________________
૧૨
જ્ઞાનજ્યોતિની જીવનરેખા અભ્યાસ કર્યો. આ ગ્રંથોના અભ્યાસ નિમિત્તે અને પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે, બીજી અનેક બાબતો પણ આપમેળે જ અધ્યયનના ક્ષેત્રમાં આવી જતી, અને એ રીતે જ્ઞાનના સીમાડાનો અને દૃષ્ટિનો વિકાસ થતો ગયો. આ અરસામાં પાટણથી શ્રીકેસરિયાજી તીર્થનો સંઘ નીકળ્યો, તેમાં મહારાજશ્રી સાથે પંડિતજી પણ ગયેલા અને એ સંઘમાં પણ વિદ્યાભ્યાસ ચાલુ રહેલો ! આ રીતે જ્યારે એક બાજુ પંડિતજી પાસે આવું અધ્યયન ચાલતું હતું ત્યારે બીજી બાજુ મહારાજશ્રી પ્રાચીન પ્રતોના પાઠાંતરો મેળવવાનું તેમ જ શાસ્ત્રીય ગ્રંથોનાં પૂફો તપાસવાનું કામ પણ વિશ્વાસપૂર્વક કરતા થઈ ગયા હતા.
આ પછી તો પંડિત સુખલાલજી અને મહારાજશ્રીને અવારનવાર સાથે કામ કરવાનું બનતું રહ્યું, અને સમય જતાં પંડિતજી પોતાના શાસ્ત્રસંશોધનના કામે પણ મહારાજશ્રી પાસે આવતા રહ્યા. ભાવનગરના બીજા ચોમાસામાં વિ. સં. ૧૯૭૮ માં) પંડિતજી સન્મતિતર્કના સંશોધનના કામે અને લીંબડીના ચોમાસામાં તત્ત્વાર્થસૂત્રના કામે મહારાજશ્રી પાસે ગયેલ. લીંબડીમાં પંડિતજીએ બૌદ્ધદર્શનના કેટલાક મુદ્દાઓથી મહારાજશ્રીને પરિચિત કર્યા. મહારાજશ્રીએ બૌદ્ધ ગ્રંથ હેતુબિંદુની નકલ પંડિતજી માટે કરી આપી; એનો ઉપયોગ પંડિતજીને સન્મતિતર્કના સંપાદનમાં કરવાનો હતો. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ તરફથી પ્રગટ થયો. મહારાજશ્રીએ આ ગ્રંથની કરી આપેલ નકલ એક આદર્શ નકલ તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં સાચવી રાખવામાં આવી છે.
- આ રીતે પંડિતજી અને મહારાજજી વચ્ચેનો સંબંધ ઉત્તરોત્તર વધુ ગાઢ થતો ગયો. પંડિતજી મહારાજશ્રીના નિર્દભ સાધુજીવન અને સત્યાગ્રાહી જ્ઞાનના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે; મહારાજશ્રી પંડિતજીની સત્યગ્રાહી, અગાધ અને વ્યાપક વિદ્વત્તા અને અકિંચનભાવ પ્રત્યે એવો જ આદર ધરાવતા હતા. જયારે પણ આ બન્નેનું મિલન થતું, ત્યારે વિદ્યાવિનોદનું સુપ્રસન્ન વાતાવરણ પ્રસરી રહેતું. પંડિતજી પ્રત્યેની પોતાના વિદ્યાગુરુ તરીકેની બહુમાનની લાગણી દર્શાવતાં, પોતાના ગુરુદેવનું સ્મરણ કરવાની સાથે, મહારાજશ્રીએ પંડિતજીના સન્માન પ્રસંગે કહેલું કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org