________________
છેલ્લાં બે વર્ષ મુંબઈમાં
૬૩
એકંદર સારી રહી. આ દરમ્યાન પયજ્ઞાઓના સંશોધનનું કામ ચાલતું હતું.
તેઓનું બીજું ચોમાસું પણ વાલકેશ્વરમાં જ થયું. પણ મુંબઈના એક વર્ષના રહેવાસ પછી મહારાજશ્રીને શરીરમાં અવારનવાર નાની-મોટી ફરિયાદ થઈ આવતી; અને એના જરૂરી ઉપચાર પણ કરાવવામાં આવતા. પણ તેઓ આ માટે વિશેષ ચિંતા ન સેવતા. અને સંશોધનનું કામ તો ચાલતું જ રહેતું, પણ એ માટે પૂરતો સમય ભાગ્યે જ મળતો.
બીજું ચોમાસું પૂરું થવાનું હતું એ અરસામાં શરીરની અસ્વસ્થતાની ફરિયાદ કંઈક વધી ગઈ. મહારાજશ્રી ક્યારેક ક્યારેક એવી ફરિયાદ કરતા કે હમણાં સ્ફૂર્તિ ઓછી દેખાય છે, સૂઈ રહેવાનું મન થાય છે અને કામમાં મન પૂરું લાગતું નથી, આનો પણ કંઈક ને કંઈક ઉપચાર તો થતો જ રહેતો. પણ મહારાજશ્રીએ, અમે કે બીજા કોઈએ પણ આ વાતને ગંભીર ન લેખી, પણ આજે લાગે છે કે એ ભૂલ હતી.
આ દરમ્યાન પણ પયજ્ઞાઓનું સંશોધનનું તથા પન્નાવણાસૂત્રની પ્રસ્તાવનાને તપાસવા-સુધારવાનું કામ તો યથાસમય-શક્તિ ચાલુ જ હતું.
વિ. સં. ૨૦૨૭ના કારતક સુદિ બીજથી આઠ દિવસ માટે આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીનો નાનો ઉત્સવ ભાયખલાથી શરૂ કરી ગોડીજીના દેરાસર-ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો હતો. મહારાજશ્રી આ કામ માટે જ મુંબઈ આવ્યા હતા એટલે આ બધા પ્રસંગોમાં તેઓ હાજર રહ્યા. દરમ્યાનમાં કારતક સુદિ ૫ ના (જ્ઞાનપંચમીના પર્વદિને) મહારાજશ્રીનો જન્મદિવસ હતો. એ દિવસે તેઓને ૭૫ વર્ષ પૂરાં થતાં હતાં, એટલે તેઓંનું અભિવાદન કરવાનો એક સાદો સમારોહ ગોડીજીના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરિજીના સાંનિધ્યમાં, યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ હાજર રહીને શ્રી અમૃતલાલ યાજ્ઞિક તથા ડૉ. પ્રો. વી. એમ. કુલકર્ણીએ મહારાજશ્રીને પોતાની ભાવભરી અંજલિ અર્પણ કરી હતી. આ સમારોહમાં હાજર રહેવાનો અને ભાગ લેવાનો મને પણ લાભ મળ્યો હતો.
આઠ દિવસનો ઉત્સવ પૂરો થતાં મહારાજશ્રી વાલકેશ્વર પાછા ફર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org