાગળમાં કેવા સંતોષકારક અને સારા સમાચાર હતા ! છતાં એક વાત તો તેઓના દરેક કાગળમાં રહેતી કે અશક્તિ બહુ છે. વારંવાર કહેવામાં આવતી આ વાત જરૂર ચિંતા ઉપજાવે એવી હતી; પણ છેલ્લા કાગળમાં સારા સમાચાર એટલા બધા હતા કે આપણી ચિંતા દૂર થઈ જાય, ઓછી થઈ જાય. પણ કયા સમાચારને કેટલું મહત્ત્વ આપવું એ માટેનો આપણો અને કુદરતનો ગજ જુદો હોય છે; અને છેવટે કુદરતના ગજનો ફેંસલો જ કાળા માથાના પામર માનવીએ શિરે ચડાવવો પડે છે ! અને....અને..... અને થયું પણ એવું જ– For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનજ્યોતિની જીવનરેખા ડાયરીના છેલ્લા પાનારૂપ શ્રી લક્ષ્મણભાઈનું ઉપર સૂચવેલ છેલ્લે પોસ્ટકાર્ડ, રેલગાડીમાં બેસીને, પોતાની મજલ પૂરી કરીને, મારા હાથમાં આવે તે પહેલાં જ, રાત્રે સાડા નવના સુમારે, મુંબઈથી અમારા મિત્ર શ્રી કોરા સાહેબના પુત્ર ભાઈ અશોકે મને ટૂંકકોલથી સમાચાર આપ્યા કે પૂજય પુણ્યવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા ! ન કલ્પી શકાય એવા આ સમાચાર હતા. એ સાંભળીને પળવાર તો અંતરને કળ ચડી ગઈ, ચિત્ત સૂનમૂન થઈ ગયું અને હૃદયમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. શરીરમાં અશક્તિ હોવાની વાત તો શ્રીલક્ષ્મણભાઈ વારંવાર લખતા રહેતા હતા; પૂજય મહારાજશ્રીએ પણ પંન્યાસ શ્રીનેમવિજયજી મહારાજ ઉપરના છેલ્લા પત્રમાં અશક્તિ હોવાનું સૂચવ્યું હતું. એ વાત જ છેવટે સાચી પડી, અને મહારાજશ્રી સદાને માટે વિદાય થયા ! વિ. સં. ૨૦૧૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૬-૭૧ સોમવારનો દિવસ; રાત્રિના ૮-૫૦ નો સમય. મહારાજશ્રીએ પ્રતિક્રમણ કરીને સંથારાપોરસી ભણાવી લીધી; અને જાણે પોતાનો કાર્યકાળ પૂરો થયો હોય અને હંમેશને માટે સંથારો કરવા (પોઢી જવા) માગતા હોય એમ, શ્રીલક્ષ્મણભાઈ સાથે વાત કરતાં કરતાં, બે-ચાર મિનિટમાં જ, તેઓ સ્વર્ગવાસી થઈ ગયા ! છેલ્લી પળો પૂરી સમાધિ, શાંતિ અને સ્વસ્થતામાં વીતી; ન કોઈ વેદના કે ન કશી માયા-મમતા. વીતરાગના ધર્મના સાધક વીતરાગભાવ કેળવી જાણીને પોતાના જીવનને ઉજ્જવળ અને ધન્ય બનાવી ગયા ! ધન્ય મુનિરાજ ! પૂજયપાદ પુણ્યવિજયજી મહારાજની ઇચ્છા મુજબ શ્રીલક્ષ્મણભાઈએ છેલ્લા કાગળમાં લખ્યું હતું કે-“અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે કયાંક રહેવું પડશે”-એ વાણી આપણા માટે કેવી વસમી રીતે સાચી પડી ! ભવિતવ્યતાના ભેદ અને કુદરતના સંકેતને કોણ પામી શકયું છે ? યુગદ્રષ્ટા આચાર્યપ્રવર શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજના કાળધર્મ અંગે પૂજયપાદ પુણ્યવિજયજીમહારાજે રાધનપુર