________________
૪૧
બધું જ આગમ-પ્રકાશન માટે અર્પણ પ્રકાશનના કાર્ય માટે શ્રી મહાવીર જૈનવિદ્યાલયને અર્પણ કરવાની ભલામણ કરી હતી.
(૨) વડોદરાનો સમારોહ - વિ. સં. ૨૦૨૪ નું ચોમાસું મહારાજશ્રી વડોદરામાં રહ્યા. આ પ્રસંગની યાદરૂપે વડોદરાના શ્રીસંઘે વિ. સં. ૨૦૨૫ના માહ મહિનામાં, મહારાજશ્રીની દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ નિમિત્તે, એક મોટો સમારોહ ઉજવવાનું નક્કી કર્યું.
આ માટે માહ સુદિ ૧૩ થી માહ વદિ ૭ સુધીનો ૧૦ દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. વદિ પાંચમ સુધી અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયા બાદ વદિ ૬ના શ્રી આત્મારામજી જૈનજ્ઞાનમંદિરમાં પ્રાચીન સાહિત્યના પ્રદર્શનનું ઉદ્ધાટન વડોદરા યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર ડૉ. ચતુરભાઈ શંકરભાઈ પટેલે કર્યું હતું. મુખ્ય સમારોહ વદિ ૭, તા. ૯-૨-૧૯૬૯ રવિવારે સવારના રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં અગત્યનો કાર્યક્રમ શ્રી મહાવીર જૈનવિદ્યાલયની શ્રીજૈન આગમગ્રંથમાળાના બીજા ગ્રંથ શ્રી પન્નવણાસૂરાના પહેલા ભાગનો તથા મહારાજશ્રીનાં લખાણો તથા મહારાજશ્રીને અંજલિ આપતા દેશ-વિદેશના વિદ્વાનોના લેખોના સંગ્રહરૂપ “જ્ઞાનાંજલિ” નામે ગ્રંથના પ્રકાશનવિધિનો હતો.
આ સમારોહનું પ્રમુખપદ જાણીતા ઉદ્યોગપતિ અને જૈન અગ્રણી શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીએ સંભાળ્યું હતું. પન્નવણાસ્ત્રના પહેલા ભાગનો પ્રકાશનવિધિ પણ તેઓએ જ કર્યો હતો. જાણીતા વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્યેએ “જ્ઞાનાંજલિ” ગ્રંથનું પ્રકાશન કરીને એ મહારાજશ્રીને અર્પણ કર્યો હતો. અતિથિવિશેષ તરીકે શેઠ શ્રીશ્રેણિકભાઈ કસ્તુરભાઈ પધાર્યા હતા. આ પ્રસંગના સંભારણારૂપે વડોદરાના શ્રીસંઘે શ્રીપન્નવણાસૂત્રના ખર્ચ માટે તેત્રીસ હજાર રૂપિયા વિદ્યાલયને ભેટ આપ્યા હતા. ઉપરાંત, જાણે સમય પાકી ગયો હોય એમ, પાટણની શ્રીજિનાગમપ્રકાશિની સંસદના કાર્યકરોએ, સંસદ હસ્તકનું આશરે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા જેવું સારું ફંડ મહારાજશ્રી દ્વારા થતા આગમ-સંશોધનના કાર્યમાં વાપરવા માટે, શ્રીમહાવીરજૈનવિદ્યાલયને અર્પણ કરવાની જાહેરાત કરી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org