________________
છેલ્લાં બે વર્ષ મુંબઈમાં
વડોદરાનો સમારોહ સુંદર રીતે પૂરો થયો એટલે શ્રીપોપટલાલ ભીખાચંદ, શ્રીજેસિંગલાલ લલ્લુભાઈ અને શ્રીજયંતીલાલ મણિલાલ ઘડિયાળી-એ મુંબઈના ત્રણ આગેવાનો મહારાજશ્રીને વિનંતિ કરવા તા. ૯૩-૬૯ના રોજ વડોદરા પહોંચ્યાં. વચલા સમયમાં મહારાજશ્રીના મનમાં મુંબઈ જવું કે નહીં એનું મંથન ચાલતું હતું; અને સામાન્ય રીતે અમને એવા સંકેત મળતા હતા કે તેઓનું મન મુંબઈ તરફ વિહાર કરવાનું નથી, પણ ભાવિનો સંકેત કંઈક જુદો જ હતો. ભવિતવ્યતાના એ ભેદને પામવાનું આપણું ગજું શું ? આમાં પણ એમ જ થયું.
ન
મુંબઈના આગેવાનો વડોદરા આવ્યા તે દિવસે મહારાજશ્રીએ મને પણ વડોદરા બોલાવ્યો. તેઓએ હજુ કશો નિર્ણય કર્યો ન હતો અને તેઓનું મન ખુલ્લું હતું; એટલે મુંબઈ તરફ વિહાર કરવા સામે મારે જે કંઈ કહેવું હોય એ કહેવાની તક આપવા માટે મને વડોદરા બોલાવ્યો હશે, એમ માનું છું. મને તો સતત એક જ વિચાર સતાવતો હતો કે આગમ-સંશોધનનું કામ શરૂ કર્યે નવેક વર્ષ થઈ જવા છતાં એ કામની પ્રગતિ ઠીક ઠીક ધીમી હતી, અને મહારાજશ્રીના હાથે અને તેઓની દેખરેખ નીચે એ કાર્ય જેટલું સર્વાંગ સંપૂર્ણ થઈ શકશે એટલું બીજાના હાથે નહીં જ થઈ શકે; આ કાર્ય માટે મહારાજશ્રી જેવી સજજતા, સૂઝ અને સમર્પણવૃત્તિ બીજા કોઈમાં હોય એમ મને લાગતું ન હતું. તેથી મારો મત તો સ્પષ્ટ હતો કે મહારાજશ્રીએ મુંબઈ તરફના વિહારનો વિચાર જતો કરીને બને તેટલા વહેલા અમદાવાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org