________________
દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ
૧૩ શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગો છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુઓ અને ગૃહસ્થ વિદ્યાગુરુઓ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાન હું બે વ્યક્તિઓને આપું છું. તેમાં પ્રથમ સ્થાન પૂજયપ્રવર, સતત જ્ઞાનોપાસનાપરાયણ, અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનું છે, જેઓ મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે.... બીજું સ્થાન પંડિત શ્રીસુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીયભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયોનું જ્ઞાન પુસ્તકો દ્વારા નહિ પણ મોઢેથી જ આપીને મારી દષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારા જીવનનો યોગ જ કોઈ એવો વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યોમાં પરોવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અલ્પ કરી શક્યો છું. તેમ છતાં મારા ઉપર વિદ્યાગુરુઓનો એવો પ્રેમ હતો કે જેથી આજે મારી એ ઊણપ કોઈની નજરે નથી આવતી; છતાં એ વાત તો દીવા જેવી છે કે મારું અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને ગુરુઓએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યો છે. બે ગુરુઓમાંથી એક ગુરુશ્રી કે જેઓ મારા જીવનનું સર્વસ્વ હતા, તેઓ તો આજે સ્વર્ગવાસી થઈ ચૂક્યા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણ હું અનેક રીતે અધ્યયન કરું છું. આજે જયારે પણ હું મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું. ત્યારે તેઓશ્રી; ગમે તેટલા કાર્યવ્યસ્ત હોય તેમ છતાં, પોતાનું દરેક મહત્ત્વનું કાર્ય છોડીને પણ મારી સાથે અનુકૂળતાએ પોતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાતો કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન અને ફુરણાઓ જાગે છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૯૦)
પૂ.પં. નેમવિજયજીના શિષ્ય સ્વ. મુનિ શ્રીલાવણ્યવિજયજી પાસે મહારાજશ્રીએ આવશ્યક હારિભદ્રી ટીકાનું અને પોતાની મેળે ઓઘનિર્યુક્તિનું વાચન-અધ્યયન કર્યું હતું; સાથે પાલીતાણામાં ગુરુતત્ત્વવિનિશ્ચય જૂની હસ્તપ્રતોને આધારે શુદ્ધ કર્યું હતું. આગમસૂત્રોના મહાન ઉદ્ધારક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org