________________
જ્ઞાનયોતિની જીવનરેખા જેઓના સ્વાથ્યને માટે મુંબઈનો જવાનો વિચાર જન્મ્યો હતો, તે પંન્યાસ શ્રીરમણિકવિજયજીનો સ્વર્ગવાસ થવા છતાં મુંબઈ જવાનો નિર્ણય થયો એ ભવિતવ્યતાયોગ પણ કેવી અજબ કહેવાય ! પણ હવે એ યોગને માથે ચડાવવો જ રહ્યો. મહારાજશ્રીએ તા. ૨૪-૩-૬૯ના રોજ મુંબઈ તરફ વિહાર કર્યો અને ત્રણેક મહિના બાદ, તા. ૨૬-૬-૬૯ના રોજ તેઓ મુંબઈ પહોંચી ગયા. મહારાજશ્રી અડધી સદી કરતાં પણ વધુ સમય બાદ, બાવન વર્ષે, મુંબઈ પધાર્યા હતા. શ્રીસંઘે તેઓનું ભાવભર્યું સ્વાગત કર્યું. સંઘમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. તા. ૨૯-૬-૬૯ના રોજ તેઓ ગોડીજીના ઉપાશ્રયે પધાર્યા. મહારાજશ્રીનું ચાતુર્માસ વાલકેશ્વરમાં નક્કી થયું હતું. તેઓ તા. ૬-૭-૬૯ના રોજ વાલકેશ્વર પધાર્યા.
પહેલું ચોમાસું પૂરું થયા બાદ, તા. ૧૧-૧-૭૦ના રોજ સવારના, મહારાજશ્રીના સાંનિધ્યમાં, જન્મશતાબ્દીની ઉજવણીના કાર્યને વેગ આપવા મુંબઈના કાર્યકરો, બહારગામના પ્રતિનિધિઓ અને જન્મશતાબ્દી માટે કેટલાક મહિના પહેલાં રચાયેલ એડહોક કમિટીના સભ્યોની સભા મળી. આ સભા ઉજવણીના આકાર-પ્રકાર અને એ માટેની યોજનાને નિશ્ચિતરૂપ આપવા માટે ખૂબ ઉપયોગી બની રહી. આમાં એડહોક કમિટીનું વિસર્જન કરીને અખિલ-ભારતીય ધોરણે જન્મશતાબ્દી સમિતિની રચના કરવામાં આવી; એના સભ્યપદનું લવાજમ રૂા. ૫૧/- નક્કી કરીને એ રકમ ઉજવણીના ખર્ચમાં વાપરવાનું ઠરાવવામાં આવ્યું; અને, આ પ્રસંગના રચનાત્મક કાર્યરૂપે “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ” ની સ્થાપના કરીને ત્રણ હજાર રૂપિયાનો એક એવા ટ્રસ્ટસ્કોલરો નોંધવાનું ઠરાવવામાં આવ્યું. આ સભાની પહેલાં અને પછી પણ કાર્યકરો અવારનવાર મહારાજશ્રી પાસેથી માર્ગદર્શન મેળવતા રહેતા.
મહારાજશ્રીનો જીવનરસ તો શાસ્ત્રસંશોધનનો હતો અને એનું એમને માટે શ્વાસ અને પ્રાણ જેટલું મૂલ્ય હતું; એટલે મુંબઈમાં પણ એ કામ તો ચાલતું જ રહ્યું. જન્મશતાબ્દીની તૈયારીના કામમાં તો તેઓ માગી સલાહ જ આપતા; પણ કાર્યકરોને માટે તો એમની હાજરી જ ઉત્સાહ પ્રેરવા માટે બસ હતી. પહેલું ચોમાસું તેઓએ સુખ-શાંતિથી પૂરું કર્યું; તબિયત પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org