________________
૨૦
તેઓ તે બહુમાનસૂચક શબ્દથી જ કરતા.
કર્મસાહિત્ય અંગેના પોતાના લેખમાં, દિગંબર સાહિત્યનો નિર્દેશ કરતાં, તેઓએ લખેલું કે “દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રીપુષ્પદંતાચાર્ય... વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યો અને સ્થવિરો થયા છે.
જ્ઞાનજ્યોતિની જીવનરેખા
(જ્ઞાનાંજલિ, પૃ. ૧૪૦)
સ્તુતિ-સ્તોત્રવિષયક સાહિત્યમાં ખરતર ગચ્છના આચાર્ય શ્રીજિનપ્રભસૂરિજીના અર્પણને બિરદાવતાં મહારાજશ્રીએ લખ્યું છે કે : “આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જૈનાચાર્ય તેમ જ જૈનમુનિઓએ ફાળો આપ્યો છે, તેમ છતાં ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનપ્રભે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપ્યો છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિસંતોત્રસાહિત્ય કોઈએ સર્યું નથી એમ કહેવામાં અત્રે જરાયે અતિશયોક્તિ થતી નથી.’ (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૫૯)
એ જ રીતે શ્રીધૂમકેતુલિખિત ‘કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય' પુસ્તકને આવકારતાં તેઓએ મુક્ત મને કહ્યું છે કે : “આચાર્ય શ્રીહેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધામૂલક અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રો લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈ શ્રીધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશળતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલો થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઊભા રહી જીવનચરિત્રો લખવામાંય એવા અને એટલા જ ગોટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેનો વિશિષ્ટ વિવેક આપણને શ્રીધૂમકેતુએ લખેલ પ્રસ્તુત જીવનચરિત્ર દ્વારા બતાવ્યો છે.’’
(જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૧૭૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org