નિવાસી મુંબઈમાં રહેતા For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ 99 છેલ્લા દિવસો ગુરુભક્ત શ્રીમણિલાલ ત્રિકમલાલ શાહ ઉપર, અમદાવાદથી, વિ. સં. ૨૦૧૦ના આસો સુદિ ૧૪ ના રોજ લખેલ પત્રમાં લખ્યું હતું કે–“આવા મહાપુરુષો સ્વર્ગવાસી થાય ત્યારે હાથતાળી આપવા જેવું જ લાગે છે, પણ એવા પુરુષો માટેનું મરણ એવું જ હોવું ઘટે.” પરમપૂજય મહારાજશ્રીએ લખેલા આ શબ્દો એમને પોતાને જ કેવા લાગુ પડે છે ! આપણે જોતા રહ્યા અને તેઓ હાથતાળી આપીને ચૂપચાપ ચાલતા થયા ! પરમપૂજય શ્રીઆગમપ્રભાકરજી મહારાજ માટે તો, વધુ ઉચ્ચ સ્થાન માટેનું આ એક સ્થળાંતર માત્ર જ હતું; પણ આવા સમતા, સાધુતા અને સરળતાના સાક્ષાત અવતાર સમા અને જ્ઞાનજયોતિથી પોતાના અંતરને તથા પોતાની આસપાસના સૌ કોઈને અંતરને પ્રકાશમાન અને પ્રસન્ન કરી મૂકનાર સંત પુરુષના જવાથી આપણે કેટલા રંક બન્યા છીએ એનો અંદાજ મેળવવો શકય નથી. પણ હવે તો એ જ્ઞાનજયોતિનું, સ્મરણ, વંદન અને યથાશક્તિ અનુસરણ કરવું એ જ આપણા હાથની વાત છે. નમો નમો નાપવિવાયરલ્સ છે [ મહારાજશ્રીને દીક્ષા લીધે સાઠ વર્ષ થયાં તે નિમિત્તે, વડોદરામાં ઉત્સવ થયો તે પ્રસંગે, “જ્ઞાનાંજલિ” ગ્રંથ પ્રકાશિત થયો હતો. આ ગ્રંથમાં મેં “પૂજ્ય આગમપ્રભાકરશ્રીની જીવનરેખા” નામે મહારાજશ્રીનો કંઈક વિસ્તારથી પરિચય આપ્યો હતો. એમાં ઠીક ઠીક સુધારા-વધારા કરીને તેમ જ નવું લખાણ પણ સારા પ્રમાણમાં ઉમેરીને આ લખાણ તૈયાર કર્યું છે. ૬, અમૂલ સોસાયટી, અમદાવાદ-૭; વિ. સં. ૨૦૨૯, ચૈત્ર વદિ ૮, ગુરુવાર, તા. ર૬-૪-૧૯૭૩ -૨. દી. દેસાઈ ] For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ પુરવણી–૧ પૂજય પુણ્યવિજયજી મહારાજનાં દર ચાતુર્માસની યાદી (કૌંસ બહારનો અંક ચાતુર્માસનું, અને કસમાંનો અંક વિ. સં. નું સૂચન કરે છે.) અમદાવાદ - ૩૭,૩૮(૨૦૦૧, ૨૦૦૨), ૪૧ (૨૦૦૫), ૪૪ થી પ૩ (૨૦૦૮ થી ૨૦૧૭), ૫૫ થી ૫૯ (૨૦૧૯ થી ૨૦૨૩). કપડવંજ - ૫૪ (૨૦૧૮) ખેડા-૪ (૧૯૬૮) જામનગર - ૧૬, ૧૭ (૧૯૮૦, ૧૯૮૧) જેસલમેર - ૪૨ (૨૦૦૬) ડભોઈ - ૧ (૧૯૬૫) - પહેલું ચોમાસું. પાટણ - ૫, ૬, ૭ (૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧), ૨૦ થી ૩૬ (૧૯૮૪ થી ૨OO0). પાલીતાણા - ૧૧, ૧૨ (૧૯૭૫, ૧૯૭૬) બીકાનેર - ૪૩ (૨૦૦૭) ભાવનગર - ૧૩, ૧૪ (૧૯૭૭, ૧૯૭૮) બઈ - ૯ (૧૯૭૩), ૬૧, ૬૨, (૨૦૨૫, ૨૦૧૬) - છેલ્લું ચોમાસું. લીંબડી - ૧૫ (૧૯૭૯), ૧૯ (૧૯૮૩) વડોદરા - ૮ (૧૯૭૨), ૧૦ (૧૯૭૪), ૩૯, ૪૦ (૨૦૦૩, ૨૦૦૪), ૬૦ (૨૦૧૪). વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર) - ૧૮ (૧૯૮૨) સુરત – ૨, ૩ (૧૯૬૬, ૧૯૬૭) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૭ ૧૯૧૮ પુરવણી–૨ પૂજ્ય મુનિ શ્રીપુણ્યવિજયજી સંપાદિત ગ્રંથો ૧. મુનિ રામચન્દ્રકૃત કૌમુદીમિત્રાનંદનાટક ૨. મુનિ રામભદ્રકૃત પ્રબુદ્ધરૌહિણેયનાટક ૩. શ્રીમન્મેઘપ્રભાચાર્યવિરચિત ધર્માલ્યુદય (છાયાનાટક) *૪. ગુરુતત્ત્વવિનિશ્ચય ૫. ઉપાધ્યાય શ્રીયશોવિજયકૃત ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા *૬. વાચક સંઘદાસગણિવિરચિત વસુદેવહિષ્ઠિ *૭. કર્મગ્રન્થ (ભાગ ૧-૨) *૮. બૃહત્કલ્પસૂત્ર-નિર્યુક્તિભાષ્યવૃત્તિયુક્ત (ભાગ ૧-૬) ૧૯૧૮ ૧૯૨૫ ૧૯૨૮ ૧૯૩૦-૩૧ ૧૯૩૪-૪) ૧૯૩૩-૩૮ તથા ૧૯૪૨ ૧૯૩૫ ૧૯૩૮ ૯. ભારતીય જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા ૧૦. પૂજય શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણવિરચિત જીતકલ્પસૂત્ર સ્વોપલ્લભાષ્ય સહિત ૧૧. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યપ્રણીત સહેલાઈસ્તોત્ર શ્રી કનકકુશલગણિવિરચિત વૃત્તિ યુક્ત ૧૨. શ્રીદેવભદ્રસૂરિકૃત કથાનકોશ ૧૩. શ્રીઉદયપ્રભસૂરિકૃત ધર્માલ્યુદય મહાકાવ્ય ૧૯૪૨ ૧૯૪૪ ૧૯૪૯ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ CO જ્ઞાનજયોતિની જીવનરેખા ૧૪. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યપ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર-મહાકાવ્ય (પર્વ ૨, ૩, ૪) ૧૯૫૦ ૧૫. જેસલમેરની ચિત્રસમૃદ્ધિ ૧૯૫૧ ૧૬. કલ્પસૂત્ર-નિર્યુક્તિ, ચૂર્ણિ, ટિપ્પણ, ગુર્જર અનુવાદ સહિત ૧૯પર ૧૭. અંગવિજ્જા ૧૯૫૭ ૧૮. સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી તથા અરિસિંહકૃત સુકૃતસંકીર્તન ૧૯૬૧ *૧૯. સુકૃતકીર્તિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિસંગ્રહ ૧૯૬૧ ૨૦. સોમેશ્વરકૃત ઉલ્લાઘરાઘવનાટક ૧૯૬૧ 29. Descriptive Catalogue of Palm-leaf Mss, In the Shantinath Bhandar Cambay, ૧૯૬૧-૧૯૬૬ 22. Catalogue of Sanskrit and Prakrit Mss of L. D. Institute of Indology Parts I-IV 9683, ૧૯૬૫, ૧૯૬૮, ૧૯૭૨ ૨૩. શ્રીનેમિચન્દ્રાચાર્યકૃત આખ્યાનકમણિકોશ, આપ્રદેવસૂરિકૃત વૃત્તિસહિત ૧૯૬૨ .*૨૪. શ્રીહરિભદ્રસૂરિકૃત યોગશતક સ્વોપજ્ઞવૃત્તિયુક્ત; તથા બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય ૧૯૬૫ ૨૫. સોમેશ્વરકૃત રામશતક ૧૯૬૬ ૨૬. નન્દીસૂત્ર-ચૂર્ણિસહિત ૧૯૬૬ ૨૭. નન્દીસૂત્ર-વિવિધ વૃત્તિયુક્ત ૧૯૬૬ *૨૮. આચાર્ય હેમચન્દ્રકૃત નિવટુશેષ, શ્રીવલ્લભગણિકૃત ટીકા સહિત ૧૯૬૮ Vol. I-II For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ૧૯૬૮ ૧૯૬૯ ૧૯૬૯ પુરવણી–૨ *૨૯. નંદિસુત્ત અણુઓગદારાઈ ચ ૩૦. જ્ઞાનાંજલિ (મહારાજશ્રીના