________________
છેલ્લાં બે વર્ષ મુંબઈમાં
૬૧ પધારવું જોઈએ. મેં મારી વાત કંઈક આવેશ સાથે રજૂ કરી. આ બાબતમાં મને એક બીજા વિચારથી પણ બળ મળ્યું હતું : ત્રણ કે ચાર દિવસ પહેલાં મારે કોઈ કામસર શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ પાસે જવાનું થયેલું ત્યારે મેં તેઓને વિનંતી કરી કે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર ન કરતાં અમદાવાદ પધારે એવી વિનંતિ આપ પત્ર લખીને કરો. તેઓએ મારી વિનંતિ માન્ય કરી અને બીજે દિવસે પત્ર પણ લખ્યો. હું વડોદરા રવિવારે ગયો હતો એટલે મને વિશ્વાસ હતો કે મારા વડોદરા પહોંચતાં પહેલાં શનિવારે મહારાજશ્રીને શેઠશ્રીનો પત્ર મળી જ ગયો હશે, એટલે હું મારી વાત ભારપૂર્વક રજૂ કરી શકીશ. તેથી મેં વડોદરા પહોંચીને મહારાજશ્રીને પહેલું આ કાગળ બાબત પૂછ્યું. તેઓએ ના કહી. જવાબ સાંભળીને હું નિરાશ થયો. પાછળથી જાણવા મળ્યું કે, મને મારી વાત રજૂ કરવામાં સહાયક થઈ પડે એવો, શ્રીયુત ફૂલચંદભાઈ શામજીએ મુંબઈથી મહારાજશ્રીને લખેલો પત્ર પણ તેઓને શનિવારે મળી જવો જોઈતો હતો તે નહોતો મળ્યો. આ કાગળમાં તેઓએ મહારાજશ્રીને મુંબઈ પધારવાની આગ્રહભરી વિનંતિ કરવાને બદલે આ બાબતમાં અનુકૂળ લાગે એવો નિર્ણય સુખેથી લેવાનું લખ્યું હતું, પણ બનવાકાળ જ જુદો હતો એટલે આ બંને કાગળો મોડા પડ્યા !
છતાં મેં મહારાજશ્રીને તથા મુંબઈના આગેવાનોએ મારે જે કહેવું હતું તે સ્પષ્ટરૂપે અને ભારપૂર્વક કહ્યું. મુંબઈના ભાઈઓ નારાજ થાય એવી કંઈક વાત પણ મારા મોંએથી નીકળી પડી ! મને તો એમ જ થતું હતું કે શાસનને નુકસાન પહોંચે એવી આ કેવી વાત આપણે કરી રહ્યા છીએ ! મુંબઈના ભાઈઓએ પોતાની વાત કરી. અમારી આ બધી વાત અમે મહારાજશ્રીની રૂબરૂ કરી અને અમારું કામ પૂરું થયું. મહારાજશ્રીએ પોતાનો નિર્ણય રાતના પ્રતિક્રમણ પછી જણાવવાનું કહ્યું. રાત્રે મહારાજશ્રીએ મુંબઈ તરફ વિહાર કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. આ સાંભળીને હું તો, જાણે કોઈ હોનારત બની હોય એમ, સ્તબ્ધ થઈ ગયો, આવો નિર્ણય સાંભળવા મારું મન તૈયાર ન હતું, હું ખૂબ ખિન્ન અને નિરાશ થઈ ગયો, પણ હવે મનની વાત કે વેદનાને વ્યક્ત કરવાનો કોઈ અવકાશ ન હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org