દીક્ષાપર્યાયષષ્ટિપૂર્તિ સમારોહપ્રસંગે પ્રગટ થયેલ મહારાજશ્રીના લેખોનો તથા મહારાજશ્રીને અંજલિ અપાતા લેખોનો સંગ્રહ) *૩૧. પન્નવણાસુત્ત (પ્રથમ ભાગ) *૩૨. પન્નવણાસુર (દ્વિતીય ભાગ) ૩૩. જેસલમેરજ્ઞાનભાડ઼ારસૂચિપત્ર ૩૪. પત્તનજ્ઞાનભાડારસૂચિપત્ર ભાગ-૧ ૩૫. દસકાલિયસુત્ત અગત્યસિંહ ચૂર્ણિસહિત ૩૬. સૂત્રકૃતાંગ ચૂર્ણિ ભાગ-૧ ૩૭. કવિ રામચન્દ્રકૃતનાટકસંગ્રહ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૩ ૧૯૭૩ છપાય છે. આ ઉપરાંત મહારાજજીએ સંખ્યાબંધ આગમસૂત્રો તથા અન્ય ગ્રંથોની પ્રેસકોપીઓ કરાવીને એમાં પાઠાંતરો નોંધી રાખ્યા છે, તેમ જ છપાયેલા અનેક આગમિક તથા બીજા ગ્રંથોમાં પણ પાઠાંતરો નોંધીને ફરી છપાવતી વખતે શુદ્ધ છપાય એવી વિપુલ સામગ્રી તૈયાર કરી આપી છે. * આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ સાથે કરેલું છે. * આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા સાથે કરેલું છે. + આ નિશાનવાળા ગ્રંથોનું સંપાદન પં. શ્રીદલસુખભાઈ માલવણિયા તથા પ. શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક સાથે કરેલું છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું અંતિમ ધ્યેય જૈનતીર્થકરોએ અને મહર્ષિઓએ ભવભ્રમણના અંતને એટલે કે મોક્ષપ્રાપ્તિને આત્મસાધનાનું એટલે કે અધ્યાત્મસાધનાનું અંતિમ ધ્યેય માનીને, એના મુખ્ય ઉપાય તરીકે, જીવનમાં અહિંસાની સાધના અને પ્રતિષ્ઠા કરવાનું ફરમાવ્યું છે, અને અહિંસાને સિદ્ધ કરવાના મુખ્ય સાધન તરીકે સંયમ અને તપની આરાધનાને સ્થાન આપ્યું છે. વળી, આપણા શાસ્ત્રકાર ભગવંતોએ ૩વસEસારું છું સામUVi-શ્રમણજીવનનો સાર તો ઉપશમ એટલે કે શાંતિ અને સમતા છે-એમ કહીને ધર્મસાધનામાં સમતા કે સમભાવનું કેટલું મહત્ત્વનું સ્થાન છે, એ સમજાવ્યું છે. આ રીતે વિચારીએ તો સમતા એટલે સમભાવની પ્રાપ્તિ એ જ આત્મસાધના કે ધર્મસાધનાનું ધ્યેય કે કેન્દ્ર બની જાય છે. ઉપરાંત માનસિક, અહિંસાના પાલનના અને સત્યના નાના-મોટા એક-એક અંશને શોધી કાઢવાના અને સ્વીકારવાના એક અમોઘ ઉપાય તરીકે જૈનધર્મે નયવાદ અને સ્યાદ્વાદ એટલે કે અનેકાંતદષ્ટિની પ્રરૂપણા કરી છે. આ અનેકાંતવાદ એ આત્મસાધના અને તત્ત્વવિચારણાના ક્ષેત્રમાં જૈનદર્શનનું એક આગવું કહી શકાય એવું પ્રદાન છે. આ રીતે જૈનધર્મની સાધના પ્રક્રિયામાં અહિંસા, સમભાવ અને અનેકાંતદષ્ટિ એ રત્નત્રયી કેન્દ્રસ્થાને બિરાજે છે, અથવા કહો કે એ પ્રક્રિયાનું એ જ અંતિમ સાધ્ય કે ધ્યેય છે. (નાનાંજલિ, પૃ. ૨૭૬) પૂજ્ય મુનિ શ્રીપુણ્યવિજયજી For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only